# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 28 February 2018

વઢવાણ ઈતિહાસ

વઢવાણ ઈતિહાસ 

Wadhwan Coat of Arms
Wadhwan Coat of Arms
વઢવાણ ભોગાવા નદી ના કિનારે આવેલુ એક વિકસીત તાલુકો અને રજવાડુ છે.વઢવાણ ની માત્ર આંખ નહી ,અતરની પણ ઓળખાણ કરવા જેવુ નગર છે.ભગવાન મહાવીર સ્વામી ના પગલા થી વર્ધમાનપુર બનેલુ આ નગર બે-અઢી હજાર વર્ષ પુરાણુ છે.અહીનો ગઢ ,અહીંના પ્રાચીન સ્મારક,આ નગર નો ઇતિહાસ,અહીંની માટી ન જન્મેલા રત્નો ,અહીંના રાજવીઓ આ બધા વિષે જે જાણવા મળ્યુ છે તે ખરેખર આંખ ને આંજી નાખે અને અંતર ને ભીંજવી દે એવુ છે.
વઢવાણ નો મુળ ઇતિહાસ એવો છે કે કોઇ ધનદેવ નામનો વેપરી પાંચસો ગાડા સહિત ભોગાવો ઉતરી રહ્યો હતો.એ વખતે એક બળદ થાકી ગયો.ધનદેવે ગામમાંથી બે સારા માણસો ને બોલાવી ,બળદની સાર સંભાળ માટે પૈસા આપીને એ બળદ સોંપી દીધો.ધનદેવ તો ચાલ્યો ગયો પણ એ બંન્ને માણસ લાલચુ હોવાથી બળદ ની દરકાર ન કરી.બળદ ભુખે-તરસે મરી ગયો અને “શુલપાણદેવ” થયો….એણે ગામ ઉપર મરકીનો કોપ મુક્યો …માણસો અને જનાવર ટપોટપ મરવા લાગ્યા..હાડકાંના ઢગલાં થઇ ગયા.શુલપાણદેવને શાંત કરવા લોકોએ ભોગાવાના કાંઠે પોઠિયોના નામથી ત્યા તેની મુર્તિની સ્થાપના કરી.લોકો એની પુજા કરવા લાગ્યા.તેથી મરકી શાંત થઇ.
એ દરમિયાન જૈનોનાં ચોવીસ માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા.રાત્રે શુલપાણદેવે એમનુ પારાવાર કષ્ટ આપ્યું.પર્ંતુ સહનશીલતાના ના સમ્રાટ એવા મહાવીર સ્વામી જરા પણ ચલીત થયા નહી આ જોઇ શુલપાણદેવ ભગવંતના પગ માં પડી ગયો.એમનો ભક્ત બની ગયો.શુલપાણદેવના હુકમથી એની જ દેરીમાં મહાવીર સ્વામીનાં વાજતે-ગાજતે પગલાં કરાવાયા.જે આજે પણ હયાત છે.હાડ્કા પર શહેર વસેલ હોવાથી “અસ્તિતગ્રામ” નામ પડેલ પણ મહાવીર સ્વામીનાં પધારતા તેમના નામ પરથી “વર્ધમાન પુર ” નામ પડયુ.કાળે કરીને આ નામનો અપભ્ર્ર્શ થતા “વઢવાણ” થયુ.
સૌજન્ય:  khandla.jimdo.com

No comments:

Post a Comment