આજ નો દિવસ :-
શૂન્ય પાલનપૂરી
નામ
અલીખાન બલોચ
અલીખાન બલોચ
ઉપનામ
‘શૂન્ય’ , ‘રૂમાની’ , ‘અઝલ’
‘શૂન્ય’ , ‘રૂમાની’ , ‘અઝલ’
જન્મ
19, ડીસેમ્બર -1922; લીલાપુર, અમદાવાદ
19, ડીસેમ્બર -1922; લીલાપુર, અમદાવાદ
અવસાન
17, માર્ચ – 1987; પાલનપુર
17, માર્ચ – 1987; પાલનપુર
માતા
નનીબીબી
નનીબીબી
પિતા
ઉસ્માનખાન
ઉસ્માનખાન
ભાઇ બહેન
ભાઇ – ફતેહખાન
ભાઇ – ફતેહખાન
લગ્ન
ઝુબેદા
ઝુબેદા
સંતાનો
પુત્ર – તસમીન, ઝહીર ;
પુત્રી– કમર, પરવેઝ
પુત્ર – તસમીન, ઝહીર ;
પુત્રી– કમર, પરવેઝ
અભ્યાસ
1938- મેટ્રીક – પાલનપુર
1940– બહાઉદ્દીન કોલેજ – જુનાગઢ માં અભ્યાસ અધૂરો મૂક્યો
1938- મેટ્રીક – પાલનપુર
1940– બહાઉદ્દીન કોલેજ – જુનાગઢ માં અભ્યાસ અધૂરો મૂક્યો
વ્યવસાય
1940- પાજોદ દરબાર– ‘રૂસવાના’ અંગત મંત્રી
1945-54 – અમીરબાઇ મિડલસ્કૂલ – પાલનપુર માં શિક્ષક
1957-60 નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં
1940- પાજોદ દરબાર– ‘રૂસવાના’ અંગત મંત્રી
1945-54 – અમીરબાઇ મિડલસ્કૂલ – પાલનપુર માં શિક્ષક
1957-60 નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં
નિવાસ
પાટણમાં ‘ગીત ગઝલ ‘ માસિકનું પ્રકાશન
1962– મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી.
પ્રદાન
પાટણમાં ‘ગીત ગઝલ ‘ માસિકનું પ્રકાશન
1962– મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી.
પ્રદાન
કવિતા સંગ્રહ –
ગુજરાતી -6,
ઉર્દૂ -1,
અનુવાદ- 1
મુખ્ય કૃતિઓ
ગુજરાતી -6,
ઉર્દૂ -1,
અનુવાદ- 1
મુખ્ય કૃતિઓ
ગઝલ – ગુજરાતી – શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષ, શૂન્યનો દરબાર
ગઝલ – ઉર્દૂ – દાસ્તાને ઝિંદગી
ગઝલ – ઉર્દૂ – દાસ્તાને ઝિંદગી
અનુવાદ –
ખૈયામ જીવન
ખૈયામ જીવન
1925 – ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન, માતા સાથે પાલનૌર મોસાળમાં ઊછર્યા
1940 – રૂસવા’ના સંપર્કમાં આવ્યા
1940 – ‘રૂસવા’ હાજરીમાં ગુજરાતીમાં ગઝલ કરવાની શરૂઆત , મિત્ર અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું.
1940 – રૂસવા’ના સંપર્કમાં આવ્યા
1940 – ‘રૂસવા’ હાજરીમાં ગુજરાતીમાં ગઝલ કરવાની શરૂઆત , મિત્ર અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું.
થોડુંક વધારે
કવિ પ્રતિષ્ઠા - "શૂન્ય" પાલનપુરી
"પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે."
અલીખાન ઉસ્માનખાન બલોચ એટલે આપણે જેને આદરથી શૂન્ય તરીકે ઓળખીએ છીએ એ જ 'શૂન્ય'પાલનપુરી
મેટ્રીકમાં પાસ થયા પછી પાજોદ દરબારની સીફારીશથી બહાઉદ્દીન કોલેજમાં દાખલ થયા..ત્યારે તળાવ દરવાજા પાસે એક રૂમમાં રહેતા અને "રૂમાની" નામે ઉર્દુમાં ગઝલો લખતા - તે સમયે જૂનાગઢમાં ઉર્દુ શાયરીની બોલબાલા હતી અને વઝીરઝાદા મહેર ઉસ્માનીના નિવાસસ્થાને દર મહીને મિલન યોજાતું.આ મહેર ઉસ્માની ઉસ્તાદ શાયરોમાં ગણાતા.એક રાત્રે પાજોદ દરબાર - રુસ્વા મઝલુમી એમને પરાણે એ મુશાયરામાં લઇ ગયા પણ તે લોકો પહોચ્યા ત્યારે મુશાયરો પૂરો થઇ ચુક્યો હતો પણ મહેરસાહેબને જાણ થઇ કે રુસ્વા સાહેબ આવ્યા છે એટલે મુશાયરો બરખાસ્ત ન કર્યો એટલે રુસ્વાએ "રૂમાની"નો નવા શાયર તરીકે પરિચય આપ્યો અને બધાના આગ્રહવશ "રૂમાની"એ ગઝલ પેશ કરી જેનો મત્લા હતો
"ક્યાં સુનાઉ?ક્યાં સુનોગે?દાસ્તાને ઝીંદગી
ગમઝદોન કા તલ્ખ હોતા હૈ બયને ઝીંદગી "
રાતોરાત જૂનાગઢમાં રૂમાની પ્રસિધ્ધ થઇ ગયા અને જૂનાગઢમાં ગઝલ લલકારતા થઇ ગયા. અભ્યાસમાં દિલ ચોટતું નહોતું એટલે રુસ્વા પાસે પાજોદ રહેવા ચાલી ગયા.... શરૂઆતમાં 'અઝલ'પાલનપુરી તરીકે પણ લખતા પણ 'અમૃત' ઘાયલ જેઓ પણ પાજોદ રહેતા તેમણે ગુજરાતીમાં લખવા 'રૂમાની' ને માત્ર સૂચવ્યું જ નહિ પણ પ્રેર્યા અને ઘાયલ સાહેબેજ આ રૂમાની કે અઝલ નામે લખતા અલીખાન ને "શૂન્ય" તખલ્લુસ આપ્યું અને અલીખાન 'શૂન્ય' પાલનપુરીનું સદાયને માટે ગુજરાતી ગઝલનું સુવર્ણ અક્ષરે નામ અંકિત થઇ ગયું - લ્યો એમની ગમતી ગઝલ મ્હાણો ....
અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી

અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી
મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી
તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
તો બીજી ગઝલ જે આસિત દેસાઈના કંઠે ગવાઈ ને અતિ લોકપ્રિય છે તે
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.
– શૂન્ય પાલનપુરી
પરિચય છે મંદિરમાં - શૂન્ય પાલનપુરી
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.
- શૂન્ય પાલનપુરી
એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર,, - ‘શુન્ય’ પાલનપુરી
એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર,
દંગ થઈ જાય દુનિયા, એવું કરું સર્જન ધરાર…
એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર,
દંગ થઈ જાય દુનિયા, એવું કરું સર્જન ધરાર…
ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક,
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક,
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી,
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી…
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક,
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી,
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી…
બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી,
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી,
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ,
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ,
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ,
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ…
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી,
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ,
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ,
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ,
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ…
પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ,
એમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ…
એમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ…
દેવદુર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી…
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી…
- ‘શુન્ય’ પાલનપુરી
Posted by - યુવરાજસિંહ જાડેજા ગોંડલ
(યુયુત્સુ) 9099409723
Thanks
No comments:
Post a Comment