# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 September 2017

કુમાર સાનુ (પાર્શ્વગાયક)

કુમાર સાનુ (પાર્શ્વગાયક)

જન્મ : 23 સપ્ટેંબર, 1957

જન્મ સ્થળ : કોલકાતા, પશ્ચિમ બંગાળ



1990ના દાયકા અને 2000ના પ્રારંભમાં બોલીવૂડની ફિલ્મોમાં અનેક ગીતોને પોતાના સ્વર વડે લોકપ્રિય અને યાદગાર બનાવવા માટે જાણીતા છે. મૂળ નામ છે, કેદારનાથ ભટ્ટાચાર્ય. સતત પાંચ વર્ષ સુધી એમણે બેસ્ટ પુરુષ ગાયક તરીકેનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. ભારત સરકારે 2009માં એમને પદ્મશ્રી ખિતાબથી સમ્માનિત કર્યા હતા. કુમાર સાનુના પિતા પશુપતિ ભટ્ટાચાર્ય પણ કંઠ્યગાયક અને સંગીતકાર હતા. એમણે જ પુત્ર કુમારને ગાયક તરીકેની તાલીમ આપી હતી. કુમાર સાનુનો સ્વર અને ગાવાની સ્ટાઈલ ઘણે અંશે કિશોરકુમારને મળતી આવતી હોવાથી લોકોને એમનાં ગીતો ખૂબ ગમ્યાં છે. એમણે લતા મંગેશકર, આશા ભોસલે, અનુરાધા પૌડવાલ, સાધના સરગમ, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ, સુનિધિ ચૌ હાણ, શ્રેયા ઘોષાલ સહિત અનેક ગાયિકાઓ યુગલ ગીતો ગાયા છે.

No comments:

Post a Comment