# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 9 September 2017

રાષ્ટ્રીય ઓપરેશનો


💠💠💠💠💠💠💠💠💠
*રાષ્ટ્રીય ઓપરેશનો : એક વિવેચન* (National Oppression)
🔘💠🔘💠🔘💠🔘💠🔘💠🔘


*🔰ઓપરેશન કેતુ* : કાળા નાણા પકડવા માટે 1986 માં ભારતના નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું .

*🔰ઓપરેશન કાળભૈરવ* : ભારત સરકાર દ્વારા માદક અને નશીલા પદાર્થોના પ્રસાર રોકવા માટે ઓપરેસન કરવામાં આવ્યું હતું .

*🔰ઓપરેશન કોબરા* : બિહારમાં ઉગ્રવાદીઓને સમાપ્ત કરવા માટે

*🎯ઓપરેશન ક્રેક્ટ્સ* : ભારતીય લશ્કરી દ્વારા 1988 માં માંલદીવમાં કરાયું હતું .

*🎯ઓપરેશન જેબરા* : રાજસ્થાનમાં પચ્ચીમી સરહદમાં ચોરીનો ત્રાસ રોકવા ચોરો માટે ઓપરેશન કરાયું હતું .

*🎯ઓપરેશન ગ્રીન સ્ટાર* : ચંબલ (મ .પ.) ના ડાકૂઓ માટે .

*🎯ઓપરેશન ગ્રીન ગોલ્ડ* : દેશમાં વાંસનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકાર દ્વારા આ ઓપરેશન ચલાવાયુ હતું .

*🔰ઓપરેશન ધન્વન્તરી* : બિહારમાં ગેરકાયદેસર અને નકલી દવાઓના ઉત્પાદનના નિયંત્રણ માટે ચલાવાયુ હતું .

*🎯ઓપરેશન પવન* : 1987 માં શ્રીલંકામાં સ્થાયી તમિલોના સંગઠન (એલ , ટી .ટી.ઈ . ) ને ની:શસ્ત્ર કરવાના હેતુ માટે ભારતની શાંતિસેના દ્વારા કરવામાં આવેલ આક્રમક કાર્યવાહીને ઓપરેશન પવન કહેવામાં આવે છે .

*🎯ઓપરેશન ફ્લડ* : 1970 પછી ભારત સરકારે જે પશુ વિકાસ , દૂધ , ઉત્પાદન તથા દૂધ પદાર્થો ના ઉત્પાદનમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે આંનદ યોજના દેશના જુદા – જુદા વિભાગોમાં લાગુ પાડવામાં આવી . જે ઓપરેશન ફ્લડ – 1 ના નામથી ઓળખવામાં આવે છે .

*🎯💠1979 માં ઓપરેશન ફ્લડ* -2 શરૂ કરવામાં આવ્યું અને 1986 માં ઓપરેશન ફ્લડ -3 શરૂ થયું . જે 1992 સુધી ચાલ્યું .

*🔰ઓપરેશન ફેથ* : ભોપાલમાં 1984 માં યુનિયન કાર્બાઈડ કંપનીમાં મિથાઈલ આઈસોસાઈ નાઈટ ગેસ લીક થવાથી હજારાં માણસો મૃત્યુ પામ્યા . બાકી વધેલા જે મિથાઈલ અઈસોસાઈ નાઈટ ગેસ હતાં તે નિષ્ક્રિય કરવા બદલ જે ઓપરેશન કરવામાં આવ્યું , તેણે ઓપરેશન ફેથ કહેવામાં આવે છે .

*🎯ઓપરેશન બ્લ્યુ સ્ટાર* : 3 જૂન , 1984 ના રોજ અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિરમાં આતંકવાદીઓની સામે ચલાવવામાં આવ્યું .

*🎯ઓપરેશન મીડનાઈટ* : 18 જાન્યુઆરી , 1987 ના રોજ મદ્યરાત્રી ના સમયે સુવર્ણ મંદિર , અમૃતસરમાં પંજાબ પોલીસ અને કેન્દ્રીય રીઝર્વ પોલીસે આતંકવાદીઓને પકડવા માટે જે કાર્યવાહી કરી , તેણે ઓપરેશન મીડ નાઈટ કહેવામાં આવે છે .

*🎯ઓપરેશન બ્લેક થન્ડર* : 18 મેં ,1988 ના રોજ સુવર્ણ મંદિરને ફરીવાર આતંકવાદીઓથી મુક્ત કરવા માટે ઓપરેશન બ્લેક થન્ડર ચલાવવામાં આવ્યું હતું .

*💠ઓપરેશન વુડ રોજ* : પંજાબ રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રમાં આતંકવાદીઓની ઓળખાણ અને પકડવા માટે જે કાર્યવાહી કરવામાં આવી , તેણે ઓપરેશનનું વુડ રોજ કહેવામાં આવે છે .

*🔘🎯ઓપરેશન બ્લેકબોર્ડ* : નવી શિક્ષણનીતિ 1986 અનુસાર પ્રાથમિક શિક્ષણનું ધોરણ ઊંચું લાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું . જેમાં પ્રાથમિક વિધાલયોની ન્યુનતમ જરૂરિયાતો પૂરી કરવાનો ઉદ્દેશ છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🎯💠ઓપરેશન બ્લ્યુ રિવોલ્યુશન* : ભારત સરકાર દ્વારા મત્સ્યપાલન અને માછલી પકડવા માટે જે અભિયાન ચલાવાયુ હતું . તેણે ઓપરેશન રિવોલ્યુશન કહેવામાં આવે છે .

*🎯ઓપરેશન બ્લેક પૈથર* : બિહારના પચ્ચીમમાં ચંપારણ જિલ્લામાં ડાકુઓની સામે જે અભિયાન ચલાવાયું હતું . તેણે ઓપરેશન બ્લેક પૈથર કહેવામાં આવે છે .

*🎯ઓપરેશન બ્રાસટૈક્સ* : રાજસ્થાનમાં ભારતીય સરહદ પર સૈનિક અભ્યાસ ઓપરેશન બ્રાસ ટૈક્સ કહેવામાં આવે છે . જે 1987 માં કરવામાં આવ્યું હતું .

*🎯ઓપરેશન બ્લેક રોજ* : વૈશાખી તહેવાર પર 13 એપ્રિલ , 1986 ના રોજ આતંકવાદીઓ પર કડક નજર રાખવા દિલ્હી પોલીસ દ્વારા આ અભિયાન ચલાવાયુ હતું .

*💠ઓપરેશન બજરંગ* : 28 નવેમ્બર , 1990 માં આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ વિરુદ્ધ ભારત સરકાર જે અભિયાન ચલાવાયું હતું . તેણે ઓપરેશન બજરંગ કહે છે .

*💠ઓપરેશન વરૂણ* : બિહારમાં ધનબાદ જિલ્લામાં પાણીની સમસ્યા ઉકેલવા ઓપરેશન વરુણ નામનું અભિયાન ચલાવાયું હતું ,

*🎯💠ઓપરેશન વિક્રમ* : કાશ્મીરની ખીણમાં આતંકવાદીઓની ગતિવિધિ પર નિયંત્રણ રાખવા અને કાયમી શાંતિ સ્થાપવા જે અભિયાન ચલાવાયુ હતું , તેણે ઓપરેશન વિક્રમ કહે છે .

*💠♻️ઓપરેશન રાઈનો* : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદી સામે 1991 માં ચલાવાયું હતું ,

*🎯ઓપરેશન બ્લ્યુ પ્રિન્ટ* : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પર અંકુશ રાખવાના હેતુથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું .

*🎯ઓપરેશન ક્લાઉડ બસ્ટર* : આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓને સાફ કરવાના હેતુથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું .

*🎯ઓપરેશન રક્ષક* : ભારતીય લશ્કરી દ્વારા પંજાબમાં હિંસાત્મક ગતીવિધિ અટકાવવા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું .

*🎯ઓપરેશન રીસર્ચ* : આ ઓપરેશન દ્વારા દિલ્હી , મુંબઈ , કલકત્તા , ચેન્નઈ , હૈદરાબાદ , અને બંગ્લોરમાં દૂરદર્શન કાર્યકમો પર સવેક્ષણ કરવામાં આવ્યું .

*💠🎯ઓપરેશ ચેકમેટ* : ભારતીય શાંતિસેનાએ શ્રીલંકામાં એલ . ટી . ટી . ઈ . સામે ચાલુ રાખેલા અભિયાનને ઓપરેશન ચેક્મેટ કહેવામાં આવે છે .

*🎯ઓપરેશન એક્સીલેસ* : આંતરરાષ્ટ્રીય સ્તર પર એશિયાડ ખેલ 1990 બેઝીંગ અન્વયે ભારતીય ખેલાડીઓનું પ્રદર્ષણ સુધારવા માટે ભારત સરકારે જે ખેલાડીયોને તાલીમ આપી તેણે ઓપરેશન એક્સીલેસ કહેવામાં આવે છે .

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099309723*


No comments:

Post a Comment