# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 24 August 2017

*ધોરણ -૮ (એકમ: ૧)*

◾◽◾◽◾◽◾◽◾◽◾
⭐ *ધોરણ -૮ (એકમ: ૧)*⭐
 *વિષય - સામાજિક વિજ્ઞાન* 
◾◽◾◽◾◽◾◽◾◽◾
 *ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન* 
 *Question Bank* 
‍કોલંબસ કયા દેશનો વતની હતો ?
➖ *જવાબ: ઇટલીનો*
‍ કોણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો ?
➖ *જવાબ: વાસ્કો-દ-ગામાએ*
‍વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ?
➖ *જવાબ: પોર્ટુગલનો*
‍વાસ્કો-દ-ગામાનું જહાજ ભારતના કયા બંદરે સૌ પ્રથમ આવ્યું ?
➖ *જવાબ: કાલિકટ*
‍વાસ્કો-દ-ગામાનું જહાજ ભારતના બંદરે ક્યારે આવ્યું ?
➖ *જવાબ: 22/05/1498*
‍ઈ.સ.1502માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી ?
➖ *જવાબ: કાલિકટમાં*
‍પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું ?
➖ *જવાબ: ઈ.સ.1506માં*
‍કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી ?
➖ *જવાબ: ઝામોરિને*
‍પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીને કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્લીમાં કયો મુઘલ બાદશાહ ગાદી પર હતો ?
➖ *જવાબ: શાહજહાં*
‍ડચ લોકો કયા દેશનાં વતની હતા ?
➖ *જવાબ: હોલૅન્ડના*
‍ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહિ ?
➖ *જવાબ: અંગ્રેજો સામે*
‍અંગેજોનું વહાણ હિન્દુસ્તાનનાં કયા બંદરે પહોંચ્યું ?
➖ *જવાબ: સુરત*
‍હિન્દુસ્તાનની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો ?
➖ *જવાબ: હોકિન્સ*
‍મીર જાફરના મૃત્યુ પછી બંગાળનો નવાબ કોણ બન્યું ??
➖ *જવાબ: ક્લાઇવ*
‍અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી ?
➖ *જવાબ: ઔરંગઝેબ પાસેથી*
‍પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું ?
➖ *જવાબ: ઈ.સ.1757માં*
‍?.પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ ?
➖ *જવાબ: સિરાજ-ઉદ્-દૌલાની*
‍બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ કોને હરાવ્યો ?
➖ *જવાબ: મીરકાસીમને*
‍ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે કયાં જઈ ચડ્યો ?
➖ *જવાબ: અમેરિકા*
‍કાલિકટની કોઠીનો રક્ષક કોને બનાવવામાં આવ્યો ?
➖ *જવાબ: અલ્બુકર્કને*
‍કયા મુઘલ બાદશાહના સમયમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો ?
➖ *જવાબ: શાહજહાં*
‍ભારતમાં સૌ પ્રથમ કઈ વિદેશી પ્રજા આવી ?
➖ *જવાબ: પોર્ટુગીઝ*
‍'બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની' ક્યારે સ્થપાઈ ?
➖ *જવાબ: ઇ.સ.1600માં*
‍અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું ?
➖ *જવાબ: ઇ.સ.1608માં*
‍કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં વેપાર કરવાની પરવાનગી આપી ?
➖ *જવાબ: જહાંગીરે*
‍કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી ?
➖ *જવાબ: શાહજહાંએ*
‍ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ ?
➖ *જવાબ: ઇ.સ.1664માં*
‍પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો ?
➖ *જવાબ: મીરજાફરને*
‍બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો ?
➖ *જવાબ: મીરજાફરને*
‍બક્સરનું યુદ્ધ ક્યારે થયું ?
➖ *જવાબ: ઇ.સ.1764માં*
‍કોલંબસ શું માનતો હતો ?
➖ *જવાબ: પૂર્વમાં જવા પશ્ચિમ બાજુથી જઈ શકાય.*
‍કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો ?
➖ *જવાબ: ઇ.સ.1492માં*
‍ઇ.સ.1453માં તુર્કોએ ક્યું બંદર જીતી લીધું ?
➖ *જવાબ: કોન્સ્ટેન્ટિનોપલ*
‍અમેરિકાના મૂળવતનીઓ કયા નામે ઓળખાય છે ?
➖ *જવાબ: રેડ ઈન્ડિયન*
‍અમેરિકાના કિનારાના ટાપુઓ કયા નામથી ઓળખાય છે ?
➖ *જવાબ: વેસ્ટ ઈન્ડિઝ*
‍વાસ્કો-દ-ગામાનું જહાજ આફ્રિકાના ક્યા સ્થળનું ચક્કર લગાવી માલિન્દી પહોંચ્યું ?
➖ *જવાબ: કેપ-ઑફ-ગુડ હોપ*
‍વાસ્કો-દ-ગામાને ક્યા હિન્દી ખલાસીએ ભારત આવવામાં મદદ કરી ?
➖ *જવાબ: મહમદ-ઈબ્ન-મજીદે*
‍કઈ સાલમાં અંગ્રેજોએ હુગલી નદીને કાંઠે પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ?
➖ *જવાબ: ઇ.સ.1651માં*
‍ઈસ્ટ ઈન્ડિયા કંપની વધુને વધુ શાની હોડમાં લાગી ચૂકી હતી ?
➖ *જવાબ: ધન કમાવવાની*
‍બંગાળની આવક ઘટતા સૌપ્રથમ બંગાળના ક્યા નવાબે વિરોધ કર્યો ?
➖ *જવાબ: મુર્શિદઅલીખાને*
‍ક્યું ક્લાઈવનું કાવતરું હતું ?
➖ *જવાબ: પ્લાસીનું યુદ્ધ*
◾◽◾◽◾◽◾◽◾◽◾

No comments:

Post a Comment