સરેરાસ માણસ માટે ઈતિહાસ એ કંટાળાજનક આવતો હોય છે પરંતુ ખરેખર ઈતિહાસ એ ખુબજ રોમાંચક વિષય છે.જો ઈતિહાસ ને યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવે અને તેને બીજી સાંપ્રત ઘટનાઓ જોડે અનુબંધ કરવામાં આવે તો ઈતિહાસ ભણવો અને ભણાવવો ખુબ જ સહેલો અને રસપ્રદ બની જાય છે.મિત્રો અહી વિજ્ઞાન ની જગ્યાએ આજે ઈતિહાસ વિષય કેમ પસંદ કર્યો તેવું મનમાં થતું હશે પણ એવું નથી કેમ કે અહી વાત તો અંતે વિજ્ઞાન અને ટેકનોલોજીની જ આવે છે કે જેના થકી આ શક્ય બન્યું છે.
મોટા ભાગે એવું માનવામાં આવતું હોય છે કે ઈતિહાસ એટલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો સમૂહ.વાત સાચી પણ આ વાત થોડી અધુરી પણ કહેવાય અને એટલે જ મોટા ભાગે ઈતિહાસ કંટાળાજનક લાગતો હોય છે.આપણને મોટા ભાગે ઇતિહાસની ઘટનાઓ જ યાદ હોય છે પણ તેની સમાંતર બીજી અનેક નાની મોટી ઘટનાઓ ઘટી હોય છે જેના વિષે આપણને બહુ ઓછી માહિતી હોય છે.પણ જો આ દરેક નાની ઘટનાને પણ મુખ્ય ઘટના જોડે જોડવામાં આવે તો ઈતિહાસ ખરેખર રસપ્રદ બની જાય.પરંતુ અહી તકલીફ એ છે કે વર્ગખંડ માં કોઈ પાઠ ભણાવતી વખતે આપણે મુખ્ય ઘટના વિષે જાણતા હોઇએ અને બીજી નાની ઘટનાઓ ની માહિતી ના હોય એવું બનતું હોય છે.આવા સમયે આપણે લાયબ્રેરી માંથી સંદર્ભ પુસ્તકો ના સહારે થોડી માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ આવા સમયે લાયબ્રેરીમાંથી પણ આપણને જોઈતી માહિતી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતી હોતી નથી.
અહી બીજો પણ એક બેસ્ટ ઉપાય છે કે આપણે શાળાની નજીકના કોઈ મ્યુઝીયમ ની મુલાકાત લઇ શકીએ અને આવા બીજા સંગ્રહાલય નો પણ સંદર્ભ તરીકે સમાવેશ કરી શકીએ.પરંતુ અહી મોટી તકલીફ જ એ હોય છે કે દરેક શાળાની નજીકમાં આવા મ્યુઝીયમ હોતા નથી અને દરેક વખતે આવા મ્યુઝીયમની મુલાકાત પણ શક્ય હોતી નથી.
મિત્રો વિચારો કે આવા સમયે આપણે આપણા વર્ગખંડ ને જ જો એક નાનકડું હંગામી મ્યુઝીયમ બનાવી દઈએ તો?અહી હવે જ ખરા વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત શરુ થાય છે.આજના યુગ માં બધું જ શક્ય છે.બસ થોડું વિચારવાનું અને ઈન્ટરનેટ પર ખાંખા ખોળા કરવાનું ચાલુ રાખવું પડે.ઇતિહાસના કોઈ પાઠમાં જયારે કોઈ મુખ્ય ઘટના ભણાવવાની આવે ત્યારે તેની સાથે બીજી નાની ઘટનાઓ ની માહિતી સરસ મજાના ઐતિહાસિક ફોટાઓ સાથે ઢગલાબંધ પ્રાપ્ત થાય તો? અને આ બધા જ ફોટાઓ વિશ્વના પ્રખ્યાત મ્યુઝીયમ માંથી લીધેલ હોય તો?તો તો ખરેખર ઈતિહાસ રોમાંચક જ બની જાય.
મિત્રો અહી નીચે અમુક મુખ્ય ઘટનાઓ ની નામાવલી આપવામાં આવી છે જેના પર ક્લિક કરશો એટલે તેની સાથે બનેલી તમામ નાની મોટી ઘટનાઓ ની માહિતી ફોટાઓ સાથે તમે મેળવી શકશો.અહી તમામ ફોટાઓનો સ્ત્રોત વિશ્વના પ્રખ્યાત મ્યુઝીયમોનો છે અહી માહિતી જોકે અંગ્રેજી ભાષામાં છે પણ તમે ફોટા સાથે તેનો અનુબંધ કરશો એટલે તે સમજવામાં બહુ મુશ્કેલી નહિ પડે.
તો તૈયાર થઇ જાઓ ઈતિહાસ ની રોમાંચક સફર માટે
1-ભારતીય બંધારણ ની મુખ્ય ઘટનાઓ
2-ભારતની સ્વતંત્રતા નો પહેલો દિવસ-1947
3-નાગાસાકી પર અણુબોમ્બ હુમલો-1945
4-હિરોસીમા પર અણુબોમ્બ હુમલો-1945
5-બર્લિન ક્રાંતિ-1989
6-પ્રથમ વિશ્વ યુદ્ધ
મિત્રો આટલી માહિતી પછી ઈતિહાસ ને હજુ વધુ રોમાંચક બનાવવો હોય તો નીચે આપેલ યાદી ને પણ ચેક કરજો કેમકે તે માત્ર યાદી જ નથી પણ જે તે નામ પર ક્લિક કરવાથી તમે તુરંત જ જે તે સ્થળ પર પહોંચી જશો.વર્ગખંડ માં હોવા છતાં પણ ત્યાના રૂબરૂ દર્શન કરી શકશો અને ઈતિહાસ ના સાક્ષી એવા સ્થળને વધુ નજીકથી જોઈ શકશો.સ્ક્રીન પર માઉસ ને ફરતી તરફ ઘુમાવી બધો જ નજરો માણજો
1- ગેટવે ઓફ ઇન્ડિયા
2-તાજમહેલ
3-ગિઝા ના પિરામીડ
4-મોનસેરેટ પેલેસ-લંડન
5-અંગકોરવાટ-કંબોડિયા
6-સાઈન નદીનો કિનારો-પેરીસ
7-રાજગઢ-મહારાષ્ટ્ર
8-ગ્રાન્ડ કેન્યન-અમેરિકા
9-એન્ટાર્કટીકા
10-હિરોસીમા શાંતિ મેમોરીયલ
11-પિઝાનો ઢળતો મિનારો
મીત્રો ઉપર આપેલ માહિતી આપને ઇતિહાસ અને સાથે સાથે ભૂગોળ વિષય ના અનુબંધ માટે ઉપયોગ માં આવશે.શરૂઆત માં કહ્યું તેમ ઈતિહાસ ભણવાની અને ભણાવવાની મજા ત્યારે જ આવે જયારે તેનો અનુબંધ બીજા વિષય અને ઘટનાઓ સાથે કરવામાં આવે અને આ અનુબંધ કરવાનું કામ વિજ્ઞાન અને ટેકનોલોજી કરે છે જે આપણા બ્લોગની મુખ્ય થીમ છે.
આભાર = વિશાલ વિજ્ઞાન
No comments:
Post a Comment