# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 14 November 2017

ચાવડા વંશ

ચાવડા વંશ

pdf file

ચાવડા વંશ
c. ૬૯૦–૯૪૨
રાજધાનીપંચાસર
અણહિલવાડ પાટણ
ભાષાઓજૂની ગુજરાતી ભાષા, પાકૃત
ધર્મહિંદુજૈન
સત્તારાજાશાહી
ઇતિહાસ
 • સ્થાપનાc. ૬૯૦
 • વિસ્થાપન૯૪૨
પહેલાનું શાસન
પછીની સત્તા
ગૂર્જર-પ્રતિહાર
સોલંકી વંશ
કચ્છ રાજ્ય
ચાવડા વંશ એ હિંદુ ક્ષત્રિય કુટુંબ હતું જેમણે હાલના ઉત્તર ગુજરાતમાં ઇસ ૭૪૬ થી ૯૪૨ સુધી શાસન કર્યું હતું.

ઇતિહાસ


ચાવડા વંશનો સિક્કો, આશરે ઇ.સ. ૫૭૦-૭૧૨[૧]

ચાવડા વંશનો સિક્કો, અજાણ્યો શાસક. ઇ.સ. ૭૬૦-૮૫૦.
સાતમી સદીમાં, પંચાસર ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઇને સ્વર્ગમાં પણ જવાની ઇચ્છા નહોતી. આવા વૈભવને કારણ જય શિખરી (૬૯૭)ની સામે રાજા કલ્યાણ કટક (કદાચ કનૌજના)નો ટકરાવ થયો. પ્રથમ આક્રમણને જય શિખરીના મંત્રીઓને કારણે જય શિખરીએ ખાળી કાઢ્યું પણ બીજા આક્રમણમાં જય શિખરી માર્યો ગયો અને નગરનું પતન થયું. જય શિખરીની પત્નિ બચી ગઇ અને તેનો પુત્ર વનરાજ ચાવડા અણહિલવાડ પાટણનો સ્થાપક (ઇસ ૭૪૬) બન્યો.[૨] તેણે ૬૦ વર્ષ શાસન કર્યું.
ત્યારબાદ તેનો પુત્ર યોગરાજ (૩૫ વર્ષ શાસન), ક્ષેમરાજ (૨૫ વર્ષ શાસન), ભુયડ (૨૯ વર્ષ શાસન), વિરસિંહ (૨૫ વર્ષ શાસન) અને રત્નદિત્ય (૧૫ વર્ષ શાસન) ગાદીએ આવ્યા. રત્નદિત્ય પછી સામંતસિંહ ગાદીએ આવ્યા જેમણે ૭ વર્ષ ગાદી સંભાળી. છેલ્લા રાજા સામંતસિંહ ચાવડા નિ:સંતાન હોવાથી, તેણે તેના ભત્રીજા મુળરાજ સોલંકીને દત્તક લીધો હતો, જેણે સામંતસિંહને ૯૪૨માં ઉથલાવીને ગાદી કબ્જે કરી અને સોલંકી વંશની સ્થાપના કરી.[૩]
ઇસ ૯૪૨માં સામંતસિંહની રાણીઓમાંની એક પોતાના એક વર્ષના બાળક સાથે પિતાના ઘરે જેસલમેર નાસી છૂટી. તે બાળક અહિપતે મોટા થઇને અણહિલવાડ પાટણની સત્તા સામે બદલો લેવાનો શરૂ કર્યો. તેણે કચ્છમાં ૯૦૦ કરતાં વધુ ગામો સર કર્યા અને મોરગરને પોતાની રાજધાની બનાવી. તેણે ઘણાં વર્ષો રાજ કર્યું અને તેના પછી તેનો પુત્ર વિક્રમસી સત્તા પર આવ્યો. તેનો વંશ વિભુરાજા, ઠાકુલજી, સેશકરણજી, વાઘજી, અખેરાજ, તેજસી, કરમસિંહ, તખનસિંહ, મોકસિંહ, પુંજાજી વડે આગળ ચાલ્યો. પુંજાજી અલાદ્દિન ખિલજીના સમયમાં ૧૩મી સદીના અંતમાં રાજ કરતા હતા.[૪]
વરસોડાનું નાનું રજવાડું ચાવડા વંશના રાજપુતો વડે ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સુધી શાસિત હતું.[૫]

વનરાજ ચાવડા


વનરાજ ચાવડા
વનરાજનું ચિત્ર
સિદ્ધપુરમાં રહેલી મૂર્તિ પરથી એલેકઝાન્ડર ફાર્બસનીરાસ માળા (૧૮૫૬)માં વનરાજ ચાવડાનું ચિત્ર.
અણહિલવાડનો રાજા
રાજ્યકાળc. ૭૪૬ – c. ઇ.સ. ૭૮૦
ઉત્તરાધિકારીયોગરાજ
પિતાજયશિખરી
માતારૂપસુંદરી
વનરાજ ચાવડા ગુજરાતના ચાવડા વંશનો સૌથી વધુ પ્રખ્યાત રાજા હતો, જેણે ઇસ ૭૪૬થી ૭૮૦ દરમિયાન રાજ્ય કર્યું હતું.[૧]

જીવન

પ્રારંભિક જીવન

કૃષ્ણભટ્ટના રત્નમાળા (c. ઇ.સ. ૧૨૩૦) પ્રમાણે ઇ.સ. ૬૯૬ (સંવત ૭૫૨)માં પંચાસરના (હાલમાં પાટણ જિલ્લો, ગુજરાત) ચાવડા વંશના રાજા જયશિખરી પર કાન્યકુબ્જ (કદાચ કનૌજ)માં કલ્યાણકટકના રાજા ભુવડ વડે આક્રમણ કરાયું અને જયશિખરી તેમાં માર્યો ગયો. તેના મૃત્યુ પહેલા જયશિખરીએ તેની ગર્ભવતી રાણીને તેના એક મંત્રી અને રાણીના ભાઇ સુરપાળ સાથે જંગલમાં મોકલી દીધી. જયશિખરીના મૃત્યુ પછી રાણીએ એક પુત્ર વનરાજને જન્મ આપ્યો.[૨][૩]

અણહિલવાડ પર જીત

તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું અને તેણે શૈક્ષણિક તેમજ લશ્કરી તાલીમ મેળવી. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ(સંદર્ભ આપો) ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.[૪] અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું.
તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.(સંદર્ભ આપો)

ધર્મ

વનરાજ ચાવડા પોતે જૈન ન હોવા છતાં તેણે ઘણાં જૈન લેખકોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું.[૫]
વનરાજ ચાવડા પછી તેનો પુત્ર યોગરાજ ચાવડા ગાદીએ આવ્યો હતો.

No comments:

Post a Comment