# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday, 7 August 2018

INNOVATIVE EXPERIMENT

મારો   નાવિન્યપૂર્ણ  પ્રયોગ  

મૂળાક્ષર બેઝ


પ્રજ્ઞા શાળા ખાડાણાના ધોરણ - ૧ અને ૨ ના મોટાભાગના બાળકો સામાજિક અને શૈ. પછત વર્ગના છે, જે ગુજરાતી વિષયમાં મૂળાક્ષર ઓળખ માટેની મુશ્કેલી અનુભાવાતી હતી. જેના નિરાકરણ માટે મૂળાક્ષર બેઝ તૈયાર કરવામાં આવ્યા. 

ગ,મ,ન,જ,/ વ,ર,સ,દ,/પ,ડ,ત,ણ,……  વગેરે મૂળાક્ષર ઓળખ માટે દરેક મૂળાક્ષરના અલગ-અલગ બેઝ તૈયાર કરવામાં આવ્યા. ત્યારબાદ આ મૂળાક્ષર બેઝ બાળકોને કાયમ માટે વ્યકિતગત ધારણ કરવા ઇશ્યુ કરી દેવામાં આવ્યા. જે બાળક્ને જે મૂળાક્ષર બેઝ આપવામાં આવેલ છે, તે તેણે દરરોજ જાતે શોધીને, પહેરીને પ્રાર્થનામાં બેસવું,શાળા સમય દરમ્યાન આ બેઝ ધારણ કરી રાખવો તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. જેતે બેઝ ધારણ કરેલ બાળકને તેણે ધારણ કરેલ બેઝ્ના મૂળાક્ષરથી ઓળખવાની પ્રણાલી પાડવામાં આવી. 

 મૂળાક્ષર બેઝ = મોટા સમારંભ વખતે સ્ટેજ ઉપર સ્થાન પામેલ મહાનુભવને પહેરાવવામાં આવે છે તે બેઝ

      સંદર્ભ અભ્યાસ કાર્ડનું નિ


ર્માણ

 બાળકો શબ્દ લેખન -વાંચન, તેમજ ગણિત વિષયમાં સંખ્યાજ્ઞાનના અભ્યાસ સંબંધી મુશ્કેલી અનુભવતાં હતાં.

    ઉપરોક્ત સમસ્યાના નિરાકરણ માટે, પ્રથમ શૈ.સત્ર બાદ એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. જે અંતર્ગત, બાળકોના પ્રિ-ટેસ્ટ આધારિત નિદાનાત્મક વિશ્લેષણ મુજબ વિવિધ સંદર્ભ  અભ્યાસ કાર્ડ તૈયાર કરવામાં આવ્યાં. જેમાં ગ,મ,ન,જ,/ વ,ર,સ,દ,/પ,ડ,ત,ણ, ... વગેરે મૂળાક્ષર ઓળખ માટે દરેક મૂળાક્ષર જૂથ મુજબના ચિત્ર સાથેના, શ્રુતલેખન / અનુલખન / વાચનના અલગ-અલગ  સંદર્ભઅભ્યાસ કાર્ડ  તથા સંખ્યાજ્ઞાન માટે  ( ૦ થી ૯ ), ( ૧૦ થી ૨૦),  ( ૨૦ થી ૩૦), ( ૩૦ થી ૪૦), ....... ના અલગ-અલગ  સંદર્ભઅભ્યાસ કાર્ડ  તૈયાર કરવામાં આવ્યા. અને આ કાર્ડ મુજબ વ્યાક્તિગત મહાવરો કરાવવામાં આવ્યો.

    

 ઉપચારત્મક સંદર્ભ અભ્યાસ કાર્ડનું નિર્માણ

બાળકોની મૂળાક્ષર, શબ્દ લેખન -વાંચન, સંખ્યાજ્ઞાન, ગણન અને પર્યાવરણ વિષય બાબતની કચાશ જણાતાં તેના ઉપચારાત્મક કાર્ય માટે એક એવુ અભ્યાસ કાર્ડ તૈયાર કરવામાં આવ્યુ જે બાળકને મૂળાક્ષર અને શબ્દ માટે ખૂબ અનુકૂળ પડે, જેમાં બાળક્નું શરીર જ એક  ટી. એલ. એમ. ની ગરજ સારે, આ કાર્ડ એવી રીતે બનાવ્યું કે આપણા શરીરના અંગોના નામમાં દરેક મૂળાક્ષર ગ,મ,ન,જ,/વ,ર,સ,દ,/પ,ડ,ત,ણ, ... વગેરે મૂળાક્ષર જૂથ મુજબ આવી જ જાય. બાળક પોતાનાં શરીરના અંગોના નામ સહેલાઇથી યાદ રાખી શકે છે,તેથી જે તે અંગના નામના સંબંધે આવતા મૂળાક્ષર કે શબ્દ અને જે તે શબ્દની માત્રાઓને સહેલાઇથી યાદ રાખી શકે છે. આ કાર્ડથી મહાવરો કરાવવામાં આવ્યો. શરીરનાં અંગોની સંખ્યા અને અંગોનાં કાર્ય સંબંધે ગણિત અને પર્યાવરણ વિષયનો અનુબંધ સાધીને ગણિત અને પર્યાવરણ વિષયનુ પણ ઉપચારાત્મક કાર્ય હાથ ધરવામાં આવ્યુ.

પ્રિ- ટેસ્ટ લેવામાં આવ્યો.


ત્યારબાદ પ્રિ-ટેસ્ટ્ના પરિણામ આધારે નિદાન કકરવામાં  આવ્યું.


ત્યારબાદ પ્રાયોગિક કાર્ય હાથ ધરવામાં આવ્યું.


પોસ્ટ ટેસ્ટ લેવામાં આવ્યો.


પ્રિ- ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ ના પરિણામોના તફાવત આધારે આ નવતર પ્રયોગનુ મૂલ્યાંક્ન કરવામાં આવ્યું.

   


પ્રિ- ટેસ્ટ

 મૂળાક્ષર, શબ્દ, અને સંખ્યાજ્ઞાનના પરિમાણ આધારે પ્રિ-ટેસ્ટ તૈયાર કરવામાં આવ્યો. પરિમાણ મુજબ પ્રગતી ચાર્ટ સ્વરૂપે બાળકોની યાદી તૈયાર કરવામાં આવી. બાળકોનો વ્યક્તિગત પ્રિ- ટેસ્ટ લેવામાં આવ્યો. પ્રગતી ચાર્ટ્ના જે તે બાળકના નામ સામે  પ્રિ- ટેસ્ટના કોલમમાં જે તે પરિમાણના ખાનામાં પ્રિ- ટેસ્ટ પરિણામની સ્થિતિ (જે તે  મૂળાક્ષર, શબ્દ માટે ૧ ગુણ)ની નોધ કરવામાં આવી. જેના વિશ્લેષણ પરથી નિદાન કરવામાં આવ્યું

ત્યારબાદ પ્રાયોગિક કાર્ય હાથ ધરવામાં આવ્યું.

પોસ્ટ ટેસ્ટ

             પ્રાયોગિક કાર્યના અંતિમ ચરણમાં, મૂળાક્ષર, શબ્દ, અને સંખ્યાજ્ઞાનના પરિમાણ આધારે પોસ્ટ ટેસ્ટ તૈયાર કરવામાં આવ્યો. પરિમાણ મુજબ પ્રગતી ચાર્ટ સ્વરૂપે બાળકોની અગાઉ પ્રગતી ચાર્ટ્ની તૈયાર કરેલ યાદીમાં,   પ્રગતી ચાર્ટ્ના જે તે બાળકના નામ સામે  પોસ્ટ ટેસ્ટના કોલમમાં જે તે પરિમાણના ખાનામાં પોસ્ટ ટેસ્ટ પરિણામની સ્થિતિ (જે તે  મૂળાક્ષર, શબ્દ માટે ૧ ગુણ)ની નોધ કરવામાં આવી.

મૂલ્યાંકન આધારે પરિણામ



પરિમાણ મુજબના  પ્રગતી ચાર્ટમાં જ બાળકોની યાદીમાં   પ્રગતી ચાર્ટ્ના જે તે બાળકના નામ સામે  પોસ્ટ ટેસ્ટના કોલમમાં જે તે પરિમાણના ખાનામાં પ્રિ – ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ પરિણામની સ્થિતિમાંથી  (જે તે  મૂળાક્ષર, શબ્દ માટે ૧ ગુણ) બાકીનાં બે ખાનાં + અને – માં તફાવતની નોધ કરવામાં આવી. આ મૂલ્યાંકનનો તફાવત જોતાં જણાયુ કે આ નવતર પ્રયોગ ધ્વારા સુધારાત્માક પરિણામ જોવા મળ્યું છે.

આ પ્રયોગ ધ્વારા હાલ બાળકો સહેલાઇથી મૂળાક્ષરો,શબ્દો વાંચી-લખી શકે છે. તથા ગણિત વિષયમાં ખૂબ જ સારુ સંખ્યાજ્ઞાન મેળવી શક્યાં છે.























































































































































આભાર
Raisingbhai Talpada


No comments:

Post a Comment