# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 14 November 2017

સ્વામી વિવેકાનંદ જન્મ - 12 જાન્યુઆરી ૧૮૬૩ અવસાન - ૪ જુલાઇ, ૧૯૦૨

સ્વામી વિવેકાનંદ 12 જાન્યુઆરી





સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ

શિકાગોમાં સ્વામી વિવેકાનંદ, ૧૮૯3
પૂર્વાશ્રમનું નામનરેન્દ્ર દત્ત
ગુરૂરામક્રિષ્ન પરમહંસ
ઉક્તિ"ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો."[૧]
સ્વામી વિવેકાનંદ (બંગાળી: স্বামী বিবেকানন্দ, શામી બિબેકાનંદો) (૧૨ જાન્યુઆરી, ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨), જન્મે નરેન્દ્રનાથ દત્ત [૨] ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.[૩] યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે[૩] અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મનેવિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં[૪] વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે.[૫] તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે[૬][૭] તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.[૨]
સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંતયોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધીજવાહરલાલ નેહરુસુભાષચન્દ્ર બોઝ, અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.[૨][૫][૮]

આત્મકથા

જન્મ તથા બાળપણ


ભુવનેશ્વરી દેવી (૧૮૪૧-૧૯૧૧). "મારા જ્ઞાનના વિકાસ માટે હું મારી માતાનો ઋણી છું."[૨૨]—વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવાર[૯]ની પૂર્વસંધ્યાએ સોમવાર તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. [૧૦] તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર (શિવ)ની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે.[૯]
તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી.[૮] તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો.[૮]
નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સને ૧૮૭૧માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને સન ૧૮૭૯માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી.[૧૧] તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા[૧૨] તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારતઅને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. [૧૨] તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.[૧૩]
નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા તે આ મુજબ હતું, " તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો. તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો."[૧૦] જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા. કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં.[૧૪]

કોલેજ અને બ્રહ્મો સમાજ

નરેન્દ્રનાથે સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્રપાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો.[૧૩] સને ૧૮૮૧માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને ૧૮૮૪માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.[૧૫][૧૬]
તેમના પ્રોફેસરોના કહેવા મુજબ વિદ્યાર્થી તરીકે નરેન્દ્રનાથ મેઘાવી હતા. તેઓ સને ૧૮૮૧-૮૪ દરમિયાન સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં ભણ્યા હતા. તેના આચાર્ય ડૉ. વિલીયમ હેસ્ટીએ લખ્યુ છે કે "નરેન્દ્ર ખરેખર એક પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી હતા. હું દુનિયા ફર્યો છુ પરંતુ જર્મન યુનિવર્સિટિઓના તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓમાં પણ મને તેના જેવો પ્રતિભાસંપન્ન અને સંભાવના વાળો યુવક જોવા મળ્યો નથી"[૧૭] તેમને શ્રુતિધર કહેવામાં આવતા, એક એવી વ્યક્તિ જેની યાદશક્તિ વિલક્ષણ હોય,[૧૮][૧૯] જાણવા મળ્યા મુજબ નરેન્દ્રનાથ સાથે ચર્ચા થયા બાદ ડૉ. મહેન્દ્રલાલ સરકારે કહ્યુ હતું કે , "આટલી નાની ઉમ્મરે કોઇ યુવાને આટલુ બધુ વાંચન કર્યુ હોય તેવું મેં કદી વિચાર્યુ પણ નહોતું!"[૨૦]
બાળપણથી જ તેઓએ આધ્યાત્મિકતા, ઇશ્વરાનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમના પર તે સમયની મહત્વની સામાજિક-ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી. તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું. બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો, મૂર્તિપુજાને નકારતો અને સામાજિક-આર્થિક સુધારાને સમર્પિત હતો. [૨૧] તેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન જેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા.[૨૨][૨૩]
કહેવાય છે કે નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમઇમેન્યુઅલ કેંટજોહાન ગોટ્ટ્લીબ ફીશેબારુક સ્પીનોઝાજ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલઆર્થર શોપનહોરઓગસ્ટી કોમ્ટેકોમ્ટેહર્બર્ટ સ્પેંસરજોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું.[૧૭][૨૪] નરેન્દ્ર હર્બર્ટ સ્પેંસરના ઉત્ક્રાંતિવાદથી પ્રભાવિત થયા હતા તથા સ્પેંસરના શિક્ષણ પરના પુસ્તકનો પોતાના પ્રકાશક ગુરુદાસ ચટ્ટોપાધ્યાયમાટે બંગાળીમાં અનુવાદ પણ કર્યો હતો. નરેન્દ્રએ થોડો સમય માટે સ્પેંસર સાથે પત્રવ્યવ્હાર પણ કર્યો હતો.[૨૫][૨૬] તેમના પાશ્ચાત્ય તત્વજ્ઞાનના અભ્યાસની સાથોસાથ તેઓ ભારતીય સંસ્કૃત પવિત્ર ધર્મગ્રંથોથી અને બંગાળી રચનાઓથી પણ સુપેરે પરિચિત હતા.[૨૪]
સાહિત્યના એક વર્ગમાં તેમણે આચાર્ય હેસ્ટીને વિલિયમ વર્ડ્સવર્થની કવિતા ધ એક્સકર્ઝન (The Excursion) ,અને તેના પ્રકૃતિ-ગુઢવાદ પર પ્રવચન કરતા સાંભળ્યા હતા ત્યારે રામકૃષ્ણ સાથે તેમનો પ્રથમ પરિચય થયો હતો. [૨૭] કવિતામાં આવતા સમાધી શબ્દને સમજાવતી વખતે હેસ્ટીએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેઓ જો આ શબ્દનો સાચો અર્થ સમજવા માંગતા હોય તો તેમણે દક્ષિણેશ્વરના રામકૃષ્ણને મળવું જોઇએ. આનાથી નરેન્દ્રનાથ સહિતના અમુક વિદ્યાર્થીઓ રામકૃષ્ણને મળવા પ્રેરાયા.[૨૮][૨૯]

રામકૃષ્ણની સાથે


રામકૃષ્ણ પરમહંસ
"The magic touch of the Master that day immediately brought a wonderful change over my mind. I was astounded to find that really there was nothing in the universe but God! … everything I saw appeared to be Brahman. … I realized that I must have had a glimpse of the Advaita state. Then it struck me that the words of the scriptures were not false. Thenceforth I could not deny the conclusions of the Advaita philosophy."[૩૦]
નવેમ્બર ૧૮૮૧માં તેની રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી. આ મુલાકાત વિષે નરેન્દ્રનાથે કહ્યુ હતું કે "તેઓ [રામ્કૃષ્ણ] માત્ર એક સાધારણ માનવી જેવા દેખાતા હતા, તેમનામાં નોંધ પાત્ર કંઇ જણાતુ નહોતું.તેઓ સાવ સામન્ય ભાષાનો ઉપયોગ કરતા હતા. મેં વિચાર્યું, શું આ માણસ મહાન શિક્ષક હોઈ શકે?' હું તેમની નજીક ગયો અને તેમને એ સવાલ પૂછ્યો, જે સવાલ હું મારી સમગ્ર જિંદગી દરમિયાન અન્યોને પૂછતો રહ્યો હતો.
'શું તમે ઇશ્વરમાં માનો છો, ગુરુદેવ?' 'હા,' તેમણે જવાબ આપ્યો.
‘તમે તે પુરવાર કરી શકો, ગુરુદેવ?’
‘હા’.
‘કઇ રીતે?’
‘કારણકે હું તને જોઈ શકું છું, તે જ રીતે તેમને જોઈ શકું છું, એટલું જ કે વધારે તીવ્રતાથી.’
એમનાથી હું એજ વખતે અભિભૂત થઈ ગયો. […] હું તેમની પાસે જવા લાગ્યો, રોજેરોજ. અને મેં વાસ્તવમાં જોયું કે ધર્મ ખરેખર આપી શકાય છે.એક સ્પર્શ, એક નજર, તમારું સમગ્ર જીવન બદલી નાંખે છે."[૩૧][૩૨]
પ્રારંભમાં નરેન્દ્રએ રામકૃષ્ણને તેમના ગુરુ તરીકે સ્વીકાર્યા નહોતા અને તેમના વિચારો સામે બળવો પોકાર્યો હતો, તેમ છતાં તેઓ તેમના વ્યક્તિત્વથી આકર્ષાયા હતા અને તેમની વારંવાર મુલાકાત લેવા માંડ્યા હતા. [૩૩] શરૂઆતમાં તેમને રામકૃષ્ણના ઉદ્રેકો અને વિચારો ‘‘કલ્પનાના ગુબ્બારા’’, [૮] ‘‘માત્ર ભ્રામકતા’’ જેવા જ લાગ્યા હતા.".[૩૪] બ્રહ્મો સમાજના સભ્ય તરીકે, તેમણે મૂર્તિ પૂજા અને બહુઇશ્વરવાદ અને રામકૃષ્ણની કાલી માતાની ભક્તિ સામે બળવો કર્યો હતો.[૩૫] તેમણે નિરપેક્ષતા સાથેના અદ્વેત વેદાંતવાદ ની એકાત્મતાને પણ નકારી કાઢી હતી અને મોટેભાગે તે વિચારની મજાક ઉડાવતા હતા.[૩૪]
નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા, તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા. કંઈ પણ સ્વીકારતા પહેલાં તેનું સર્વાંગી પરીક્ષણ કરવું એ નરેન્દ્રનો સ્વભાવ રહ્યો હતો. તેમણે રામકૃષ્ણની પરીક્ષા લીધી અને રામકૃષ્ણએ પણ ક્યારેય નરેન્દ્રને તર્ક ત્યજવાનું કહ્યું નહોતું. તેમણે નરેન્દ્રની તમામ દલીલો અને પરીક્ષણોનો ધીરજપુર્વક સામનો કર્યો. ‘‘સત્યને તમામ પાસાઓમાં નિહાળવાનો પ્રયાસ કરો,’’ એ તેમનો જવાબ હતો. [૩૩] રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન, નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા અને સ્વીકાર હ્રદય-પુર્વકનો અને એક અનુયાયીની સંપુર્ણ શરણાગતિ સાથે હતો. [૩૩]
1885માં રામકૃષ્ણને ગળાનું કેન્સર તેઓ કોલકોતા રહેવા ચાલ્યા ગયા અને પાછળથી કોસીપોર ગયા. વિવેકાનંદ અને તેમના સખા અનુયાયીઓએ રામકૃષ્ણની તેમના અંતિમ દિવસોમાં શુશ્રુષા કરી. રામકૃષ્ણના માર્ગદર્શન હેઠળ તેમનું આધ્યાત્મિક જીવન ચાલુ જ રહ્યું હતું. કોસીપોર ખાતે વિવેકાનંદને વારંવાર નિર્વિકલ્પ સમાધિ નો સાક્ષાત્કાર થયો હોવાનું કહેવાય છે.[૩૬] રામકૃષ્ણના છેલ્લા દિવસોમાં વિવેકાનંદ અને તેમના કેટલાક અનુયાયીઓને રામકૃષ્ણએ સન્યાસીના વસ્ત્રો આપ્યા, જે રામકૃષ્ણ મઠના સન્યાસી બન્યા.[૩૭]
વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવજાતની સેવા ઇશ્વરની સૌથી અસરકારક સેવા છે. [૮][૩૮] એવું નોંધાયું છે કે જ્યારે વિવેકાનંદેઅવતાર , અંગેના રામકૃષ્ણના દાવા સામે શંકા ઉઠાવી ત્યારે તેમણે એવું કહ્યું હોવાનું મનાય છે કે, ‘‘એ જે રામહતા, એ જે કૃષ્ણ હતા, હવે તે પોતે રામકૃષ્ણના શરીરમાં છે.’’ [૩૯] અંતિમ દિવસોમાં રામકૃષ્ણએ વિવેકાનંદને મઠના અન્ય અનુયાયીઓની સંભાળ લેવા જણાવ્યું હતું અને ત્યાર બાદ તેમને વિવેકાનંદને તેમના નેતા તરીકે સ્વીકારવા જણાવ્યું હતું. [૪૦]રામકૃષ્ણની સ્થિતિ ક્રમશઃ બગડતી ગઈ હતી અને તેઓ કોસીપોરના ગાર્ડન હાઉસમાં ૧૬ ઓગસ્ટ, ૧૮૮૬એ વહેલી સવારે મૃત્યુ પામ્યા હતા. તેમના અનુયાયીના જણાવ્યા પ્રમાણે, તેમણે મહાસમાધિ લીધી હતી.[૪૦]

બારાનાગોર મઠ

ગુરુના મૃત્યુ પછી મઠવાસીઓએ વિવેકાનંદના નેતૃત્વમાં ગૃહસ્થ અનુયાયીઓની નાણાકીય મદદથી ગંગા નદીના કાંઠે બારાનગર ખાતે એક અર્ધ ખંડેર મકાનમાં એક સમાજની રચના કરી. તે અનુયાયીઓનો પ્રથમ મઠ બન્યો. આ અનુયાયીઓ રામકૃષ્ણના પંથના પ્રથમ અનુયાયીઓ બન્યા.[૩૧]
બારાનગોરના જીર્ણ મકાનની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કે રામકૃષ્ણનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તે કોસીપોર ઘાટની નજીક આ મકાન હતું અને તેનું ભાડું પણ ઓછું હતું. નરેન્દ્ર અને મઠના અન્ય સભ્યો તેમનો સમય ધ્યાન ધરવામાં, વિવિધ તત્વચિંતનો અંગે તેમજ રામકૃષ્ણ, શંકરાચાર્ય, રામાનુજ અને જીસસ ક્રાઇસ્ટ સહિતના આધ્યાત્મિક ગુરુઓના ઉપદેશો અંગે ચર્ચા કરવામાં વીતાવતા હતા. [૪૧] મઠના પ્રારંભિક દિવસોને નરેન્દ્ર યાદ કરતા કહેતા, ‘‘બારાનાગોર મઠ ખાતે અમે ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ કરતા. વહેલી સવારે 3.00 કલાકે અમે ઉઠી જતા હતા અને જપ અને ધ્યાનમાં ડુબી જતા હતા. એ દિવસોમાં વિતરાગની કેવી તીવ્ર વૃત્તિ અમારામાં હતી! દુનિયા અસ્તિત્વ ધરાવે છે કે નહીં એનો પણ વિચાર અમને આવતો નહોતો.’’ [૪૧] .’’ ૧૮૮૭ના પ્રારંભિક સમયમાં નરેન્દ્ર અને અન્ય આઠ અનુયાયીઓએ મઠની ઔપચારિક પ્રતિજ્ઞાઓ લીધી. નરેન્દ્રએ સ્વામી વિવેકાનંદ નામ અપનાવ્યું.[૪૨]

પરિવ્રાજક — ભમતો સાધુ


ભટકતા સાધુ તરીકેનો સ્વામી વિવેકનંદની જયપુર ખાતેની પ્રથમ તસવીર.
૧૮૮૮માં વિવેકાનંદે મઠ છોડ્યો અને પરિવ્રાજક બન્યા. ‘‘કોઈ પણ નિશ્ચિત ઘર વિનાના, સંબંધો વિનાના, સ્વતંત્ર અને અજાણ્યાની પેઠે’’ ભ્રમણ કરતા સાધુનું હિન્દુ ધાર્મિક જીવન એટલે પરિવ્રાજક. [૪૩]તેમનો એકમાત્ર અસબાબ હતો કમંડલ , કાયા અને તેમના બે પ્રિય પુસ્તકો—ભગવદ્ ગીતા અને ધ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ .[૪૪] નરેન્દ્રનાથે ભારતના ચારે ખૂણામાં 5 વર્ષ સુધી પ્રવાસ કર્યો, શિક્ષણના મુખ્ય કેન્દ્રોની મુલાકાત લીધી, વિવિધ ધાર્મિક પરંપરાઓ અને સામાજિક જીવનની વિવિધ તરાહો સાથે પોતાની જાતને પલોટી.[૪૫][૪૬] તેમણે લોકોના દુઃખ અને ગરીબી માટે સહાનુભૂતિ કેળવી અને રાષ્ટ્રના ઉત્થાન માટે સંકલ્પ કર્યો. [૪૫][૪૭] મુખ્યત્વેભિક્ષા કે ભીખ પર નભતા નરેન્દ્રનાથે મોટાભાગનો પ્રવાસ પગે ચાલીને અને પ્રવાસ દરમિયાન તેમને મળતા ચાહકોએ આણેલી રેલ્વે ટિકીટો પર કર્યો.આ પ્રવાસો દરમિયાન તેમણે વિદ્વાનો, દિવાનોરાજાઓ અને જીવનના તમામ ક્ષેત્રોના લોકો—હિન્દુઓમુસ્લિમોખ્રિસ્તીઓઅછુતો , સરકારી અધિકારીઓ - સાથે ઘરોબો કેળવ્યો અને તેમની સાથે રહ્યા. [૪૭]

ઉત્તર ભારત

૧૮૮૮માં તેમણે વારાણસીથી તેમના પ્રવાસની શરૂઆત કરી.વારાણસીમાં તેઓ પંડિત અને બંગાળી લેખક ભુદેવ મુખોપાધ્યાય તેમજ શિવ મંદિરમાં રહેતા વિખ્યાત સંત ત્રેલંગ સ્વામી ને મળ્યા,અહીં, તેઓ જાણીતા સંસ્કૃત વિદ્વાન બાબુ પ્રમદાદાસમિત્રાને મળ્યા, હિન્દુ શાસ્ત્રોના અર્થઘટન માટે તેમની સલાહ માગતા અસંખ્ય પત્રો વિવેકાનંદે લખ્યા હતા.[૪૮] વારાણસી પછી તેમણે અયોધ્યાલખનૌઆગ્રાવૃંદાવનહાથરસ અને ઋષિકેશની મુલાકાત લીધી. હાથરસ ખાતે તેઓ શરદચંદ્ર ગુપ્તાને મળ્યા, એક સ્ટેશન માસ્ટર, જેઓ પાછળથી સ્વામીના સૌ પ્રથમ શિષ્યોમાંના એક બન્યા અને સદાનંદ નામ ધારણ કર્યું. .[૪૯][૫૦] ૧૮૮૮-૧૮૯૦ દરમિયાન તેમણે વૈદ્યનાથઅલ્હાબાદની મુલાકાત લીધી. અલ્હાબાદથી તેમણે ગાઝીપુરની મુલાકાત લીધી, જ્યાં તેઓ પવહારી બાબાને મળ્યા, જેઓ એક અદ્વેત વેદાંતસન્યાસી હતા અને મોટા ભાગનો સમય ધ્યાનમાં વીતાવતા હતા. [૫૧] ૧૮૮૮-૧૮૯૦માં તેઓ બારાનાગોર મઠ માં કેટલોક સમય પાછા ફરતા રહ્યા, કેમ કે તેમની તબિયત કથળતી હતી અને મઠ ને મદદ કરનારા, રામકૃષ્ણના અનુયાયીઓ બલરામ બોઝ અને સુરેશચંદ્ર મિત્રા મૃત્યુ પામ્યા હતા, તેથી મઠ માટે નાણાકીય વ્યવસ્થા પણ કરવાની હતી. [૫૦]

હિમાલય

જુલાઈ, ૧૮૯૦માં તેમના સખા સાધુ સ્વામી અખંડાનંદની સાથે તેમણે પરીવ્રાજક તરીકેનો તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો અને પશ્ચિમની તેમની મુલાકાત પછી જ તેઓ મઠ માં પાછા ફર્યા.[૫૦][૫૨] તેમણે નૈનિતાલઅલમોડાશ્રી નગરદહેરાદૂનઋષિકેશહરિદ્વાર અને હિમાલયની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન તેમને વ્યાપકતા અને સૂક્ષ્મતાનો સાક્ષાત્કાર થયો. પાછળથી પશ્ચિમમાં તેમણે આપેલા જ્ઞાન યોગ પરના ભાષણ, "‘બ્રહ્માંડ —બૃહદ બ્રહ્માંડ અને ગુરુ બ્રહ્માંડ " તેનું પ્રતિબિંબ પડ્યું હોવાનું જણાય છે. આ પ્રવાસો દરમિયાન તેઓ તેમના સખા સાધુઓ —સ્વામી બ્રહ્માનંદ, શારદાનંદ, તુરીયાનંદ, અખંડાનંદ, અદ્વેતાનંદને મળ્યા. તેઓ થોડા સમય માટે મેરઠમાં રહ્યા, જ્યાં તેઓ તેમનો સમય ધ્યાન, પ્રાર્થના અને શાસ્ત્રોના અભ્યાસમાં વીતાવતા હતા. જાન્યુઆરી ૧૮૯૧ના અંતમાં, સ્વામી તેમના સખા સાધુઓને છોડીને એકલા દિલ્હી ગયા.[૫૨][૫૩]

રાજપુતાના[ફેરફાર કરો]

દિલ્હીમાં, ઐતિહાસિક સ્થળોની મુલાકાત પછી તેઓ રાજપુતાનાની ઐતિહાસિક ભૂમિ અલવર ગયા. પાછળથી તેમણે જયપુરનો પ્રવાસ કર્યો, જ્યાં તેમણે પણિનીના અષ્ટાધ્યાયીનો સંસ્કૃતના એક વિદ્વાનની મદદથી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે અજમેરની મુલાકાત લીધી, જ્યાં તેમણે અકબરના મહેલ અને વિખ્યાત દરગાહની મુલાકાત લીધી અને માઉન્ટ આબુ ગયા. અહીં તેઓ ખેત્રીના મહારાજ અજિતસિંહને મળ્યા, જેઓ તેમના પ્રખર ભક્ત અને ટેકેદાર બન્યા. તેમને ખેત્રીની મુલાકાત લેવાનું નિમંત્રણ મળ્યું. અહીં તેમણે રાજા સાથે ચર્ચાઓ કરી. ખેત્રીમાં તેઓ પંડિત નારાયણદાસની સંગતમાં રહ્યા અને પણિનીના સૂત્રો પરના મહાભાષ્ય નો અભ્યાસ કર્યો. ખેત્રીમાં અઢી વર્ષ વીતાવ્યા પછી ઓક્ટોબર ૧૮૯૧ના અંતભાગમાં તેઓ રાજસ્થાનઅને મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યા.[૪૭][૫૪]

પશ્ચિમ ભારત

પોતાનો પ્રવાસ ચાલુ રાખીને તેમણે અમદાવાદ, વઢવાણ, લીંબડીની મુલાકાત લીધી. અમદાવાદમાં તેમણે ઇસ્લામ અને જૈન સંસ્કૃતિ પરનો તેમનો અભ્યાસ પૂરો કર્યો. [૪૭] લીંબડીમાં તેઓ ઇંગ્લેન્ડ અને અમેરિકા જઇ આવેલા ઠાકોર સાહેબ જસવંતસિંહને મળ્યા. વેદાંતનો ઉપદેશ આપવા પશ્ચિમના દેશોમાં જવાનો સર્વ પ્રથમ વિચાર સ્વામીને ઠાકોર સાહેબ પાસેથી મળ્યો. જ્યારે તેઓ પરિવ્રાજક તરીકે ભ્રમણ કરતાં લીંબડી આવ્યાં હતા ત્યારે ત્યાંના ઠાકોર સાહેબે સ્વામીજીને પશ્ચિમમાં યોજાઇ રહેલી સનાતન ધર્મની પરિષદમાં ભાગ લેવા માટેની પ્રેરણા આપી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ધર્મ પરિષદ યોજાવાની છે એવી વાત સ્વામી વિવેકાનંદે સૌ પ્રથમવાર ગુજરાતમાં સાંભળી હતી.[૫૫]. પાછળથી તેમણે જુનાગઢ, ગિરનારકચ્છપોરબંદરદ્વારકાપાલિતાણાવડોદરાની મુલાકાત લીધી. પરિવ્રાજક રહેવાની પ્રતિજ્ઞા છતાં વિદ્વાન પંડિતો પાસે પોતાના તત્વચિંતન અને સંસ્કૃતના અભ્યાસને પાકો કરવા પોરબંદરમાં તેઓ પોણું વર્ષ રહ્યા. વેદનો અનુવાદ કરનારા દરબારના પંડિત સાથે તેમણે કામ કર્યું..[૪૭]
પાછળથી તેમણે મહાબલેશ્વરનો પ્રવાસ કર્યો અને પછી પૂણે ગયા.પૂણેથી તેઓ જુન ૧૮૯૨ની આસપાસ ખંડવા અને ઇન્દોર ગયા. કાઠિયાવાડમાં તેમણે વિશ્વના ધર્મોની સંસદ અંગે સાંભળ્યું હતું અને તેમના અનુયાયીઓએ તેમને સંસદમાં હાજરી આપવા વિનંતી કરી હતી. તેઓ ખંડવાથી મુંબઈ જવા નીકળ્યા અને જુલાઈ ૧૮૯૨માં ત્યાં પહોંચ્યા. પૂણે જતી ટ્રેનમાં તેઓ બાલ ગંગાધર ટિળકને મળ્યા.[૫૬] પૂણેમાં થોડા દિવસો ટિળક સાથે રહ્યા પછી [૫૭]સ્વામી ઓક્ટોબર ૧૮૯૨માં બેલગામ ગયા. બેલગામ ખાતે તેઓ પ્રો. જી. એસ. ભાતે અને સબ-ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર હરિપદ મિત્રાના મહેમાન બન્યા. બેલગામથી તેમણે ગોવામાં પંજીમ અને માર્ગગોવાની મુલાકાત લીધી. જ્યાં લેટિનભાષાનું દુર્લભ ધાર્મિક સાહિત્ય હસ્તપ્રતો અને મુદ્રિત સર્જનોમાં સચવાયું છે તેવી ગોવાની અધ્યાત્મવિદ્યાની સૌથી જુની કોન્વેન્ટ કોલેજ રેચોલ સેમિનરીમાં તેમણે ત્રણ દિવસ ગાળ્યા. અહીં તેમણે ખ્રિસ્તી ધર્મી મહત્વની અધ્યાત્મિક કૃતિઓનો અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે. [૫૮] માર્મગોવાથી સ્વામી ટ્રેનમાં ધારવારગયા અને ત્યાંથી સીધા મૈસુર રાજ્યમાં આવેલા બેંગ્લોર ગયા.[૫૯]

દક્ષિણ ભારત

બેંગ્લોરમાં સ્વામીએ મૈસુર રાજયના દિવાન સર કે. શૈષાદ્રી ઐયર સાથે ઘરોબો કેળવ્યો અને પાછળથી તેઓ મૈસુરના મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડીયારના મહેમાન તરીકે મહેલમાં રોકાયા. સ્વામીના અભ્યાસ અંગે સર શેષાદ્રીએ એવું કહ્યું હોવાનું નોંધાયું છે કે, ‘‘એક ચુંબકીય વ્યક્તિત્વ અને એક દૈવી તાકાત, જે તેમના દેશના ઇતિહાસ પર પોતાની છાપ છોડી જવા નિર્માયા હતા.’’ મહારાજાએ સ્વામીને કોચીનના દિવાન પર ભલામણપત્ર લખી આપ્યો અને તેમને રેલ્વેની ટિકીટ આપી.[૬૦]

કન્યાકુમારી, ભારત ખાતે વિવેકાનંદ પત્થર (રોક) પર વિવેકાનંદનું મંદિર
બેંગ્લોરથી તેમણે ત્રિશુરકોડુંગલુરએર્નાકુલમની મુલાકાત લીધી. એર્નાકુલમ ખાતે 1892ના ડીસેમ્બરના પ્રારંભમાં તેઓ નારાયણ ગુરુના ગુરુ ચટ્ટમ્પી સ્વામિકલને મળ્યા.[૬૧] એર્નાકુલમથી તેમણે ત્રિવેન્દ્રમનાગરકોઇલનો પ્રવાસ કર્યો અને 1892મા ક્રિસમસની પૂર્વસંધ્યાએ પગે ચાલીને કન્યાકુમારી પહોંચ્યા. [૬૨] કન્યાકુમારી ખાતે સ્વામીએ ‘‘છેલ્લા ભારતીય ખડક’’ પર બેસીને ત્રણ દિવસ ધ્યાન ધર્યું હોવાનું કહેવાય છે. આ ખડક પાછળથી વિવેકાનંદ ખડક સ્મારક તરીકે જાણીતો થયો. [૬૩] કન્યાકુમારી ખાતે વિવેકાનંદને ‘‘એક ભારતનો વિચાર’’ આવ્યો હોવાનું કહેવાય છે. તેમણે લખ્યું, {{"At Cape Camorin sitting in Mother Kumari's temple, sitting on the last bit of Indian rock - I hit upon a plan: We are so many sanyasis wandering about, and teaching the people metaphysics-it is all madness. Did not our Gurudeva used to say, `An empty stomach is no good for religion?' We as a nation have lost our individuality and that is the cause of all mischief in India. We have to raise the masses"."[૬૪]}}
કન્યાકુમારીથી તેમણે મદુરાઈની મુલાકાત લીધી, જ્યાં તેઓ રામનદના રાજા ભાસ્કર સેતુપતિને મળ્યા, જેમના માટે તેમની પાસે ઓળખાણપત્ર હતો. રાજા સ્વામીના અનુયાયી બન્યા અને તેમને શિકાગો ખાતે ધર્મોની સંસદમાં જવાની વિનંતી કરી.મદુરાઈથી તેમણે રામેશ્વરમપોંડિચેરીની મુલાકાત લીધી અને તેઓ મદ્રાસ ગયા અને અહીં તેઓ તેમના સૌથી પ્રખર અનુયાયીઓને મળ્યા, જેવા કે અલસિંગા પેરુમલ, જી. જી. નરસિંહાચારી. આ અનુયાયીઓએ અમેરિકા ખાતે સ્વામીના પ્રવાસ માટે ભંડોળ એકઠું કરવામાં અને પાછળથી મદ્રાસમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.મદ્રાસથી તેમણે હૈદરાબાદનો પ્રવાસ કર્યો. મદ્રાસના તેમના ભક્તો, મૈસુર, રામનદ, ખેત્રીના રાજાઓ, દિવાનો અને અન્ય અનુયાયીઓ એકઠા કરેલા ભંડોળની મદદથી વિવેકાનંદ ૩૧મી મે, ૧૮૯૩એ મુંબઈથી ખેત્રીના મહારાજાએ સૂચવેલું વિવેકાનંદ નામ ધારણ કરીને શિકાગો જવા નીકળ્યા.[૬૫][૬૬]

પશ્ચિમની પ્રથમ મુલાકાત

અમેરિકાનો એમનો પ્રવાસ ચીનજાપાનકેનેડા થઇને પૂરો થયો અને તેઓ જુલાઈ ૧૮૯૩માં શિકાગો આવ્યા. [૬૭] પરંતુ, એ જાણીને તેમને નિરાશા થઈ કે અધિકૃત સંગઠનની સત્તાવાર ઓળખાણ વિના કોઇ પણ વ્યક્તિને પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં આવશે નહીં. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જહોન હેનરી રાઇટના સંપર્કમાં આવ્યા. [૬૮] હાર્વર્ડ ખાતે તેમને બોલવાનું આમંત્રણ આપ્યા પછી જ્યારે રાઇટે જાણ્યું કે તેમની પાસે સંસદમાં બોલવા માટેનું સત્તાવાર ઓળખપત્ર નથી, ત્યારે રાઇટે એવું કહ્યું હોવાનું નોંધાયું કે, ‘‘તમારી પાસે ઓળખપત્ર માગવું એટલે સ્વર્ગમાં પ્રકાશવા માટેનો પોતાનો અધિકાર જણાવવાનું સૂર્યને પૂછવા બરોબર છે.’’ રાઇટે ત્યાર બાદ પ્રતિનિધિઓનો ચાર્જ સંભાળતા અધ્યક્ષને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, ‘‘અહીં એક એવો માણસ છે, જે આપણા તમામ વિદ્વાન પ્રોફેસરો ભેગા થાય તો પણ તેમનાથી વધારે વિદ્વાન છે.’’પ્રોફેસર પર વિવેકાનંદ પોતે લખે છે, "ધર્મ સંસદમાં જવા માટેની જરૂરિયાત તેમણે મને સમજાવી, તેઓ માનતા હતા કે આનાથી દેશને ઓળખ મળશે."[૬૯]

વિશ્વના ધર્મોની સંસદ


ધર્મ સંસદમાં મંચ પર સ્વામી વિવેકાનંદ
૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ.. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી.[૭૦]શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું [[:s:સ્વામી વિવેકાનંદની સંપૂર્ણ રચનાઓ(The Complete Works of Swami Vivekananda)/વોલ્યુમ 1/ધર્મ સંસદમાં વક્તવ્ય/સત્કારનો પ્રતિભાવ|વક્તવ્ય]] , "અમેરિકાના ભાઈઓ અને બહેનો!" સાથે શરૂ કર્યુ.[૬૮][૭૧] આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃ "વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે."[૭૨] અને તેમણે આ સંદર્ભે ભાગવત્ ગીતા ના બે ફકરા ટાંક્યા—"જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!" અને "જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે."[૭૨] ટૂંકું વક્તવ્ય હોવા છતાં, સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી.[૭૨][૭૩]
સંસદના પ્રમુખ ડો. બેરોસે જણાવ્યું, "તમામ ધર્મની માતા ભારતનું પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદ દ્વારા થયુ હતું, ભગવા-સાધુ કે જેમણે તેમના શ્રોતાઓ પર સૌથી વધારે પ્રભાવ છોડ્યો હતો."[૭૧] સમૂહ-માધ્યમોમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા અને સમૂહ માધ્યમોએ તેમને "ભારતના ઝંઝાવાતી સાધુ" તરીકે ઓળખાવ્યા. ન્યૂ યોર્ક ક્રિટિકે લખ્યું, "તેઓ દૈવી અધિકારવાળા વક્તા છે અને પીળા તથા ભગવા પૃષ્ઠભૂમાં તેમનો મજબૂત તથા તેજસ્વી ચહેરો પેલા અમૂલ્ય શબ્દો તથા તેમણે આપેલા સમૃદ્ધ અને તાલબદ્ધ વક્તવ્ય કરતાં જરા પણ ઓછો નહોતો." ન્યૂ યોર્ક હેરાલ્ડે લખ્યું, "ધર્મ સંસદમાં વિવેકાનંદ નિઃશંકપણે સૌથી મહાન વ્યક્તિત્વ છે.તેમને સાંભળ્યા પછી આપણને લાગે છે કે તેમના સુસંસ્કૃત દેશમાં મિશનરીઓ મોકલવાની પ્રવૃત્તિ એ આપણી મૂર્ખામી છે."[૭૪] અમેરિકાના અખબરાઓ સ્વામી વિવેકાનંદ વિશે નોંધ્યુ કે "તેઓ ધર્મ સંસદની સૌથી મહાન વ્યક્તિ હતા" અને "સંસદમાં સૌથી વધારે પ્રભાવ ધરાવનાર તથા સૌથી વધારે લોકપ્રિય પુરુષ હતા".[૭૫]
હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મને લગતા વિષયો પર તેઓ સંસદમાં અનેક વાર બોલ્યા. ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સંસદનું સમાપન થયું. સંસદમાં તેમના તમામ વક્તવ્યોનો વિષય એક જ હતો — વૈશ્વિકતા અને ધાર્મિક સહનશીલતા પર ભાર.[૭૬]

અમેરિકા, ઈંગ્લેન્ડમાં વક્તવ્ય પ્રવાસો

"I do not come", said Swamiji on one occasion in America, "to convert you to a new belief. I want you to keep your own belief; I want to make the Methodist a better Methodist; the Presbyterian a better Presbyterian; the Unitarian a better Unitarian. I want to teach you to live the truth, to reveal the light within your own soul."[૭૭]
સપ્ટેમ્બર ૧૮૯૩માં શિકાગોના ધી આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે યોજાયેલી ધર્મ સંસદ પછી પૂર્વીય અને મધ્ય યુનાઈટેડ સ્ટેટ્સમાં વક્તવ્યો આપવામાં વિવેકાનંદે આખા બે વર્ષ જેટલો સમય લીધો જેમાં તેઓ મુખ્યત્વે શિકાગો, ડેટ્રોઈટ, બોસ્ટન અને ન્યૂ યોર્કમાં દેખાતા.સતત બોલવાના કારણે ૧૮૯૫ની વસંત સુધીમાં તેઓ થાકી ગયા અને તબિયત બગડવા માંડી.[૭૮] વક્તવ્ય પ્રવાસ રદ કર્યા પછી સ્વામીએ વેદાંત અને યોગા પર મફતમાં ખાનગી વર્ગ શરૂ કર્યા. જૂન ૧૮૯૫માં બે મહિના માટે થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક ખાતેના ડઝન જેટલા અનુયાયીઓ માટે તેમણે ખાનગી વ્યાખ્યાન રાખ્યા. અમેરિકાની પ્રથમ મુલાકાત દરમિયાનની સૌથી વધુ સુખદ પળ તરીકે વિવેકાનંદે આ સમયને ઓળખાવ્યો. બાદમાં તેમણે "વેદાંત સોસાયટી ઓફ ન્યૂ યોર્ક"(Vedanta Society of New York)ની સ્થાપના કરી.[૭૮]
અમેરિકાની પ્રથમ મુલાકાત દરમિયાન તેમણે ૧૮૯૫ અને ૧૮૯૬માં બે વખત ઈંગ્લેન્ડની મુલાકાત લીધી. તેમના વ્યાખ્યાન ત્યાં સફળ રહ્યા.[૭૯] અહીંયા તેઓ આઈરિશ મહિલા કુ. માર્ગારેટ નોબલને મળ્યા, કે જે પાછળથી સિસ્ટર નિવેદિતા બન્યા.[૭૮] મે ૧૮૯૬માં બીજી મુલાકાત દરમિયાન સ્વામી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિના વિદ્વાન તરીકે પ્રખ્યાત મેક્સ મૂલરનેમળ્યા કે જેમણે પશ્ચિમમાં રામકૃષ્ણની પ્રથમ જીવનકથા લખી હતી.[૭૩] ઈંગ્લેન્ડમાંથી તેમણે અન્ય યુરોપીયન દેશોની પણ મુલાકાત લીધી. જર્મનીમાં તેઓ ભારતીય સંસ્કૃતિના અન્ય પ્રખ્યાત વિદ્વાન પૌલ ડેઉસ્સેનને મળ્યા.[૮૦]
તેમને બે શૈક્ષણિક પ્રસ્તાવ પણ મળ્યા, હાવર્ડ યુનિવર્સિટી ખાતે પૂર્વીય તત્વજ્ઞાનના વડા અને કોલંબિયા યુનિવર્સિટી ખાતે પણ આ જ પ્રકારનો હોદ્દો. જોકે બંને પ્રસ્તાવનો તેમણે અસ્વીકાર કર્યો, કારણ કે સાધુ તો ચલતા ભલાના ન્યાયે તેઓ આ પ્રકારના કામ માટે કોઈ એક સ્થળે સ્થાયી થઈ શકે તેમ નહોતા.[૭૮]
અનેક નિષ્ઠાવાન શિષ્યોને તેમણે આકર્ષ્યા. તેમના અન્ય અનુયાયીઓમાં જોસેફાઈન મેકલીઓડ, કુય મુલર, કુ. નોબલ, ઈ.ટી. સ્ટર્ડી, કેપ્ટન અને શ્રીમતી સેવિઅર હતા કે જેમણે અદ્વૈત આશ્રમ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને જે.જે.ગુડવિન હતા કે જેઓ તેમના સ્ટેનોગ્રાફર બન્યા હતા અને તેમના ઉપદેશો તથા વક્તવ્યો નોંધ્યા હતા.[૭૮][૮૦] હેલ પરિવાર અમેરિકામાં તેમના સૌથી ઉત્સાહી યજમાનોમાંનો એક બન્યો.[૮૧] તેમના શિષ્યા— ફ્રેન્ચ મહિલા મેડમ લૂઈસ સ્વામી અભયાનંદ બન્યા અને શ્રી. લીઓન લેન્ડસબર્ગ સ્વામી ક્રિપાનંદ બન્યા. બ્રહ્મચર્યમાં તેમણે અન્ય અનેક અનુયાયીઓ કર્યા.[૮૨]
સ્વામી વિવેકાનંદના વિચારોની અનેક વિદ્વાનો અને પ્રખ્યાત વિચારકોએ પ્રશંસા કરી હતી—વિલિયમ જેમ્સજોસિઆહ રોયસસી. સી. એવરેટ્ટ, હાવર્ડ સ્કૂલ ઓફ ડિવાઈનિટીના ડીન, રોબર્ટ જી. ઈંગરસોલનિકોલા ટેસ્લાલોર્ડ કેલ્વિન, અને પ્રોફેસર હર્મન લુડવિગ ફર્નિનાન્ડ વોન હેલમ્હોલ્ટ્ઝ.[૮] તેમની ચર્ચાઓ દ્વારા આકર્ષાયેલ અન્ય હસ્તીઓ હેરિએટ મોનરો અને એલ્લા વ્હીલર વિલ્કોક્સ હતી —બે જાણીતા અમેરિકન કવિઓ, હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ જેમ્સબ્રુકલીન એથિકલ એસોસિએશનના પ્રમુખ ડો. લેવિસ જી. જેન્સઓલે બુલના પત્ની સારા સી. બુલ, નોર્વેઈયન વાયોલિન વાદક; સારાહ બેર્નહાર્ડ્ટ, ફ્રેન્ચ અભિનેત્રિ અને મેડમ એમ્મા કેલ્વ, ફ્રેન્ચ ઓપેરા ગાયિકા.[૮૩]
પશ્ચિમમાંથી તેઓ પોતાના ભારતીય કાર્યોને પણ ગતિમાં લાવ્યા. અનુયાયીઓ તથા સાધુ ભાઈઓએને સલાહ આપવા અને નાણા મોકલવા માટે વિવેકાનંદે ભારતમાં પત્રોનો પ્રવાહ મોકલ્યો. આ દિવસોમાં પશ્ચિમમાંથી આવેલા તેમના પત્રોએ સામાજિક સેવા માટેનો અભિયાનનો હેતુ સ્થાપિત કર્યો.[૮૪] ભારતમાં રહેલા પોતાને શિષ્યોને કંઈક મોટું કરવા તેઓ સતત પ્રેરણા આપતા. તેઓને લખેલા પત્રોમાં તેમના કેટલાક સૌથી વધારે આકરા શબ્દો પણ હતા.[૮૫] આવા એક પત્રમાં તેમણે સ્વામી અખંડઆનંદને લખ્યુ હતું, "ખેતરી શહેરના ગરીબ અને નબળા વર્ગના લોકોના ઘરે-ઘરે ફરો અને તેમને ધર્મ શીખવાડો. તેમને ભૂગોળ અને આવા અન્ય વિષયો પર મૌખિક પાઠ પણ આપો. રજવાડી થાળીઓ આરોગવાથી અને નિષ્ક્રિય બેસી રહેવાથી કોઈ સારુ કામ નહિ થાય અને કહેતા "રામકૃષ્ણ, હે પ્રભુ!"—તમે જ્યાં સુધી ગરીબોનું કંઈ સારુ નહિ કરો"[૮૬][૮૭] વેદાંત શીખવવા માટે ૧૮૯૫માં મદ્રાસમાં બ્રહ્મવાદિન નામે ઓળખાતુ નિયતકાલિક શરૂ થયુ[૮૮] ત્યાર બાદ ક્રાઈસ્ટનું અનુકરણ ના પ્રથમ છ પ્રકરણનો વિવેકાનંદ દ્વારા થયલો અનુવાદબ્રહ્મવાદિન (૧૮૮૯)માં પ્રકાશિત થયો.[૮૯]
૧૬ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ વિવેકાનંદ ઈંગ્લેન્ડ છોડીને ભારત આવવા નીકળ્યા અને તેમની સાથે અનુયાયીઓમાં કેપ્ટન અને શ્રીમતી સેવિઅર,અને જે.જે.ગુડવિન હતા. રસ્તામાં તેમણે ફ્રાંસઈટાલીની મુલાકાત લીધી, લીઓ નાર્ડો ડા વિન્સીના ધી લાસ્ટ સપર જોયા અને ૩૦ ડિસેમ્બર, ૧૮૯૬ના રોજ નેપલ્સના બંદરેથી ભારત આવવા વહાણમાં બેઠા.[૯૦] પાછળથી કુ. મુલર અને સિસ્ટર નિવેદતા તેમની પાછળ ભારત આવ્યા. સિસ્ટર નિવેદતાએ ભારતીય મહિલાઓના શિક્ષણમાં અને ભારતના સ્વાતંત્ર્યના સંઘર્ષમાં બાકીનું જીવન સમર્પિત કરી દીધું.[૭૮][૯૧]

ભારતમાં પુનરાગમન


ચેન્નાઈ ખાતે સ્વામી વિવેકાનંદ ૧૮૯૭

કોલંબોથી અલમોરા

વિવેકાનંદ ૧૫ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ કોલંબો આવ્યા અને તેમનું ભવ્ય સ્વાગત થયું. અહીંયા તેમણે પૂર્વમાં પ્રથમ જાહેર વક્તવ્ય આપ્યુ , [[:s:સ્વામી વિવેકાનંદની સંપૂર્ણ રચના(The Complete Works of Swami Vivekananda)/વોલ્યુમ 3/કોલંબોથી અલમોરા સુધીના પ્રવચનો/પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન (કોલંબો)|ભારત, પવિત્ર ભૂમિ]] . ત્યાંથી કોલકાતા સુધીનો તેમનો પ્રવાસ એક વિજયી કૂચ હતી. તેમણે કોંલંબો થી પામબણરામેશ્વરમરામનાદમદુરઈકુમ્બાકોણમ અને મદ્રાસની મુસાફરી કરી અને પ્રવચનો આપ્યા. લોક અને રાજાઓએ ઉમળકાભેરનું સ્વાગત કર્યું.તે પામબણ ખાતેના સમારંભમાં રામનાદના રાજા જાતે સ્વામીનો સામાન ઉંચકીને લઈ ગયા હતા. મદ્રાસના રસ્તામાં અનેક સ્થળોએ એવું બન્યુ હતું કે ટ્રેન ના ઉભી રહેતી હોય તેવા સ્થળોએ લોકો ટ્રેનની આડા આવી જતા હતા અને સ્વામીને સાંભળ્યા પછી જ ટ્રેનને જવા દેતા હતા.[૯૨] મદ્રાસથી તેમણે કલકત્તાની મુસાફરી શરૂ કરી અને અલમોરા સુધી પ્રવચનો ચાલુ રાખ્યા. આ પ્રવચનો કોલંબોથી અલમોરા સુધીના પ્રવચનો(Lectures from Colombo to Almora) તરીકે પ્રકાશિત થયા છે. આ પ્રવચનોમાં આધ્યાત્મિક વિચારધારાની સાથે ભારોભાર રાષ્ટ્રવાદ હોવાનું માનવામાં આવે છે.[૯૩] તેમના વક્તવ્યોની ઊંડી અસર ભારતીય નેતાઓ પર થતી હતી, જેમાં મહાત્મા ગાંધીબિપિન ચંદ્ર પાલ અને બાલગંગાધર તિલકનો પણ સમાવેશ થાય છે.[૯૪][૯૫]

રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના


રામકૃષ્ણ મઠની શાખા અદ્વૈત આશ્રમ, માયાવતીની સ્થાપના માર્ચ ૧૯, ૧૮૯૯ના રોજ થઈ હતી, જેણે બાદમાં સ્વામી વિવેકાનંદની ઘણી રચનાઓ પ્રકાશિત કરી અને હવે પ્રબુદ્ધ ભારત જરનલ પ્રકાશિત કરે છે
૧ મે ૧૮૯૭ના રોજ કલકત્તા ખાતે વિવેકાનંદે "રામકૃષ્ણ મઠ"—ધર્મના પ્રચાર માટેની સંસ્થા અને "રામકૃષ્ણ મિશન"—વિશેષ સેવા માટેની સંસ્થા.[૯૬] શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી અને રાહત કાર્યો દ્વારા જનસમૂહને મદદ કરવાની સંગઠિત સામાજિક-ધાર્મિક અભિયાનની આ શરૂઆત હતી.[૭૩] રામકૃષ્ણ મિશનના આદર્શો કર્મ યોગ આધારિત છે.[૯૭][૯૮] તેમના દ્વારા બે મઠની સ્થાપના થઈ, એક કલકત્તા પાસે બેલુર ખાતે કે જે રામકૃષ્ણ મઠનું વડુમથક બન્યો અને અદ્વૈત આશ્રમ તરીકે ઓળખાતો બીજો મઠ હિમાલય પર માયાવતી ખાતે અલમોરા પાસે અને બાદમાં ત્રીજો મઠ મદ્રાસ ખાતે સ્થપાયો. બે સામયિકો શરૂ કરવામાં આવ્યા, પ્રબુદ્ધ ભારત અંગ્રેજીમાં અને ઉદબોધન બંગાળીમાં.[૯૯] આ જ વર્ષે દુકાળ રાહત કાર્ય સ્વામી અખંડઆનંદ દ્વારા મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ કરાયુ.[૭૩][૯૬]
વિવેકાનંદે સર જમશેદજી તાતાને સંશોધન અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાની પ્રેરણા આપી જ્યારે તેઓ એક સાથે યોકોહામાથી શિકાગો સુધી સાથે હતા અને આ ૧૮૯૩માં સ્વામીની પશ્ચિમની પ્રથમ મુલાકાત હતી. આ સમયે સ્વામીને તાતાએ મોકલેલો પત્ર મળ્યો હતો, જેમાં તેમણે તાતાએ સ્થાપેલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ(Research Institute of Science)નું નેતૃત્વ સંભાળવા વિનંતી કરી હતી. પરંતુ ધાર્મિક હિતો સાથે અનુકૂળ નહિ હોવાનું જણાવી સ્વામી વિવેકાનંદે આ પ્રસ્તાવનો અસ્વીકાર્ય કર્યો.[૧૦૦][૧૦૧]
હિંદુ ધર્મની જડ માન્યતાઓના બદલે નવા અર્થઘટનનું પ્રતિનિધિત્વ કરનારઆર્ય સમાજ (Arya Samaj) અને સંકુચિત હિંદુ ધર્મને માનતા સનાતનવાદી ઓ વચ્ચે સંવાદિતા સ્થાપવા તેમણે પાછળથી પાકિસ્તાનમાં પંજાબની મુલાકાત લીધી. રાવલપિંડી ખાતે તેમણે આર્યસમાજવાદીઓ અને મુસ્લિમો વચ્ચેનું વૈમનસ્ય મૂળમાંથી દૂર કરવાની પદ્ધતિઓ સૂચવી.[૧૦૨] તે સમયના ગણિતના તેજસ્વી પ્રોફેસર તિર્થ રામ ગોસ્વામી કે જેમણે પાછળથી સ્વામી રામતીર્થ તરીકે સન્યાસ લીધો તેમની સાથેનું પ્રેરણાદાયી જોડાણ અને ભારત તથા અમેરિકામાં વેદાંત નોઅને પ્રખ્યાત પ્રવચનો માટે લાહોરયાદગાર છે.[૯૬] તેમણે દિલ્હી અને ખેતરી સહિત અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી અને જાન્યુઆરી ૧૮૯૬માં કલકત્તા પાછા ફર્યા. ત્યાર બાદ મઠ ની કામગીરીને વ્યવસ્થિત બનાવવામાં અને શિષ્યોને તાલીમ આપવામાં તેમણે કેટલાક મહિના પસાર કર્યા. આ સમયગાળા દરમિયાન તેમણે પ્રખ્યાત આરતી ગીતની રચના કરી, એક ભક્તના ઘરે રામકૃષ્ણના મંદિરને પવિત્ર બનાવવાના કાર્યક્રમ દરમિયાન ખંડના ભવ બંધના ની રચના કરી.[૧૦૩]

પશ્ચિમની બીજી મુલાકાત

કથળતા સ્વાસ્થ્યની વચ્ચે જૂન ૧૮૯૯માં તેઓ ફરી એક વાર પશ્ચિમ જવા નીકળ્યા.[૧૦૪] તેમની સાથે સિસ્ટર નિવેદિતાસ્વામી તુરિયાનંદ જોડાયા. ઈંગ્લેન્ડમાં તેમણે થોડો સમય પસાર કર્યો અને અમેરિકા ગયા. આ મુલાકાત દરમિયાન તેમણે સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્ક ખાતે વેદાંત સોસાયટીની સ્થાપના કરી. અમેરિકન ભક્તની ૧૬૦ એકરની ઉદાર ભેટ દ્વારા તેમણે કેલિફોર્નિયા ખાતે "શાંતિ આશ્રમ "ની પણ સ્થાપના કરી.[૧૦૫] બાદમાં તેમણે ૧૯૦૦માં પેરિસની ધર્મ સભામાં હાજરી આપી.[૧૦૬]લિંગ ની પૂજા અને ગીતા ની અધિકૃતતા સંદર્ભે આપેલા વક્તવ્યો વિવેકાનંદે દર્શાવેલી વિદ્વત્તા માટે યાદગાર છે. પેરિસથી તેમણે બ્રિટ્ટેનીવિયેનાકોન્સ્ટેન્ટિનોપોલએથેન્સ અને ઈજિપ્તની ટૂંકી મુલાકાતો લીધી. આ સમયગાળા દરમિયાન મોટા ભાગે તેઓ પ્રખ્યાત વિચારક જુલ્સ બોઈસના મહેમાન હતા.[૧૦૫] તેમણે ઓક્ટોબર ૨૪, ૧૯૦૦ના રોજ પેરિસ છોડ્યુ અને ડિસેમ્બર ૯, ૧૯૦૦માં બેલુર મઠ આવ્યા.[૧૦૫]

છેલ્લા વર્ષો


બેલુર મઠ ખાતે સ્વામી વિવેકાનંદ મંદિર, તેમને સમાધી આપવામા આવી હતી તે જગ્યા.
વિવેકાનંદે કેટલાક દિવસો અદ્વૈત આશ્રમ, માયાવતી ખાતે અને બાદમાં બેલુર મઠમાં વિતાવ્યા. ત્યારથી માંડીને છેવટ સુધી તેઓ બેલુર મઠમાં રોકાયા અને રામકૃષ્ણ મિશન તથા મઠની ઈંગ્લેન્ડ અને અમેરિકાની કામગીરી વિશે માર્ગદર્શન આપતા રહ્યા. આ વર્ષો દરમિયાન હજારો મુલાકાતીઓ તેમને મળવા આવતા, જેમાં ગ્વાલિયરના મહારાજા અને ડિસેમ્બર ૧૯૦૧માં, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ(Indian National congress)ના લોકમાન્ય તિલક જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થતો હતો. ડિસેમ્બર ૧૯૦૧માં જાપાને તેમને ધર્મ સંમેલનમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યુ, પરંતુ કથળતા આરોગ્યના પગલે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહિ. આખરી દિવસોમાં તેમણે બોધગયા અને વારાણસીની યાત્રા કરી.[૧૦૭]
તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. તેઓ અસ્થમાડાયાબિટિસ અને અન્ય શારીરિક બિમારીઓથી પિડાતા હતા.[૧૦૮] અવસાનના થોડા દિવસ પૂર્વે તેઓ ધ્યાનપૂર્વક પંચાંગનો અભ્યાસ કરતા જોવાયા હતા. અવસાનના ત્રણ દિવસ પહેલા તેમણે અંતિમક્રિયાનું સ્થળ જણાવ્યું હતું અને આ સ્થળે આજે તેમની યાદમાં બનાવેલ મંદિર ઉભુ છે. તેમણે ઘણા લોકો સમક્ષ નોંધ્યુ હતું કે તેઓ ચાળીસ વર્ષ સુધી નહિ જીવે.[૧૦૮]
અવસાનના દિવસે સવારમાં તેમણે બેલુર મઠ ખાતે કેટલક વિદ્યાર્થીઓને શુકગ્લ યજુર્વેદ ભણાવ્યો હતો.[૧૦૯] તેઓ ભાઈ-વિદ્યાર્થી સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા ગયા હતા અને રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી. જુલાઈ ૪૧૯૦૨ના રોજ નવ વાગીને દસ મિનિટે ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધિ હતી.[૧૧૦] બાદમાં તેમના શિષ્યોએ નોંધ્યુ હતું કે સ્વામીના મોઢા પાસે નસકોરોમાં અને આંખોમાં "થોડુ લોહી" તેમણે જોયુ હતું.[૧૧૧] ડોક્ટરોના મતે મગજમાં લોહીની નળી ફાટી જવાથી આમ થયુ હતું, પરંતુ મૃત્યુનું સાચુ કારણ તેઓ શોધી શક્યા નહોતા.તેમના શિષ્યોના જણાવ્યા મુજબ તેમણે મહાસમાધિ લીધી ત્યારે બ્રહ્મરંધ્ર — મસ્તિષ્કના મુગટના બાકોરોમાં નિશ્ચિતપણે કાણુ પાડવામાં આવ્યુ હતુ. ચાળીસ વર્ષ કરતાં વધારે નહિ જીવવાની પોતાની આગાહી વિવેકાનંદે સાચી ઠેરવી હતી.[૧૦૯]

ઉપદેશ અને જીવનદ્રષ્ટિ

વિવેકાનંદ જાણીતા વિચારક હતા. અદ્વૈતવાદ વિચાર એ માત્ર તત્વજ્ઞાનમાં આગળ વધવાનું પ્રતિક માત્ર નથી, પરંતુ તે કઈ રીતે સામાજિક અને એટલે સુધી કે રાજકીય અસરો ધરાવે છે તે દર્શાવવું એ તેમના સૌથી વધારે મહત્વના યોગદાનમાંથી એક હતું. વિવેકાનંદના જણાવ્યા મુજબ રામકૃષ્ણ પાસેથી તેમણે મેળવેલ મહત્વનો ઉપદેશ "જીવ એ શિવ છે" હતો.(દરેક વ્યક્તિમાં ઈશ્વર વસે છે).[૧૧૨] આ તેમનો મંત્ર બની ગયો હતો અને તેમણે દરિદ્રનારાયણની સેવા - (ગરીબ) મનુષ્યોની સેવા દ્વારા ઈશ્વર સેવાનો વિચાર સૌ પ્રથમ રજૂ કર્યો હતો.જો દરેક પદાર્થમાં રહેતા બ્રાહ્મણ વચ્ચે ખરેખર ઐક્ય હોય તો પછી ક્યા આધાર પર આપણે પોતાની જાતને વધારે સારી કે ખરાબ કહી શકીએ કે પછી અન્ય લોકો કરતાં બહેતર કે ખરાબ ગણી શકીએ? - આ પ્રશ્ન તેઓ વારંવાર પોતાની જાતને પૂછતા. આખરે તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે આ ભિન્નતા એકાકારના પ્રકાશમાં અનઅસ્તિત્વ સાથે ભળી જાય છે અને એક સાધક મોક્ષમાં આનો અનુભવ કરે છે. ત્યાર બાદ જે ઉદભવે છે તે આ ઐક્યથી અજાણ રહેલા દરેક જીવ માટેની કરુણા અને તેમને મદદ કરવાની દ્રઢતા છે.(સંદર્ભ આપો)

વિવેકાનંદ રોક મેમોરિયલ રાત સુધીમાં, કન્યાકુમારી, તામિલનાડુ
સ્વામી વિવેકાનંદ વેદાંતની એવી વિચારધારામાં માનતા હતા કે જ્યાં સુધી આપણામાંથી તમામ મુક્ત ના થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સાચા અર્થમાં મુક્ત થઈ શકે નહિ. એટલે સુધી કે વ્યક્તિગત મુક્તિની ઈચ્છા પણ છોડવી જોઈએ અને અન્ય લોકોની મુક્તિ માટે થાક્યા વગર કામ કરવું તે સાચા જ્ઞાનીની નિશાની છે. તેમણે આત્મનો મોક્ષાર્થમ્ જગદ્વિતાય ચ (आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) (પોતાની મુક્તિ માટે અને વિશ્વના કલ્યાણ માટે)ના સિદ્ધાંત પર શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.(સંદર્ભ આપો)
આમ છતાં વિવેકાનંદે ધર્મ અને સરકારને ચુસ્તપણે અલગ રાખવાની તરફેણ કરી છે, જે ફ્રીમેસન હોવાના કારણે ફ્રીમેસનરીમાં જોવા મળેલો સિદ્ધાંત છે.[૧૧૩] ધાર્મિક માન્યતાના કારણે સામાજિક રીતી-રિવાજો ભૂતકાળમાં બનેલા હોવા છતાં, ધર્મ, વારસા જેવી બાબતોમાં ધર્મએ હસ્તક્ષેપ કરવો જોઈએ નહિ. આદર્શ સમાજમાં બ્રાહ્મણ જ્ઞાન, ક્ષત્રિય સંસ્કૃતિ, વૈશ્ય કાર્યક્ષમતા અને શૂદ્ર સમતાના લક્ષણોનું મિશ્રણ હોવું જોઈએ. કોઈ પણ એકનું પ્રભુત્વ સમાજને વિવિધ પ્રકારની અસમતુલા તરફ લઈ જાય છે. આદર્શ સમાજની રચના માટે ધર્મ કે અન્ય કોઈ પણ દબાણનો ઉપયોગ થવો જોઈએ તેવું વિવેકાનંદને લાગતુ નહોતુ, કારણ કે યોગ્ય સંજોગોમાં વ્યક્તિગત પરિવર્તનથી આ ઘટના કુદરતી બનશે તેવું તે માનતા હતા.(સંદર્ભ આપો)
હિંદુ ધર્મગ્રંથોના બે વર્ગ શ્રુતિ અને સ્મૃતિઓ વચ્ચે વિવેકાનંદ ચુસ્ત ભેદરેખા બાંધી હતી. શ્રુતિનો અર્થ થાય છે વેદો, જેમાં શાશ્વત અને વૈશ્વિક સ્તરે લાગુ પડતા આધ્યાત્મિક સત્યોનો સમાવેશ થાય છે. બીજી બાજુ સ્મૃતિઓ ધર્મ અનુસાર શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે અંગે છે અને તે સમાજને લાગુ પડે છે તથા સમયાંતરે તેમાં ફેરફારને અવકાશ છે. વિવેકાનંદ માનતા હતા કે આધુનિક સમય માટે પ્રવર્તમાન સ્મૃતિઓમાં ફેરફાર થવો જોઈએ. જોકે શ્રુતિઓ નિશ્ચિતપણે શાશ્વત છે - તેનું માત્ર પુનઃઅર્થઘટન થઈ શકે છે.(સંદર્ભ આપો)
વિવેકાનંદે તેમના અનુયાયીઓને પવિત્ર, અ-સ્વાર્થી રહેવા અને શ્રદ્ધારાખવા સલાહ આપી હતી. તેમણે બ્રહ્મચર્ય (અપરિણિત અવસ્થા)ની તરફેણ કરી હતી. બાળપણના મિત્ર પ્રિયા નાથ સિંહા સાથેની એક વાતચીતમાં તેમણે પોતાની શારીરિક અને માનસિક શક્તિઓ, વક્તૃત્વકળાનું શ્રેય બ્રહ્મચર્યના પાલનને આપ્યુ છે.[૧૧૪]
વિવેકાનંદે પરામનો વિજ્ઞાન(પેરાસાયકોલોજી), જ્યોતિષના ઉભરતા વિસ્તારોની તરફેણ કરી નહોતી (તેમના એક વક્તવ્યમાં આનો દાખલો જોઈ શકાય છે વ્યક્તિ પોતાના ભાગ્યનો નિર્માતા , સંપૂર્ણ રચના, વોલ્યુમ ૮, વ્યાખ્યાનો અને વર્ગ સાથેની વાતચીતની નોંધો ) તેઓ કહે છે કે ઉત્સુકતાનું આ સ્વરૂપ આધ્યાત્મિક પ્રગતિમાં મદદ કરતું નથી, પરંતુ હકીકતે તેમાં બાધક બને છે.

No comments:

Post a Comment