# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 10 November 2017

ઈતિહાસમાં 7 નવેમ્બરનો દિવસ

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
ઈતિહાસમાં 7 નવેમ્બરનો દિવસ
💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠

🔰અમેરિકાની વિવાદાસ્પદ ચૂંટણી🔰

7 નવેમ્બર, 2000ના રોજ જ્યોર્જ બુશ અને અલ ગોર વચ્ચે યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ ચૂંટણીમાં અલ ગોરની લોકપ્રિયતા વધુ હોવા છતાં તેઓ હાર્યા હતા.

📻વિશ્વનું પ્રથમ ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન📻

અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત WXYC (89.3 FM) રેડિયો સ્ટેશને 7 નવેમ્બર, 1994ના રોજ વિશ્વમાં સૌ પ્રથમ ઈન્ટરનેટ રેડિયો સ્ટેશનનો સફળ પ્રયોગ કર્યો હતો.

🔰🎯રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ🎯

રશિયામાં કમ્યુનિસ્ટ નેતા લેનિનના નેતૃત્વ હેઠળ વર્ષ 1917માં 7 નવેમ્બરે સફળ બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી. ક્રાંતિના 74મા વર્ષે 19991માં 7 નવેમ્બરે મોસ્કોમાં ક્રાંતિના સમર્થકો અને વિરોધીઓએ મોટા પાયે દેખાવો કર્યા હતા.


♻✅♻✅♻✅♻✅♻
🐾🐾🐾સંજીવ કુમાર🐾🐾🐾
🐾🔘🐾🔘🐾🔘🐾🔘🐾🔘

સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી.
કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. શોલે ફિલ્મનું
ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.

♻સંજીવ કુમાર નો જન્મ ગુજરાત માં એક ગુજરાતી પરિવાર માં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જરીવાલા હતું. તેમનું પત્રિક નિવાસ સુરત હતું પાછળથી તેમનો પરિવાર મુંબઈ આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા બન્યા. તેઓ આજીવન કુંવારા રહ્યાં અને ૧૯૮૫ માં હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું. તેઓ પોતાના વ્યવ્હારથી સૌથી અલગ અભિનય શૈલી માટે ઓળખાય છે. સંજીવ કુમાર એ વિવાહ નહીં પરંતુ પ્રેમ ઘણી વાર કર્યો હતો. તેમને એ અંધવિશ્વાસ હતો કે તેમના પરિવાર માં મોટો પુત્ર ૧૦ વર્ષ નો થતા પિતા ની મૃત્યુ થઈ જાય છે. તેમના દાદા, પિતા અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમાર એ પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષ નો થતાં તેમનું મૃત્યુ થયું! સંજીવ કુમારને ભોજન નો બહુ શોખ હતો. વીસ વર્ષ ની આયુ માં ગરીબ માધ્યમ વર્ગ ના આ યુવાને રંગમચ માં કામ કરવું શુરૂ કર્યું. તેમણે નાની ભૂમિકાઓ થી કોઈ પરહેજ ન કર્યો. એચ.એસ.રવૈલ ની સંઘર્ષ માં દિલીપ કુમાર ની બાહુમાં શ્વાસ છોડવાનું દ્રશ્ય તેમણે એટલું શાનદાર કર્યો કે તેઓ અભિનય સમ્રાટ ની હરોળમાં આવી ગયા. સિતારા બની ગયા છતાં પણ તેમણે ક્યારેય નખરા ન કર્યાં. તેમણે જયા બચ્ચનના સાસરા, પ્રેમી, પિતા, પતિની ભૂમિકાઓ બજાવી. જ્યારે લેખક સલીમ ખાન એ તેમના સમકાલીન અમિતાભ બચ્ચન અને શશિ કપૂરના પિતાની ભૂમિકા ત્રિશૂલમાં નિભાવવાનો આગ્રહ કર્યો તો તેમણે અચકાયા વિના આ ભૂમિકા કરી અને આને શાનદાર ઢંગ થી નિભાવી કે તેમને જ કેંદ્રીય પાત્ર માની લેવામાં આવ્યાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષ ની આયુ માં એટલી ખૂબી થી નિભાવી હતી કે પૃથ્વીરાજ કપૂર જોઈને દંગ રહી ગયા હતાં.એમની ફિલ્મ 'શોલે' માં ઠાકુર બલદેવસિંહની ભૂમિકા યાદગાર હતી.લોકો આજે પણ તે યાદ કરે છે.

🔘ફિલ્મી સફર
સંજીવ કુમાર એ પોતાની કારકીર્દીની શુરુઆત હમ હિન્દુસ્તાની ફિલ્મ થી ૧૯૬૦ માં કરી. તેમની હીરો ના રૂપમાં ફિલ્મ નિશાન (૧૯૬૮) હતી. તેમણે
દિલીપ કુમાર વિરુદ્ધ સંઘર્ષ ફિલ્મ માં કામ કર્યું. ફિલ્મ ખિલૌના એ તેમને સ્ટારનો દરજ્જો દેવડાવ્યો. ત્યાર બાદ તેમની હિટ ફિલ્મ સીતા ઔર ગીતા (૧૯૭૨) અને મનચલી (૧૯૭૩) પ્રદર્શિત થઈ. ૭૦ ના દાયકામાં આમણે ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું. આમણે કુલ ૯ ફિલ્મો ગુલઝાર સાથે કરી જેમાં આંધી (૧૯૭૫), મૌસમ (૧૯૭૫), અંગૂર (૧૯૮૧), નમકીન (૧૯૮૨). તેમના ચાહકો આ તેમની સૌથી સારી ફિલ્મો માં ની એક માને છે. શોલે (૧૯૭૫) ફિલ્મ માં તેમના દ્વારા અભિનીત પાત્ર ઠાકુર આજે પણ લોકો ના દિલોમાં જીવીત છે અને મિમિક્રી આર્ટિસ્ટ માટે આ એક મસાલો છે.

🔘૧૯૭૭ - ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર -
અર્જુન પંડિત
🔰અમેરિકાની વિવાદાસ્પદ ચૂંટણી🔰

7 નવેમ્બર, 2000ના રોજ જ્યોર્જ બુશ અને અલ ગોર વચ્ચે યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ ચૂંટણીમાં અલ ગોરની લોકપ્રિયતા વધુ હોવા છતાં તેઓ હાર્યા હતા.

📻વિશ્વનું પ્રથમ ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન📻

અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત WXYC (89.3 FM) રેડિયો સ્ટેશને 7 નવેમ્બર, 1994ના રોજ વિશ્વમાં સૌ પ્રથમ ઈન્ટરનેટ રેડિયો સ્ટેશનનો સફળ પ્રયોગ કર્યો હતો.

🔰🎯રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ🎯

રશિયામાં કમ્યુનિસ્ટ નેતા લેનિનના નેતૃત્વ હેઠળ વર્ષ 1917માં 7 નવેમ્બરે સફળ બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી. ક્રાંતિના 74મા વર્ષે 19991માં 7 નવેમ્બરે મોસ્કોમાં ક્રાંતિના સમર્થકો અને વિરોધીઓએ મોટા પાયે દેખાવો કર્યા હતા.

🔭⚗💈🔬સી. વી. રામન🔭⚗🔬

ફિઝિક્સના મહાન ભારતીય વિજ્ઞાની સી. વી. રામનનો જન્મ વર્ષ ૧૮૮૮માં આજના દિવસે થયો હતો. વિવિધ માધ્યમોમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે પેદા થતી ઇફેક્ટ્સ પર તેમના સંશોધન બદલ વર્ષ ૧૯૩૦માં તેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું.

🔰ભારત રત્ન ચંન્દ્રશેખર વેંકટ રામન (૭ નવેમ્બર ૧૮૮૮ - ૨૧ નવેમ્બર ૧૯૭૦) એક મહાન ભૌતિકવિજ્ઞાની હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા 'રામન અસર' (અંગ્રેજી: Raman Effect) માટે તેમને ૧૯૩૦માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

💠સી.વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મળ્યું અને વિદ્યાર્થી આલમમાં તે ખુબ પ્રિય થઇ પડ્યા. ખગોળશાસ્ત્રમાં પણ તેમને ઊંડો રસ હતો. પિતાના એ બુદ્ધિધનનો વારસો પુત્રને મળ્યો, અને પુત્રે એને સુંદર રીતે વિકસાવ્યો. ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ.સ. ૧૯૩૦નાM વર્ષમાં એનાયત કરવામાં આવ્યો હતો.

💠🔰રામન પ્રેસિડન્સી કોલેજ, ચેન્નઈ ખાતે ઇ.સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ.સ. ૧૯૦૪નાં વર્ષમાં એમણે સ્નાતકની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ.સ. ૧૯૦૭નાં વર્ષમાં એમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૭૦%થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

🎯👉ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.

No comments:

Post a Comment