# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday, 20 August 2018

ભારત ના અત્યાર સુધીના વડાપ્રધાન ની યાદી અને તેમની માહિતી – ૨૦૧૮

માહિતી – ૨૦૧૮


ભારત દેશ ૧૯૪૭ મા આઝાદ થયો અને જવાહરલાલ નેહરુ આઝાદ ભારત ના પહેલા વડાપ્રધાન બન્યા. ત્યારથી અત્યાર સુધી ઘણા મહાનુભાવો ભારત ના વડાપ્રધાન રહી ચુક્યા છે. જેમની યાદી, જન્મ – મરણ, શાસનકાળ અને ટુંકી માહિતી નીચે પ્રમાણે છે.



નોંધ: કાર્યકારી વડાપ્રધાનને * થી દર્શાવેલ છે.

૧. જવાહરલાલ નેહરુ:



› શાસન કાળ :- ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ થી ૨૭ મે ૧૯૬૪

› પાર્ટી :- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

› જન્મ :- ૧૪ નવેમ્બર ૧૮૮૯

› મૃત્યુ :- ૨૭ મે ૧૯૬૪

જવાહરલાલ નેહરુ ભારત ના પહેલા વડાપ્રધાન હતા. તેમનો જન્મ ૧૪ નવેમ્બર ૧૮૮૯ ના રોજ ઉતરપ્રદેશ રાજય ના અલ્હાબાદ શહેર મા થયો હતો. નેહરુ એ પોતાના શાસન દરમિયાન ભારતીય આયોજન આયોગ ની રચના કરી ને પહેલી પંચ વર્ષીય યોજના આપી. તેમણે ઉદ્યોગપતિ અને ખેડૂતો ને પ્રોત્સાહિત કરવા ગ્રામ્ય વિસ્તારો મા નદીઓ પર મોટા બંધો, ગૃહ ઉદ્યોગો, વિદ્યુત ઉત્પાદન જેવા અનેક કામો ને પ્રોત્સાહન આપવા અંગેના કાર્યક્રમો શરૂ કાર્ય હતા. શિક્ષણ અને સામાજિક સુધારણા,રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી નીતિ જેવા અનેક કામો મા પણ મહત્વનો ફાળો આપ્યો હતો.

૨. ગુલઝારીલાલ નંદા :



› શાસન કાળ:- ૨૭ મે ૧૯૬૪ થી ૯ જુન ૧૯૬૪

› પાર્ટી :- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

› જન્મ :- ૪ જુલાઈ, ૧૮૯૮

› મૃત્યુ :- ૧૫ જાન્યુઆરી, ૧૯૯૮

ગુલઝારીલાલ નંદા નો જન્મ ૪ જુલાઈ ૧૮૯૮ ના રોજ સિયાલકોટ, પંજાબ, પાકિસ્તાન ખાતે થયો હતો. ૧૯૬૪ મા જવાહરલાલ નેહરુ ના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામા આવ્યા હતા. તેઓ અર્થશાસ્ત્રી તેમજ વિશ્વવિદ્યાલય ના શિક્ષક પણ રહી ચુક્યા હતા. ગુલઝારીલાલ નંદા ને ભારત રત્ન તથા પદ્મવિભુષણ પુરસ્કાર થી સન્માનિત પણ કરવામા આવ્યા હતા.

૩.લાલ બહાદુર શાસ્ત્રી :



› શાસન કાળ:- ૯ જુન ૧૯૬૪ થી ૧૧ મે ૧૯૬૬

› પાર્ટી :- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

› જન્મ :- 2 ઓક્ટોમ્બર ૧૯૦૪

› મૃત્યુ :- ૧૧ જાન્યુઅરી ૧૯૬૬

લાલબહાદુર શાસ્ત્રી નો જન્મ ઉતર પ્રદેશ ના મુઘલસરાઈ મા થયો હતો. તેમના પિતા એક શિક્ષક હતા, ભારત સ્વતંત્ર થયા પછી શાસ્ત્રી ને ઉતર પ્રદેશ ના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કર્યા. પરિવહન મંત્રી તરીકે તેમણે પ્રથમ વાર મહિલા ને બસ કંડક્ટર તરીકે નિમણુક કરી હતી. જવાહર લાલ નેહરુ ના મૃત્યુ બાદ શાસ્ત્રી ને ૯ જુન ના રોજ પ્રધાન પદ સોપવામા આવ્યું હતુ. તેમજ તેમને ૧૯૬૬ મા ભારત રત્ન થી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. શાસ્ત્રીને તેમની દેશભક્તિ તેમજ ઈમાનદારી માટે આખો દેશ યાદ કરે છે.

૪*. ગુલઝારીલાલ નંદા :



› શાસન કાળ:- ૧૧ જાન્યુઅરી ૧૯૬૬ થી ૨૪ જાન્યુઅરી 

લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ બાદ ગુલઝારીલાલ નંદા ને ફરી કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા.

 

 

૫. ઇન્દિરા ગાંધી :



› શાસન કાળ:- ૨૪ જન્યુઅરી ૧૯૬૬ થી ૨૪ માર્ચ ૧૯૭૭

› પાર્ટી :- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

› જન્મ :- ૧૯ ડિસેમ્બર ૧૯૧૭

› મૃત્યુ :- ૩૧ ઓક્ટોમ્બર ૧૯૮૪

ઇન્દિરા પ્રિયદર્શીની ગાંધી(નેહરુ) જવાહરલાલ નહેરુ ની પુત્રી હતી. તેમના લગ્ન ફિરોજ ગાંધી સાથે થયા હતા. ઇન્દિરા ગાંધી ભારત ની અત્યાર સુધીની પ્રથમ મહિલા વડાપ્રધાન હતી. ઇન્દીરા ગાંધી એ ૧૯૬૯ મા બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. જયારે પાકિસ્તાન ના ત્રાસ થી આશરે ૧૦ લાખ લોકો ભારતમા દોડી આવ્યા હતા ત્યારે ઇન્દિરા ગાંધી એ પાકિસ્તાન સામે યુદ્ધ લડવાનું જાહેર કરી દીધું. વડાપ્રધાન તરીકે ના ઘણા બધા નાના મોટા કામો મા તેમનો મોટો ફાળો રહ્યો હતો.

૬. મોરારજી દેસાઈ :



› શાસન કાળ:-  ૨૪ માર્ચ ૧૯૭૭ થી ૨૮ જુલાઈ ૧૯૭૯

› પાર્ટી :-  જનતા પાર્ટી

› જન્મ :-  ૨૯ ફેબ્રુઆરી ૧૮૯૬

› મૃત્યુ :-  ૧૦ અપ્રિલ ૧૯૯૫

મોરારજી દેસાઈ નો જન્મ ગુજરાત, વલસાડ, ભદેલી ખાતે થયો હતો. સ્નાતક ની પરિક્ષા પાસ કરી તે નાયબ કલેકટર તરીકે ફરજ બજાવી, ત્યાર બાદ તેમણે આઝાદી ની સળવળ મા મોટુ યોગદાન આપ્યું. તેમણે નાણા મંત્રી તેમજ ગૃહ મંત્રી તરીકે જવાબદારી પણ નિભાવી. તેઓં ૧૯૭૭ ની સામાન્ય ચુંટણી મા ભારે બહુમતી થી જીત મેળવી વડાપ્રધાન બન્યા હતા. તેમણે વડાપ્રધાન તરીકે દેશ ને આગળ લાવવમા સારૂ એવુ યોગદાન આપ્યુ.

૭. ચરણ સિંઘ :



› શાસન કાળ:-  ૨૮ જુલાઈ ૧૯૭૯ થી ૧૪ જાન્યુઅરી ૧૯૮૦

› પાર્ટી :-  જનતા પાર્ટી

› જન્મ :-  ૨૩ ડીસેમ્બર ૧૯૦૨

› મૃત્યુ :-  ૧૯ મે ૧૯૮૭

ચરણ સિંઘ નો જન્મ નૂરપુર ઉત્તરપ્રદેશ ખાતે થયો હતો. મોરારજી દેસાઈ એ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યુ ત્યારે ચરણસિંઘ ને કોંગ્રેસે ટેકો જાહેર કરી વડાપ્રધાન બનાવ્યા. થોડા સમય મા કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો જેથી લોકોને જનતા પાર્ટી પરથી ભારોસો ઉઠી ગયો હતો.

૮*. ઇન્દિરા ગાંધી :



› શાસન કાળ:-  ૧૫  જાન્યુઆરી ૧૯૮૦ થી ૩૧ ઓક્ટોમ્બર ૧૯૮૪

› પાર્ટી :-  ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

જનતા પાર્ટી નબળી પડવાને કારણે ફરી કોંગ્રેસ નુ શાસન આવ્યુ અને ઇન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન બન્યા. ઇન્દિરા ગાંધી ના લગભગ ૪ વર્ષના શાસન બાદ તેમના જ બોડીગાર્ડે ગોળી મારીને તેણીની હત્યા કરી હતી.

૯. રાજીવ ગાંધી :



› શાસન કાળ:-  ૩૧ ઓક્ટોમ્બર ૧૯૮૪ થી ૨ ડીસેમ્બર ૧૯૮૯

› પાર્ટી :-   કોંગ્રેસ આઈ

› જન્મ :-  ૨૦ ઓગસ્ટ ૧૯૪૪

› મૃત્યુ :-  ૨૧ મે ૧૯૯૧ 

રાજીવ ગાંધી નો જન્મ મુંબઈ ખાતે થયો હતો. તેઓ ઇન્ડિયન એરલાઈન્સ મા પાયલોટ પણ બન્યા હતા. તેમની માતા ની હત્યા બાદ વડાપ્રધાન અને કોંગ્રેસ પક્ષ ના પ્રમુખ તરીકે ફરજ પર આવ્યા. ૪૦ વર્ષ ની ઉમરે ભારત ના સૌથી યુવાન વડાપ્રધાન તરીકે જંગી બહુમતી થી ચુંટાઈ આવ્યા. કોંગ્રેસ પક્ષ ને મજબુત બનાવામા તેમણે મોટો ફાળો આપ્યો હતો. રાજીવ ગાંધી એક લોકપ્રીય નેતા તરીકે જાણીતા હતા.

૧૦. વિશ્વનાથ પ્રતાપ (VP) સિહ :



› શાસન કાળ:-  ૨ ડીસેમ્બર ૧૯૮૯ થી ૧૦ નવેમ્બર ૧૯૯૦

› પાર્ટી :-  જનતા દળ

› જન્મ :-  ૨૫ જુન ૧૯૩૧

› મૃત્યુ :-  ૨૭ નવેમ્બર ૨૦૦૮ 

વી પી સિહ નો જન્મ અલ્હાબાદ ખાતે થયો હતો. તેમણે અલ્હાબાદ યુનિવર્સીટી ના કારોબારી પદે, કોંગ્રેસ વિધાનસભા પક્ષ ના વહીવટ પદે, લોક સભાના સભ્ય તરીકે ,નાણા મંત્રી પદે, ઉતર પ્રદેશ વિધાનસભા ના સભ્ય તરીકે તેમજ મુખ્ય મંત્રી પદે પણ ફરજ બજાવી હતી.  તેઓં યે ભારત દેશને આગળ વધારવા તથા ઉતર પ્રદેશ ને આગળ લાવવા મા મોટું યોગદાન આપ્યું હતું.

૧૧. ચન્દ્ર શેખર :



› શાસન કાળ:-  ૧૦ નવેમ્બર ૧૯૯૦ થી ૨૧ જુન ૧૯૯૧

› પાર્ટી :-  જનતા દળ

› જન્મ :-  ૧ જુલાઈ ૧૯૨૭

› મૃત્યુ :-  ૮ જુલાઈ ૨૦૦૭

ચન્દ્ર શેખર નો જન્મ રાજપૂત ફેમેલીમા ઉતર પ્રદેશ,બીલીયા જીલ્લા ના ઈબ્રહીમપતી ખાતે હતો. તેઓં પહેલા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા ત્યાર બાદ તેણે જનતા દળ ને અપનાવ્યું હતું. રાજીવ ગાંધી એ તેમને વડાપ્રધાન બનવા માટે પ્રેરિત કર્યા હતા. માનનીય ચન્દ્ર શેખર જી એ વડાપ્રધાન પદ પર ઘણી મહત્વની ભૂમિકા અર્પણ કરી હતી.

૧૨. પી વી નરસિંહા રાઉ :



› શાસન કાળ:-  ૨૧ જુન ૧૯૯૧ થી ૧૬ મે ૧૯૯૬

› પાર્ટી :-  ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

› જન્મ :-  ૨૮ જુન ૧૯૨૧

› મૃત્યુ :-  ૨૩ ડીસેમ્બર ૨૦૦૪

પી વી નરસિહારાવ નો જન્મ તેલંગાણા ના વાન્ગરા ખાતે થયો હતો. તેઓં આંધ્રપ્રદેશ ના મુખ્યમત્રી પણ રહી ચુક્યા હતા. નરસિહારાવ ક્રાંતિકારી નેતા તરીકે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.

૧૩. અટલ બિહારી વાજપેયી :



› શાસન કાળ:-  ૧૬ મે ૧૯૯૬ થી ૧ જુન ૧૯૯૬

› પાર્ટી :-  ભારતીય જનતા પાર્ટી

› જન્મ :-  ૨૫ ડિસેમ્બર ૧૯૨૪

અટલ બિહારી વાજપેયી નો જન્મ ગ્વાલિયર ના સાધારણ બ્રાહ્મણ કુટુંબ થયો હતો. તેઓં સારા પત્રકાર તેમજ કવિ પણ હતા, ભારતીય જનતા પાર્ટી તેમજ દેશ ને સુધાવામા તેમણે ખુબ મોટો ફાળો આપ્યો. તેઓ અંદાજીત ૧૪ દિવસ સુધી જ વડાપ્રધાન પદ પર રહયા. વાજપેયીએ ઘણા મોટા મોટા કામો કરી પક્ષ ને મજબુત બનાવ્યો. તેમને ભારત રત્ન ,પદ્મવિભુષણ જેવા અનેક એવોડ આપવામા આવ્યા છે.

૧૪. એચ ડી દેવગૌડા :



› શાસન કાળ:-  ૧ જુન ૧૯૯૬ થી ૨૧ માર્ચ ૧૯૯૭

› પાર્ટી :-  જનતા દળ

› જન્મ :-  ૧૮ મે ૧૯૩૩

એચ ડી દેવેગૌડા નો જન્મ કર્નાટક મા થયો હતો. એક બાજુ ભાજપ પક્ષ મજબુત થઇ રહ્યો હતો તે સમય મા તે વડાપ્રધાન પદ તરીકે ફરજ પર આવ્યા હતા. તેમને પહેલા કોંગ્રેસ પક્ષ થી પોતાની રાજનીતિ ની શરુઆત કરી ત્યાર બાદ તેઓ જનતા દળ સાથે સંકળાય ગયા.

૧૫. ઇન્દ્ર કુમાર ગુજરાલ :



› શાસન કાળ:-  ૨૧ માર્ચ ૧૯૯૭ થી ૧૯ માર્ચ ૧૯૯૮

› પાર્ટી :-  જનતા દળ

› જન્મ :-  4 ડીસેમ્બર ૧૯૧૯

› મૃત્યુ :-  ૩૦ નવેમ્બર ૨૦૧૨

ઇન્દ્ર કુમાર નો જન્મ જ્હેલુમ નગર (પાકિસ્તાન) મા થયો હતો. તેઓં ક્રાંતિકારી અને ઈમાનદાર વ્યક્તિ તરીકે જાણીતા હતા,જેમને મંત્રીમંડળ મા વિભિન્ન હોદા પર કામ કર્યું હતુ. વિદેશ મંત્રી, સંસદીય કાર્ય મંત્રી, પ્રસારણ મંત્રી તરીકે પણ ફરજ પર તેઓં રહ્યા હતા.

૧૬*. અટલ બિહારી વાજપેયી :



› શાસન કાળ:-  ૧૯ માર્ચ ૧૯૯૮ થી ૨૨ મે ૨૦૦૪

› પાર્ટી :-  ભારતીય જનતા પાર્ટી

› જન્મ :-  ૨૫ ડિસેમ્બર ૧૯૨૪

અટલ બિહારી વાજપેયી બીજીવાર ભાજપા નેતા તરીકે વડાપ્રધાનપદ માટે ચુંટાઈ આવ્યા હતા. તેમણે વડાપ્રધાન પદ પર પુરી ઈમાનદારી અને નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી.

૧૭. ડૉ. મનમોહનસિંહ :



› શાસન કાળ:-  ૨૨ મે ૨૦૦૪ થી ૨૬ મે ૨૦૧૪

› પાર્ટી :-  ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

› જન્મ :-  ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨

ડૉ. મનમોહનસિંહ નો જન્મ પાકિસ્તાન પંજાબ વિસ્તાર મા ગાહ ખાતે થયો હતો, તેઓ અર્થશાસ્ત્રી તરીકે ફરજ પર હતા. તેમણે વડાપ્રધાન પદ પહેલા ભારતીય રીઝર્વ બેંક ના ગવર્નર , યોજના આયોગ ઉપાધ્યક્ષ, નાણા મંત્રી, અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ તેમજ એશીયાઈ વિકાસ બેંક જેવા અનેક હોદા પર કામ કર્યું છે. ડૉ. મનમોહનસિંહ ને પદ્મવિભુષણ, તેમજ અન્ય ઘણા એવોડ પણ આપવામાં આવ્યા છે.

૧૮. નરેન્દ્ર મોદી :



› શાસન કાળ:-  ૨૬ મે ૨૦૧૪ થી…

› પાર્ટી :-  ભારતીય જનતા પાર્ટી

› જન્મ :-  ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦

નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાત , અમદાવાદ , વડનગર ગામ ખાતે થયો હતો. તેમણે રાજનીતિ ની શરુઆત ગુજરાત રાજ્ય મા કરી, ગુજરાત મા તે જંગી બહુમતિ થી સતત ૩ વખત મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતને ઘણા ક્ષેત્રોમા દેશ નું નંબર ૧ રાજ્ય બનાવ્યું હતુ. જેથી ભારત લોકોને તેમણે આકર્ષિત કર્યા. વડાપ્રધાન બન્યા પછી તેણે નોટબંધી, GST જેવા અન્ય ઘણા મુશ્કેલ અને મહત્વના નિર્ણયો લીધા. નરેન્દ્ર મોદી હાલ (જાન્યુઆરી ૨૦૧૮) દુનિયા ના ત્રીજા સૌથી શક્તિશાળી નેતા માનવામાં આવે છે.


No comments:

Post a Comment