# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 8 November 2017

એર પોલ્યુશન (હવા પ્રદૂષણ)



👉 મિત્રો આજે જોઈએ *એર પોલ્યુશન (હવા પ્રદૂષણ) વિશે .....

👉દુનિયાભરમાં હવા પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે ...
👉પુરા વિશ્વમાં હવા પ્રદુષણ ને કારણે દર વર્ષે 17 લાખ લોકોના મોત નીપજે છે.... ગંભીર વાત એ છે કે ભારતમાં હવા પ્રદુષણ ને કારણે 2015 માં 5,24,680 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
👉 એમાંથી ઘરોની અંદર હવાના પ્રદુષણ ને કારણે 1,24,207 લોકોના મોત થયા હતા.. કોલસા અને વીજળી થી ચાલતા મશીનોથી 80,368, વાહનોના ધુમાડાને કારણે 88,091 અને ફેક્ટરીઓના કારણે 1,24,207 વ્યક્તિઓના મોત થયાં છે.

👉દુનિયામાં હવાનાં પ્રદૂષણથી *ચીનમાં* સૌથી વધુ લોકો મરે છે આ યાદીમાં ભારત *બીજા* નમ્બર પર છે.....

👉 માણસને જીવતા રહેવા દરરોજ 550 લીટર ઓક્સિજનની જરુર પડે છે. આ 550 લીટર ઓક્સિજન માટે માણસને 11,000 લીટર *હવા* જોઈએ .

👉 આ હવામાં ઓછામાં ઓછા 19.5 ટકા ઓક્સિજન હોય તો તે માણસ માટે આરોગ્યપ્રદ છે ..

👉 હવે કરુણતા એ છે કે શહેરમાં ફરતી મોટરકારો માણસો કરતા વધારે ઓક્સિજન ખાઈ જાય છે .. એક મોટરકારમાં એક એક લીટર પેટ્રોલ બળે છે, તેમાં 10,000 લીટર ઓક્સિજન વપરાઈ જાય છે ...

👉 આપણી કમનસીબી એ છે કે આપણે આધુનિકતા તરફની, આપણી સગવડો સાચવવાની આંધળી દોડમાં એટલા પાગલ થઈ ગયા છીએ કે આપણી મૂળભૂત પ્રાથમિકતાઓને નજરઅંદાજ જ કરી દીધી છે.

      ✍ રમેશ ચૌધરી


No comments:

Post a Comment