✅✅✅✅✅✅
*ઈતિહાસમાં ૨૩ સપ્ટેમ્બરનો દિવસ*
✅✅✅✅✅
*નેપચ્યૂન ગ્રહની શોધ*
સૂર્ય મંડળમાં આઠમા સ્થાને આવેલા નેપચ્યૂન ગ્રહની શોધ વર્ષ 1846ની 23 સપ્ટેમ્બરે થઈ હતી. *ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ઉર્બેન લી વેરિયર અને જર્મન ખગોળશાસ્ત્રી જોહન ગેલ* દ્વારા આ ગ્રહની શોધ કરાઈ હતી.
*સાઉદી અરેબિયાની સ્થાપના*
હેજાઝ અને નેજદ નામના બે કિંગડમ ભેગા કરી 1932ની 23 સપ્ટેમ્બરે સાઉદી અરેબિયાની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1938માં પેટ્રોલિયમના ભંડારો મળી આવતા સાઉદી અરેબિયાનો ખૂબ ઝડપી વિકાસ થયો છે.
*મોઝિલાનું પહેલું વર્ઝન*
વિશ્વના પ્રથમ નિ:શુલ્ક વેબ બ્રાઉઝર મોઝિલાનું સૌથી પહેલું વર્ઝન ફિનિક્સ 0.1 વર્ષ 2002ની 23 સપ્ટેમ્બરે લોન્ચ થયું હતું. નિઃશુલ્ક હોવા ઉપરાંત મોઝિલા તેની ડિઝાઇન અને સ્પીડના કારણે પણ લોકપ્રિય બન્યું હતું.
કે લાલ:
જાદુની દુનિયામાં સર્વોચ્ચ ગણાતા કે. લાલ એટલે કે કાંતિલાલ ગીરધારીલાલ વોરાએ વર્ષ ૨૦૧૨માં આજના દિવસે આ ફાની દુનિયાને અલવિદા કહી હતી. વર્ષ ૨૦૦૪માં જાદુના ૨૦ હજારથી વધુ સ્ટેજ શો કરવાનો વિશ્વ વિક્રમ રચનારા કે. લાલની કારકિર્દી ૬૨ વર્ષ લાંબી હતી.
*1743 : સવાઈ જયસિંહ દ્વિતીય નું અવસાન.*
*૧૮૭૩ - મહાત્મા ફુલે દ્વારા સત્યશોધક સમાજની સ્થાપના.*
*૧૮૮૪ - મહાત્મા ફુલે અને એમના સાથી રાવબહાદુર નારાયણ મેઘાજી લોખંડે દ્વારા કામદાર સંગઠન ચળવળની શરુઆત બોમ્બે મિલ હેડ્સ એસોસીયનના ગિરણી કામગાર સંગઠનની સ્થાપના સાથે કરવામાં આવી.*
1863 : સ્વતંત્ર સેનાની અને ૧૮૫૭નાં વિપ્લવનાં મહાન યોદ્ધા રાવ તૂલ્લાં રામનું અવસાન થયુ.
1908 : હિન્દી કવિ રામધારી સિંહ દિનકરનો જન્મ થયો.
*1929 : ભારત સરકારે બાલલગ્ન પર નિયંત્રણ મુકતો કાયદો પસાર કાર્યો.*
1979 : સોમાલીયાનાં બંધારણને રાષ્ટ્રપતિએ મંજુરી આપી.
1997 : સહારા કપમાં ભારતે પાકિસ્તાન સામે 4-1 થી શ્રેણી જીતી.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
No comments:
Post a Comment