# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 19 January 2018

GUJARAT HISTORY

  • સલ્તનતની હકૂમત નીચેનું ગુજરાત :-
  • ઈસામીના જણાવ્યા પ્રમાણે પ્રથમ વખતના યુદ્ધમાં (ઈ.સ. 1299) કર્ણ હાર્યો પરંતુ મુસલમાનો ગુજરાતમાં કાયમી સત્તા સ્થાપી શક્યા નહીં. કર્ણે થોડા જ સમયમાં પાટણની સત્તા પુન: હસ્તગત કરી.
  • આથી બાદશાહે બીજીવાર (1304) જહીમત અને પંચમની આગેવાની નીચે સૈન્ય મોકલ્યું. આ વખતે કર્ણ હંમેશને માટે પોતાની સત્તા ગુમાવી બેઠો અને દેવગીરીમાં જઈ આશ્રય લીધો. અહીં મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ. અનેક હિંદુ મંદિરોનો નાશ કરવામાં આવ્યો અને અનેક હિંદુઓને મુસલમાન બનાવવામાં આવ્યા.
  • ખલજી સલ્તનત :- (1304-1320)
  • અલાઉદ્દીન ખલજીએ પોતાના સાળા મલેક સંજરને “અલ્પખાન”નો ખિતાબ આપી ગુજરાતના નાઝીમ(સુબા) તરીકે મોકલ્યો.
  • અલ્પખાન :- (1304-1315)
  • ખલજીના ચાર વિશ્વાસુ સરદારો પૈકીનો એક.
  • ઉદાર નીતિ. પ્રજામાં પ્રિય. પાટણમાં મસ્જિદ.
  • શેત્રુંજયના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની પરવાનગી અને આર્થિક સહાય.
  • મલિક કાફૂરે તેની લોકપ્રિયતાની ઈર્ષાથી સુલતાનના કાન ભંભેર્યા. તેને પાછો બોલાવી લેવાયો.
  • કમાલુદ્દીન ગુર્ગ:- (1316)
  • ગુજરાતના બળવાખોરોએ તેની હત્યા કરી.
  • આ અરસામાં અલાઉદ્દીનનું અવસાન થયું.
  • એનુલ મુલ્ક મુલતાની :- (1316-17)
  • દીનાર ઝફરખાન :- (1317)
  • હુસામુદ્દીન :- (1317-18)
  • વહીદુદ્દીન કુરેશી :- (1318-19)
  • ખુશરોખાન :- (1320)
  • ખુશરોખાન દિલ્હી પાછો ગયો. રાજકીય અવ્યવસ્થાનો લાભ લઈ સુલતાનનું ખૂન કરી દિલ્હીનો બાદશાહ બન્યો. તેણે સલ્તનતના તમામ વારસોને પણ મારી નાંખ્યા. પણ તે લાંબો સમય સત્તા ભોગવી શક્યો નહીં. મલિક ગ્યાસુદ્દીન તુઘલક અને ખુસરોખાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ખુશરોખાન મરાયો અને દિલ્હીમાં તુઘલક વંશની સત્તા સ્થપાઈ.
  • તુઘલક વંશ અને ગુજરાત :- (1320-1403)
  • તાજુદ્દીન તુર્ક :- (1320-25)
  • મહમૂદ શરફૂલમુલ્ક અલ્પખાન (1325-39)

  • મુક્બિલ તિલંગી :- (1339-45)
Ø  1342 માં આફ્રિકન મૂર પ્રવાસી ઈબ્નબતૂતા ગુજરાતના પ્રવાસે આવેલો. તેણે ખંભાતની સમૃદ્ધિનાં ભરપૂર વખાણ કર્યાં છે. કાવી, ગંધાર, પીરમબેટ, ઘોઘા વગેરે સ્થળોની પ્રજાના રીતરિવાજોની માહિતી આપી છે.
  • સુલતાન મુહમ્મદશાહ તુઘલકના સમયમાં હિંદમાં ઠેરઠેર બળવા ફાટી નીકળ્યા હતા(1344). તેની અસર ગુજરાતમાં પણ થઈ. આથી અઝીઝ ખમ્મર નામનો સરદાર 7000 ની ફોજ લઈને ગુજરાત આવ્યો. ડભોઈમાં અમીરોના લશ્કરે તેને ઘેરી લીધો. તે ગભારાઈ ગયો. અમીરોના સૈનિકોએ તેની કતલ કરી. આથી સેના પણ વિખેરાઈ ગઈ. ત્યારબાદ સુલતાન ફોજ સાથે અહીં આવ્યો. બળવાખોરો ભાગી ગયા. ત્યારબાદ તેણે પાટણનો હવાલો શેખ મુઈઝઝુદ્દીનને સોંપ્યો.

  • શેખ મુઈઝઝુદ્દીન :- (1345-50)
  • ત્યારબાદ તેણે ડભોઈ, ખંભાત, વડોદરા, ભરૂચ વગેરે સર કર્યાં. ત્યાર પછી તે દોલતાબાદ ગયો.
  • મલેક તગીનો બળવો.
  • તગીએ પાટણ કબજે કરી શેખ મુઈઝઝુદ્દીનને કેદ કર્યો.
  • બાદશાહ આવતાં તે કચ્છ તરફ ભાગી ગયો. ત્યાંથી જુનાગઢના રાખેંગારના શરણે.
  • બાદશાહની જૂનાગઢ તરફ કૂચ. રાખેંગાર નમ્યો.
  • તગીને જાણ થતાં સિંધમાં ભાગી ગયો.
  • બાદશાહે ગુજરાતનો વહીવટ નિઝામ ઉલ મુલ્કને સોંપ્યો અને સિંધ તરફ પ્રયાણ કર્યું.

  • નિઝામ ઉલ મુલ્ક :- (1350)
  • બાદશાહે તગીને આશ્રય આપનાર સિંધના સુમરાઓને હરાવવા ઠઠ્ઠા તરફ કૂચ કરી.
  • રસ્તામાં અચાનક બીમાર પડતાં 20 માર્ચ, 1351 ના રોજ તેનું અવસાન થયું.
  • તેના અવસાન બાદ દિલ્હીની ગાદી પર ફિરોઝશાહ તુઘલક આવ્યો. (1351-1388)

  • નિઝામ ઉલ મુલ્ક:- (1351-1362)
  • ફઝરખાન ફારસી :- (1362-1372)
  • દરિયાખાન ઉર્ફે ઝફરખાન બીજો :- (1372-74)
  • તેણે ઉના અને કપડવંજમાં મસ્જિદ બંધાવી જામે મસ્જિદનો પાયો માંગરોળમાં નાંખ્યો.
  • શમ્સુદ્દીન દામઘાની :- (1371-1380)
  • તેના સમયમાં પ્રજા પર અત્યાચારો વધ્યા હતા. ખેતી બરબાદ થઈ અને મહેસૂલની આવક ઘટી હતી. અંતે તેનું ખૂન થયું.
  • ફર્હતુલ મુલ્ક :- (1380-1388) (1388-1391)
  • તેના સમયમાં ઈડરના રાવ રણમલજી સાથે યુદ્ધ થયું. તેમાં તેની ભયંકર હાર થઈ. આ યુદ્ધનું વર્ણન કવિ શ્રીધર વ્યાસે પોતાના “રણમલ્લછંદ” કાવ્યમાં આલેખ્યું છે. ફિરોઝશાહ તુઘલકનું 1387 માં અવસાન થયું. તેની જગ્યાએ દિલ્હીમાં નાસિરૂદ્દીન મુહમ્મદશાહ ગાદીએ આવ્યો.
  • નાઝીમ ફર્હતુલ મુલ્ક ધીરે ધીરે બળવાન બનતો જતો હતો. અહીંના મુસલમાનોએ આ વાત દિલ્હી જણાવતાં ઝફરખાનને ગુજરાત મોકલવામાં આવ્યો. મુલ્કે સત્તા ન સોંપતાં બંને વચ્ચે યુદ્ધ થયું. મુલ્ક મરાયો. ઝફરખાને પાટણનો કબજો લીધો.
  • ઝફરખાન બીન વજીરૂલ મુલ્ક મુઝફ્ફરખાન :- (1391-1407)
  • જે મેદાનમાં ઝફરખાનની જીત થઈ હતી, ત્યાં તેણે “જીતપુર” નામે ગામ વસાવ્યું.
  • તેણે ઈડરના રાવ રણમલ્લને હરાવી ખંડણી વસૂલ કરી. જો કે થોડાક જ વખતમાં ઈડર સ્વતંત્ર બની ગયું.
  • આ સમયે સોમનાથમાં મૂર્તિપૂજા અટકાવવાના બહાને તેણે આક્રમણ કર્યું. હિંદુઓ હાર્યા. હમીરખાન નામના ગોહિલ રાજપૂતને હાથીના પગ નીચે કચડી નાખી ઠાકોરો પર સત્તા સ્થાપી. આ વખતે ઝફરખાનનો પુત્ર તાતારખાન તેની સાથે હતો. તે સ્વતંત્ર થવાનાં સ્વપ્નો સેવતો હતો.
  • દિલ્હીમાં તૈમૂર લંગના આક્રમણથી ચારે બાજુ અવ્યવસ્થા ફેલાઈ હતી. આથી તે સમયનો દિલ્હીનો બાદશાહ નાસીરૂદ્દીન આશ્રય લેવા માટે ગુજરાત આવ્યો હતો. પરંતુ તેણે દાદ ન આપતાં તે દિલ્હી પરત ગયો. આ પરિસ્થિતિનો લાભ લઈ ઝફરખાન સ્વતંત્ર શાસન કરવા લાગ્યો હતો.
  • ત્યારબાદ તેના પુત્ર તાતારખાને પોતાને સ્વતંત્ર જાહેર કરી દિલ્હી સલ્તનતને ફગાવી દેતાં ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થઈ.
  • ગુજરાતની સ્વતંત્ર સલ્તનત :- (1403-1573)
  • સુલતાન મુહમ્મદશાહ પહેલો :- (1403-1404)
  • પિતા નાઝીમ ઝફરખાને તેને સ્વતંત્ર શાસક જાહેર કરવાનું દુસાહસ ન કરવા વારંવાર સમજાવતાં પિતાને આશાવલમાં કેદ કરી તાતારખાને “મુહમ્મદશાહ” નામ ધારણ કરી પોતાને ગુજરાતનો સ્વતંત્ર સુલતાન જાહેર કર્યો. તેણે દિલ્હી સર કરવા કૂચ આરંભી. પરંતુ ખરાબ હવામાનને કારણે બીમાર પડતાં નર્મદા કિનારે આવેલા શિનોર ગામમાં તેનું મૃત્યુ થયુ. આ અંગે એવી પણ વાત વહેતી થયેલી કે પિતા ઝફરખાને જ તેને કાવતરુ કરી મારી નંખાવેલ.
  • તેના પછી ઝફરખાને કેટલોક વખત ગુજરાતના સૂબા તરીકે સત્તા ભોગવી અને અંતે ઈ.સ. 1407 માં તે “મુઝફ્ફરશાહ” નામ ધારણ કરી ગુજરાતનો સુલતાન બન્યો.
  • સુલતાન મુઝફ્ફરશાહ પહેલો :- (1407-1411)
  • વૃદ્ધવસ્થાને લીધે વહીવટ કરવા અશક્ત બનતાં ઈ.સ. 1410 માં તાતારખાનના પુત્ર અહમદશાહને ગુજરાતના સુલતાન તરીકે જાહેર કરી તેના બદલે રાજ્ય કરવા લાગ્યો. ઈ.સ. 1411 માં તે મૃત્યુ પામ્યો.
  • સુલતાન અહમદશાહ પહેલો :- (1411-1442)

  • માત્ર 19 વર્ષની વયે “અહમદશાહ” ખિતાબ ધારણ કરી તે ગુજરાતની ગાદીએ આવ્યો.
  • તેની નાની ઉમરને કારણે તેના પિતરાઈઓએ બળવો કર્યો.
  • સાબરમતીના કિનારે “અહમદાબાદ” નામે નવું નગર સ્થાપી, તેને પાટનગર બનાવી તેણે શાસનની શરૂઆત કરી. આ અગાઉના પાટનગર નહરવાલા (અણહિલવાડ પાટણ- પ્રાચીન લાખારામની જગ્યાએ વસાવેલું)ને બદલે હવે અમદાવાદનું મહત્વ વધવા લાગ્યું. અહમદશાહ પોતાના રાજ્યકાળ દરમ્યાન ગુજરાતમાં બળવાખોરોના આગેવાન તગીનો બળવો શમાવવા નીકળ્યો ત્યારે વરસાદને કારણે તે આશાવલ નજીક રોકાયેલો. ત્યારબાદ બળવાખોરોને વશ કરી ભરૂચથી પરત ફરતી વખતે તે સાબરમતીના કિનારે આવેલ “આશાવલ” આગળ થાણું નાખીને રહ્યો હતો. અહીનાં હવાપાણી માફક આવતાં તેણે અહીં કાયમી વસવાટનો નિર્ણય કર્યો. ચાર અહમદોના હસ્તે તેણે અમદાવાદનો પાયો નાંખ્યો. તેની સ્થાપનામાં બાર બાવાઓનો પણ ફાળો હતો.
  • અમદાવાદની સ્થાપના અંગે અનુશ્રુતિ મુજબ – જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહને શહર બસાયા.
  • આ સિવાય આશા ભીલની દીકરી તેજુ અને બાદશાહ અહમદશાહ વચ્ચેનો પ્રેમસંબંધ પણ જવાબદાર  હતો એમ અનુશ્રુતિઓમાં ઉલ્લેખ છે. જો કે આ અંગે કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી.
  • તે સિવાય દક્ષિણ ગુજરાત પર નિયંત્રણ રાખવા માટે પાટણ કરતાં અમદાવાદ વધુ યોગ્ય હતું. આ પણ એક કારણ માનવામાં આવે છે.
  • હાલના અમદાવાદના પાલડી વિસ્તારમાં ખોદકામ કરતાં પ્રાચીન કર્ણાવતીના અવશેષો મળે છે. બાદશાહે વસાવેલું અહમદાબાદ પ્રાચીન કર્ણાવતીથી કેટલું દૂર હશે તે કહેવું મુશ્કેલ છે.
  • આ નગરના કોટ(રાજગઢ/ભદ્રનો કિલ્લો)ની દીવાલના પાયામાં પહેલી ઈંટ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મુકાઈ અને ત્યાંના બૂરજને “માણેક બુરજ” એવું નામ આપવામાં આવ્યું. ‘મિરાતે અહમદી’ માં ભદ્રના કિલ્લાને ‘અરકનો કિલ્લો’ કહ્યો છે. તેનો મુખ્ય દરવાજો ‘પીરાનપીરનો દરવાજો’ અને એ હરોળમાં બીજો દરવાજો ‘લાલ દરવાજો’ કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે માણેક બુરજ સાથે માણેકનાથ નામના એક સાધુનું નામ સંકળાયેલું છે. આ માણેકચોકમાં માણેકનાથની સમાધિ છે. હિંદુ લેખકો અમદાવાદને “રાજનગર” અથવા “શ્રીનગર” તરીકે પણ ઓળખાવતા.
  • અમદાવાદની સ્થાપના :- (1411 માં રાજગઢનું ખાતમુહૂર્ત – 1413 માં પૂર્ણ)
  • મુસ્લિમ તવારીખ પ્રમાણે :– 26 ફેબ્રુઆરી 1411, ગુરૂવાર
  • હિ.સં. 813ઝીલકાદ મહિનાની બીજી તારીખ
  • હિંદુ અનુશ્રુતિ પ્રમાણે :- 17 એપ્રિલ, 1412, રવિવાર.
  • વિ.સં. 1468, વૈશાખ સુદ 7
  • અહમદશાહે બુદ્ધિપૂર્વક વેપારીઓને શહેરની મધ્યમાં વસાવ્યા.
  • અહમદશાહે સૌરાષ્ટ્ર, માળવા, મેવાડ, ઈડર વગેરે પ્રદેશો પર પોતાની સત્તા જમાવી. ત્યારબાદ તેણે હાથમતી નદીના કિનારે અહમદનગર(હિંમતનગર) નામનું નવું શહેર વસાવ્યું.
  • અગાઉના રાજ્યવહીવટમાં ગુજરાતમાં સૂબાઓ હિંદુઓને સ્થાન આપતા ન હતા. આ નીતિમાં ફેરફાર કરીને તેણે રાજ્યમાં હિંદુઓને જવાબદાર નોકરીઓ આપી. પ્રધાનમંડળમાં પણ કુશળ હિંદુઓનો સમાવેશ કર્યો.
  • તેણે સૈન્યને પગારની અડધી રકમ રોકડમાં અને અડધી રકમ જમીન પેટે આપવાની શરૂઆત કરી. જેથી સૈનિકો નવરાશના સમયે પ્રજાને ત્રાસરૂપ ન બનતાં પોતાની જમીનમાં ખેતી કરે.
  • તેનો ન્યાય નિષ્પક્ષ અને કડક હતો. “મિરાતે સિકંદરી”માં તેની ન્યાયપ્રિયતાના કેટલાક દાખલા નોંધાયેલા છે.
  • વાંટા પદ્ધતિ :- અમીરોની સાથે થયેલી સંધિના પરિપાકરૂપે તેણે રાજ્યમાં વાંટા પદ્ધતિ દાખલ કરી. ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થતાં હિંદુ જમીનદારોની જમીન જપ્ત કરવામાં આવી હતી. આના પરિણામે રાજ્યમાં ચારેબાજુ લૂંટફાટ અને ત્રાસ પ્રવર્તતો હતો. આથી વાંટા પદ્ધતિ દાખલ કરી. તે મુજબ જમીનના ચાર ભાગ પાડવામાં આવતા. તેમાં ત્રણ ભાગ સુલતાનના અને એક ભાગ જમીનદારનો હતો, જે વાંટાના નામે ઓળખાતો. વાંટાની જમીનના બદલામાં જમીનદારે રાજ્યને નિશ્ચિત સ્વરૂપમાં મહેસૂલ ભરવું પડતું. કેટલીકવાર આના પરિણામે જમીનદારને જરૂર પડ્યે યુદ્ધમાં ફરજ બજાવવી પડતી અથવા ગામના રક્ષણનો ભાર ઉપાડવો પડતો. આ પ્રથા 1545 સુધી ચાલુ રહી. મહમૂદ ત્રીજાના સમયમાં તે બંધ થઈ. 1587 માં મુઘલ બાદશાહ અકબરે તે ફરીથી શરૂ કરી. આ પ્રથા ભારત આઝાદ બન્યું તે પછી પણ કેટલોક સમય ગુજરાતમાં અસ્તિત્વમાં હતી.
  • ટંકશાળ :- અમદાવાદમાં અને હાથમતી નદીને કિનારે વસાવેલા અહમદનગરમાં એક-એક ટંકશાળ શરૂ કરી. અમદાવાદની ટંકશાળ એ પહેલી પદ્ધતિસરની ટંકશાળ કહી શકાય.
  • બાંધકામો :- રાજગઢની આસપાસ કિલ્લો બંધાવ્યો. હાલમાં તે ભદ્રના કિલ્લા તરીકે ઓળખાય છે. આ કિલ્લાનું મુહૂર્ત અહમદશાહે શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષના હાથે કર્યું. આ ઉપરાંત ભદ્રનો કિલ્લો, અહમદશાહની મસ્જિદ(1414), જમાલપુરમાં હૈબતખાનની મસ્જિદ, માણેકચોકમાં આવેલી જામા(જુમા) મસ્જિદ(1424માં કાર્ય પૂર્ણ), ખાનપુરમાં આવેલી સૈયદ આલમની મસ્જિદ, અહમદશાહનો રોજો(બાદશાહનો હજીરો- ત્રણ કબરો – તેની, પુત્રની અને પૌત્રની), રાણીનો હજીરો તેમજ હાથમતી નદીના કિનારે સ્થપાયેલા અહમદનગરનો કિલ્લો નોંધપાત્ર છે. ભદ્રના કિલ્લાની આગળ ચોગાન હતું, જે ‘મેદાને શાહ’ તરીકે ઓળખાતું. ત્યાં અમલદારો ચોગાનની રમત રમતા.
  • અહમદશાહના સમયના સંતો :-
  • હઝરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ :- અમદાવાદનો પાયો નાંખનારા ચાર અહમદો(જેમણે પાંચ નમાઝ કદી પાડી ના હોય તેવા – 1. ગંજબક્ષ, 2. અહમદશાહ, 3. કાજી અહમદ, 4. મલેક અહમદ)માંના એક હતા. તેમનું વતન નાગોર(રાજસ્થાન) પાસેનું ખટ્ટુ ગામ માનવામાં આવે છે. તેમનું જન્મનું નામ વજીઉદ્દીન હતું. મક્કાની હજ કર્યા બાદ તેમણે અમદાવાદ પાસે આવેલ સરખેજ ગામને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું. હાલમાં સરખેજમાં તેમની દરગાહ આવેલી છે. તેમની વિદ્વતાથી પ્રેરાઈને બાદશાહ અહમદશાહ તેમનો શિષ્ય બન્યો હતો.
  • હઝરત કુતુબે આલમશાહ:- વટવાના સૈયદોમાં તેમનું મહત્વનું સ્થાન હતું. તેઓ પાટણથી આવીને સ્થિર થયા હતા.
  • સૈયદ ઉસમાન શમે બુરહાની :- તેઓ વટવાના કુતુબે આલમ સાહેબના શિષ્ય હતા. તેમનું ઉપનામ બુરહાની હતું. તેનો અર્થ દીવાનો પ્રકાશ થાય છે. તેમના નામ પરથી સાબરમતીના કિનારે અમદાવાદ પાસે ઉસ્માનપુરા નામે ગામ વસાવવામાં આવ્યું.
  • શેખ અલી ખતીબ :- તેમનો રોજો અમદાવાદના પરા અસારવામાં કુંદનપરામાં આવેલો છે.
  • શેખ અલાઉદ્દીન :- તેમનું મૂળ નામ તુકાજી હતું. તેઓ ધર્મે હિંદુ હતા. શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષના પ્રભાવથી તેમણે ઈસ્લામ સ્વીકાર્યો. તેમની કબર ગંજ સાહેબની કબરની બાજુમાં સરખેજમાં આવેલી છે.
  • સૈયદ મુહમ્મદ એરજી :- તેમની કબર કાલુપુરમાં ભંડેરી પોળમાં આવેલી છે.
  • સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ ઉર્ફે અહમદશાહ બીજો :- (1451-1459)
  • અહમદશાહ પહેલાના મૃત્યુ બાદ તેનો સૌથી મોટો પુત્ર પોતાના નામના સિક્કા પડાવી અને મસ્જિદમાં કલમાં પઢાવી ગુજરાતનો સુલતાન બન્યો.
  • તેણે માળવા કબજે કર્યું.
  • મેવાડના રાણા કુંભા સાથે તેને યુદ્ધ થયેલ. તવારીખકારો નોંધે છે કે રાણા કુંભાએ મોટી ખંડણી ભરી કુતુબુદ્દીન સાથે સંધિ કરી. પરંતુ ચિત્તોડના કીર્તિસ્તંભના સમકાલીન લેખને આધારે જણાય છે કે બાદશાહને રાણા કુંભાના હાથે સખત પરાજય મળ્યો હતો.
  • તેણે “હોજે કુતુબ” નામનું એક સરોવર બંધાવ્યું હતુ(1451), જે આજે “કાંકરિયા તળાવ” ના નામે ઓળખાય છે. તેની મધ્યમાં ‘બાગે નગીના’નું નિર્માણ કરાવેલું, જે ‘નગીનાવાડી’ ના નામે ઓળખાય છે. તલાવની બાજુમાં તેણે ‘ઘટામંડળ’ નામે મહેલ બંધાવેલો. તેણે ગોમતીપુર પાસે રાજપુર-હીરપુરમાં “હાલતા મિનારાની મસ્જિદ” બંધાવેલી.

No comments:

Post a Comment