# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 24 August 2017

એશિયાઇ સિંહ

એશિયાઇ સિંહ

એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગરભારતીય દિપડોબરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.

એશિયાઇ સિંહ

એશિયાઇ સિંહ

સ્થાનિક નામસિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેરઅંગ્રેજી નામASIATIC LIONવૈજ્ઞાનિક નામPanthera leo persicaઆયુષ્ય૧૫ થી ૧૮ વર્ષલંબાઇમાથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર), ૨૮૯ સેમી.(માદા)ઉંચાઇ૧૦૫ સેમી.વજન૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા)સંવનનકાળઓક્ટોબર થી ડીસેમ્બરગર્ભકાળ૧૦૫ થી ૧૧૦ દિવસપુખ્તતા૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા)દેખાવશરીર રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે, પાછળનો શરીરનો ભાગ પાતળો., જાડી લાંબી પુંછડી, નાના કાન., નર સિંહને ગળામાં કેશવાળી હોય છે.ખોરાકસામાન્ય રીતે પ્રતિદિન ૬ થી ૮ કિલોગ્રામ, ચિત્તલસાબરજંગલી સુવરચોશીંગાચિંકારાભેંશગાય વગેરે.વ્યાપફક્ત ગીરનાં જંગલમાં.રહેણાંકસુકુ ઝાંખરા યુક્ત જંગલ, કાંટા વાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ.ઉપસ્થિતિ ના ચિન્હોપગલાં, મારણ, ગર્જના.ગુજરાતમાં વસ્તી૩૫૯ (૨૦૦૫), ૪૧૧ (૨૦૧૦), ૫૨૩ (૨૦૧૫)[૧]

નોંધ

ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ. વન વિભાગ ગુજરાત. p. ૩.

સિંહણ

વર્તુણક

આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.

વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકીકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે.[૨] સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫.

સિંહ-માનવી વચ્ચે અસ્તિત્વ સંઘર્ષ

ભેંસાણ તાલુકાનાં જંગલની હદ પર આવેલા નાના એળા સામપરા ગામનાં ખેત મજૂરી કરતા હંસાબેન જેરામભાઈ ધામેચા (ઉ.વ.૪૨) આઠ મહિલાઓ સાથે સીમમાં ચણીયાબોર વીણવા ગયા હતાં ત્યારે અચાનક એક સિંહણ તેઓની સામે ચડી આવી હતી અને ઉભેલી મહિલાઓ પર હુમલો કર્યો હતો. જેમાં હંસાબેન ધામેચા સિંહણના પંજામાં આવી ગયા હતાં. તેમને સિંહણ ઢસડી બાજુના ખેતરમાં લઈ જઈ ત્યાં તેને દાંત તથા નહોર ભરાવી મોતને ઘાટ ઉતાર્યા હતાં. રેવન્યુ વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી મહિલાના પરિવારજનોને વળતર મળે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી.[૩]માળીયા હાટીના તાલુકાના ચુલડીની સીમમાં બાબરા વીડીના ઘાસ કાપવાના કામ માટે આવેલા અને નાજાભાઈ દેસાભાઈની વાડીમાં ઝુંપડા બાંધી રહેતા દાહોદના શ્રમિક પરિવારનો રૂમાલભાઈ ડામોર (ઉ.વ.૬) નામનો બાળક કુદરતી હાજતે ગયો હતો. ત્યારે ત્યાં એક સિંહે આ બાળકને જોઈ તેના પર હુમલો કરીને ભક્ષણ કરી ગયો હતો.[૩]જાફરાબાદ નજીકના દરીયાકિનારે સિંહ આવી ચડતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આથી સિંહ ગભરાઈને દરીયામાં ઉતરી જાફરાબાદ દીવાદાંડી સુધી તરીને પહોચીં ગયો હતો[૪].

વસતી

ઇ.સ. ૨૦૧૫ના મે માસમાં વન વિભાગ દ્વારા જાહેર કરાયા પ્રમાણે ગિરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસતી ૫૨૩ છે.[૫]

૨૦૧૫ પ્રમાણેસંખ્યાનર સિંહ૧૦૯માદા, સિંહણ૨૦૧સિંહબાળ૨૧૩કુલ૫૨૩

આ વસતી નીચે મુજબનાં જિલ્લાનાં વિસ્તારમાં ફેલાયેલી છે.

જિલ્લોસંખ્યાજૂનાગઢ૨૬૮ગિર સોમનાથ૪૪અમરેલી૧૭૪ભાવનગર૩૭

No comments:

Post a Comment