,,,,,,મારું હળવદ,,,,,,
હળવદ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. પાંચસો વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચૂકેલું હળવદ ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે અને આ ગઢને છ દરવાજાઓ પણ આવેલા છે. જેવા કે ધ્રાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો, દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તળાવ દરવાજો આજે પણ અહીં મોજૂદ છે. હળવદ શહેર મધ્યે આવેલું સાતસો એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ આવેલું છે. છોટા કાશી તરીકે ઓળખાતા હળવદ શહેર ભૂદેવોની નગરી તરીકે પણ જાણીતું છે. હળવદના ભૂદેવો લાડવા ખાવામાં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. માત્ર એક જ ટંકે સાઠ લાડવા ખાનાર હળવદના દુર્ગાશંકર બાપા જગ પ્રખ્યાત ગણાતા હતા. આજે પણ હળવદિયા બ્રાહ્મણો પૈકી અમુક જુવાનિયાઓ વીસ જેટલા લાડવા સામાન્ય આરોગી જાય છે. જે તે સમયે ચુરમાના લાડુ બ્રાહ્મણો માટે ઔષધી સમાન પુરવાર થયાનું જાણવા મળે છે. સ્મશાનમાં લોકો શા માટે જતા હોય છે? કોઈકને અંતિમ વિદાય આપવા માટે! હળવદ સિવાયનાં સ્મશાનો માટે આ જવાબ સાચો છે. હળવદમાં કોઈને અગ્નિદાહ આપવા ઉપરાંત છેડાછેડી પણ સ્મશાનમાં છૂટે છે! એ ઉપરાંત હળવદ તેના બળુકા બ્રાહ્મણો માટે પણ ખ્યાતનામ છે.
રાતા લુઘડા હાળા મો, રખને ભાઈ હળવદિયા હો…
આ કહેવત હળવદિયાઓ માટે વર્ષો જૂની બની ગઈ છે. હળવદની આ પવિત્ર ધરા ઉપર ઝાલાવાડમાં સૌથી વધુ યુદ્ધો ખેલાયા હોવાના પુરાવાઓ પણ અત્રે જોવા મળે છે. ૧૯મીના ઉત્તરાર્ધમાં થયેલી ગણતરી મુજબ હળવદમાં ત્રણસો નેવું જેટલા પાળિયાઓ પૈકી બસો જેટલા પાળિયા તેમ જ એકસો જેટલી સતી-શુરાની દેરીઓ હળવદમાં આજે પણ મોજૂદ છે. ઉપરાંત તાલુકા અને શહેરી વિસ્તારના વિવિધ ભાગોમાં તેમ જ વિવિધ સીમાડાઓમાં જ્યાં જ્યાં નજર દોડાવો ત્યાં ત્યાં શૂરવીરોની મર્દાનગીની ગવાહી આપતા પાળિયાઓ આજે પણ અડીખમ ઊભા છે. એક સમયે હળવદ બહાદુરોનું ગામ હતું. ત્યાંની શૂરવીરતાની સાક્ષી પૂરતા પાળિયાઓ ગામની ભાગોળે ઇતિહાસના મૌન સાક્ષી બનીને ઊભા છે. અહીં સૌથી વધુ વસ્તી ભૂદેવોની. આજે પણ ૪૫ હજારની વસતી ધરાવતા હળવદમાં ૨૦ હજાર જેટલા બ્રાહ્મણોે રહે છે. એક ગણતરી પ્રમાણે ૧૯મી સદીના ઉતરાર્ધમાં હળવદના પાદરમાં પોણા ચારસો જેટલા પાળિયા હતા. તેમાંથી ૧૪ પાળિયાઓનાં નામ ઉકેલી શકાયાં ન હતાં. મરદ પાછળ સતી થયેલી સ્ત્રીઓની ૩૦૦ દેરીઓ છે. એ સતી સ્ત્રીઓને તેના કુુટૂંબીજનો દેવી ગણી તેની પૂજા કરે છે.

No comments:
Post a Comment