# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 11 August 2018

ત્રિમ્બકેશ્વર મંદિર નો ઇતિહાસ

ત્રિમ્બકેશ્વર અેક પ્રાચીન હિંદુ મંદિર છે.
જે ભારતના નાસિક શહેરથી 28 કિમી અને નાસિક રોડથી 40 કિમી દૂર ત્રિમ્બકેશ્વર તાલુકાના ત્રિમ્બક શહેરમા બનેલુ છે.
આ મંદિર બનાવવાની શરુઆત 1755 મા થઇ હતી.
અને 31 વર્ષના લાંબા સમય પછી પુણઁ થયુ હતુ.
કહેવાય છે કે આ ભવ્ય મંદિર બનાવવા 16 લાખ જેટલો ખચઁ થયો હતો.
તે સમયે આ કિંમત બહુ મોટી હતી.
આ જયોતિલિંગ 12 જયોતિલિંગમાનુ અેક છે.
આ મંદિર નાના સાહેબ પેશવાઅે બનાવઙાવેલ છે.
પવિત્ર નદી ગોદાવરીનુ ઉદગમસ્થાન પણ ત્રિમ્બકની પાસે જ છે.
આ મંદિર અેક આનોખુ રુપ ધારણ કરે છે.
ત્યાં ફ્ક્ત ઓખલી જેવો ખાડો દેખાય છે.
અે ખાડામાં અંગૂઠાના આકારના 3 લિંગ દેખાય છે.
બ્રહ્મા,વિષ્ણુ અને મહેશજીના આ 3 લિંગ છે.
મહેશજીના લિંગ પર અેક કોટરમાનુ પાણી હંમેશા પઽતુ રહે છે.
આ જયોતિલિંગમાથી કયારેક સિંહની ગજઁના સંભળાય છે. અને કયારેક આગની જ્વાળાઓ પણ નીકળે છે.
ગંગાજીઅે ભગવાન શિવને પુછ્યું કે અેના મહત્વની જાણ સંસારને કેવી રીતે થશે??
ત્યારે ઋષિઅોઅે કહ્યું કે જયા સુધી બૃહસ્પતિ સિંહ રાશિમા રહેશે ત્યા સુધી અમે બધા અહી ગંગાજીના કાંઠે વાસ કરીશુ અને રોજ 3 વખત ગંગાજીમા નાહીને શીવજી ના દશઁન કરીશુ. આથી અમે દોષ મુક્ત બની રહીશુ. આ સાંભળી ગંગાજી અને શિવજી ત્યા સ્થાપિત થઇ ગયા. ગંગાજી ગાૈતમીના નામે અને લિંગ ત્રિમ્બકના નામે જાણીતુ થયુ.

No comments:

Post a Comment