# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 8 August 2017

વ્યકિત વિશેષ - વિનોદ કિનારીવાલા

1942નાં ગુજરાતના પ્રથમ શહિદ
- વિનોદ કિનારીવાલા
૯ ઓગષ્ટ,૧૯૪૨..મહાત્મા ગાંધીજીએ કહ્યું..ગોરાઓ-હિન્દ છોડો..
એ સાથે જ સમગ્ર દેશમાં ‘કરેંગે યા મરેંગે’ના નારા સાથે લાખો યુવાનો આઝાદીની આખરી લડાઈ માટે મેદાને પડ્યા. ગાંધીજી સહિત કોંગ્રેસના તમામ નેતાઓને તો જેલભેગા કરવામાં આવ્યા હતા. એથી મુંબઈમાં નેતૃત્વ અરુણા અસફ અલી જેવી વિરાંગના એ લીધું તો અમદાવાદમાં વિનોદ કિનારીવાલાએ. અરુણા એ ગોવાળિયા ટેંક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધરપકડ વહોરી તો વિનોદ કિનારીવાલા નામના ૧૮ વર્ષના ગુજરાતી કિશોરે રાષ્ટ્રધ્વજની આન-બાન-શાન સાચવવા અંગ્રેજ સાર્જન્ટની રિવોલ્વરની ગોળી અત્યંત બહાદુરીપૂર્વક પોતાની છાતી પર ઝીલી અને રાષ્ટ્રની આઝાદી કાજે શહાદત વહોરી. સ્થળ હતું ગુજરાત કોલેજ, અમદાવાદ. વીર શહીદનું સ્મારક તો આજે પણ ઉભું છે પણ અહી શ્રદ્ધાંજલિ અર્પવા ય કોઈ આવતું નથી. વિનોદ કિનારીવાલાની સ્મૃતિ હવે તો એક રસ્તાના નામે જ સંઘરાયેલી છે. 
હજુ તો જેને મુછનો દોરો માંડ ફૂટ્યો હતો અને હજુ તો જેણે દુનિયા જોવાની બાકી હતી એવા વીર દેશભક્ત વિનોદ કિનારીવાલાના આજના શહાદત દિને દેશભક્તિની માત્ર વાતો કરનારા ભાજપીઓ પણ ન ફરક્યા એ અત્યંત ખેદજનક વાત છે.ઈ.સ. ૧૯૪૨ની આઝાદીની ચળવળનો ગુજરાતનો પ્રથમ શહીદ એટલે વીર વિનોદ કિનારીવાલા. તેમનો જન્‍મ તા. ૨૦-૯-૧૯૨૪ ના રોજ થયો હતો. માત્ર અઢાર વર્ષનો આ અરમાનભર્યો યુવાન આઝાદીના માંચડે અમર થઈ ગયો. ‘ઈન્‍કલાબ ઝિંદાબાદ’ ના ગગનભેદી નારાઓથી આકાશ ગુંજી ઊઠતું હતું. ગુજરાત કોલેજ આવતા પહેલાં જ વીર વિનોદ રાષ્‍ટ્રધ્‍વજ પોતાના હાથમાં લઈ લીધો હતો ને સંચાલકને કહ્યું હતું: “સાહેબ, હું વાવટાની શાન નહી જવા દઉં. તમારા હુકમનું પાલન કરીશ-ભલે મારો પ્રાણ જાય.” અને ખરેખર આ અંતરનો અવાજ સાચો કરી બતાવ્‍યો. ભાઈ વિનોદને ધ્‍વજ છોડી દેવા અંગ્રજ સાર્જન્‍ટે ધમકી આપી. પણ વિનોદે તેની સામે નજર સુદ્ધાં ન કરી ત્‍યાં જ જાલીમોની ગોળી ખુલ્‍લી છાતીમાં ધસી આવી અને રક્તનો ફુવારો છુટ્યો એક નાજુક ફૂલને કચડી મંદાધો મલકાયા. એનો નશ્વરદેહ પંચમહાભૂતોમાં ભળી ગયો પણ તેનો આત્‍મા અનેકોને માટે પ્રેરણારૂપ બની ગયો. શ્રી જયપ્રકાશજીએ સાચુ કહ્યું છે કે યુદ્ધમાં લોકો ભાગતાઉં ગોળીઓ ખાઈને મરે છે, પરંતુ શહીદ કિનારીવાલાનું મૃત્‍યુ સૈનિક જેવું સામાન્‍ય ન હતું. એ વીર ધર્મ કાજે, સિદ્ધાંત ખાતર, દેશને માટે, ત્રિરંગી ઝંડા સાથે મૃત્‍યુને ભેટ્યો છે. એ જ એની મહત્તા છે એના મૃત્‍યુમાંથી પ્રેરણા મેળવીએ કે હિંદનો નાગરિક વિશ્વના બીજા નાગરીકો સાથે ઉન્‍નત મસ્‍તકે ચાલે. વિનોદ ! તું અમારી દીવાદાંડી બનજે.


૯ ઓગસ્ટ, ૧૯૪૨નાં દિવસે ગાંધીજીનાં ‘હિઁદ છોડો આંદોલન’ ને બળ આપવા દેશભરમાંથી લોકો ઘરની બહાર નીકળી રહ્યાં હતાં. લોકોમાં ભારે દેશદાઝ જોવા મળતી હતી. તે સમયે બનેલી કેટલીક હૃદયદ્રાવક ઘટનાઓ જે આપણા માનસ પટ પરથી કયારેય ભંૂસાઈ શકે તેમ નથી.
આજે ઓગસ્ટ ક્રાંતિ દિન છે અનેક દેશભકતોના કાનમાં હજુએ ગુંજારવ અકબંધ છે. ‘દેશ કે હીત હમ જીયંેગે, દેશ હીત મર જાયંેગે, દેશ કે જો કામ આયે, વહ જીવન કી શાન હે...’ ૯મી ઓગસ્ટનો દિવસ કદાચ કોઈને ય નહીં ભૂલાય. દેશનાં તમામ આંદોલનોમાં ગુજરાત અને એમાંય અમદાવાદ મોખરે રહ્યું હતું. શહેરના ખાડિયા સાથે અનેક સ્વાતંત્ર સૈનિકોનો સંબંધ રહેલો છે.
વાત કરીએ ઉમાકાંત કડિયાની. તો દરિયાપુરમાં રહેતા ઉમાકાંત કડિયા ૯મી ઓગસ્ટે ખાડિયામાં અંગ્રેજોની ગોળીએ વીંધાયા હતાં. તેમની યાદમાં ખાડિયા ચાર રસ્તા પાસે સ્મારક બનાવાયું છે. જે આજે પણ તે સમયની ઘટનાની સાક્ષી બની અડીખમ છે. દર વર્ષે ઓગસ્ટ ક્રાંતિ દિને પુષ્પાંજલિ અર્પણ કરી ઉમાકાંત કડિયાની શહીદીને યાદ કરવામાં આવે છે.
ગુજરાત કોલેજમાં પણ કોલેજનાં વિદ્યાર્થીઓમાં પણ દેશપ્રેમ ભભૂકી રહ્યો હતો. એ વખતે કોલેજનો એક યુવાન કોલેજની ઈમારત પર ચડી ગયો અને અંગ્રેજી હુકુમતનાં ઝંડાને કાઢી ભારતનો ત્રિરંગો ફરકાવ્યો. તે યુવાન ‘ઈન્કલાબ જિંદાબાદ’નાં જયઘોષ સાથે વિદ્યાર્થીઓની ટૂકડી લઈ આંદોલનને વેગ આપવા સામી છાતીએ અંગ્રેજોની ગોળી ઝીલવા તૈયાર થયો. તે યુવાન બીજો કોઈ નહી પણ ૧૭ વર્ષીય વિનોદ કિનારીવાલા હતા. અંગ્રેજોએ તેમને ચેતવ્યા કે, જો તું આગળ વધીશ તો અમારે ગોળી ચલાવી પડશે. પણ પોતાની જાનની પરવા કર્યા વગર યુવાન આગળ વધ્યો અને છાતી ખોલી અંગ્રેજોની સામે ઊભા રહી ગયાં અને અંગ્રેજોએ એક ક્ષણની પણ રાહ જોયા વગર બંદૂકની ગોળી યુવાનની છાતીમાં ધરબી દીધી. યુવાન ભારતમાતાના કાજે શહીદ થયો.

ગોળી પણ ન રોકી શકી : ઉમાકાંત કડિયા
નામ : ઉમાકાંત કડીયા
જન્મ તારીખ : ૧૫ નવેમ્બર, ૧૯૨૧
શહીદ દિન : ૯ ઓગસ્ટ, ૧૯૪૨
હિઁદ છોડો આંદોલનનું સરઘસ લઈ ખાડિયાથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે અંગ્રેજોએ તેમના માથામાં ગોળી મારી હત્યા કરી હતી.

ઇન્કલાબની ચિનગારી : વિનોદ કિનારીવાલા
નામ : વિનોદ કિનારીવાલા
જન્મ તારીખ : ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૪
શહીદ દિન : ૯ ઓગસ્ટ, ૧૯૪૨
ગુજરાત કોલેજમાંથી દેશનો ત્રિરંગો લઈ બહાર નીકળતી વેળા અંગ્રેજોએ ગોળી મારી હત્યા કરી હતી.

ભૂલાઈ ગયા છે આ સ્વાતંત્રય સેનાની
૧૯૪૨નાં હિઁદ સ્વરાજ છોડો અને ૧૯૫૬નાં મહાગુજરાત આંદોલનના સાક્ષી ૮૬ વર્ષીય નટવરભાઈ રાણા ખાડિયા, ગોલવાડમાં આજે પણ અંધારી ઓરડીમાં રહે છે. તેમણે બંને આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તે ઈન્દુલાલ યાજ્ઞિકના ખાસ કાર્યકર્તાઓમાંના એક હતા. નટવરલાલની કિશોરાવસ્થા અને યુવાની બંને દેશને સમર્પિત હતી. આંદોલનમાં અંગ્રેજ અમલદારોને થાપ આપવામાં હંમેશા સફળ રહેતા હતા. આંદોલન કરી ભૂર્ગભમાં કઈ રીતે જતા રહેવું તેમાં તે માહીર હતા. એકવાર એવા સમાચાર આવ્યા કે નટવરલાલને ગોળી વાગી. તે સાંભળીને વિસ્તારના લોકો ભારે દુ:ખી થઈ ગયા, પણ એટલામાં ભાગતા ફરતા નટવરલાલ તેમની સાઈકલ પર ઘરે આવી પહોંચતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું. નટવરભાઈનો અને તેમની સાઈકલનો નાતો આજે ય હજી છૂટÛો નથી. જોકે આજે વયોવૃદ્ધ નટવરભાઈ ચાલી શકવાની પરિસ્થિતિમાં નથી. તેમના પત્ની મોનાબેનને નિવૃત્ત થયે ૬ વર્ષ થયાં છે. તેમ છતાં ઘરમાં બીજું કોઈ કમાનાર ન હોવાને કારણે તે આજે પણ નોકરી કરી રહ્યાં છે. નટવરભાઈ જેવા સ્વતંત્રતાના લડવૈયાની આજે કોઈ નોંધ લેતું નથી.

... અને પળે પળ યાદ આવે છે ઉમાકાંતભાઈ
ઉમાકાંતભાઈનાં શિષ્ય ચિનુભાઈ પહેલવાન ખાડિયામાં બનેલી સ્મૃતિ પર દર વર્ષે ૯, ઓગસ્ટનાં રોજ ફૂલહાર કરવા દરિયાપુરથી ઉમાકાંતભાઈ કડીયાનો ફોટો લઈ વર્ષોથી ચાલતા ચાલતા ખાડિયા ચાર રસ્તે આવે છે અને ત્યાં ઉપસ્થિત આબાલ-વુદ્ધોને ઉમાકાંતભાઈની કહાની સંભળાવે છે. તેમણે જણાવ્યું હતું કે, મને બરાબર યાદ છે. તારીખ ૯ ઓગસ્ટ, ૧૯૪૨ની સવાર હતી. ઉમાકાંતભાઈ કડીયા અને મનુભાઈ પાલખીવાલા બંને જોડે ‘હિઁદ છોડો આંદોલન’ ના સરઘસમાં જોડાયા હતાં. સરઘસ ખાડિયા થઈ આવી રહ્યું હતું. ચારે તરફ એક જ ગુંજ હતી ‘ઈન્કલાબ જિંદાબાદનાં’. સામેથી સરઘસને આવતા જોઈ અંગ્રજ અમલદારે સરઘસ સામે બંદુક તાણી પણ તે સમયે યુવાનોમાં દેશપ્રમની જવાળા ભભૂકી રહી હતી. અંગ્રેજોનાં દરેક પ્રશ્નનો એક જ જવાબ હતો. ‘ઈન્કલાબ ઝિંદાબાદ’. યુવાનો પાછા પડવા તૈયાર નહોતા. એટલામાં અંગ્રેજ અમલદારે ગોળી છોડી અને તે સીધી ઉમાકાંતભાઈની કપાળમાં આવીને વાગી અને ઘટના સ્થળે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા. મારી ભૂલ થાય છે શહીદ થયાં. સરઘસ વખિરાઈ ગયું. તેમનાં નશ્ર્વર દેહને અંગ્રેજો ઘટના સ્થળથી સીધા જ વી.એસ. હોસ્પિટલનાં સ્મશાનગૃહમાં લઈ ગયાં અને તેમની અંિંતમ વિધિની તૈયારી કરી. આ વાતનાં સમાચાર શહેરમાં પ્રસરવા માંડ્યાં. અંગ્રેજ અમલદારોએ ઉમાકાંતભાઈનાં બા-બાપુજી સિવાય કોઈને પણ ત્યાં નહીં આવવાં ફરમાન કર્યું અને જે કોઈ પણ દેખાવો કરશે તેને પણ ગોળીએ વીંધી દેવાશે તેમ એનાઉન્સ કર્યું. આમ, છેલ્લી ઘડીએ અંગ્રેજોએ દેશભકતનાં પાર્થિવ દેહનાં દર્શનથી અમને વંચિત રાખ્યાં. જેનો આજે પણ અમને વસવસો છે.

એલિસબ્રજિ ખાતે યોજાયેલી હિઁદ છોડો આંદોલન સભા.

અમદાવાદના હાર્દ સમા વિસ્તાર દરિયાપુર કે જયાં એક સમયે સંગ્રામનું રણશિંગંુ ફૂંકાયું હતું અને દેશ ખાતર યુવા લોકોએ પોતાના બલિદાન આપ્યા હતા. પણ આજે આ જગ્યાની હાલત કેવી થઈ ગઈ છે તે ઉમાકાંત કડિયાનુ સ્મારક જોઈને પ્રતિતી થાય છે.
વિનોદ કિનારીવાલા (૧૯૨૪-૯ ઓગસ્ટ ૧૯૪૨) અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારત છોડો આંદોલનના પ્રથમ દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૧૯૪૨ ના રોજ ગુજરાત કોલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટિશ અફસર દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.[૧] બ્રિટિશ અફસરે તેમને ધ્વજ નીચે મૂકી દેવા કહ્યું હતું, પરંતુ કિનારીવાલાએ તેમ કરવાની ના પાડી હતી. ત્યારબાદ અફસરે ગોળી મારતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ સમયે તેઓ ૧૮ વર્ષના હતા.
૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મૃતિ અને તેમનું પૂતળું કોલેજના પ્રાંગણમાં જયપ્રકાશ નારાયણ દ્વારા જાહેરમાં મૂકવામાં આવ્યું હતું.[૧][૨]
જે માર્ગ પર તેમને ગોળી મારવામાં આવી હતી તે માર્ગને શહીદ વીર કિનારીવાલા માર્ગ નામ આપવામાં આવ્યું છે.[૨]
તેમની યાદમાં દર વર્ષે ૯ ઓગસ્ટે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન તેમને શ્રધ્ધાંજલિ અર્પે છે.[૧]