બોટાદકર, Botadkar
___________________________
નામ
દામોદર બોટાદકર
જન્મ
27-11-1870 – બોટાદ જિ. ભાવનગર
અવસાન
7-9-1924 – મુંબઇ
કુટુંબ
- માતા ?
- પિતા -ખુશાલદાસ
- ભાઇ બહેન – ??
અભ્યાસ
- બોટાદમાં છ ધોરણ સુધી અભ્યાસ
- સંસ્કૃત પર સારું પ્રભુત્ત્વ.
વ્યવસાય
- આર્થિક ભીંસ દૂર કરવા ફક્ત તેર વર્ષની ઉંમરે પ્રાથમિક શિક્ષક બન્યા
- ત્રેવીસ વર્ષની વયે મુંબઇ ગોંસ્વામી નૃસિંહલાલજીના કારભારીનું કાર્ય સ્વીકાર્યું.
- વેપાર, વૈદક પણ કર્યા પણ ન ફાવ્યા
પ્રદાન
- મુખ્યત્વે કવિતા , એક નાટક
મૂખ્ય કૃતિઓ
કાવ્યસંગ્રહો
- કલ્લોલિની, સ્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસ તરંગિણી, શૈવલિની , ગોકુળગીતા, રાસવર્ણન, સુબોધક કાવ્યસંગ્રહ
નાટક
- ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી’ અથવા ‘ સ્વંયવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’
જીવનઝરમર
- બોટાદના ગરીબ વાણિક કુટુંબમાં જન્મ.
- તેમની મૂળ અવટંક શાહ હતી, પણ પોતાના ગામ બોટાદ પરથી તેમણે ‘બોટાદકર’ અવટંક અપનાવી.
- હંમેશાં આર્થિક મુશ્કેલીમાં રહ્યા ઉત્તર અવસ્થામાં આર્થિક સ્થિતિ થોડીક સુધરી.
- તેમની કવિતામાં દલપતરામ અને ન્હાનાલાલની ઘણી અસર.
- અલ્પશિક્ષિત હોવા છતાં બોટાદકરે પોતાની કવિતાનું જે આગવું અને નિરાળું ક્ષેત્ર સહજ ક્ષૂઝથી મેળવી લીધું તેમાં તેમની કાવ્યઅભિજ્ઞા પ્રગટ થાય છે.
- તેઓ આપણી ભાષાના ‘ સૌંદર્યદર્શી’ કવિ કહેવાય છે.
દામોદર_બોટાદકર
No comments:
Post a Comment