# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 22 September 2017

ઈતિહાસમાં 22 સપ્ટેમ્બરનો દિવસ


✅✅✅✅✅✅
*♻️ઈતિહાસમાં 22 સપ્ટેમ્બરનો દિવસ*
✅✅✅✅✅✅


*⭕️⭕️વર્લ્ડ કાર ફ્રી ડે⭕️⭕️*

કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવા યુરોપ સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં દર વર્ષની 22 ડિસેમ્બરે 'વર્લ્ડ કારફ્રી ડે' ઉજવાય છે. કાર ત્યજીને સાઇકલ ચલાવી તેને મનાવવાની રીત લોકપ્રિય બની રહી છે.

*1965 ભારત-પાકિસ્તાન યુદ્ધનો અંત*

કાશ્મીર પચાવી પાડવા પાકિસ્તાને વર્ષ 1965ના ઓગસ્ટમાં છેડેલા યુદ્ધનો 22-23 સપ્ટેમ્બરના રોજ અંત આવ્યો હતો. આ યુદ્ધમાં ભારતનો હાથ ઉપર રહ્યો હતો, પરંતુ તાશ્કંદમાં ભારતે જીતેલો વિસ્તાર પરત આપવો પડ્યો હતો.

*અમેરિકી નિયંત્રણો હટ્યા*

વર્ષ 1998માં તત્કાલિન વાજપેયી સરકારે કરેલા પરમાણુ પરીક્ષણના પગલે અમેરિકાએ ભારત પર લાદેલા નિયંત્રણો હટાવવાની જાહેરાત જ્યોર્જ બુશ સરકારે વર્ષ 2001ની 22 સપ્ટેમ્બરે કરી હતી.

*♨️♨️♨️ઇરાક-ઇરાન યુદ્ધ: ♨️♨️♨️*

બંને પરંપરાગત દુશ્મન દેશો વચ્ચે ૮ વર્ષ સુધી ચાલેલું યુદ્ધ વર્ષ ૧૯૮૦માં આજના દિવસે શરૂ થયું હતું. ઇરાકે ઇરાનના સંખ્યાબંધ મિલિટરી બેઝ ઉપરાંત તેહરાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ વરસાવીને આ યુદ્ધની શરૂઆત કરી હતી. યુદ્ધ શરૂ થતાં પહેલા ત્રણ અઠવાડિયા નાનો-મોટો સંઘર્ષ પણ ચાલ્યો હતો.

*BBCની ઇજારાશાહીનો અંત:*

વર્ષ ૧૯૫૫માં બ્રિટનમાં સ્થપાયેલી નવી ટેલિવિઝન ઓથોરિટીએ બ્રિટનની પહેલી સ્વતંત્ર ચેનલ શરૂ કરતાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની ૧૮ વર્ષની ઇજારાશાહીનો અંત આવ્યો હતો. આઇટીવી નામે ઓળખાતી આ ચેનલ પર પહેલીવાર એડવર્ટાઇઝમેન્ટ પણ પ્રસારિત કરવામાં આવી હતી.

*⚗નેટ જીઓનો પહેલો ઇશ્યૂ:*

દુનિયાના સર્વશ્રેષ્ઠ સાયન્સ, હિસ્ટ્રરી અને નેચર મેગેઝીન નેશનલ જીઓગ્રાફીનો વર્ષ ૧૮૮૮ના ઓક્ટોબર મહિનાનો પહેલો ઇશ્યૂ આજના દિવસે પબ્લિશ થયો હતો. આજે દુનિયાની ૪૦ અલગ અલગ ભાષાઓમાં એક સાથે પ્રકાશિત આ મેગેઝીનની ૬૮ લાખથી પણ વધુ નકલો વેચાય છે.

*1539 : ગુરુનાનકનું અવસાન થયુ.*

1908 : બલ્ગેરિયા સ્વતંત્ર થયુ.

*1931 : ગાંધીજી લંડનમાં ચાર્લિ ચેપ્લિનને મળ્યા.*

*1977 : જમાત-એ-ઇસ્લામ નાં સંસ્થાપક મૌલાના અબ્દુલ અલીનું અવસાન થયુ.*

1994 : ગાયક જી. એન. જોષીનું અવસાન થયુ.

No comments:

Post a Comment