# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 7 September 2017

અમદાવાદ જિલ્લો

અમદાવાદ જિલ્લો

મધ્ય ગુજરાતનો જિલ્લો

અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે અને સાબરમતી નદીના કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર, અમદાવાદ તેનું વડુંમથક છે. અમદાવાદ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 'જિલ્લા પંચાયત ભવન' ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી ૭૨,૧૪,૨૨૫ છે.[૧]

અમદાવાદ જિલ્લોજિલ્લો
ગુજરાતમાં અમદાવાદનું સ્થાનદેશ ભારતરાજ્યગુજરાતGovernment • જિલ્લા કલેક્ટરવિજય નહેરાArea • કુલ૭,૧૭૦વસ્તી (૨૦૧૧) • કુલ૭૨,૦૮,૨૦૦

અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર મહેસાણાસાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પૂર્વ દિશામાંની સીમા પર ખેડા જિલ્લો, દક્ષિણ દિશામાંની સીમા પર ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો તથા પશ્ચિમ દિશામાની સીમાઓ પર સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે.

ઇતિહાસ



૧૮૭૭માં બ્રિટિશ શાસન સમયનો અમદાવાદ જિલ્લાનો નકશો

આજથી એક હજાર વર્ષ પૂર્વ આશાવલ નામનું સમૃઘ્ધ નગર અસ્તિત્વમાં હતુ. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી આશાવલ નામ પડયું હતું. આ નગર પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતનું એક સારું નગર હતું. આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ મન લશ્કરી વ્યૂહત્મકતાની દ્રષ્ટિએ આ નગર અગત્યનું સ્થાન બન્યું.

અમદાવાદ જિલ્લો બ્રિટિશ શાસન સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો.

વસતી

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: વસતી ગણતરી ૨૦૧૧ (અમદાવાદ)

વસતી૭૨,૧૪,૨૨૫ (૨૦૧૧ની ગણતરી પ્રમાણે)વસતીની ગીચતા૮૯૦ માણસો પ્રતિ વર્ગ કી.મી.સ્ત્રી-પુરૂષનો ગુણોત્તર‌** સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરૂષોએસાક્ષરતાનો દર૮૫.૩૦%

તાલુકાઓ



અમદાવાદ જિલ્લાના તાલુકાઓ

અમદાવાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
અમદાવાદ શહેર તાલુકો
દસ્ક્રોઇ
દેત્રોજ-રામપુરા
ધોલેરા
ધોળકા
ધંધુકા
બાવળા
માંડલ
વિરમગામ
સાણંદ
ભૌગોલિક સ્થાનગુજરાતમાં સ્થાન




No comments:

Post a Comment