૧૫૮૦ માં આજના દિવસે જ બ્રિટિશ નાવિક ફ્રાન્સિસ ડ્રેક દરિયાઇ માર્ગે આખી દુનિયાનું રાઉંડ મારીને ઇન્ગલેંડ પાછા ફર્યા હતા.. આવું કરનાર તેઓ વિશ્વના પ્રથમ શખ્સ હતા.ડ્રેકે ૧૫૭૭ ની ૧૩ મી ડિસેમ્બરે પાંચ જહાજ સાથે ઇંગ્લેંડથી યાત્રા શરૂ કરી હતી. તોફાનોના કારણે તેમની પાસે માત્ર એક જ જહાજ બચ્યું હતું. પરંતુ તેમને બાકી બચેલ એક જહાજ “ ગોલ્ડન હાઇડ”ની સાથે યાત્રા ચાલુ રાખી હતી. દરમિયાન તેમણે દક્ષિણી અમેરિકાના પશ્ચિમી કાંઠા પાસે ખજાના ભરેલા એક સ્પેનિશ જહાજને પણ લુંટયું હતું, ત્યાર પછી તેઓ અમેરિકા,આફ્રિકા, એટલાંટિક થઈને ઇન્ગલેંડ પરત પહોંચ્યા હતા.


No comments:
Post a Comment