# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 18 March 2017

યોગેશ્વરજી 18 માર્ચ

યોગેશ્વરજી 18 માર્ચ
એક જાગૃત યોગી મહાત્મા યોગેશ્વરજીનો જન્મ ભારત દેશના સ્વાતંત્ર્યદિને થયો હતો. બાળપણમાં જ તેમને સંધ્યા, રૂદ્રીના સંસ્કારો સુદ્દઢ થયા હતા. મહાપુરુષોના ચરિત્રો વાંચવાની ટેવને કારણે તેમના જેવા મહાન થવાની પ્રેરણા મળી, ઉપરાંત પ્રાર્થના, લેખનકાર્ય વગેરેથી જીવન ઘડતર સુદ્દઢ થવા લાગ્યું.
નાની વયે મિત્રોએ શરૂ કરેલા હસ્તલિખિત સામયિકમાં તેમણે લેખનકાર્યનો આરંભ કર્યો હતો. આ સંતના મહાજીવનના સંકેતો તેમને સ્વપ્નદર્શન અને સાક્ષાત દર્શન દ્વારા મળી ગયા હતા. હિમાલયની યાત્રામાં તેમને અલૌકિક અનુભવ થયા. અંતરની પ્રગાઢ શાંતિ દરમિયાન અંદરથી અવાજ સંભળાયો. ‘તમે નિત્ય સિદ્ધ છો, નિત્ય બુદ્ધ છો’ ત્યારબાદ ઇશ્વરના રામ, કૃષ્ણ અને શંકર એમ દરેક સ્વરૂપના દર્શન થયા. ઉત્તર કાશીમાં જમનોત્રી જતાં એક ધર્મશાળામાં તેમને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન લાધ્યું હતું. તો દેવપ્રયાગમાં ધ્યાન દરમિયાન એક અજ્ઞાત મહાપુરુષે યોગેશ્વરજીને દિવ્ય સમાધિનો અનુભવ કરાવ્યો હતો. એમના લખાણમાં ‘ગાંધી ગૌરવ’ અને ‘ભગવાન રમણ મહર્ષિ જીવન અને કાર્ય ‘સીમાસ્તંભ ગણાતા ગ્રંથો છે. 18/3/1984 ના રોજ યોગેશ્વરજીની જીવનલીલા સંકેલાઇ ગઇ. આમ ધ્યાનશિબિરો અને સેવાપ્રવૃતિઓ દ્વારા જાણે આ સંતે સંસાર અને સમાજનુ ઋણ ચૂકવી દીધું છે.