# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 14 November 2017

વાઘેલા વંશ

વાઘેલા વંશ

વાઘેલા વંશ
૧૨૪૩–૧૨૯૯
રાજધાનીધોળકા
ભાષાઓઅપભ્રંશ, જૂની ગુજરાતી, પ્રાકૃત
ધર્મહિંદુજૈન ધર્મ
સત્તારાજાશાહી
પ્રમુખ
 • c. ૧૨૪૩ - c. ૧૨૬૨વિરધવલ (વિશાલ)
 • c. ૧૨૬૨ - c. ૧૨૭૫અર્જુનદેવ (વિશાલદેવ)
 • c. ૧૨૭૫ - c. ૧૨૯૭સારંગદેવ
 • c. ૧૨૯૭-૧૩૦૪કર્ણદેવ દ્વિતિય
ઇતિહાસ
 • સ્થાપના૧૨૪૩
 • વિસ્થાપન૧૨૯૯
પહેલાનું શાસન
પછીની સત્તા
સોલંકી વંશ
દિલ્હી સલ્તનત
ખિલજી વંશ
કાઠિયાવાડ
વાઘેલા વંશ ભારતીય રાજપૂત કુળ હતું જેણે ગુજરાતમાં ઇસ ૧૨૪૩ થી ૧૨૯૯ દરમિયાન ટૂંકુ શાસન કર્યું હતું. આ સામ્રાજ્ય અમદાવાદના હાલના ધોળકામાં કેન્દ્રિત હતું અને મુસ્લિમ શાસન પહેલા આ વિસ્તારનું છેલ્લું હિંદુ રાજ્ય હતું. તેમનું શાસન ૧૮મી સદીમાં મરાઠાઓ દ્વારા અંત આણવામાં આવ્યો ત્યાં સુધી ચાલ્યું હતું.[૧]

ઇતિહાસ

વાઘેલાઓ સોલંકી વંશ, જેણે ગુજરાતમાં ૧૦મી થી ૧૩મી સદી સુધી શાસન કર્યું, તેમની શાખા અને તેમના શાસન નીચે હતા. વાઘેલ ગામ પરથી આ વંશનું નામ પડ્યું હતું. આ જમીન સોલંકી વંશના રાજા કુમારપાળ (૧૧૪૩-૧૧૭૪) દ્વારા અનાકને આપવામાં આવી હતી, જેઓ વિરધવલના દાદા હતા. વિરધવલે વાઘેલા વંશની સ્થાપના ઇસ ૧૨૪૩માં કરી હતી.[૨] ૧૩મી સદી દરમિયાન સોલંકીઓ નબળા પડ્યા અને ૧૨૪૩માં વાઘેલાઓએ ગુજરાત પર પોતાની પકડ મજબૂત બનાવી. ઇસ ૧૨૫૩ના "ડભોઇ પથ્થર" પરનું લખાણ, લવાણા પ્રસાદ, ભીમદેવ બીજા (૧૧૭૮-૧૨૪૨)ના મંત્રીનો ઉલ્લેખ કરે છે જેણે પોતાનો સ્વતંત્ર વંશ સ્થાપ્યો હતો.[૩]
૧૩મી સદીના બીજા ભાગમાં તેમણે ગુજરાતમાં સ્થિરતા લાવી. તેઓનું શાસન ધોળકામાં કેન્દ્રિત હતું. વાઘેલા વંશના શાસનનો અંત ઇસ ૧૨૯૯માં કર્ણદેવ વાઘેલાના અલાદ્દીન ખિલજી સામેના પરાજય વડે થયો અને દિલ્હી સલ્તનતનું શાસન ગુજરાતમાં શરૂ થયું.[૪][૧]
તેમના શાસન દરમિયાન ધનિક વેપારી અને મંત્રી અને સેનાપતિ, વસ્તુપાલ અને તેજપાલ, દ્વારા અનેક મંદિરોનું નિર્માણ થયું હતું, જેમાં માઉન્ટ આબુના દેલવાડા મંદિરો અને ગિરનાર પરના મંદિરોનો સમાવેશ થાય છે.[૫][૬] રાજવી ધર્મગુરુ સોમેશ્વરદેવ (૧૧૭૯-૧૨૬૨) દ્વારા લખાયેલ વસ્તુપાલના જીવનચરિત્ર કિર્તિકામુદી વાઘેલા વંશના ઇતિહાસનો મહત્વનો સ્ત્રોત છે.[૭]

શાસકો

વાઘેલા રાજાઓની યાદી:
  • વિરધવલ (વિશાલ) (c. ૧૨૪૩ - c. ૧૨૬૨)
  • અર્જુનદેવ (વિશાલદેવ) (c. ૧૨૬૨ - c. ૧૨૭૫)
  • સારંગદેવ (c. ૧૨૭૫ - c. ૧૨૯૭)
  • કર્ણદેવ (બીજો) (c. ૧૨૯૭-૧૩૦૪)

No comments:

Post a Comment