# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 27 December 2017

SEM - 2 SS6 UNIT - 1 TO 13 one line question



સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 6,   સત્ર: 2
પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન
1.સૌથી જૂનો વેદ કયો છે ?                                           જવાબ: ઋગ્વેદ
2.ઋચાઓના સમૂહને શું કહે છે ?                                                જવાબ: સૂક્ત
3.વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા ?                                  જવાબ: ઋષિઓ
4.ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ?       જવાબ: વિશ્વામિત્રે
5.યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું ?                      જવાબ: પુરોહિતો
6.પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?                   જવાબ: આર્ય
7.મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ હતી જવાબ: 3000
8.ક્યા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?                      જવાબ: બ્રહ્મગીરીની
9.ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા ?     જવાબ: ઇનામગામના
10.કયા ગામમાંથી પુરાતત્ત્વવિદોને અનાજનાં બી મળ્યાં છે ?                             જવાબ: ઇનામગામમાંથી
11.વેદોની સંખ્યા કેટલી છે ?                                         જવાબ: 4
12.ઇન્દ્ર શાના દેવતા છે ?                                             જવાબ: યુદ્ધ
13.ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ?         જવાબ: નદીઓ
14.વૈદિકકાળમાં દસ્યુ લોકો ક્યા પ્રદેશની આજુબાજુ રહેતા હતા ?                                   જવાબ: પંજાબ
15.પાષાણ એટલે શું ?                                                  જવાબ: પથ્થર
16.વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતી આપવામાં આવતી હતી ?         જવાબ: ઘી-અનાજ
17.સોમ એ શું છે ?                                                       જવાબ: એક છોડ
18.ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?                                  જવાબ: 1000 થી વધુ
19.ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી ?                           જવાબ: વૈદિક સંસ્કૃત
20.વેદોને છાપવાનું કામ ક્યારે થયું ?                            જવાબ: 200 વર્ષ પહેલાં
21.રાજા ક્યું કામ કરતા હતા ?                                      જવાબ: આપેલ ત્રણેય
22.જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો ?                        જવાબ: જન-વિશ
23.અગ્નિ શાના દેવતા છે ?                                           જવાબ: આગના
24.નીચેનામાંથી કયો વેદ નથી ?                                   જવાબ: અર્થવેદ
25.વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને, કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવાય છે ?
જવાબ: શ્રુતિગ્રંથો
26.ઋગ્વેદના અમુક સૂક્તો શાના રૂપમાં મુકાયેલા છે ?    જવાબ: સંવાદ
27.વૈદિક સમયના રાજાની વિશેષતા શું હતી ?               જવાબ: આપેલ ત્રણેય
28.ઇનામગામ ક્યાં આવેલ છે ?                                     જવાબ: ઘોડ નદીના કિનારે
29.ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ હોવાનું મનાય છે ?                        જવાબ: ઈ.સ. પૂર્વે 3000-3500
30.ઋગ્વેદમાં આવેલા સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે ?           જવાબ: દેવી-દેવતાઓની
*****



પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો
1.ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા કટિબંધમાં છે ?   જવાબ: ઉષ્ણ
2.ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે ?                                    જવાબ: શિયાળામાં
3.ગુજરાતમાં મે મહિના પછી ક્યા પવનો વાય છે ?         જવાબ: નૈઋત્યના પવનો
4.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે ?       જવાબ: જાન્યુઆરી
5.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ?   જવાબ: મે
6.નીચેનામાંથી કઈ નદી અંત:સ્થ નદી નથી ?                 જવાબ: મચ્છુ
7.ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?                          જવાબ: નર્મદા
8.દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે ?              જવાબ: બનાસ
9.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?                           જવાબ: કંડલા
10.આમાંથી ક્યા જિલ્લામાં મૅન્ગ્રુવ જંગલો આવેલાં છે ?   જવાબ: કચ્છ
11.કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનું લાકડું વપરાય છે ?            જવાબ: વાંસનું
12.પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે ?               જવાબ: કાલુ માછલી
13.ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે ?            જવાબ: 1600
14.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલો છે ?   જવાબ: જામનગર
15.કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે ?                 જવાબ: ચૂનાનો પથ્થર
16.કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે જવાબ: ફ્લોરોસ્પાર
17.કયું ખનીજ પેન્સીલ બનાવવામાં વપરાય છે ?                        જવાબ: ગ્રૅફાઈટ
18.એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભ્યારણ્ય કયું છે ?            જવાબ: સાસણગીર અભ્યારણ્ય
19.કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે ?               જવાબ: મહી
20.નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?                    જવાબ: અમદાવાદ
21.આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ?                                    જવાબ: ત્રણ
22.કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?
જવાબ: આબોહવા
23.દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે ?     જવાબ: સમઘાત
24.નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું વિહારધામ નથી ?       જવાબ: સાપુતારા
25.ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ?                           જવાબ: ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી
26.ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ?                            જવાબ: માર્ચથી મે સુધી
27.ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ?                            જવાબ: જૂનથી સ્પ્ટેમ્બર સુધી
28.નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય છે ?             જવાબ: બોર
29.નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે ?              જવાબ: કેરી
30.નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય છે ?             જવાબ: જાંબુ
31.આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે ?            જવાબ: સંસાધન
32.નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ થાય છે ?      જવાબ: આપેલા બધા
33.નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ?                       જવાબ: કાવેરી
34.ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?                જવાબ: તાપી
35.કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?         જવાબ: તાપી
36.વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ?        જવાબ: મહી
37.ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?               જવાબ: સાબરમતી
38.સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે ? જવાબ: નર્મદા
39.કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?                   જવાબ: નારાયણ સરોવર
40.વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?               જવાબ: આજવા સરોવર
41.ગુજરાતના દરિયાકિનારે નાના મોટા કેટલાં બંદરો આવેલાં છે ?                      જવાબ: 40
42.એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?         જવાબ: ઓખા અને લાંબા ખાતે
43.કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?
જવાબ: ઓખા અને વેરાવળ
44.120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?જવાબ: ભેજવાળાં પાનખર જંગલો
45.60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં પાનખર જંગલો
46.60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?          જવાબ: સૂકાં ઝાંખરાવાળાં જંગલો
47.કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: મેન્ગ્રુવના જંગલો
48.વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?                   જવાબ: 5મી જૂન
49.વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?                            જવાબ: 2જી માર્ચ
50.રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?        જવાબ: 17મી જૂન
51.દીવાસળીની પેટી કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે ?      જવાબ: શીમળાનાં
52.કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી ઊધઈ લાગતી નથી ?                       જવાબ: સાલનાં
53.કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ? જવાબ: સાલનાં
54.કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં બનાવવામાં આવે છે ?           જવાબ: ખાખરાનાં
55.કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે જવાબ: મહુડાનાં
56.જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે                        જવાબ: અભ્યારણ્ય
57.નીચેનામાંથી રાષ્ટ્રીય ઉદ્યાનનું લક્ષણ કયું છે ?                                               જવાબ: આપેલા ત્રણેય
58.નીચેનામાંથી અભ્યારણ્યનું લક્ષણ કયું છે ?                                         જવાબ: આપેલા ત્રણેય
59.રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?                       જવાબ: નર્મદા જિલ્લામાં
60.ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?   જવાબ: જામનગર જિલ્લામાં
61.ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?                                    જવાબ: કચ્છ જિલ્લામાં
62.જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?                            જવાબ: બનાસકાંઠા જિલ્લામાં
63.બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?                          જવાબ: ડાંગ જિલ્લામાં
64.રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?                     જવાબ: દાહોદ જિલ્લામાં
65.પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?                                  જવાબ: અમરેલી જિલ્લામાં
66.રામપુરા અને હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?        જવાબ: રાજકોટ જિલ્લામાં
67.થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?     જવાબ: મહેસાણા જિલ્લામાં
68.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?                             જવાબ: વલસાડ જિલ્લામાં
69.વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?                      જવાબ: ભાવનગર જિલ્લામાં
70.એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો ઉપયોગ થાય છે ?                       જવાબ: બૉક્સાઇટ
71.દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ?                    જવાબ: ડોલોમાઈટ
72.શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?                        જવાબ: અકીક
73.તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ?     જવાબ: લિગ્નાઈટ
74.સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?               જવાબ: સીસું
75.વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?                       જવાબ: તાંબું
76.ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?    જવાબ: જસત
77.ડાયનાસોરનો અર્થ શું થાય છે ?                                                        જવાબ: ભયાનક ગરોળી
78.ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ?                                     જવાબ: જૂનાગઢનું શક્કરબાગ
79.નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ?                                          જવાબ: કાલુ માછલી
80.મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ?                                                    જવાબ: ભરતીનું જંગલ

*****
પ્રકરણ - 3 મહાજનપદ સમયની શાસનવ્યવસ્થા
1.ઇ.સ. પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલાં મહાજનપદો હતાં ?                 જવાબ: 16
2.રાજતંત્ર રાજ્યવ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો હતો?                                     જવાબ: રાજાને
3.આમાંથી કયું રાજ્ય રાજતંત્ર રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું ?                                           જવાબ: મગધ
4.આમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ?                                                               જવાબ: વૈશાલી
5.આમાંથી કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું ?                                                          જવાબ: મગધ
6.વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું ?                                                             જવાબ: વૈશાલી
7.ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી ?                               જવાબ: લોકો પર
8.ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી ?                                                       જવાબ: લોકશાહી
9.કોઈપણ દરખાસ્ત ગણરાજ્યોની સભામાં કેટલી વખત રજૂ થતી ?                                જવાબ: ત્રણ વખત
10.ગણરાજ્યોની સભા ભરાતી તે સ્થળને શું કહેતા ?                                                       જવાબ: સંથાગાર
11.આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી શાનાથી કરે છે ?                             જવાબ: મતદાનથી
12.ઇ.સ. પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટાં રાજ્યો કયા નામે ઓળખાતાં હતાં?જવાબ: મહાજનપદ
13.જે રાજ્યમાં લોકો રાજાની પસંદગી કરતા તે રાજ્યને શું કહેવામાં આવતું ?                 જવાબ: ગણરાજ્ય
14.ગણરાજ્ય સમયમાં ખેડૂતો જમીનની ઊપજનો કેટલામો ભાગ કરરૂપે રાજકોષમાં આપતા ?જવાબ: છઠ્ઠો
15.ગણરાજ્ય સંઘના સભ્યોને મત આપવા માટે શું આપવામાં આવતું ?                           જવાબ: સળી
16.મગધમાં કઇ બે નદીઓ વહેતી હતી ?                                                                      જવાબ: ગંગા-સોન
17.ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા વાસણને શું કહેવાતું ?                                         જવાબ: ચિત્રિત ધૂસરપાત્ર
18.ગણરાજ્યોમાં ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં શાનો ઉપયોગ કરતાં ?                                  જવાબ: લોખંડની કોશનો
19.અલ્હાબાદથી મળેલ ઈંટની દીવાલ આશરે કેટલા વર્ષ પહેલાંની ગણાય છે ?               જવાબ: 2500
20.પ્રજાતંત્ર અને રાષ્ટ્રીય એકતાની વાત આવે ત્યારે કોને યાદ કરવામાં આવે છે ?          જવાબ: વજ્જીસંઘના ગણરાજ્યોને
21.માનવી શરૂઆતમાં ભટકતું જીવન શા માટે જીવતો હતો ?                                          જવાબ: ખોરાકની શોધમાં
22.એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા ત્યારે તેઓ કેવી રીતે રહેતા ?                        જવાબ: સમૂહમાં સાથે રહેતા
23.જ્યાં જ્યાં મોટા સમુદાયો રહેવા લાગ્યા, તે જનસમુદાયો ક્યા નામે ઓળખાવા લાગ્યા ?            જવાબ: જનપદ
24.'જનપદ'નો અર્થ શું થાય ?                                                               જવાબ: માણસના વસવાટનું એક સ્થાન
25.જનપદોના નામ કોના ઉપરથી પડ્યા ?                     જવાબ: જનપદની સ્થાપના કરવાવાળાના નામ ઉપરથી
26.કયા કાળમાં અનેક જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે ?                                                          જવાબ: મહાભારત
27.કઈ સદીમાં ઉત્તર ભારતમાં નાનાં-મોટાં અનેક રાજ્યો હતાં ? જવાબ: ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં
28.ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટાં રાજ્યો કયા નામે ઓળખાતાં હતા ?જવાબ: મહાજનપદ
29.ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં નાનાં રાજ્યો કયા નામે ઓળખાતાં હતા ?જવાબ: જનપદ
30.મહાજનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી ?                                                જવાબ: 2
31.વૈશાલીમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?                                                                     જવાબ: લિચ્છવી
32.કપિલવસ્તુમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?                                                                જવાબ: શાક્ય
33.મિથિલામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?                                                                     જવાબ: વિદેહ
34.કુશીનારામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?                                                                   જવાબ: મલ્લ
35.મહાજનપદના સમયમાં કોની વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો ?          જવાબ: મગધ અને વજ્જિસંઘ વચ્ચે
36.કેટલી જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે સંઘરાજ્ય સ્થાપ્યુ ?                         જવાબ: આઠ-નવ
37.લિચ્છવી, વજ્જી, જ્ઞાતુક વગેરે જાતિના લોકોએ જે સંઘરાજ્ય સ્થાપ્યું તે કયા નામે ઓળખાતું હતું ?
જવાબ: વજ્જીસંઘનું ગણરાજ્ય
38.ગણરાજ્યના રાજયવહીવટનું સંચાલન કોના દ્વારા થતું હતું ?                                     જવાબ: સભા દ્વારા
39.ગણરાજ્યો રાજ્યવહીવટ માટે કોને પસંદ કરતા હતા ?                                             જવાબ: પ્રમુખને
40.ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને શું ગણવામાં આવતો ?                                                   જવાબ: રાજા
41.ગણરાજ્યના પ્રમુખને કઈ સમિતિ રાજયવહીવટમાં મદદ કરતી ?                               જવાબ: કાર્યવાહક સમિતિ
42.કોઇપણ રાજ્યના શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે રાજ્યની રાજધાનીની આસપાસ શું કરતા હતા ?
જવાબ: કિલ્લાઓ બંધાવતા
43.યુદ્ધ વખતે ગણરાજ્યોમાં બધા જ નાગરિકો પોતાને શું માનતા ?                                જવાબ: સૈનિક
*****
પ્રકરણ - 4 સ્થાનિક સરકાર (ગ્રામિણ)
1.ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા પ્રકારનું છે ?                                               જવાબ: ત્રણ
2.કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે ?                                          જવાબ: 15000થી ઓછી
3.ગ્રામપંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?                                                                       જવાબ: 7 થી15
4.તાલુકા પંચાયતના વડાને શું કહે છે ?                                                             જવાબ: તાલુકા પ્રમુખ
5.તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?                                  જવાબ: તાલુકા વિકાસ અધિકારી
6.ગ્રામપંચાયતના વડાને શું કહે છે ?                                                                  જવાબ: સરપંચ
7.ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?                                       જવાબ: તલાટી કમ મંત્રી
8.જિલ્લા પંચાયતના વડાને શું કહે છે ?                                                              જવાબ: જિલ્લા પ્રમુખ
9.જિલ્લા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?                                               જવાબ: જિલ્લા વિકાસ અધિકારી
10.તાલુકા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે ?                                        જવાબ: તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો
11.ગ્રામપંચાયતના વડાને કોણ ચુંટે છે ?                                                                       જવાબ: ગામનાં લોકો
12.તાલુકા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?                                                    જવાબ: 15 થી 31
13.જિલ્લા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?                                                    જવાબ: 31 થી 51
14.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો હક મળે છે ?                          જવાબ: 18 વર્ષ કે તેથી વધુ
15.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો હક મળે છે?જવાબ: 21 વર્ષ કે તેથી વધુ
16.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત કેટલા વર્ષની હોય છે ?                                   જવાબ: પાંચ વર્ષ
17.ગ્રામસભામાં કોણ ભાગ લે છે ?                                                                     જવાબ: ગામના લોકો
18.લોક અદાલતમાં બન્ને પક્ષ વચ્ચે શું કરાવવામાં આવે છે ?                             જવાબ: સમાધાન
19.સામાજિક ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે ?                                                            જવાબ: સામાજિક ન્યાય સમિતિ
20.કઈ અદાલતમાં ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે છે ?                               જવાબ: લોક અદાલત
21.BPLનો અર્થ શું થાય ?                                                                    જવાબ: ગરીબીરેખા નીચે આવતાં કુટુંબો
22.નીચેનામાંથી 'સ્થાનિક સ્વરાજ્ય'ની વ્યાખ્યામાં કઈ બાબતનો સમાવેશ થાય છે ?જવાબ: આપેલા ત્રણેય
23.સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને શું કહેવામાં આવે છે ?             જવાબ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ
24.ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ નથી ?                                              જવાબ: નગર પંચાયત
25.જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે ?                                         જવાબ: જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો
26.જિલ્લા પંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?                     જવાબ: રાજ્ય સરકાર
27.ગ્રામપંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?                         જવાબ: રાજ્ય સરકાર
28.તાલુકા પંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?                    જવાબ: રાજ્ય સરકાર
29.ગ્રામપંચાયતની ચૂંટણી માટે પાડવામાં આવેલા વિભાગને શું કહેવામાં આવે છે ?જવાબ: વોર્ડ
30.ગ્રામપંચાયતના કાર્યાલયને બીજું શું કહેવામાં આવે છે ?                                 જવાબ: ગ્રામ સચિવાલય
31.તાલુકા વિકાસ અધિકારીનું અંગ્રેજી ટૂંકું નામ શું છે ?                                      જવાબ: T.D.O.
32.જિલ્લા વિકાસ અધિકારીનું અંગ્રેજી ટૂંકું નામ શું છે ?                                       જવાબ: D.D.O.
33.જિલ્લા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂક કરવાનું કામ કોણ કરે છે ?     જવાબ: જિલ્લા પંચાયત
34.સામાજિક ન્યાય સમિતિ કઈ કક્ષાએ કાર્ય કરે છે ?                                         જવાબ: તાલુકા અને જિલ્લા
35.જિલ્લા કક્ષાએ સામાજિક ન્યાય સમિતિની પસંદગી કોણ કરે છે ?       જવાબ: જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો
36.લોક અદાલતની સ્થાપનાનો હેતુ શું હતો ?                                                    જવાબ: આપેલા ત્રણેય
37.લોક અદાલતની કામગીરીમાં કોણ જોડાય છે ?                                             જવાબ: આપેલા ત્રણેય
38.ગ્રામપંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?                                     જવાબ: ગામની
39.તાલુકા પંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?                                જવાબ: તાલુકાના ગામોની
40.જિલ્લા પંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?                                 જવાબ: જિલ્લાના ગામોની

*****
પ્રકરણ - 5 ગુજરાત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન
1.ગુજરાતની મોટામાં મોટી ડેરી કઈ અને કયા જિલ્લામાં આવેલી છે ?                 જવાબ: અમૂલ-આણંદ
2.હીરા ઉદ્યોગમાં નીચેનામાંથી ગુજરાતનો ક્યો જિલ્લો જાણીતો છે ?                     જવાબ: સુરત
3.નીચેનામાંથી કયું સમુદ્ર આધારિત ઉદ્યોગનું નામ છે ?                                       જવાબ: મત્સ્ય ઉદ્યોગ
4.નીચેનામાંથી કયું ખેતી આધારિત ઉદ્યોગનું નામ નથી ?                                                જવાબ: ઈજનેરી ઉદ્યોગ
5.નીચેનામાંથી કયું ખનીજ આધારિત ઉદ્યોગનું નામ છે ?                                     જવાબ: સિમેન્ટ ઉદ્યોગ
6.ગુજરાતમાં સૌથી વધુ મગફળી ક્યા જિલ્લામાં થાય છે ?                                   જવાબ: જૂનાગઢ
7.કપાસ ગુજરાતનાં ક્યા પ્રદેશમાં સૌથી વધુ થાય છે ?                                       જવાબ: કાનમ
8.શેરડીમાંથી શું બને છે ?                                                                                  જવાબ: ખાંડ
9.નીચેનામાંથી દરિયાકાંઠાના વિસ્તારોમાં શું થાય છે ?                                        જવાબ: નાળિયેર
10.ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે ?                                             જવાબ: અમદાવાદ
11.પરિવહનના મુખ્ય કેટલા પ્રકાર છે ?                                                                        જવાબ: ત્રણ
12.ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક ક્યાં આવેલું છે ?                                               જવાબ: અમદાવાદ
13.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?                                                                        જવાબ: કંડલા
14.ગુજરાતમાં રોપ-વેની સુવિધા નીચેનામાંથી ક્યાં નથી ?                                  જવાબ: જૂનાગઢ
15.નીચેનામાંથી સરળ અને સસ્તા દરે મુસાફરી કરાવતું વાહન કયું છે ?             જવાબ: રેલવે
16.નીચેનામાંથી ખર્ચાળ અને ઝડપી મુસાફરી કરાવતું વાહન કયું છે ?                જવાબ: વિમાન
17.ગુજરાતમાં સૌથી વધુ બાજરી કયા જિલ્લામાં થાય છે ?                                  જવાબ: બનાસકાંઠા
18.ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે ?                                                   જવાબ: ભાલ
19.ગુજરાતમાં સૌથી વધુ ડાંગર કયા જિલ્લામાં થાય છે ?                                               જવાબ: ખેડા
20.ગુજરાતમાં વાવેતરની દ્રષ્ટિએ બીજો અગત્યનો પાક કયો છે ?                                   જવાબ: જુવાર
21.ગુજરાતમાં ભાલનો મોટાભાગનો વિસ્તાર ક્યાં આવેલો છે ?                            જવાબ: ધંધૂકા તાલુકામાં
22.તમાકુ ગુજરાતનાં ક્યા પ્રદેશમાં સૌથી વધુ થાય છે ?                                     જવાબ: ચરોતર
23.ગુજરાતમાં ચરોતર વિસ્તાર ક્યાં આવેલો છે ?                                                           જવાબ: ખેડા-વડોદરામાં
24.નીચેનામાંથી કઠોળમાં કોનો સમાવેશ થતો નથી ?                                         જવાબ: જીરૂ
25.નીચેનામાંથી મસાલામાં કોનો સમાવેશ થાય છે ?                                           જવાબ: ઇસબગુલ
26.ગુજરાતમાં કૃષિવિકાસ પાછળ સૌથી અગત્યનું કારણ કયું છે ?                                   જવાબ: સિંચાઈની સુવિધામાં વધારો
27.ખેતરમાં કૃત્રિમ વ્યવસ્થાથી પાણીનું સિંચન કરવામાં આવે તેને શું કહે છે ?      જવાબ: સિંચાઈ
28.ગુજરાતમાં સૌથી મહત્ત્વની સિંચાઈ યોજના કઈ છે ?                                     જવાબ: નર્મદા(સરદાર સરોવર)
29.ખેતરમાં ઢોળાવવાળી જમીન પર પાણીનો સંગ્રહ કરવા જે બનાવવામાં આવે તેને શું કહે છે ?જવાબ: ખેત તલાવડી
30.નદી, ઝરણાં કે વહેણનું પાણી વહી જતું અટકાવવા માટે તેની આગળ પાકો નાનો આડબંધ બાંધવામાં આવે તેને શું કહે છે ?                      જવાબ: ચેકડેમ
31.એવું કાર્ય જેમાં કાચામાલનો ઉપયોગ કરીને જુદીજુદી વસ્તુઓ બનાવવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?
જવાબ: ઉદ્યોગ
32.ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે ?                                               જવાબ: વડોદરા
33.સિમેન્ટ ઉદ્યોગમાં અગત્યનો કાચોમાલ કયો છે ?                                            જવાબ: ચૂનાનો પથ્થર
34.ગુજરાત રિફાઇનરી ક્યાં આવેલી છે ?                                                                       જવાબ: વડોદરા નજીક કોયલી ખાતે
35.ગુજરાતમાં રંગ રસાયણના કારખાના ક્યાં આવેલાં છે ?                                  જવાબ: વલસાડ ખાતે
36.નીચેનામાંથી ઇજનેરી ઉદ્યોગમાં કયું કેન્દ્ર જાણીતું છે ?                                                જવાબ: રાજકોટ
37.ગુજરાતમાં ટાઇલ્સનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?                                              જવાબ: મોરબી
38.ગુજરાતમાં ક્યાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા રિફાઈનરી બનાવવામાં આવી છે ?જવાબ: વેરાવળ
39.ગુજરાતમાં કાગળ બનાવવાનો ઉદ્યોગ કયાં વિકસ્યો છે ?                               જવાબ: વડોદરાના બારેજડીમાં
40.ગુજરાતમાં પરિવહનના પ્રકાર કેટલાં છે ?                                                     જવાબ: 3
41.જે તંત્ર મુસાફરો અને માલસામાનને એક સ્થાનથી બીજા સ્થાને લાવવા-લઈ જવાનું કાર્ય કરે તેને શું કહે છે ?
જવાબ: પરિવહન
42.નીચેનામાંથી કયા પ્રકારના વાહનનો ઉપયોગ જમીન માર્ગે મુસાફરી માટે કરવામાં આવે છે ?જવાબ: રેલગાડી
43.ગુજરાતનું હાલનું મુખ્ય બંદર કયું છે ?                                                         જવાબ: કંડલા
44.કયા વાહન દ્વારા સૌથી ઝડપી અને ખૂબ જ ખર્ચાળ મુસાફરી થાય છે ?                       જવાબ: વિમાન



*****
પ્રકરણ - 6 સ્થાનિક સરકાર (શહેર)
1.નગરપાલિકાના વડાને શું કહે છે ?                                                      જવાબ: પ્રમુખ
2.નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ?                                    જવાબ: ચીફ ઑફિસર
3.મહાનગરપાલિકાના વડાને શું કહે છે ?                                                            જવાબ: મેયર
4.મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ?                  જવાબ: મ્યુનિસિપલ કમિશનર
5.15 હજારથી 5 લાખ સુધીની વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે ?
જવાબ: નગરપાલિકા
6.5 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે ?      જવાબ: મહાનગરપાલિકા
7.નગરપાલિકાના ચીફ ઑફિસરની નિમણૂક કોણ કરે છે ?                                  જવાબ: રાજ્ય સરકાર
8.મેયરની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે ?                                                  જવાબ: અઢી વર્ષે
9.મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે ?                                               જવાબ: રાજ્ય સરકાર
10.મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વની સમિતિ કઈ છે ?                                    જવાબ: કારોબારી સમિતિ
11.કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા મહાનગરપાલિકાને આર્થિક સહાય કરે છે જવાબ: વિશ્વબૅન્ક
12.હાલમાં ગુજરાતમાં મહાનગરો કેટલાં છે ?                                         જવાબ: આઠ
13.નીચેના શહેરોમાંથી ક્યા શહેરમાં નગરપાલિકા છે ?                            જવાબ: દૂધરેજ
14.આ શહેરોમાંથી ક્યા શહેરમાં મહાનગરપાલિકા છે ?                            જવાબ: અમદાવાદ
15.પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા નગરપાલિકાનું કેવું કામ છે ?        જવાબ: ફરજિયાત કાર્ય
16.જાહેર સ્નાનાગાર નગરપાલિકાનું કેવું કામ છે ?                                 જવાબ: મરજિયાત કાર્ય
17.નગરપાલિકાની ચૂંટણી કેટલા વર્ષે આવે છે ?                                                જવાબ: 5 વર્ષે
18.નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને સોગંદ કોણ લેવડાવે છે ?             જવાબ: કલેક્ટર
19.નગરપાલિકાનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?                                     જવાબ: નગરપાલિકા પ્રમુખ
20.નગરપાલિકાનો બધો વહીવટ કોના નામે ચાલે છે ?                           જવાબ: નગરપાલિકા પ્રમુખના
21.નીચેનામાંથી કયું કાર્ય ફરજિયાત છે ?                                               જવાબ: આપેલા ત્રણેય
22.નીચેનામાંથી કયું કાર્ય મરજિયાત છે ?                                              જવાબ: આપેલા ત્રણેય
23.નગરપાલિકાએ ક્યાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?                      જવાબ: શહેરની
24.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો હક મળે છે ?              જવાબ: 18 વર્ષ કે તેથી વધુ
25.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો હક મળે છે?
જવાબ: 21 વર્ષ કે તેથી વધુ
*****
પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ
1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?                                         જવાબ: સારનાથ
2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?                   જવાબ: 24માં
3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?                                         જવાબ: શંકરાચાર્યે
4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?                                              જવાબ: સિદ્ધાર્થ
5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?                                                          જવાબ: શુદ્ધોધન
6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?                                                         જવાબ: યશોધરા
7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?                                                                  જવાબ: ક્ષત્રિય
8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?                                                                       જવાબ: રાહુલ
9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?                                                 જવાબ: મહાભિનિષ્ક્રમણ
10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે જવાબ: બોધિગયા
11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?                                     જવાબ: કુશીનારા
12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?                                                            જવાબ: વર્ધમાન
13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?                                  જવાબ: કુંડગ્રામમાં
14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?                               જવાબ: પાલિ
15.મહાવીરના માતાનું નામ શું હતું ?                                                     જવાબ: ત્રિશલાદેવી
16.મહાવીરના પત્નીનું નામ શું હતું ?                                                     જવાબ: યશોદા
17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ?                                                      જવાબ: પ્રિયદર્શના
18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?                                         જવાબ: પાંચ
19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?જવાબ: બૌદ્ધ
20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?          જવાબ: પશુહિંસા
21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?                     જવાબ: 2500 વર્ષ
22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?                                                           જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં
23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?                                                            જવાબ: માયાવતી
24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?                         જવાબ: શાક્ય
25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?                   જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે
26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?                                            જવાબ: દુ:ખનો દરિયો
27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?                               જવાબ: સત્યની
28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?                                              જવાબ: વૈશાખી પૂર્ણિમાએ
29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?                            જવાબ: પીપળાના
30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?જવાબ: 45 વર્ષ
31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?                               જવાબ: 80 વર્ષની
32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?            જવાબ: 36 વર્ષની
33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?                               જવાબ: તૃષ્ણા
34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?જવાબ: ગાર્ગી
35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?         જવાબ: કિસા ગૌતમી
36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?                     જવાબ: 30 વર્ષની
37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?જવાબ: 12 વર્ષ
38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?                                           જવાબ: સિદ્ધાર્થ
39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?                           જવાબ: અહિંસા
40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?                      જવાબ: અસત્ય
41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?
જવાબ: રાઈના દાણા
42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?                                                 જવાબ: સંઘો અને વિહારોમાં


*****
પ્રકરણ - 8 આપણે ગુજરાતી
1.ગુજરાતમાં કેટલી બોલીઓ છે ?                                                          જવાબ: 8
2.આજે ગુજરાતમાં કયું ખાણું ખૂબ જ જાણીતું છે ?                                               જવાબ: કાઠિયાવાડી
3.ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે ?                                             જવાબ: તળપદી
4.મધ્યગુજરાતમાં કઈ બોલી બોલાય છે ?                                               જવાબ: ચરોતરી
5.ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે ?                               જવાબ: અખાત્રીજથી
6.ક્યા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ?                 જવાબ: નવરાત્રિ
7.ગુજરાતમાં શામળાજી ખાતે ક્યો મેળો ભરાય છે ?                                 જવાબ: કાર્તિકી પૂનમનો
8.ગુજરાતમાં શિવરાત્રીનો મેળો ક્યા સ્થળે ભરાય છે ?                             જવાબ: ભવનાથ
9.ભરવાડોનું કયું નૃત્ય તેમની આગવી ઓળખ ધરાવે છે ?                                   જવાબ: હૂડો
10.કચ્છ વિસ્તારના કેટલાક લોકો શામાં રહે છે ?                                                જવાબ: ભૂંગામાં
11.દક્ષિણ ગુજરાતમાં લોકો કઈ બોલી બોલે છે ?                                                જવાબ: સુરતી
12.ગુજરાતના પૂર્વ વિસ્તારની વનવાસી સ્ત્રીઓ શું ભીડે છે ?                    જવાબ: કાછડો
13.ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે મેળા ભરાય છે, તેને શું કહેવામાં આવે છે ?
જવાબ: હાટ
14.સૌરાષ્ટ્રમાં કઈ બોલી બોલાય છે ?                                                     જવાબ: કાઠિયાવાડી
15.કચ્છમાં કઈ બોલી બોલાય છે ?                                                         જવાબ: કચ્છી
16.ગુજરાતીઓ વર્ષોથી વિશ્વમાં કઈ પ્રજા તરીકે જાણીતા છે ?                  જવાબ: વેપારી
17.ભારતમાં ગુજરાતનું ભોજન શાના તરીકે પ્રખ્યાત છે ?                                    જવાબ: ગુજરાતી થાળી
18.દરિયાકિનારે વસતા લોકો ખોરાકમાં શાનો ઉપયોગ કરે છે ?              જવાબ: ભાત-માછલી
19.ગરબા ક્યા તહેવારમાં ગવાય છે ?                                                    જવાબ: નવરાત્રિ
20.ગુજરાતની પ્રજાને શું પ્રિય છે ?                                                         જવાબ: ઉત્સવ
21.ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં શું ખવાય છે ?                          જવાબ: બાજરાનો રોટલો-શાકભાજી
22.આજે કયું ખાણું ખૂબ જ જાણીતું બન્યું છે ?                                         જવાબ: કાઠિયાવાડી
23.સુરતનું શું પ્રખ્યાત છે ?                                                                    જવાબ: ઊંધિયું-ઘારી
24.રંગોની પીચકારી એકબીજા ઉપર કયા તહેવારમાં છાંટવામાં આવે છે ?            જવાબ: હોળી-ધૂળેટી
25.કૃષ્ણ ભગવાનના જન્મની યાદમાં કયો તહેવાર ઉજવવામાં આવે છે જવાબ: જન્માષ્ટમી
26.ભાઈને બહેન કયા તહેવારમાં રાખડી બાંધે છે ?                                  જવાબ: રક્ષાબંધન
27.કયા તહેવારમાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડવામાં આવે છે ?     જવાબ: ઉત્તરાયણ
28.પારસીઓનું નવું વર્ષ કયા તહેવાર તરીકે ઉજવાય છે ?                      જવાબ: પતેતી
29.ખ્રિસ્તીઓનું નવું વર્ષ કયા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ?                      જવાબ: નાતાલ
30.ગુજરાતના સમજોમાં કયા દેશોના સમાજની ઘણી નવીન ટેક્નોલોજી અને આધુનિકતા લોકોએ અપનાવી છે ?
જવાબ: પશ્ચિમી દેશોના
31.આદિવાસીઓનું નૃત્ય કયું છે ?                                                           જવાબ: આપેલા ત્રણેય
32.નીચેનામાંથી મુસ્લિમ ધર્મના લોકોનો કયો તહેવાર છે ?                      જવાબ: મહોર્રમ
33.નીચેનામાંથી શીખ ધર્મના લોકોનો કયો તહેવાર છે ?                          જવાબ: ગુરુનાનક જયંતિ


*****
પ્રકરણ - 9 સમ્રાટ અશોક
1.ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા જિલ્લામાં આવેલો છે ?                                    જવાબ: જૂનાગઢમાં
2.ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ?                                                      જવાબ: અર્થશાસ્ત્રમાં
3.મગધ સામ્રાજ્યની રાજધાની ક્યા સ્થળે હતી ?                                         જવાબ: પાટલિપુત્ર
4.આમાંથી ક્યા સ્થળે મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની હતી ?   જવાબ: તક્ષશિલા
5.ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન થયું ?      જવાબ: કલિંગના
6.સમ્રાટ અશોકે પોતાનાં પુત્ર-પુત્રીને ધર્મના પ્રચાર માટે ક્યા દેશમાં મોકલ્યાં હતાં ?જવાબ: સિલોન (શ્રીલંકા)
7.સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું ?                                                     જવાબ: મહેન્દ્ર
8.કલિંગ એટલે હાલનું કયું રાજ્ય ?                                                            જવાબ: ઓરિસ્સા
9.સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ?                           જવાબ: ઉપગુપ્ત
10.સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?                                                             જવાબ: બિંદુસાર
11.સમ્રાટ અશોકની પુત્રીનું નામ શું હતું ?                                                   જવાબ: સંઘમિત્રા
12.સમ્રાટ અશોક ક્યા વંશનો રાજા હતો ?                                                   જવાબ: મૌર્ય વંશ
13.બિન્દુસાર કોનો પુત્ર હતો ?                                                                  જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યનો
14.હકીકતમાં આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કેટલા સિંહની આકૃતિ છે ?                   જવાબ: 4
15.હ્રદયપરિવર્તન થતાં સમ્રાટ અશોક શું બન્યો ?                                       જવાબ: ધર્મોપદેશક
16.ભારતની રાજમુદ્રા કઈ છે ?                                                                  જવાબ: સારનાથનો સિંહસ્તંભ
17.મગધના સામ્રાજ્યની સ્થાપના આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં થઈ હતી ?       જવાબ: 2300 વર્ષ
18.શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું ?                          જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યે
19.શક્તિશાળી મગધના સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો હતો ?                      જવાબ: સમ્રાટ અશોકે
20.પ્રાદેશિક રાજધાનીઓમાં રાજકુમારોને શું બનાવીને મોકલવામાં આવતા ?જવાબ: રાજયપાલ
21.સમ્રાટ અશોક શું જીતીને પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ઇચ્છતો હતો ?જવાબ: કલિંગ
22.કલિંગના યુદ્ધમાં કેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા ?                        જવાબ: લગભગ દોઢ લાખ
23.કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા ?                                              જવાબ: એક લાખથી પણ વધારે
24.અશોકે શાના પ્રચાર માટે શિલાલેખોમાં કોતરાવ્યું ?                                  જવાબ: ધમ્મના
25.કોણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હતી ?જવાબ: ચાણક્યએ
26.કલિંગનું રાજ્ય પહેલાં ક્યા સામ્રાજ્યનો એક ભાગ હતું ?                           જવાબ: મગધ
27.અશોકે 'ધમ્મ'ના પ્રચાર માટે શિલાલેખોમાં શું કોતરાવ્યું ન હતું ?                જવાબ: બને તેટલો વધુ ખર્ચ કરવો
28.મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર-પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?જવાબ: યવન રાજાઓનું
29.મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?જવાબ: શક રાજાઓનું
30.શકો પછી કોનું શાસન સ્થપાયું ?                                                          જવાબ: કુષાણોનું
31.ઉત્તર તથા મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં કોનું શાસન હતું ?                જવાબ: પુષ્પમિત્ર શુંગ
32.પુષ્પમિત્ર શુંગ પછી કોનું શાસન આવ્યું ?                                               જવાબ: કણ્વ
33.દક્ષિણ ભારતમાં 2200 થી 1800 વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?જવાબ: આપેલા ત્રણેય
34.દક્ષિણ ભારતમાં 1500 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?જવાબ: પલ્લવ, ચાલુક્ય


***** 

પ્રકરણ - 10 આપત્તિ અને વ્યવસ્થાપન
1.વાવાઝોડા વખતે હવાની દિશાનો અણસાર મેળવી કઈ દિશામાં જવું ?              જવાબ: લંબ દિશામાં
2.કઈ કુદરતી આપત્તિ આવે ત્યારે ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું ? જવાબ: ભૂકંપ
3.પૂર વખતે ઘરના વીજપ્રવાહનું શું કરવું ?                                                        જવાબ: બંધ કરવો
4.નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહે છે ?                                               જવાબ: પૂર
5.વરસાદ પડ્યો ન હોય કે નહિવત્ વરસાદ પડ્યો હોય તેવી પરિસ્થિતિને શું કહેવાય ?જવાબ: દુષ્કાળ
6.જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તેને શું કહેવાય ?                                     જવાબ: દાવાનળ
7.નીચેનામાંથી કુદરતી આપત્તિ કઈ છે ?                                                             જવાબ: જ્વાળામુખી વિસ્ફોટ
8.નીચેનામાંથી માનવસર્જિત આપત્તિ કઈ છે ?                                                     જવાબ: આગ
9.નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી?                                                          જવાબ: ઔદ્યોગિક અકસ્માત
10.નીચેનામાંથી કઈ માનવસર્જિત આપત્તિ નથી?                                                 જવાબ: ત્સુનામી
11.સમુદ્રના તળિયે ભૂકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી મોટા અને ઊંચા સમુદ્રમોજાં ઉત્પન્ન થાય તેને શું કહેવાય ?                                                                                                                જવાબ: ત્સુનામી
12.વેરભાવ કે અન્ય કારણોસર માનવ વસવાટના સ્થળોએ લોકો વચ્ચે થતી મારામારીની અને મિલકતોને નુકસાનની ઘટનાને શું કહેવાય ?                                                                                          જવાબ: હુલ્લડ
13.આમાંથી આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?                           જવાબ: દુકાળ
14.આમાંથી આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?                                  જવાબ: જંગલની આગ
15.હવાનું હલકું દબાણ સર્જાવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે. આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે સર્જાતી પરિસ્થિતિને શું કહે છે ?                                     જવાબ: વાવાઝોડું
16.વરસાદ ન પડે કે ખૂબ ઓછો પડે તેવી સ્થિતિને શું કહે છે ?                           જવાબ: સૂકો દુકાળ
17.ખૂબ વધુ વરસાદ પડે તેવી સ્થિતિને શું કહે છે ?                                            જવાબ: લીલો દુકાળ
18.જમીનના અંદરના ખડકો ખૂબ શક્તિશાળી કંપન અનુભવે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન અનુભવાય આ ઘટનાને શું કહે છે ?                                                                                            જવાબ: ભૂકંપ
19.પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાં રહેલા લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે કે ધીમે ધીમે જમીનની બહાર આવે તેને શું કહે છે ?                                                જવાબ: જ્વાળામુખી
20.કયા કારણથી ઓદ્યૌગિક અકસ્માત સર્જાતો નથી ?                                          જવાબ: પૂરતી સુરક્ષા વ્યવસ્થાથી
21.નીચેનામાંથી કયા કારણથી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે ?                                    જવાબ: આપેલા ત્રણેય
22.'આપત્તિમાં મૃત્યું થાય.' તેને કેવી અસર કહેવાય ?                                          જવાબ: શારીરિક અસર
23.'આપત્તિમાં માણસ ડઘાઈ જાય, સૂનમૂન થઈ જાય.' તેને કેવી અસર કહેવાય ? જવાબ: માનસિક અસર
24.'આપત્તિમાં વ્યક્તિના ધંધા રોજગારને નુકશાન થાય.' તેને કેવી અસર કહેવાય ?          જવાબ: આર્થિક અસર
25.'આપત્તિમાં સ્વજનોથી અલગ થવું પડે.' તેને કેવી અસર કહેવાય ?                  જવાબ: સામાજિક અસર

*****

પ્રકરણ - 11 હક અને ફરજ (સિક્કાની બંને બાજુ)
1.બંધારણે નાગરિકના સંપૂર્ણ સર્વાંગી વિકાસ માટે શું આપેલું છે ?                              જવાબ: મૂળભૂત હકો
2.શિક્ષણનો અધિકાર કેટલા વર્ષના વયજૂથ માટે અમલમાં આવ્યો છે ?                      જવાબ: 6 થી 14 વર્ષના
3.કેટલા વર્ષ પૂર્ણ થાય પછી મતદાનનો અધિકાર મળે છે ?                                      જવાબ: 18 વર્ષ
4.ભારતનો નાગરિક વિવિધ મંડળોની રચના કયા હકથી કરી શકે છે ?                       જવાબ: સ્વાતંત્ર્યનો હક
5.ભારતના નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર ક્યા હકથી મળ્યો છે ?          જવાબ: ધર્મ-સ્વાતંત્ર્યનો હક
6.મૂળભૂત હકોના રક્ષણ માટે દેશના નાગરિકોને કયો હક આપવામાં આવ્યો છે ?          જવાબ: બંધારણીય ઇલાજનો હક
7.ભારતના તમામ નાગરિકો કેવા છે ?                                                                   જવાબ: સમાન
8.આપણે આપણી ફરજોનું બરાબર પાલન કરીએ તો દરેક જણ શું ભોગવી શકે ?         જવાબ: હક
9.ભારતના નાગરિકને કોઈ પણ સંસ્થાની સ્થાપના કરવાનો અધિકાર કયા હકથી મળ્યો છે ?
જવાબ: સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
10.'જમીનદાર ખેડૂત પાસે પૂરૂં કામ કરાવી ખેડૂતને ઓછી મજૂરી આપતા હતા.'આ બાબત ખેડૂતનો કયો હક છીનવી લે છે ?                                                                                                                      જવાબ: શોષણ સામેનો હક
11.રમેશભાઈને હિન્દુ ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર કયા હકથી મળ્યો છે ? જવાબ: ધર્મ-સ્વાતંત્ર્યના હક
12.'ભરતભાઇ મજૂર પાસે બળજબરીથી કામ કરાવતા હતા.' આ બનાવ મજૂરનો કયા હકને છીનવી લે છે ?
જવાબ: શોષણ સામેનો હક
13.હાલમાં કોઈ પણ જાતિના સ્ત્રી કે પુરુષને દરેક ક્ષેત્રે સરખી તક કયા હકના કારણે મળે છે ?જવાબ: સમાનતાના હક
14.હાલમાં ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ સરકારી કચેરી કે સરકાર દ્વારા અનુદાનિત કચેરીમાંથી સરળતાથી માહિતી કયા હકથી મેળવી શકે છે ?                                                              જવાબ: માહિતી મેળવવાના હક
15.નીચેનામાંથી કયો હક નથી ?                                                               જવાબ: પર્યાવરણનું જતનનો
16.નીચેનામાંથી કઈ ફરજ નથી ?                                                             જવાબ: માહિતી મેળવવાની
17.અખબાર સરકારની ટીકા ટીપ્પણી કયા હકના કારણે કરી શકે છે ? જવાબ: લેખન-વાણી સ્વાતંત્ર્યના હક
18.'રામજીભાઈ પોતાના સગીર વયના છોકરાને ઘરે મજૂરી કરાવે છે.' આમાં હક કોણ ગુમાવે છે ?જવાબ: છોકરો
19.'રામજીભાઈ પોતાના સગીર વયના છોકરાને ઘરે મજૂરી કરાવે છે.' આમાં ફરજ કોણે ગુમાવી છે ?
જવાબ: રામજીભાઈએ
20.'સવિતાબાને મંદિરમાં કેટલાક લોકો દર્શન કરવા દેતા નથી.' આમાં હક કોણે ગુમાવ્યો ?જવાબ: સવિતાબાએ
21.'સવિતાબાને મંદિરમાં કેટલાક લોકો દર્શન કરવા દેતા નથી.' આમાં ફરજ કોણે ગુમાવી ?
જવાબ: દર્શન ન કરવા દેનાર લોકોએ
22.'મનિન્દરસિંહને ખાનગી શાળામાં પ્રવેશ મળતો નથી' આમાં હક કોણે ગુમાવ્યો ?      જવાબ: મનિન્દરસિંહે
23.'મનિન્દરસિંહને ખાનગી શાળામાં પ્રવેશ મળતો નથી' આમાં ફરજ કોણે ગુમાવી ?     જવાબ: શાળાના આચાર્યશ્રીએ
24.'જોસેફની અરજીનો મામલતદાર નિકાલ કરતા નથી' આમાં હક કોણે ગુમાવ્યો ?      જવાબ: જોસેફે
25.'જોસેફની અરજીનો મામલતદાર નિકાલ કરતા નથી' આમાં ફરજ કોણે ગુમાવી ?     જવાબ: મામલતદારે
26.'પેસ્તનજીના પાડોશી રમેશભાઈ જોરથી ટેપ વગાડે છે.' આમાં હક કોણે ગુમાવ્યો ?   જવાબ: પેસ્તનજીએ
27.'પેસ્તનજીના પાડોશી રમેશભાઈ જોરથી ટેપ વગાડે છે.' આમાં ફરજ કોણે ગુમાવી ? જવાબ: રમેશભાઈએ
28.'ભરત રમેશને શાંતિથી ભણવા દેતો નથી.' આમાં હક કોણે ગુમાવ્યો ?                    જવાબ: રમેશે
29.'ભરત રમેશને શાંતિથી ભણવા દેતો નથી.' આમાં ફરજ કોણે ગુમાવી ?                   જવાબ: ભરતે
30.વેરો ભરવાથી જ શાનો હક મળી શકે ?                                                              જવાબ: જાહેર સુવિધાનો
*****

પ્રકરણ - 12 ગુપ્ત સામ્રાજ્ય
1.ચંદ્રગુપ્ત બીજાએ શાની શરૂઆત કરી ?                                               જવાબ: વિક્રમ સંવત
2.ચંદ્રગુપ્ત પહેલાની પત્નીનું નામ શું હતું ?                                            જવાબ: કુમારદેવી
3.ચંદ્રગુપ્ત પહેલા પછી કોણ ગાદીએ આવ્યું ?                                         જવાબ: સમુદ્રગુપ્ત
4.મગધમાં ગુપ્તવંશના સ્થાપક ક્યા રાજા હતા ?                                                જવાબ: શ્રીગુપ્ત
5.સમુદ્રગુપ્ત પછી કોણ ગાદીએ આવ્યું ?                                                         જવાબ: ચંદ્રગુપ્ત બીજો
6.ચંદ્રગુપ્ત બીજાનું બીજું નામ શું હતું ?                                                 જવાબ: દેવગુપ્ત
7.ચંદ્રગુપ્ત બીજાએ શક ક્ષત્રપ વંશનો અંત આણ્યા પછી ક્યું બિરૂદ ધારણ કર્યું ? જવાબ: શકારી
8.સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે ?                  જવાબ: અલાહાબાદના
9.ગુપ્તવંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું ?                          જવાબ: સમુદ્રગુપ્તે
10.ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક ક્યો રાજા હતો ?                        જવાબ: સમુદ્રગુપ્ત
11.ક્યા ચીની પ્રવાસીની નોંધપોથીમાં ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ થયેલો છે?       જવાબ: ફાહિયાનની
12.ક્યા યુગને ભારતીય સંસ્કૃતિનો 'સુવર્ણયુગ' કહેવામાં આવે છે ?                            જવાબ: ગુપ્તયુગને
13.ગુપ્તયુગ દરમિયાન કયા ધર્મનું પુનરુત્થાન થયું હતું ?                           જવાબ: હિંદુ
14.ક્યા મહાકવિનાં નાટકો અને કાવ્યો વિશ્વસાહિત્યમાં અગ્રસ્થાન ધરાવે છે ?      જવાબ: કાલિદાસનાં
15.ગુપ્તયુગમાં કયા મહાન ગણિતશાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી હતી ?જવાબ: આર્યભટ્ટે
16.ગુપ્તયુગમાં કયા મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયા ?                                 જવાબ: આર્યભટ્ટ
17.નીચેનામાંથી પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા ?                      જવાબ: વરાહમિહિર
18.વરાહમિહિરે ક્યો ગ્રંથ લખ્યો હતો ?                                                 જવાબ: બૃહદ્સંહિતા
19.ગુપ્ત સામ્રાજ્યના વહીવટનું સૌથી નાનું એકમ કયું હતું ?                        જવાબ: ગ્રામ
20.શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે કયો રાજા ગુપ્ત વંશની ગાદીએ આવ્યો ?     જવાબ: ઘટોત્કચ
21.ઘટોત્કચ ગુપ્ત પછી કોણ ગાદીએ આવ્યું ?                                         જવાબ: ચંદ્રગુપ્ત પહેલો
22.ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની ગાદીએ ક્યારે આવ્યો ?                                     જવાબ: ઈ.સ. 330માં
23.ચંદ્રગુપ્ત પહેલાએ કઈ જાતિની રાજકન્યા સાથે લગ્ન કર્યા ?                     જવાબ: લિચ્છવી
24.ચંદ્રગુપ્ત પહેલાએ મગધની પાસે શું જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો ?   જવાબ: પ્રયાગ-સાકેત
25.ચંદ્રગુપ્ત પહેલાએ પોતાની વહીવટી કુશળતાઓના પરિંણામે કયુ બિરુદ ધારણ કર્યું ?જવાબ: મહારાજાધિરાજ
26.ચંદ્રગુપ્ત પહેલાએ કઈ સંવતની શરૂઆત કરી ?                                   જવાબ: ગુપ્ત સંવત
27.ચંદ્રગુપ્તના રાજ્યારોહણની અને સત્તાપ્રાપ્તિના શુભ પ્રસંગની યાદમાં શાની શરૂઆત થઈ હતી ?જવાબ: ગુપ્ત સંવત
28.કયા સંવતના આરંભને કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની ?           જવાબ: ગુપ્ત સંવત
29.સૌરાષ્ટ્રના કયા રાજ્યના શાસકોએ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો ?                  જવાબ: વલભી રાજ્યના
30.ચંદ્રગુપ્ત પહેલાએ પોતાના લગ્નની યાદમાં શું કરાવ્યું હતું ?                    જવાબ: સોનાના સિક્કા પડાવ્યા
31.સમુદ્રગુપ્તે દક્ષિણના લગભગ કેટલા રાજાઓને હરાવ્યા હતા ?                            જવાબ: 13
32.ગુપ્તવંશના ક્યા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ?                                જવાબ: સમુદ્રગુપ્ત
33.સમુદ્રગુપ્ત સિક્કાઓમાં શું વગાડતો દર્શાવવામાં આવ્યો છે ?                     જવાબ: વીણા
34.સમુદ્રગુપ્તે કેદ કરેલા રાજાઓને ડહાપણપૂર્વક કયા રાજા તરીકે પુન:સ્થાપિત કર્યા જવાબ: ખંડિયા રાજાઓ
35.ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાળતો હતો ?                                            જવાબ: વૈષ્ણવ
36.ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ કોણ હતો ?                                             જવાબ: આમ્રકાર દેવ
37.ચંદ્રગુપ્ત બીજાનો પરરાજ્યમંત્રી કોણ હતો ?                                       જવાબ: વરસેન
38.ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ કયો ધર્મ પાળતો હતો ?                              જવાબ: બૌદ્ધ
39.ચંદ્રગુપ્ત બીજાનો પરરાજ્યમંત્રી કયો ધર્મ પાળતો હતો ?                        જવાબ: શૈવ
40.ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કેટલાં રત્નો હતા ?                                  જવાબ: નવ
41.અમરકોષ કોણે બનાવ્યો હતો ?                                                      જવાબ: અમરસિંહે
42.ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કોણ રત્ન તરીકે નહોતું ?                                    જવાબ: બીરબલ
43.ચંદ્રગુપ્ત બીજાનું અવસાન કયા અરસામાં થયું ?                                  જવાબ: ઈ.સ. 414માં
44.ગુપ્તયુગમાં પ્રશસ્તિઓ, શિલાલેખો અને તામ્રપત્રો આ બધું કઈ ભાષામાં લખાતું ?જવાબ: સંસ્કૃત
45.ગુપ્તયુગમાં કઈ ભાષાને રાજ્યાશ્રય મળ્યો હતો ?                                 જવાબ: સંસ્કૃત
46.ગુપ્તયુગમાં વહીવટીતંત્રમાં કોણ કેન્દ્રસ્થાને હતું ?                                 જવાબ: સમ્રાટ
47.ગુપ્તયુગમાં પ્રાંત પછીના એકમને શાના તરીકે ઓળખવામાં આવતું ?                   જવાબ: વિષય
48.ગુપ્તયુગમાં સૌથી નાનું વહીવટી એકમ કયું છે ?                                  જવાબ: ગ્રામ
49.ગુપ્તયુગમાં ગ્રામનો વહીવટ કોણ કરતું હતું ?                                     જવાબ: વિવિધ વર્ગોના પ્રતિનિધિની ગ્રામ સમિતિ
50.કોણે આયુર્વેદમાં ઘણાં સંશોધનો કર્યા ?                                             જવાબ: વાગ્ભટ્ટે
51.દિલ્હી પાસે કયો સ્તંભ ધાતુવિદ્યામાં અજબ સિદ્ધિ પુરવાર કરે છે ?              જવાબ: મેહરાલીનો લોહસ્તંભ
52.દિલ્હી પાસેના સ્તંભને કેટલા વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી કાટ લાગ્યો નથી ?     જવાબ: 1600 વર્ષ


*****
પ્રકરણ - 13 ખંડ પરિચય : અજાયબ ખંડ એન્ટાર્કટિકા અને ઑસ્ટ્રેલિયા
1.પૃથ્વીના દક્ષિણ ધ્રુવનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ?                                 જવાબ: ઍન્ટાર્કટિકા
2.ઍન્ટાર્કટિકા ખંડ પૃથ્વીની સપાટીનો કેટલા ટકા બરફ ધરાવે છે ?                                 જવાબ: 90 ટકા
3.દક્ષિણ ધ્રુવના અંતિમ બિંદુએ ક્ષિતિજની સપાટીથી નીકળતાં સૂર્યકિરણોના પરાવર્તનથી આકાશમાં દેખાતા રંગબેરંગી પટ્ટાઓને શું કહે છે ?                                                                                            જવાબ: સુમેરુ જ્યોતિ
4.ઍન્ટાર્કટિકા ખંડને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?                               જવાબ: પૅગ્વિન ભૂમિ
5.ઍન્ટાર્કટિકા ખંડમાં ભારતે આમાંથી કયું સંશોધન કેન્દ્ર સ્થાપ્યું છે ?                    જવાબ: ગંગોત્રી સંશોધન કેન્દ્ર
6.ઑસ્ટ્રેલિયા ખંડની વસ્તી ભારતના કયા રાજ્યની વસ્તી જેટલી છે ?                   જવાબ: મધ્ય પ્રદેશ
7.ઑસ્ટ્રેલિયાની કુલ વસ્તીના કેટલા ટકા લોકો મહાનગરોમાં વસે છે ?                 જવાબ: 90 ટકા
8.ઑસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે ?                                  જવાબ: મકરવૃત્ત
9.ઑસ્ટ્રેલિયા ખંડ દુનિયાની કુલ ભૂમિના કેટલા ટકા ભૂમિ ધરાવે છે ?                   જવાબ: 7 ટકા
10.ઑસ્ટ્રેલિયાના કેટલા ટકા લોકો સમુદ્રી ખોરાકની નિકાસ સાથે સંકળાયેલા છે જવાબ: 31 ટકા
11.આમાંથી ક્યું શહેર ઑસ્ટ્રેલિયાની રાજધાની છે ?                                              જવાબ: કૅનબરા
12.ન્યૂઝીલૅન્ડની આબોહવા કયા દેશને મળતી આવે છે ?                                     જવાબ: ઇંગ્લૅન્ડ
13.પૃથ્વી પર કેટલા ખંડ આવેલા છે ?                                                                જવાબ: સાત
14.ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કટિકા ખંડના શોધક કોણ હતા ?                                              જવાબ: કૅપ્ટન જેમ્સ કૂક
15.કયા ખંડમાં છ માસની રાત અને છ માસનો દિવસ હોય છે ?                          જવાબ: ઍન્ટાર્કટિકા
16.ક્યો ખંડ 'દરિયાઇ જીવોની સ્વર્ગભૂમિ' તરીકે ઓળખાય છે ?                            જવાબ: ઍન્ટાર્કટિકા
17.ઑસ્ટ્રેલિયાનું વિશિષ્ટ પ્રાણી કયું છે ?                                                             જવાબ: કાંગારુ
18.ઍન્ટાર્કટિકાનું વિશિષ્ટ પક્ષી કયું છે ?                                                             જવાબ: પૅગ્વિન
19.વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ કઈ છે ?                                                    જવાબ: બ્રોકન હિલ
20.આપણે કયા ખંડમાં રહીએ છીએ ?                                                                 જવાબ: એશિયા
21.પૃથ્વીનો ઉત્તર ધ્રુવનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ?                                જવાબ: આર્કટિક
22.ઍન્ટાર્કટિકા ખંડનો વિસ્તાર કેટલો છે ?                                                                      જવાબ: યુરોપ અને અમેરિકા જેટલો
23.ઍન્ટાર્કટિકા ખંડ કયા નામે પણ ઓળખાય છે ?                                  જવાબ: મહાકાય દરિયાઈ જીવોની સ્વર્ગભૂમિ
24.ઍન્ટાર્કટિકા ખંડ પર હિમવર્ષા, ઝાકળ, કરા, ધુમ્મસ અને બરફવર્ષા તેમજ તેજ બર્ફીલા તોફાની પવનોના લીધે શું અસર થાય છે ?                      જવાબ: વનસ્પતિનો વિકાસ થતો નથી
25.ઇ.સ. 1903 થી 1926 દરમિયાન કોણ સૌપ્રથમ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વ્યક્તિ હતા ?જવાબ: રોનાલ્ડ એમૂન્ડસન
26.ઑસ્ટ્રેલિયા ખંડનું નામ કોણે આપ્યું ?                                                             જવાબ: ફિલન્ડર્સે
27.વિશ્વની પ્રાકૃતિક અજાયબી એવા ઑસ્ટ્રેલિયા ખંડના પરવાળાના ટાપુઓના સમૂહ કયા નામે ઓળખાય છે ?
જવાબ: ગ્રેટ બેરિયર રીફ
28.નીચેનામાંથી ઑસ્ટ્રેલિયા ખંડમાં આવેલી સોનાની ખાણ કઈ છે ?                      જવાબ: કાલગુર્લી
*****

THANKS BY -- 

SARASWATI SCHOOL Junagadh


No comments:

Post a Comment