# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 13 September 2017

બનાસકાંઠાનો ઈતિહાસ

*💥બનાસકાંઠા ની સફરે💥*

*💥ચાલો આજે જાણીએ બનાસકાંઠા વિષે 💥*

👉બનાસકાંઠાએ ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે.

*મુખ્ય મથક :- *

👉પાલનપુર( પ્રાચીન નામ પ્રહલાદનપુર )

*સીમાઓ:-*

બનાસકાંઠાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં સાબરકાંઠા અને મહેસાણા જીલ્લો, દક્ષિણમાં પાટણ જીલ્લો તથા પશ્ચિમમાં કચ્છનું મોટું રણ આવેલું છે.

સ્થાપના :-તા-૧/૫/૧૯૬૦

આરટીઓ નંબર :-GJ-08

*તાલુકા :-૧૪*

(1) પાલનપુર
(2) ડીસા
(3) ધાનેરા
(4) વડગામ
(5) દાંતીવાડા
(6) કાંકરેજ
(7)થરાદ
(8) વાવ
(9) ભાભર
(10) સુઇગામ
(11) લાખાણી
(12)દિયોદર
(13) અમીરગઢ
(14) દાંતા

*👉વિધાનસભાનીકુલ સીટો:-૯*

વાવ,
થરાદ,
ધાનેરા,
દાંતા(એસ.ટી.),
વડગામ(એસ.સી),
પાલનપુર,
ડીસા,
દિયોદર અને
કાંકરેજ

મુખ્ય મથક :- પાલનપુર( પ્રાચીન નામ પ્રહલાદનપુર )

*સંસ્થાઓ :- *

👉સરદાર પટેલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (દાંતીવાડા),
લોકનિકેતન ગ્રામવિદ્યાપીઠ (રતનપુર) , નૂતન ગ્રામવિદ્યાપીઠ(મડાણા ગઢ)

*સંશોધન સંસ્થાઓ :-*

 👉બટાકા સંશોધન કેન્દ્ર (ડીસા), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , કઠોળ સંશોધન કેન્દ્ર (દાંતીવાડા)

*નદીઓ :- *

👉સિધુ,  બનાસ,  સરસ્વતી, અર્જુની, સાબરમતી અને બાલારામ,સીપુ

👉બનાસ નદીનું પ્રાચીન નામ *પર્ણશા* છે.

*જળાશય (ડેમ) :- *

👉સીપુ ડેમ અને બનાસ ડેમ,( બંને બનાસ નદી પર આવેલ છે.) દાંતીવાડા ડેમ,(બનાસ નદી) મુક્તેશ્વર ડેમ (સરસ્વતી નદી)જળ

*સિંચાઈ યોજના :–*

દાંતીવાડા સિંચાઈ યોજના (બનાસ નદી)

*તળાવ અને સરોવર :- *

👉ગંગા સરોવર , બાલારામ અને *માન સરોવર* ,દાંતીવાડા જળાશય

*મુખ્ય પાકો :- *

👉બટાકા,  બાજરી,  જીરું,  ઇસબગુલ,  જુવાર,  તલ, અને ઘઉં છે.

*પર્વતો :- *

👉આરાસુરના ડુંગરો, અરવલ્લીની પર્વતમાળાની ટેકરીઓ,ગુરૂનો ભાખરો ડુંગર,દાંતાનો ડુંગર માતાનું મંદિર, ગબ્બરનો ડુંગર,

*👉ચીક્લોદરખનીજ :- *

આરસના પથ્થરો,  લાઈમસ્ટોન,  તાંબુ, કેલ્સાઈટ, વુલેસ્ટોનાઈટ,
જસત મળે છે.

👉આરસના પથ્થરો માટે આરાસુર ની ખાણ જાણીતી છે.

*👉અભ્યારણયો :-*

જેસોર રીંછ અભ્યારણ્ય (ધાનેરા), બાલારામ રીંછ અભયારણ્ય(ઇકબાલગઢ)

*👉 જોવા  સ્થળો :- *

પ્રાકૃતિકધામ,બાલારામ અને જેસોર તીર્થસ્થળો છે, ધરણીધર મંદિર,કોટેશ્વર, અંબાજી, કુંભારિયા, નડેશ્વરમાતાનું મંદિર નડાબેટ,

👉દાંતીવાડારાષ્ટ્રીય ધોરી માર્ગ :- 
૧૪ (નવો નંબર ૨૭) તથા માર્ગ નં.-૧૫ (નવો નંબર ૬૮) પસાર થાય છે.

👉બનાસકાંઠા જીલ્લો સૌથી વધુ ગામડા ૧૨૪૯ અને તાલુકા ૧૪ ધરાવતો જીલ્લો છે.

👉બનાસકાંઠા ઘાસના મેદાન માટે જાણીતું છે.

👉પાલનપુર હીરા  ઉદ્યોગ  અને  અત્તર  ઉદ્યોગ  માટે  પ્રખ્યાત  છે.

👉પાલનપુર બગીચાઓનું શહેર, ફૂલોનું શહેર તથા અત્તરનું શહેર તરીકે ઓળખાય છે.

👉રાણાપ્રતાપ વડ તરીકે ઓળખાતો વડ આ જિલ્લામાં આવેલ છે.
👉 સુંઈગામ તાલૂકા નડાબેટ ખાતે સીમાદર્શન અને અશ્વદોડ ની સ્પર્ધા યોજાય છે.

👉ડીસામાં બટાટાનો  પાક  પુષ્કળ  થાય  છે.તેથી તે બટાકાનગરી તરીકે પણ ઓળખાય છે.

👉પાલનપુરમાં આવેલી બનાસ ડેરીની સ્થાપના ગલબાભાઈ નાંનજીભાઈ  પટેલે કરી હતી.તેમનુ શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે.

👉ઢીમા પશુમેળા  માટે  પ્રખ્યાત  છે.  ત્યાં  ધરણીધરનું  મંદિર  છે.

👉વાવ તાલુકાના રાધાનેસડા ગામે ગુજરાતનો સૌથી મોટો સોલાર પાર્ક તૈયાર થઈ રહ્યો છે.

👉જિલ્લામાં સ્ત્રી પુરૂષ સાક્ષરતા વચ્ચે સૌથી મોટું અંતર છે.

👉બનાસકાંઠા જીલ્લાના વાવ   તાલુંકાના ઠાકોરોનું  લોકનૃત્ય ‘ મેરાયો’ છે.

👉આ જિલ્લામાં ખેતી હેઠળની જમીન સૌથી વધુ છે.

👉આ જીલ્લા નો કાંકરેજ તાલુકો કાંકરેજી ગાયો માટે જાણીતો છે.

👉ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે.

👉ગુજરાતમાં સૌથી વધું ૧૪ તાલુકા આ જિલ્લામાં આવેલા છે.

👉જગ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાતાનું મંદિર, અંબાજી , કોટેશ્વર મંદિર

👉અંબાજીનું મૂળ સ્થાનક નજીકમાં આવેલા ગબ્બરપર્વત પર આવેલું છે.

👉ગુજરાતનું પ્રથમ કેશલેસ દાન સ્વીકારનાર મંદિર તરીકે અંબાજી બન્યું છે.

👉મગરવાડામાં ૧૦૦૦ વર્ષ જુનું માણીભદ્ર જૈન તીર્થસ્થાન આવેલું છે.

👉બાલારામમાં ચંદનના વૃક્ષો જોવા મળે છે.

👉અંબાજીમાં આરસ,સીસું અને તાંબાની ખાણો આવેલી છે.

👉દાંતા અને પાલનપુરની વચ્ચે જેસોર ટેકરીઓ આવેલી છે.

👉ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ઈ.સ. ૧૯૭૩માં દાંતીવાડા ખાતે કરવા માં આવી હતી.

*અંબાજી*

પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે.

👉અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે.

👉આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે.

👉આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે.

આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

👉 51 શકિતપીઠૉ માં  જેની ગણના થાય છે તેવા માઁ અંબાજી માં દર વર્ષ ભાદરવી પૂનમે મેળો ભરાય છે.

👉સોલંકીકાળ નાં અદ્ભૂત આરસના કોતરણી વાળા ૫  જૈન મંદિરો (કૂમભરયા નાં દેરા) આવેલાં છે.
👉અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે.

👉આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. ૧૬૦૧ નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે ૧૬મા શતકના છે. એક બીજા સં. ૧૭૭૯ ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. ૧૪મા શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીયા કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યા,પણ માતાજીએ પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા અને માત્ર પાંચ રહેવા દીધા.

👉દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.

👉બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.

👉દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.

અાભાર 🏻‍✈માનસિંહ ઠાકોર

No comments:

Post a Comment