# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 29 November 2017

ભારતીય ર્કોગ્રેસ

🌐🌐 કોંગ્રેસ નો જન્મ 🌐🌐
▪▫▪▫▪▫▪▫▪

સ્થાપના
➖ ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ બપોરે ૧૨ વાગે

સ્થાપક
➖એલન ઓકટેવિયન હ્યુમ (એ.ઓ.હ્યુમ)

પ્રથમ અધિવેશન
➖ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય, મુંબઇ.
➖જે ગુજરાતની સંસ્થા હતી.

પ્રથમ અધ્યક્ષ
➖વ્યોમેશચંદ્ર બેનરજી

▪▫▪▫▪▫▪▫▪

🎬➖ પ્રથમ અધિવેશનમાં કુલ ૭૨ સભ્યો હાજર હતા. જેમાં ગુજરાતના ૧૩ સભ્યો હતા.

🎬➖ દાદાભાઈ નવરોજજી, સરદિનશાવાચા , સર ફિરોજશાહ મહેતા , ડૉ.હરિલાલ હર્ષદ ધ્રુવ , અંબાલાલ સાકરલાલ , ત્રિભુવનદાસ માળવી , ત્રિભુવનદાસ ગજ્જર , મંચેરશા કેકા બાદ પ્રતિનિધિઓ અધિવેશનમાં હાજર રહા હતા.

🎬➖ ‘ભારતીય ર્કોગ્રેસ’ નામ હતું.

🎬➖સ્થાપના સમયે વોઇસરૉયના પદ પર લોર્ડ ડફરીન હતા.

🔵 હેતુઓ 🔵

🗯➖ભારતીયોમાં દેશપ્રેમ , સંપર્ક અને મિત્રતા વધારવી.

🗯➖રાષ્ટીય એકતાની ભાવના માટે પ્રોત્સાહિત કરવા.

🗯➖શિક્ષિત વર્ગની સંપૂર્ણ સહમતિથી સામાજિક વિષય પર વિચાર કરીને ભારતીય કલ્યાણ માટે કઇ દિશામાં કયા આધાર પર કાર્ય કરવું એ વિચારવું.

🗯➖ આઝાદી પહેલા ભારતીય રાષ્ટીય કૉંગ્રેસના ૫૬ અધિવેશન થયા હતા.

🗯➖ ૪ અધિવેશન ગુજરાતમાં ભરાયા હતા.

🗯➖ સાતમા અધિવેશનમાં "રાષ્ટ્રીય" શબ્દ ઉમેરવામાં આવ્યો હતો ત્યારે પુરૂં નામ "ભારતીય રાપ્ટ્રીય કોંગ્રેસ" થયું.

▪▫▪▫▪▫▪▫▪
🌐 INC ના મહત્વપૂર્ણ અધિવેશન
▪▫▪▫▪▫▪▫▪

💥 ૧૮૮૫ 💥
👁‍🗨સ્થાન : મુંબઇ
👁‍🗨અધ્યક્ષ : વ્યોમેશચંદ્ર બેનરજી
👁‍🗨નોંધ : ૭૨ પ્રતિનિધિ હાજર (૧૩ ગુજરાતી)

💥 ૧૮૮૬ 💥
👁‍🗨સ્થાન : કલકત્તા
👁‍🗨અધ્યક્ષ : દાદાભાઈ નવરોજી
👁‍🗨નોંધ : ગુજરાતના અધ્યક્ષ હતા

💥 ૧૮૮૭ 💥
👁‍🗨સ્થાન : મદ્રાસ
👁‍🗨અધ્યક્ષ : બદરૃદ્દીન તૈયબજી
👁‍🗨નોંધ : પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ અને ગુજરાતી

💥 ૧૮૯૬ 💥
👁‍🗨સ્થાન : કલકત્તા
👁‍🗨અધ્યક્ષ : રહિંમતુલ્લા સયાની
👁‍🗨નોંધ : પહેલી વખત વંદેમાતરમ ગવાયું

💥 ૧૯૦૬ 💥
👁‍🗨સ્થાન : કલકત્તા
👁‍🗨અધ્યક્ષ : દાદાભાઈ નવરોજી
👁‍🗨નોંધ : પહેલી વખત સ્વરાજ શબ્દનો પ્રયોગ

💥 ૧૯૧૧ 💥
👁‍🗨સ્થાન : કલકત્તા
👁‍🗨અધ્યક્ષ : પં.બિશન નારાયણધર
👁‍🗨નોંધ : પહેલી વખત જન..ગન…મણ ગવાયું

💥 ૧૯૧૭ 💥
👁‍🗨સ્થાન : કલકત્તા
👁‍🗨અધ્યક્ષ : એની બેસન્ટ
👁‍🗨નોંધ : પ્રથમ મહિલા અધ્યક્ષ

💥 ૧૯૨૪ 💥
👁‍🗨સ્થાન : બેલગાવ
👁‍🗨અધ્યક્ષ : મહાત્મા ગાંધી
👁‍🗨નોંધ : ગાંધીજી એકમાત્ર વખત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા

💥 ૧૯૨૫ 💥
👁‍🗨સ્થાન : કાનપુર
👁‍🗨અધ્યક્ષ : સરોજની નાયડુ
👁‍🗨નોંધ : પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ

💥 ૧૯૨૯ 💥
👁‍🗨સ્થાન : લાહૌર
👁‍🗨અધ્યક્ષ : જવાહરલાલ નહેરુ
👁‍🗨નોંધ : પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર

💥 ૧૯૩૧ 💥
👁‍🗨સ્થાન : કરાંચી
👁‍🗨અધ્યક્ષ : વલ્લભભાઇ પટેલ
👁‍🗨નોંધ : મૂળભુત અધિકારોની માંગ

💥 ૧૯૩૭ 💥
👁‍🗨સ્થાન : ફેંજપુર
👁‍🗨અધ્યક્ષ : જવાહરલાલ નહેરુ
👁‍🗨નોંધ : ગામડામાં આયોજિત પ્રથમ અધિવેશન

▪▫▪▫▪▫▪▫▪
ગુજરાતમાં યોજાયેલ ૪ અધિવેશન
▪▫▪▫▪▫▪▫▪

🔵 ૧૮મું અધિવેશન : અમદાવાદ (૧૯૦૨) 🔵

📩➖૧૮મું અધિવેશન અમદાવાદમાં યોજાયું.
📩➖અધ્યક્ષ : સુરેન્દ્રનાથ બેનર્જી
📩➖સ્વાગતાધ્યક્ષ : અંબાલાલ સાકરલાલ દેસાઇ
📩➖મહાસચિવ : દિનશા વાચા
📩➖ગોવર્ધનરામ ત્રિપાઠી, મગનભાઈ ચતુરભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞીક ના પિતા કનૈયાલાલ યાજ્ઞીક વગેરે નેતાઅો એ ભાગ લીધો હતો.
📩➖ કનૈયાલાલ મુંનશી સ્વયંસેવક તરીકે જોડાયા હતા.

▪▫▪▫▪▫▪▫▪

🔵 ૨૩ મું અધિવેશન : સુરત (૧૯૦૭) 🔵

📩➖અધ્યક્ષ : રાસબિહારી ઘોષ
📩➖આ અધિવેશનમાં કોંગ્રેસનું બે ભાગમાં વિભાજન થયું.

👁‍🗨 (૧) જહાલવાદી પક્ષ (ઉગ્રવાદી)
👁‍🗨 (૨) મવાળવાદી પક્ષ (નરમવાદી)

📩➖૨૬ ડિસેમ્બર, ૧૯૦૭ના રોજ તાપી નદીના કિનારે સુરત ખાતે કોંગ્રેસનું ૨૩ મું અધિવેશન મળ્યું.

📩➖સુરત અધિવેશનના અધ્યક્ષ તરીકે રાસબિહારી ઘોષને નક્કી કર્યાં હતા.

📩➖પરંતુ જહાલવાદીઓ લાલા લજપતરાયને અધ્યક્ષ બનાવવા માંગતા હતા.

📩➖આથી અધિવેશનમાં ૧૬૦૦ જેટલા પ્રતિનિધિઓ એકબીજા સાથે બોલાચાલી થઇ અને ઉગ્રસ્વરૂપ ધારણ કરી ઝપાઝપી થઇ.

📩➖ત્યારબાદ પોલીસ આવી સભાખંડ ખાલી કરાવ્યો અને ત્યાં જ અધિવેશનની સમાપ્તિ થઇ.

📩➖ આ અધિવેશન માં કોંગ્રેસના બે ભાગ પડી ગયા. જેને કોંગ્રેસનું પ્રથમ વિભાજન કહે છે.


જહાલવાદી પક્ષ
📩➖પક્ષના પુરસ્કર્તા લોક્માન્ય બાળ ગંગાઘર ટિળક હતા.
📩➖ટિળક ઉપરાંત લાલ, પાલ અને બાલની ત્રિપુટી હતા.
📩➖જહાલવાદી નેતાઓમાં નરમવાદીઓથી નિરાશ થઇને ક્રાંતિકારી વલણ અપનાવ્યું.

મવાળવાદી પક્ષ
📩➖ ‘નરમવાદી’ નેતાઓ આ પક્ષમાં હતા.
📩➖મુખ્ય નેતા ગોપાલક્રિષ્ના ગોખલે હતા.
📩➖ઉપરાંત ફિરોજશાહ, સુરેન્દ્રનાથ બેનર્જી , રાસબિહારી ઘોષ, મહમદ અલી ઝીણા, અબ્બાસ તૈયબજી, ત્રિભુવનદાસ માળવી વગેરે નેતાઓ હતા.
📩➖બંને પક્ષો જુદા રસ્તાઓ થી બ્રિટિશ સરકારનો પ્રતિકાર કરવા લાગ્યા.
📩➖આ વિભાજન છેક ઇ.સ.૧૯૧૬ સુધી રહ્યું.

▪▫▪▫▪▫▪▫▪

🔵 ૩૭ મું અધિવેશન : અમદાવાદ (૧૯૨૧) 🔵

📩➖અધ્યક્ષ : અકિમ અજમલ ખા
📩➖ સવિનય કાનૂન ભંગની ચળવળ કરવાનો નિર્ણય લેવાયો.

▪▫▪▫▪▫▪▫▪

🔵 ૫૨ મું અધિવેશન : હરિપુરા (૧૯૩૮) 🔵

📩➖અધ્યક્ષ : સુભાષચંદ્ર બોઝ
📩➖પંડિત જવાહરલાલ નહેરુની પ્રમુખપણાવાળી ‘રાષ્ટ્રીય યોજના સમિતિ’ ની રચના થઇ.
▪▫▪▫▪▫▪▫▪


No comments:

Post a Comment