100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા Đ4;રંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
1. શક્તિ સુત્ર
¨ એકટીવિટીનુ નામ :- શક્તિ સુત્ર
¨ વિષય :- સંકલ્પ સિધ્ધી
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમ બાળકોનો સર્વાંગી વિકાસની સંકલ્પ સિધ્ધી માટે
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- બંન્ને હાથ ખંભા પર રાખી હ્યદયપૂર્વક,દ્રઢ મનોબળ તેમજ સાવધાની પૂર્વક દ્રઢ સંકલ્પ સાથે
બાળકોને શક્તિસૂત્ર બોલાવવુ
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ
¨ સમય :- 2 મિનીટ
2. સ્વપ્નની વાત
¨ એકટીવિટીનુ નામ :- સ્વપ્નની વાત
¨ વિષય :- સ્વપ્ન સિધ્ધી
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમમાં બાળકોને આવતા સારા સ્વપ્ન-સંક્લ્પ સિધ્ધી
માટે
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રાર્થના કાર્યક્રમમાં બાળકોને સારા સ્વપ્નમાં આવતી સારી
ઘટના વાત સમુહમા કહેશે.શાળામા બાળકોની કલ્પના ઉંચા સ્વપ્ના જોવા તેમજ સારા કાર્યો
કરવાની પ્રેરણા આપવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 2 થી 4 મિનિટ
3. વાવડ
¨ એકટીવિટીનુ નામ :- વાવડ
¨ વિષય :- સમાચાર ઘટના
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમમાં નવીન બનાવો ઘટતી ઘટનાઓની જાણકારી.
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રાર્થનામા સમુહમા બાળકો ટી.વી.,છાપા,રેડિયો કે મુક વાચકો દ્રારા સાંભળે/જોયેલ ઘટના કે બનાવો કહેશે.તેમજ પોતાના
ઘર,કુટુંબ.ગામ,સગા સંબંધીઓના નવીન વાવડ
કહેશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 2 મિનિટ
4. જન્મદિન ઉજવણી(ભારતીય સંસ્કૃતિ મુજબ)
¨ એકટીવિટીનુ નામ :- જન્મદિન ઉજવણી(ભારતીય સંસ્કૃતિ મુજબ)
¨ વિષય :- જન્મદિવસ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોત પોતાના જન્મદિવસ નિમિતે
શુભેચ્છા પ્રાપ્તી.
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ગાયત્રી મંત્રોના ઉચ્ચારણ
દ્રારા અને દરેક બાળકોની લાગણી પ્રેમભાવ જે બાળકનો જન્મદિવસ હોય તેના તરફ સહ્રદયે
જન્મદિવસની શુભેચ્છા કાર્ડ આપીમીઠ મોં કરાવશે.અને બાળકો તથા શિક્ષકોના જન્મદિન
ઉજવશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- જન્મદિન શુભેચ્છા કાર્ડ(બાળકોએ બનાવેલુ કંકુ,ચોખા,ચોકલેટ)
¨ સમય :- 2 મિનિટ
5. ક્વિઝ કોન્ટેસ્ટ
¨ એકટીવિટીનુ નામ :- ક્વિઝ કોન્ટેસ્ટ
¨ વિષય :- જનરલ નોલેજ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વિવિધ ક્ષેત્ર વિષય તેમજ બહારની દૂનિયાનુ સામાન્ય જ્ઞાનની જાણકારી.
¨ એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા તેમજ વર્ગખંડમાં
¨ એકટીવિટી પધ્ધતિ :- વર્ગમા કે સમુહ સેશનમા બે કે ચાર જુથમા બાળકોને વિવિધ
પ્રકારે બે ત્રણ કે પાંચ રાઉન્ડમા પ્રશ્નો પૂછવા તેમજ એક બાળક પ્રશ્ન પૂછે જે
પૂછેલા પ્રશ્નોનો જવાબ આપે તે ફરી પ્રશ્ન પૂછે આરીતે જવાબ આપનાર પ્રશ્ન પૂછતા જાય.બે ત્રણ
પ્રકારે ક્વિઝ કોન્ટેસ્ટ ગોઠવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાર્ડ પેપર,ચોક,બોર્ડ,સ્કોર બોર્ડ
¨ સમય :- 2 મિનિટ
6. હાજરી કાર્ડ
¨ એકટીવિટીનુ નામ :- હાજરી કાર્ડ
¨ વિષય :- સ્થાયીકરણ (વ્યક્તિગત)
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- જે તે વર્ગમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત હાજરી વધારવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- ડ્રોઇંગશીટમાંથી 2 × 3 ઇંચનુ હાજરીકાર્ડ બનાવી તેમા
બાળકનુ નામ.ધોરણ,વર્ગ,તારીખ વગેરે લખવુ એક માસમા સૌથી વધુ હાજરી આપી
હોય તેમને માસને અંતે એક હાજરી કાર્ડ આપવુ,વર્ષના અંતે જે તે વર્ગ ધોરણમા
બાળકો પાસેથી વધુ કાર્ડ ભેગા થાય તેને શાળાના
રાષ્ટ્રીયતહેવાર કે પ્રવેશોત્સવ ઉજવણી વખતે પ્રોત્સાહીત કરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ માર્કર પેન
¨ સમય :- 1 કલાક
7. સ્વચ્છતા કાર્ડ
¨ એકટીવિટીનુ નામ :- સ્વચ્છતા કાર્ડ
¨ વિષય :- સ્વચ્છતા(વ્યક્તિગત)
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- જે તે વર્ગમાં વિદ્યાર્થીની વ્યક્તિગત સ્વચ્છતા(શરીર,ડ્રેસ,દફતર)વધારવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- જે તે વર્ગમા બાળક વ્યક્તિગત સ્વચ્છ થઇ આવે તેમને માસને
અંતે સ્વચ્છતા કાર્ડ આપવુ.વર્ષમા જે બાળકો પાસેથી વધુ કાર્ડ ભેગા થાય તેવા બાળકોને સમુહમા પ્રોત્સાહિત કરવા (બાળકોની
વ્યક્તિગત સ્વચ્છતામા સ્વચ્છ ગણવેશ,દાંત,નખ,વાળ વગેરેને ધ્યાનમા લેવા)
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ માર્કર પેન
¨ સમય :- -
8. હાજરી ધ્વજ
¨ એકટીવિટીનુ નામ :- હાજરી ધ્વજ
¨ વિષય :- સ્થાયીકરણ (સામુહિક)
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- શાળા સંકુલમાં જે તે વર્ગની સામુહિક હાજરીમા વધારો કરવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- જે શાળાના જે તે ધોરણના વર્ગમા સૌથી વધુ બાળકોની હાજરી હોય
તે દિવસે આખો દિવસ તેવર્ગમા હાજરી ધ્વજ રાખવો. જે રંગીન કાપડમાંથી બનાવેલ હોય અને તે દિવસ સમરીબુકમાટીકમાર્ક
કરી નોંધ કરવી માસના અંતે જે વર્ગમા વધુ હાજરી રહે તે વર્ગને પ્રોત્સાહિત કરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વાંસની સ્ટીક,ધ્વજ માટે રંગીન કાપડ,કલર
¨ સમય :- -
9. સ્વચ્છતા ધ્વજ
¨ એકટીવિટીનુ નામ :- સ્વચ્છતા ધ્વજ
¨ વિષય :- સ્વચ્છતા(સામુહિક)
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- શાળા સંકુલની તેમજ ધોરણવાર વર્ગની સામુહિક સવચ્છતામાં વધારો કરવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામા જે દિવસે જે તે વર્ગના વિદ્યાર્થીઓ
વર્ગમા સ્વચ્છ જણાય તે દિવસે આખો
દિવસસ્વચ્છતા ધ્વજ રાખવો,આમ માસના અંતે સૌથી વધુ સ્વચ્છતા
ધ્વજ હોય તે વર્ગના બાળકોને સમુહમા પ્રોત્સાહિત કરવા.( સ્વચ્છતામા બાળકોનો ગણવેશ,દફતર,સાધનો,બેઠક વ્યવસ્થા,વર્ગની સ્વચ્છતા ધ્યાનમા રાખવી)
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વાંસની સ્ટીક,ધ્વજ માટે રંગીન કાપડ,કલર
¨ સમય :- -
10. મારૂ કાર્ડ
¨ એકટીવિટીનુ નામ :- મારૂ કાર્ડ
¨ વિષય :- સ.ઉ.ઉ.કા.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- બાળકોની વિવિધ રૂચિ,પસંદગી,સ્વાતંત્ર્યતા
અને દિલ/મનની વાત જાણવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- ડ્રોઇંગશીટ કે અન્ય કાર્ડ પેપરમાથી 10×10 ઇંચના માપનુ કાર્ડ બનાવી કાર્ડ ઉપર“મારૂ કાર્ડ”લખવુ આ કાર્ડમા દરેક બાળક પોતાનુ આખુ
નામ.ધોરણ.ઉમર,કુટુંબના
સભ્યોના નામ,ગામનુનામ તેમજ મનપસંદ વાનગી,કલર,વૃક્ષ,મિત્ર,શોખ તેમજ મહેચ્છા લખીશુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ શીટ,સ્કેચ પેન,કાર્ડ પેપર.
¨ સમય :-
11. vb વાંચન મેળો
¨ એકટીવિટીનુ નામ :- વાંચન મેળો
¨ વિષય :- વાંચન અભિયાન
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- રિશેષ કે અન્ય ફાજલ સમયમાં સામુહિક,વિ.ની વ્યક્તિગત વાંચન ક્ષમતા સિધ્ધ
કરવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ દરમિયાન ફ્રી તાસમા
¨ એકટીવિટી પધ્ધતિ :- રિશેષના સમયે અથવા શાળા સમયના ફુરસદ સમયે સમુહમા બાળકોને
શાળાની લાયબ્રેરીના પુસ્તકો વાંચવા આપી સમુહ વાંચન કરાવવુ.ત્યારબાદ જે તે બાળકે
વાંચેલ આર્ટિકલનુ સમુહપ્રાર્થનામા પુસ્તકનો સાર કહેવો.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બાલ સામાયિકો,લાયબ્રેરીના પુસ્તકો.
¨ સમય :- 20 મિનિટ
12. ઇકો કલબ
¨ એકટીવિટીનુ નામ :- ઇકો કલબ
¨ વિષય :- પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વિદ્યાર્થીઓમાં પર્યાવરણ /વિજ્ઞાનનો અભિગમ કેળવાય પર્યાવરણના
ઘટકોની
જાણકારી મળે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- દ્વિ માસિક એકટીવિટી
¨ એકટીવિટી પધ્ધતિ :- ચોમાસામા વૃક્ષારોપણ કરવુ, અભ્યારણ્યની વર્ષમા એકવાર
મુલાકાત લેવી ,વિવિધ ઔષધીય વનસ્પતિના બાગ બનાવી પરિચય કેળવવો,ઉપરાંત પશુ-પક્ષી,વૃક્ષો જળચરોની સચિત્ર માહિતીએકઠી
કરવી,પર્યાવરણની વિવિધ રમત રમાડવી,પર્યાવરણ
દિવસ ઉજવવો, વૃક્ષોનુ જતન કરીઉછેરવા,પર્યાવરણ
વિષયક વકતૃત્વ ગોઠવવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પર્યાવરણ એકટીવીટી ફાઇલ,પ્રાણી પક્ષી કાર્ડ,પર્યાવરણ
રમત સંપુટ.
¨ સમય :- 10 થી 30 મિનિટ
13. સુવિચાર પોથી
¨ એકટીવિટીનુ નામ :- સુવિચાર પોથી
¨ વિષય :- સુવાકયોનો સંગ્રહ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રાર્થના સાંસ્કૃતિક બાલસભા કાર્યક્રમમાં તેમજ બાળકોમા સારા
વિચારોનુ સિંચન
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રતિદિન + પ્રાર્થના દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ સામાયિકમાંથી સારો વિચાર ,સારૂ વાક્ય,પેરેગ્રાફ લઇ અન્ય શાળા કે સંસ્થાની મુલાકાતે જઇ સુવિચારોનો સંગ્રહ કરી
ફાઇલ કરવા.પ્રાર્થનામા પ્રતિદિન સુવિચાર કહેવો તેમજ શાળા બોર્ડ માં દરરોજ નવા
સુવિચાર લખવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ સામાયિકો,છાપા પૂર્તિ,મેગેઝીન,ફાઇલ,કાગળ,પેન.
¨ સમય :- -
14. વિવિધ સંગ્રહપોથીઓ
¨ એકટીવિટીનુ નામ :- વિવિધ સંગ્રહપોથીઓ
¨ વિષય :- સ.ઉ.ઉ.કા. + સંગ્રહ પધ્ધતિ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- બાળકોની સંગ્રહવૃતિ પ્રબળ બનતા,ચોરી કરતા અટકાવવા-પીંછા,પર્ણ,બીજ વસ્તુઓની ઓળખાણ માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ પર્ણ,બીજ,ફુલ,પીંછા,જમીનની માટીના નમૂના,બાળકો
પાસે એકઠા કરાવી તેમની વિવિધ પોથી તેમજ ફાઇલ બનાવી શકાય,પર્યાવરણ,વિજ્ઞાનવિષયમા એકમ અનુરૂપ ............ ડે સંદર્ભતરીકે ઉપયોગ કરી શકાય ,બતાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ફાઇલ,પોલીથીન બેગ્ઝ,ડ્રોઇંગશીટ
સ્કેચ પેન,પીંછા,પાન બીજના નમૂના.
¨ સમય :- 2 મિનિટ
15. પેપર સામાયિક કટીંગ્ઝ
¨ એકટીવિટીનુ નામ :- પેપર સામાયિક કટીંગ્ઝ
¨ વિષય :- જનરલ નોલેજ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રવર્તમાન બનાવો,બની ગયેલી ઘટનાની વિવિધ G.K. ની માહિતી ફોટા,કટીગ્ઝ
દ્રારા મેળવે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ છાપા,પૂર્તિ,મેગેઝીન બાલ
સાહિત્યમાંથી અવનવુ જાણવા જેવુ શૈ.માહિતી , ચિત્રો, વાર્તા, કોયડા,ઉખાણા,ગીતો,વગેરેનુ કટીંગ્ઝ કરી ફાઇલમા સંગ્રહિત કરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- છાપાની પૂર્તિ,બાલ સાહિત્ય મેગેઝીન,ફાઇલ. .
¨ સમય :- Depend On Time
16. શાળા માહિતી પોથી
¨ એકટીવિટીનુ નામ :- શાળા માહિતી પોથી
¨ વિષય :- શાળાની તમામ માહિતી વહીવટી અને શૈક્ષણિક
¨ ધોરણ વિભાગ :- શિક્ષકો માટે
¨ હેતુ :- શાળાની ભૌગોલિક,વહીવટી,ભૌતિક,શૈક્ષણિક,પ્રોગ્રેસ ગ્રોથની એક સાથે માહિતી જાણવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રતિ વર્ષ
¨ એકટીવિટી પધ્ધતિ :- શાળાની શૈક્ષણિક, ભૌતિક ,આર્થીક,આંકડાકીય માહિતી,વર્ષવાર વિદ્યાર્થીની માહિતી,શિક્ષકોની માહિતી,શાળાનુ પરિણામ,પ્રવૃતિ,પ્રગતિની લેખીત માહિતી ગ્રંથ તૈયાર કરવો.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ, સ્કેચ પેન,ફાઇલ.
¨ સમય :- -
17. પ્રતિમાસ બાલ મેગેઝીન(બાલપત્રિકા) સંપાદન “ઝરણું ”
¨ એકટીવિટીનુ નામ :- પ્રતિમાસ બાલ મેગેઝીન(બાલપત્રિકા) સંપાદન “ ઝરણું ”
¨ વિષય :- બાલ સાહિત્ય જ્ઞાન પરબ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વાર્તા,ઉખાણા,જોડકણા,જાણવા જેવુ,જોકસ,કોયડા,ગીતો વગેરેની નવીનતમ
જાણકારી.
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રતિ માસ
¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકો તેમજ શિક્ષકો પ્રતિમાસે શાળામાંથી બાલ સાહિત્ય બાલ
પત્રિકાનુ સંપાદન કરે,બાળગીત વાર્તા,ઉખાણા,પ્રશ્નો,શબ્દ ચિત્રો જેવી નવીનતમ શૈક્ષણિક માહિતી
વિવિધ સામયિકો બાલમેગેઝીન માંથી સંકલીત કરેલ હોય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ બાલ સાહિત્ય,કોરો કાગળ.
¨ સમય :- Monthly
18. બુલેટિન શ્યામફલક બોર્ડ
¨ એકટીવિટીનુ નામ :- બુલેટિન શ્યામફલક બોર્ડ
¨ વિષય :- જનરલ નોલેજ+નવિનતમ જાણકારી.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- શાળાની, ગામની આસપાસના પર્યાવરણની ઘટના/માહિતી જ્ઞાનની
જાણકારી.
¨ એકટીવિટી ડ્યુરેશન :- નોટિસ બોર્ડ પ્રવૃતિ
¨ એકટીવિટી પધ્ધતિ :- નોટિસ બોર્ડમા દર અઠવાડિયે બાળકો છાપા કે સામાયિકના કટિંગ્ઝ
લગાવે ,બાળકોએ
દોરેલ ચિત્ર,લખેલ કાવ્ય, ગીતો,જોક્સ,ઉખાણા,વાર્તા અન્ય
શૈ.માહિતી બોર્ડમા લગાવે અને રિશેષ કે અન્ય સમયે દરેક બાળકો નોટીસ બોર્ડનો અભ્યાસ
કરશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- નોટીસ બોર્ડ,ટાંકણી,વિવિધ કટિંગ્ઝ.
¨ સમય :- Weekly
19. બાલ હાટ
¨ એકટીવિટીનુ નામ :- બાલ હાટ
¨ વિષય :- સ.ઉ.ઉ.કા.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- બાળકોમા નૈતિકતા મૂલ્યશિક્ષણ વિશ્વાસ વહીવટી વેપાર સુઝબુઝ કેળવાય.
¨ એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામાં જ " રામ હાટડી " નામની નાની નાની દુકાન ખોલી તેમા નોટબુક,પેન,ફુટ,રબર,કલર,જેવી સ્ટેશનરી સામગ્રી બાળકો દ્વારા નો પ્રોફીટ નો લોસ પર બાળકોના
વિશ્વાસે વેપારબ વેચાણ વહીવટ કરશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ શૈક્ષણિક સામગ્રી,મટીરિયલ્સ.
¨ સમય :- Daily
20. ધમાકા- વિવિધ
તહેવારોની ઉજવણી
¨ એકટીવિટીનુ નામ :- ફેસ્ટીવલ ધમાકા- વિવિધ તહેવારોની ઉજવણી
¨ વિષય :- સ.ઉ.ઉ.કા.+આપણા તહેવારો
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- સત્રમા આવતા તમામ રાષ્ટ્રીય,ધાર્મિક,સામાજીક,તહેવારોની ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ઉજવણી .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વિવિધ તહેવારો
¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ રાષ્ટ્રીય,ધાર્મિક સામાજીક તહેવારોની સાદગી પૂર્વક
ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ શાળામા કે ગામમા ઉજવણી
કરવી જેમ કે રક્ષાબંધને બહેનો ભાઇઓને રાખડી બાંધે,ઉતરાયણે જાતે પતંગ બનાવી ઉડાડે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- તહેવાર અનુરૂપની સામગ્રી.
¨ સમય :- Depend On Time
21. વ્યસનમુક્તિ
અભિયાન
¨ એકટીવિટીનુ નામ :- વ્યસનમુક્તિ અભિયાન
¨ વિષય :- વ્યસન મુક્તિ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- બાળકોમા શિક્ષકોમા,યુવાનોમા,વડિલોમા વ્યસનથી દૂર
રહેવાની સમજણ કેળવણી.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વાલી મિટિંગ+વિજ્ઞાન પ્રદર્શન+બાલ મેળામા+રંગ મેળામા
¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામા કે જાહેર સ્થળોએ કાયમી ધોરણે વ્યસન અંગેના ચાર્ટ,સુત્રો,પોસ્ટર લગાવવા, સ્લાઇડ શો,સી.ડી.નિદર્શન દ્વારા
વ્યસનની ભયાનકતા જણાવવી. વિજ્ઞાનપ્રદર્શન,બાલ- મેળામા સ્ટોલ રાખી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વ્યસનમુક્તિના ચાર્ટ,બેનર,સી.ડી.સ્લાઇડ,વ્યસનમુક્તિની ટેબ્લેટસ,મુખવાસ,ડ્રોપ્સ.
¨ સમય :- Depend On Time Daily
22. સ્વચ્છતા અભિયાન
¨ એકટીવિટીનુ નામ :- સ્વચ્છતા અભિયાન
¨ વિષય :- સ્વચ્છતા + સુઘડતા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- શાળાની તેમજ આસપાસની વિ.ની વ્યક્તિગત સ્વચ્છતા સુઘડતાની ટેવ
કેળવવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- શાળા સમય બાદ અને ઋતુઅનુસાર
¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામા શાળા આસપાસ બાળકો સ્વચ્છતા અંગેના ભીંતસુત્રો લખે,વર્ષમા બે ત્રણ વાર સ્વચ્છતા રેલી કાઢવી ,સ્વચ્છ
પાણી ,સ્વચ્છ પોશાક , સ્વચ્છ હવા
અંગેના પોસ્ટરો સુત્રો મૂકી,સમુહ સફાઇ બાળકો દ્વારા કરી
શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સફાઇના સાધનો,સ્વચ્છતા સુત્રો.
¨ સમય :- Depend On Time Daily
23. પપેટ શો
¨ એકટીવિટીનુ નામ :- પપેટ શો
¨ વિષય :- વિષયવસ્તુના પાત્રો ઘટના
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વિવિધ વિષયોન પાત્રો,ચારિત્ર્ય નિર્માણ,નૈતિક
શિક્ષણ,ઘટનાગત માહિતી આપવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા + વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ પ્રકારના પપેટ તેમજ મ્હોરા દ્વારા જુદાજુદા એકમોના
પાત્રો,પપેટ
દ્વારા બાળકો પપેટ શો કરે,પપેટ દ્વારા પ્રેરણાયી સુત્રો,વકતવ્ય,સંદેશા આપી શકાય,વિષયના
એકમો કે પાત્રોના હોય તે પાઠ પપેટ દ્વારા સમજાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-ફીંગર પપેટ.સ્લો પપેટ,મુખોટા પપેટ તેમજ
વિવિધ પાત્રોની સંક્રિપ્ટ,પડદો.સીસોટી
¨ સમય :- 10 to 30 miniute
24. રેડિયો કલબ
¨ એકટીવિટીનુ નામ :- રેડિયો કલબ
¨ વિષય :- શૈક્ષણિક માહિતી
¨ ધોરણ વિભાગ :- બાળકો તથા શિક્ષકો
¨ હેતુ :- પ્રાંત રાજય દેશ-વિદેશની ઘટના સમાચાર+શૈક્ષણિક માહિતી(શ્રાવ્ય)
જાણકારી.
¨ એકટીવિટી ડ્યુરેશન :- રેડિયો સ્ટેશન સમયપત્રક મુજબ.
¨એકટીવિટી પધ્ધતિ :- રેડિયોના વિવિધ સ્ટેશનોમા આવતી સાંભળવા જેવી માહિતીનુ સંકલન
કરી માહિતીલક્ષી કાર્ય- ક્રમો જ જોવા તે અંગે ટી.વી.કાર્યક્રમની સમયપત્રિકા
સ્ક્રીપ્ટ આપી સારા પ્રોગામની વાત પ્રાર્થ- નામાં કે બાલસભામા કરી શકાય.
¨સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- રેડિયો,રેડિયાના સ્ટેશન કાર્યક્રમની સુચી.
¨સમય :- Depend On Time
25. ટી.વી.કલબ
¨એકટીવિટીનુ નામ :- ટી.વી.કલબ
¨વિષય :- શૈક્ષણિક માહિતી
¨ધોરણ વિભાગ :- બાળકો તથા શિક્ષકો
¨હેતુ :- વિવિધ ટી.વી. ચેનલોમા જે બાળકોને/શિક્ષકોને ઉપયોગી જોવાલાયક
કાર્યક્રમ/ચેનલોની માહિતી માટે.
¨એકટીવિટી ડ્યુરેશન :- ટી.વી.ચેનલ કાર્યક્રમ સમયપત્રક અનુરૂપ.
¨એકટીવિટી પધ્ધતિ :- ટી.વી.ની વિવિધ જોવાલાયક ચેનલીમા બાળકો અને શિક્ષકોને
જ્ઞાનલક્ષી જાણવા જેવુ , માહિતી લક્ષી કાર્યક્રમો જ જોવા તે અંગે
ટી.વી.કાર્યક્રમની સમયપત્રિકા સ્ક્રીપ્ટ આપી , સારા પ્રોગામની વાત પ્રાર્થનામા કે બાલસભામા
કહેવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ટી.વી.ચેનલના જોવાલાયક શૈ.તેમજ જ્ઞાનવર્ધક કાર્યક્રમોની
માહિતી પત્રિકા
¨ સમય :- Depend On Time
26. લાલા ધ્યાન+રામ ધ્યાન
¨ એકટીવિટીનુ નામ :- લાલા ધ્યાન+રામ ધ્યાન
¨ વિષય :- એકાગ્રતા+ડિસીપ્લીન
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વર્ગવ્યવસ્થા વર્ગમા શિસ્ત,શાંતિ ધ્યાન એકાગ્રતા કેળવવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થનામા+વર્ગખંડમા
¨ એકટીવિટી પધ્ધતિ :- સમુહમા આ ધ્યાન કરાવી શકાય.આંખો બંધ કરી સમુહમા
લા.....લા......લા.....એમ ધીમુ મધ્યમ ઝડપી રીતે ક્રમશ બોલાવવુ એજ રીતે
રામ......રામ.....આંખો બંધ કરી એક ધ્યાને બોલાવવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 5 મિનીટ
27. યોગ ક્રિયેટીવીટી (યોગા)
¨ એકટીવિટીનુ નામ :- યોગ ક્રિયેટીવીટી (યોગા)
¨ વિષય :- શા.શિ.+તંદુરસ્તી માટે.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વર્ગમા શિસ્ત,એકાગ્રતા સર્જનાત્મકતા,તંદુરસ્તી
માનસિક પાવર વધારવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થનામા+શા.શિ.પ્રેકટીકલ સમયે.
¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ યોગાસન,યૌગિક ક્રિયા,ધ્યાન,પ્રાણાયામ,સૂર્યનમસ્કાર કરાવવા,આ માટે ધો.5-6-7 ની શા.શિ.અન્ય યોગાસનના પુસ્તકો સંદર્ભગ્રંથ દ્વારા યોગ્ય
રીધમથી યોગ ક્રિયા કરાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- યોગાસનના પુસ્તકો ધો.5-6-7 ના પાઠય પુસ્તકો.
¨ સમય :- 5 થી 30 મિનીટ
28. વેસ્ટમાંથી બેસ્ટ
¨ એકટીવિટીનુ નામ :- વેસ્ટમાંથી બેસ્ટ
¨ વિષય :- સ.ઉ.ઉ.કા.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- અભ્યાસની સાથે સાથે વિ.ની સર્જનાત્મકતા તંદુરસ્તી,માનસીક.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ. કાર્ય દરમિયાન.
¨ એકટીવિટી પધ્ધતિ :-નકામી વસ્તુમાંથી બાળકોની સર્જનાત્મકતા વિકસે તેવી પ્રવૃતી,શૈ.રમકડા,સાધનો તૈયાર કરાવવા દા.ત. લીંડીની માળા,કાચલીનુ જુમર,કાગળનુ ફુલખણ,પ્લેન,પેરાશુટ,બાકસનો ફોન વગેરે બાળકો વેસ્ટેજ વસ્તુમાંથી બનાવે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વેસ્ટેજ વસ્તુઓ જેવા કે ખોખા,કબીલા,આઇસ્ક્રીમના કપ,ઢબકલા,લીંડી,સુળા વગેરે.
¨ સમય :- 10 થી 30 મિનીટ
29. જાદુના/વિજ્ઞાનના પ્રયોગો(મનોરંજક પ્રયોગો)
¨ એકટીવિટીનુ નામ :- જાદુના/વિજ્ઞાનના પ્રયોગો(મનોરંજક પ્રયોગો)
¨ વિષય :- વિજ્ઞાન+અંધશ્રધ્ધા નિવારણ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- બાળકો/શિક્ષકોમા વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય+અંધશ્રધ્ધા દૂર
કરવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા+વર્ગખંડ અંધશ્રદ્ઘા નિવારણ સમયે.
¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકોને કૂતુહલ અને મનોરંજક વિજ્ઞાનના પ્રયોગો તેમજ વૈજ્ઞાનિક અભિગમ વિચાર ધારા કેળવાય તેવા ક્રિયાત્મક પ્રયોગો
કરવા અને બાળકોને કરાવવા. તમામ પ્રયોગોનુ અવલોકન મુકત રીતે બાળકોને કરવા
દેવુ.દા.ત.કપુરના દિવા,હવા વગર ફુગ્ગા ફુલાવવા,નાળીયેરમાંથી ચુંદડી કાઢવી વગેરે અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો અને
પર્દાફાશ જણાવવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ:-ફુગ્ગા,સ્ટ્રો,મીણબતી તેમજ પ્રયોગના સાધનો કપુર,સોડીયમ,પોટેશિયમ ચૂનો કેમિકલ
¨ સમય :- Depend On Time
30. પ્રત્યક્ષીકરણ દ્વારા શિક્ષણ
¨ એકટીવિટીનુ નામ :- પ્રત્યક્ષીકરણ દ્વારા શિક્ષણ
¨ વિષય :- ભૂગોળ,પર્યાવરણ,સમાજવિદ્યા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વિવિધ પ્રાકૃતિક સ્થળો,વિવિધ સંસ્થાઓ,પોસ્ટઓફિસ,બેંક,તાલુકા જિલ્લા પંચાયતની પ્રત્યક્ષ કામગીરી
નિહાળવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સત્રમા એક બે વાર
¨ એકટીવિટી પધ્ધતિ :- પોસ્ટ ઓફીસ,બેંક,ટેલીફોન એક્સચેન્જ,દવાખાના,ઉધોગ કારખાના,કારીગરો,તાલુકાપંચાયત,કોર્ટ,ગ્રામ
પંચાયત,નગર પાલીકા,જીલ્લાની વિવિધ
કચેરી,એર પોર્ટ,રેલ્વે- સ્ટેશન વગેરે
સ્થળોની સમયાનુકુળ મુલાકાત લેવડાવવી
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-. પ્રત્યેક સ્થળે રૂબરૂ મુલાકાત.
¨ સમય :- Yearly
31. પત્ર મૈત્રી
¨ એકટીવિટીનુ નામ :- પત્ર મૈત્રી
¨ વિષય :- પત્રનુ લેખન-વાંચન
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- વિવિધ સબંધીજનોના સબંધો વિકસાવવા.નવા મિત્રો બનાવી પત્ર વ્યવહારની
ટેવ ખીલવવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ કે ફુરસદ સમયે.
¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકો બહાર ગામના પોતાના મિત્રો,સગા સંબંધીજનોને પત્ર
લખે,પોતે આસપાસની શાળાના પત્રમિત્ર બનાવશે,પત્ર લખશે અને બીજાના પત્ર વાંચશે ,વિવિધ સંસ્થા ,શાળામા માહિતીલક્ષી પત્ર લખતા થાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પોસ્ટકાર્ડ,કવર,કાગળ પેન.
¨ સમય :- Depend On Time
32. શીઘ્ર વકતૃત્વ
¨ એકટીવિટીનુ નામ :- શીઘ્ર વકતૃત્વ
¨ વિષય :- ગુજરાતી,.પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- વકતૃત્વ વિકાસ,ત્વરીત ગતીએ સમયસર બોલી કથન,કૌશલ્ય
વિકસાવવા,સભાક્ષોભ દૂર કરવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંફ + બાલસભામા
¨ એકટીવિટી પધ્ધતિ :- એક કાપલીમા વકતૃત્વના વિષય કે એકમનુ તેમા લખેલ વિષય કે
વસ્તુ વિશે તરત જ વકતવ્ય આપવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાર્ડપેપર.
¨ સમય :- 1 થી 10 મિનીટ
33. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા
¨ એકટીવિટીનુ નામ :- ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા
¨ વિષય :- સાંસ્કૃતિક બાબત.
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- ગાયત્રી જ્ઞાન તીર્થ શાંતિકુંજ હરીદ્વારથી લેવાતી પરીક્ષા દ્વારા
ભારતની પ્રાચીન સંસ્કૃતિની જાણકારી ભારતની સંસ્કૃતિ ટકાવવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વાર્ષિક પ્રતિ વર્ષે
¨ એકટીવિટી પધ્ધતિ :-શાંતીકુંજ હરિદ્વાર દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક
વિભાગમા ભારત દેશની સંસ્કૃતિ સંસ્કાર વિવિધ આધ્યાત્મિક,પર્યાવરણનુ જ્ઞાન આ
પરિક્ષાની "સંસ્કાર સૌરભ " પુસ્તકમાંથી તૈયારી કરાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સંસ્કૃતિ સૌરભ પુસ્તક
¨ સમય :- Yearly
34. ફુરશદ શિબિર + વેકેશન શિબિર
¨ એકટીવિટીનુ નામ :- ફુરશદ શિબિર + વેકેશન શિબિર
¨ વિષય :- તરંગ ઉલ્લાસ + સ.ઉ.ઉ.કા.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વેકેશનની લાંબી રજામા કે શનિ-રવિની રજામા બાળકોને વિવિધ પ્રકારની
રજામા બાળકોને વિવિધ પ્રવૃતિ દ્વારા શિબિરમા સર્જનશક્તિ ખીલવવા..
¨ એકટીવિટી ડ્યુરેશન :- વેકેશન કે ફુરસદ સમયે
¨ એકટીવિટી પધ્ધતિ :- વેકેશાન દરમિયાન કે શનિ-રવીની રજામા બાળકોને મનપસંદ પ્રવૃતિ
કરવા દેવી જેમકે ચિત્ર, કલર,સંગીત,વિવિધ રમતો રમાડીને આનંદદાયી વાતાવરણ દ્વારા બાળકોને આનંદ કરાવવો.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ચિત્ર કીટ,શૈક્ષણીક રમકડા,બાલવાર્તા+બાલગીત
પુસ્તકો
¨ સમય :- Termly
35. તરાહની પ્રવૃતિ
¨ એકટીવિટીનુ નામ :- તરાહની પ્રવૃતિ
¨ વિષય :- સ.ઉ.ઉ.કા.
¨ ધોરણ વિભાગ :- 1 થી 5
¨ હેતુ :- બાળકોની જિજ્ઞાસા,કલ્પના,સર્જનાત્મકતા કેળવવા
માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કા. દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- જુવાર બાજરીના રાડામાંથી તેમજ બાક્સની દિવાસળી ,ગુલ્ફીની સળીની ગોઠવણ
કરી વિવિધ વસ્તુઓ,ઓજારો બનાવવા જેમ કે સ્ટ્રે ,પેન સ્ટેન્ડ,સાતી,ખેતીના ઓજારો,તરાપો વગેરે બનાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- જુવાર બાજરીના રાડા,કટર,કલર,બાકસ ગુલ્ફીની સળી.
¨ સમય :- 10 to 50 મિનીટ
36. વાંચન ક્વિઝ
¨ એકટીવિટીનુ નામ :- વાંચન ક્વિઝ
¨ વિષય :- વાંચન ક્ષમતા સુધારણા
¨ ધોરણ વિભાગ :- 2 થી 7
¨ હેતુ :- બાળકોની વાંચન ક્ષમતા સુધારવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-જે તે વિષયોનુ શિષ્ટવાંચન આદર્શ વાંચન કરાવવા માટે પ્રેરવા
એક પેરેગ્રાફ કે પેઇજ એક પછી એક બધા બાળકોને વંચાવવા આદર્શ વાંચનની હરીફાઇ રાખવી,શ્રેષ્ઠ વાંચન કરનાર બાળકને
પ્રોત્સાહનઆપવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વાંચન માટેના વિવિધ સાહિત્યીક પુસ્તકો વાર્તા + જ્ઞાનવર્ધક
સામાયિકો.
¨ સમય :- 5 to 25 મિનીટ
37. ઓડિયો-વિડિયો રેડિયો વિઝ્યુલ દ્વારા શિક્ષણ
¨ એકટીવિટીનુ નામ :- ઓડિયો-વિડિયો રેડિયો વિઝ્યુલ દ્વારા શિક્ષણ
¨ વિષય :- ઇતિહાસ ,ભૂગોળ,વિજ્ઞાન,પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ સમય :-
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-
¨ હેતુ :- બાળકોને દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા ચિરંજીવી શિક્ષણ આપવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામા ઓડિયો કેસેટ,સી.ડી. બાળકોને સંભળાવીએ,શૈક્ષણિક વિડિયો ફિલ્મ બતાવવા,દેશભક્તિ ના ગીતો,બાલગીતો,વાર્તા વગેરેનુ દ્રશ્ય.શ્રાવ્ય સાધનો દ્વારા અધ્યન / અધ્યાપન કાર્ય કરાવવુ યુનિસેફની સી.ડી.,મીની ફિલ્મ,વ્યસનમુક્તિની સી.ડી.,પંચતંત્રની સી.ડી.,કોમ્પ્યુટર કે ટી.વી દ્વારા બનાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ટી.વી.+સી.ડી.+ટેપ+રેડિયો+કેસેટ+કોમ્પ્યુટર
¨ સમય :- 5 to 30 મિનીટ
38. ગ્રહમાળા
¨ એકટીવિટીનુ નામ :- ગ્રહમાળા
¨ વિષય :- વિજ્ઞાન
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- બાળકોને સૂર્ય,પૃથ્વી,ગ્રહોની કાયમી જાણકારી
,માહિતી આપવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- સુગરીના દશ માળા લઇ રંગવા,દરેક માળાને એક એક ગ્રહનુ નામ ડ્રોઇંગ સીટની કાપલીથી નવગ્રહના
નામ લખવા શાળાની છત પર લગાવી દેવા વચ્ચે સૂર્યરૂપી માળો લગાવવો નવ-ગ્રહની અને
સૂર્યની દરેક ગ્રહમાળામા માહિતી લખવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સુગરીના માળા,લીંડીની માળા ડ્રોઇંગ સીટ
¨ સમય :- Daily
39. સુત્રો દ્વારા એકમ સમજૂતી
¨ એકટીવિટીનુ નામ :- સુત્રો દ્વારા એકમ સમજૂતી
¨ વિષય :- સમાજવિદ્યા,વિજ્ઞાન,પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- બાળકોને ગોખણપટ્ટી દૂર કરી સરળતાથી તે યાદ રહે તે હેતુસર.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રત્યેક વિષયના અમુક એકમના ટૂંકા સૂત્રો યાદ રાખી તેમના
દ્વારા સમજણ આપવી અને જાતે સૂત્રો પણ બનાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પેન,કાગળ,ડ્રોઇંગસીટ,સ્કેચપેન.
¨ સમય :- 1 to 5 મિનીટ
40. ખાસ દિવસોની ઉજવણી(સ્પેશ્યલ ડે સેલીબ્રેટ)
¨ એકટીવિટીનુ નામ :- ખાસ દિવસોની ઉજવણી(સ્પેશ્યલ ડે સેલીબ્રેટ)
¨ વિષય :- સ.ઉ.ઉ.કા. + સ્પે.ડે. ઉજવણી
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ:-શિક્ષક દિન,યુવા દિન,બાલ દિન,પર્યાવરણ દિન,તમાકુ દિન એઇડ્સ દિન વગેરે ખાસ દિવસોની
જાણકારી મેળવે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- દિન મહિમા અનુરૂપ
¨ એકટીવિટી પધ્ધતિ :- શિક્ષકદિન,શહિદદિન,પર્યાવરણદિન,એઇડ્સ દિન,વિજ્ઞાનદિન,અંધજનદિન
વગેરે જેવા સ્પે.દિવસોનુ મહત્વ સમજાવવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- દિવસની ઉજવણી પ્રમાણે સામગ્રી+વિવિધ દિવસોનુ મહત્વ દર્શાવતુ
સાહિત્યગ્રંથ.
¨ સમય :- Depend On Time
41. મોબાઇલ લાઇબ્રેરી
¨ એકટીવિટીનુ નામ :- મોબાઇલ લાઇબ્રેરી
¨ વિષય :- વાંચન+સંદર્ભ સાહિત્ય.
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- બાલ સાહિત્ય,સામાયિક,છાપાની પૂર્તિ વિવિધ
પુસ્તકોથી વાકેફ કરવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ+ફુરશદના સમયે.
¨ એકટીવિટી પધ્ધતિ :-શાળા કક્ષાએ પુસ્તકાલયમાના વાંચવાલાયક જ્ઞાનલક્ષી,માહિતીલક્ષે,સંસ્કારલક્ષી પુસ્તકો બાળકોને વાંચવા પ્રેરવા તેમજ પુસ્તક રજીસ્ટરમા ખાતુ
ખોલી બાળકોને ઘરે લઇ જવા દેવા બાળકોને ઘરના સભ્યોને પણ પુસ્તકો વાંચવા પ્રેરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિજ્ઞાન,ગણિત,વાર્તા,ઉખાણા,ગીતો,કોયડાના સામયિકો
પુસ્તકો,ભીંતપત્રો વગેરે.
¨ સમય :- Weekly
42. સરક્યુલર
ચાર્ટ(ટીચીંગ એડ)
¨ એકટીવિટીનુ નામ :- સરક્યુલર ચાર્ટ(ટીચીંગ એડ)
¨ વિષય :- વિજ્ઞાન
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- વિજ્ઞાનની તમામ શોધો અને શોધકની માહિતી કેળાવવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- વૈજ્ઞાનિક શોધ અને શોધકની સફારી મેગેઝીનમાંથી સક્રિપ્ટની
ઝેરોક્ષ કરાવી પૂંઠામા ચીપકાવી વર્કીઁગ સરક્યુલર ચાર્ટ તૈયાર કરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પૂંઠા,ટાંકણી,કાતર,ગુંદર,શોધ-શોધકની સક્રિપ્ટ.
¨ સમય :- 1 to 15 મિનીટ
43. શૈક્ષણિક ઉપકરણો નિર્માણ (ટીચીંગ એડ.T.L.M.)
¨ એકટીવિટીનુ નામ :- શૈક્ષણિક ઉપકરણો નિર્માણ (ટીચીંગ એડ.T.L.M.)
¨ વિષય :- તમામ વિષયના ટીચીંગ એડ.બનાવવા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વિવિધ વિષયોના વિવિધ એકમોના T.L.M.બાળકોને જુથ દ્રારા બનાવડાવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રત્યેક વિષયના એકમને અનુરૂપ વર્કીંગ મોડેલ્સ,નમૂના,પ્રતિકૃતિ,ચાર્ટસ,શૈક્ષણિક
રમકડા,ઉપ- કરણો T.L.M. નિર્માણ સંદર્ભ ગ્રંથમાંથી જોઇ અથવા
જાતે બાળકોને T.L.M.બનાવવા માટે- નું માર્ગદર્શન આપવુ
જાતે ટીચીંગ એડ બનાવવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પૂંઠા,કાતર,કટર,ગુંદર,ફેવીકોલ,થર્મોકોલ,વિષય એકમ અનુરૂપ ચાર્ટ.
¨ સમય :- 1 to 30 મિનીટ Daily
44. માસિક ટેસ્ટ કસોટી
¨ એકટીવિટીનુ નામ :- માસિક ટેસ્ટ કસોટી
¨ વિષય :- મૂલ્યાંકન
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વિવિધ વિષયોનુ ધોરણવાર 3 થી 7 મા પ્રતિમાસ મૂલ્યાંકન માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- અઠવાડિક/પ્રતિમાસ
¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રતિમાસ કે પ્રતિ અઠવાડિયે બાળકોનુ સતત મૂલ્યાંકન થતુ
રહે તે માટે પેપર કે ક્રિયાત્મક ટેસ્ટ લઇ બાળકોનુ સર્વાંગી મૂલ્યાંકન અભ્યાસીક અને સહઅભ્યાસીક કરવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ટેસ્ટ માટેના જવાબ પેપરો,ફાઇલ.
¨ સમય :- Monthly
45. બાલ અબિનય ગીતો(ગીતો ગાતા રે ગાતા)
¨ એકટીવિટીનુ નામ :- બાલ અબિનય ગીતો(ગીતો ગાતા રે ગાતા)
¨ વિષય :- બાલગીતો
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- બાલ અભિયાન દ્વારા વર્ગ/શાળાનુ વાતાવરણ,વર્ગવ્યવસ્થા,વિષય અનુબંધ માટે TOP-050 બાલગીતો એકશન સાથે ગાતા થાય .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ/બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ:-વિવિધ બાળગીતો,અભિનય ગીતો,કુચગીતો,શૌર્યગીતો,દેશભક્તિ ગીતો,ધૂન,ભજન વગેરે બાળકોને યોગ્ય લય-તાલ-રાગ સાથે ગવડાવવા અને બાળકો જાતે ગીતો ગાતા થાય તે માટે માર્ગદર્શન મહાવરો કરાવવો.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બાલ સૃષ્ટિ,બાલ તરંગ,ફુલવાળી ,ચાંદાપોળી જેવા બાલગીતોના પુસ્તકો,સી..ડી.કેસેટ.
¨ સમય :- :- Depend On Time
46. બાલ વાર્તા દ્વારા
અધ્યન (વાર્તા રે વાર્તા)
¨ એકટીવિટીનુ નામ
:- બાલ વાર્તા દ્વારા અધ્યન (વાર્તા રે વાર્તા)
¨ વિષય :- વાર્તા કથન
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- બાળકોમા વાર્તા દ્વારા વિવિધ વિષયોના
પાત્રો ઐતિહાસીક ઘટના ચારિત્ર્ય નિર્માણ,બાળકોની કલ્પના,કૂતુહલ,
જિજ્ઞાસાવૃતિ સંતોષવા .
¨ એકટીવિટી
ડ્યુરેશન :- વર્ગખંડ/બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ
:- વિવિધ બાલવાર્તા બાળકોને કહેવી બાળકોની જિજ્ઞાશા,કલ્પના,રૂચી પ્રેરે તેવી પ્રેરણાત્મક,હાસ્ય વાર્તા કહેવી,બાળકો પણ વાર્તા કહે તે માટે પ્રોત્સાહન આપવુ નકારાત્મક તત્વો
કે લાગણીની વાર્તા ન કહેવી.
¨ સાધન સામગ્રી
તેમજ સંદર્ભ ગ્રંથ :- બાલવાર્તાના પુસ્તકો,સામાયિકો,છાપાપૂર્તિ,બાલ પત્રિકા વગેરે.
¨ સમય :- 1 to 20 મિનીટ
47. બાલ રમતો દ્વારા
અધ્યન (રમતા રે રમતા)
¨ એકટીવિટીનુ નામ
:- બાલ રમતો દ્વારા અધ્યન (રમતા રે રમતા)
¨ વિષય :- બાલ રમતો,શા.શિ.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- ઇન્ડોર,આઉટડોર તમામ રમતો દ્વારા
શારિરીક અને માનસિક કૌશલ્યો ખીલવવા બાળકોની કૂતુહલવૃતિ,રમત- વૃતિ,વર્ગવ્યવસ્થા,શિસ્ત,એકાગ્રતા કેળવવા.
¨ એકટીવિટી
ડ્યુરેશન :- વર્ગખંડ/મેદાન
¨ એકટીવિટી
પધ્ધતિ :- ઇન્ડોર આઉટડોર બાલ રમતો રમાડવી અને જે રમતોમા જ્ઞાન સાથે ગમ્મત
આનંદ આવે તેવી રમતો પસંદ કરવી,બાળકો જાતે પણ રમતો રમે તેમજ પ્રત્યેક વિષય એકમની
ક્ષમતા સિધ્ધ થઇ શકે તેવી રમતો રમાડાવી.
¨ સાધન સામગ્રી
તેમજ સંદર્ભ ગ્રંથ :- દડો,ખંજરી,દોરી,કાર્ડ,રમતો અનુરૂપ સાધનો તેમજ રમતના સંદર્ભ ગ્રંથ.
¨ સમય :- 1 to 20 મિનીટ
48. પર્યાવરણીય રમત
સંપુટ
¨ એકટીવિટીનુ નામ
:- પર્યાવરણીય રમત સંપુટ
¨ વિષય :- પર્યાવરણ,વિજ્ઞાન
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પર્યાવરણ વિષયની તમામ ક્ષમતા સિધ્ધ
કરવા .
¨ એકટીવિટી
ડ્યુરેશન :- વર્ગખંડ / સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨ એકટીવિટી
પધ્ધતિ :- પર્યાવરણ તેમજ વિજ્ઞાનને લગતી વિવિધ રમતો, C.E.E. અમદાવાદ નિર્મિત પર્યાવરણ રમત સંપુટ
કિટ રમતા રમતા પર્યાવરણના ઘણા એકમો આનંદદાયી પ્રવૃતિ કરતા શીખવી શકાય.
¨ સાધન સામગ્રી
તેમજ સંદર્ભ ગ્રંથ :-પર્યાવરણની રમતની કિટ,પ્રાણી-પક્ષીના ચિત્રકાર્ડ,સાપસીડી,પર્યાવરણના વિવિધ સામાયિકો.
¨ સમય :- 1 to 30 મિનીટ
49. ક્રિયેટીવીટી ઇન
એજયુકેશન
¨ એકટીવિટીનુ નામ
:- ક્રિયેટીવીટી ઇન એજયુકેશન
¨ વિષય :- સર્જનાત્મકતા
¨ ધોરણ વિભાગ :- 5 થી 7/શિક્ષકો,બાળકો.
¨ હેતુ :- યાદશક્તિ તેમજ સર્જનાત્મકતા કેળવવા .
¨ એકટીવિટી
ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ
:- બાળકોને ડ્રોઇંગસીટમા મનપસંદ ચિત્રો દોરાવવા તેમજ વિવિધ રંગોળી,ડિઝાઇનો,દોરાવાની તેમા રંગ પુર્ણી કરાવવી-વિવિધ કલરોનો ઉપયોગ કરી ઢબકાનુ રંગકામ
કરવુ.
¨ સાધન સામગ્રી
તેમજ સંદર્ભ ગ્રંથ :- કલર ,પીંછી,ડ્રોઇંગશીટ,ચિત્રકલા.
¨ સમય :- 1 to 30 મિનીટ
50. ઉખાણા,જોડકણા,કોયડા,ઉકેલ
¨ એકટીવિટીનુ નામ
:- ઉખાણા,જોડકણા,કોયડા,ઉકેલ
¨ વિષય :- બાલસભા+સાંસ્કૃતિક કાર્યક્રમ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- એકમને અનુસાંગીક વિવિધ કોયડા દ્વારા
મગજ કસાય,ઉખાણા,જોડકણા દ્વારા જ્ઞાન સાથે ગમ્મત મેળવે .
¨ એકટીવિટી
ડ્યુરેશન :- વર્ગખંડ/બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ:-બાળકોને ઉખાણા,જોડકણા,કોયડા કહેવા,બાળકો નાના રમુજી ટુચકા,ઉખાણા,જોકસ,જોડકણા,કોયડા કહેતા થાય
તે માટે તેમણે વિવિધ બાલ સાહિત્યો,સામાયિકો,ગણિતના કોયડા ઉકેલનો મહાવરો કરવોકોયડા પૂછવા અને ઉકેલવા.
¨ સાધન સામગ્રી
તેમજ સંદર્ભ ગ્રંથ :- ઉખાણા,જોડકણા,કોયડા ઉકેલ, પુસ્તકો,સામયિકો.
¨ સમય :- 1 to 5 મિનીટ
51. ગુરૂ શિષ્યના સંબંધો
¨ એકટીવિટીનુ નામ :- ગુરૂ શિષ્યના સંબંધો
¨ વિષય :- વર્ગકાર્ય + ઉપચારાત્મક કાર્ય.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- જે વર્ગમા વધુ બાળકો હોય,એક શિક્ષક પાસે વધારે
વર્ગ હોય ત્યારે હોશિયાર વિદ્યાર્થા નબળા વિ.ને શીખવતા થાય .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ:-જે બાળકો વધારે હોય-શિક્ષકોની ઘટ હોય
તે સમયે આ પ્રવૃતિ કરી શકાય-જે તે વર્ગમા હોશિયાર બાળગુરૂનો દરરજો આપી ભણનાર બાળકો
તેમના શિષ્યો બને.ગુરૂ ભણાવે-પ્રવૃતિ કરાવે આ રીતેબાળકો જ ગુરૂ અને શિષ્ય
બને.અધ્યાયન /અધ્યાપન કાર્ય કરે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 1
to 30 મિનીટ
52. નાટ્યકરણ દ્વારા અધ્યયન.
¨ એકટીવિટીનુ નામ :- નાટ્યકરણ દ્વારા અધ્યયન.
¨ વિષય :- તમામ વિષય એકમ પાત્રો
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- બાળકો ચિરંજીવી શિક્ષણ કેળવે,ગમ્મ્ત સાથે જ્ઞાન
કેળવે,હાવભાવ ચારિત્ર્ય નિર્માણ માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- સમયાનુકુલ
¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકોને વિવિધ વિષયના એકમને અનુરૂપ
પાત્રો આપી સંવાદ સાથે નાટક ભજવવા કેળવવા અથવા જે તે નાટયીકરણના પાત્ર ભજવીને નાટક
દ્વારા ભજવીને એકમ વિષય શીખી/શીખવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ મ્હોરા,નાટયીકરણ માટેની
વેશભુષા,ડ્રેસ સાધનો.
¨ સમય :- Depend
On Time
53. જ્ઞાનતરંગ અને
લાલતરંગ સંપાદન
¨ એકટીવિટીનુ નામ :- જ્ઞાનતરંગ અને લાલતરંગ સંપાદન.
¨ વિષય :- બાલસાહિત્ય
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- બાળકોને એકસાથે પ્રાર્થના,ગીત,ઉખાણા,કોયડા,જનરલ નોલેજ વગેરે
20 વિભાગમાંથી વાકેફ કરવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકો અને શિક્ષકોને અભ્યાસની સાથે
સાથે સહાભ્યાસીક પ્રવૃતિઓમા ઉપયોગી આવી શકે તેમજ જનરલ નોલેજ વધારી શકે આ માટે આ
રીતના બાલ સાહિત્યનુ સંકલન/સંપાદન/ લેખનનો પ્રોફીટનો લોસ પર કરી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-બાલતરંગ:બાળકો શિક્ષકો માટે સંદર્ભ
જ્ઞાનતરંગ:જન.નોલેજના પ્રશ્નોનુ સંદર્ભગ્રંથ
¨ સમય :- Daily
54. મિરર ગેઇમ્સ.
¨ એકટીવિટીનુ નામ :- મિરર ગેઇમ્સ.
¨ વિષય :- એકાગ્રતા + રિલેક્ષ માટે
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વર્ગ વ્યવસ્થા તથા વિષય અનુસંધાન
તેમજ વર્ગમા ફ્રેશ કરવા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- બે બાળકો સામ સામા ઉભા રાખવા.એક બાળક
અરિસો બને તેની સામે બીજો બાળક અરીસા સામે ઉભો રહી વિવિધ એકશન/ક્રિયાઓ કરે,અરીસો બનનાર બાળક સામે તેજ ક્રિયાનુ રીફલે- કશન
કરશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 1
to 10 મિનીટ
55. કલેપ ગેઇમ્સ.
¨ એકટીવિટીનુ નામ :- કલેપ ગેઇમ્સ.
¨ વિષય :- શા.શિ.+એકાગ્રતા
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- શ્રવણ કથન સિધ્ધી માટે તેમજ વર્ગમા
સંગીન વાતાવરણ ઊભુ કરવા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- ત્રણ ત્રણ ની ત્રણ વખત તાલી પાડી
તાલમા તાલી પાડવી વિવિધ એકસનથી તાલી પાડતા શીખવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨
સમય :- 1 to 5 મિનીટ 61. પ્રશ્ન પેટી
¨ એકટીવિટીનુ નામ :- પ્રશ્ન પેટી
¨ વિષય :- વિષયવસ્તુ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- શ્રવણ કથન ક્ષમતા સિધ્ધી માટે+જ્ઞાન સાથે ગમ્મત+તરંગ ઉલ્લાસ મળે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામા એક બોક્સ રાખી,બાળકોને મુંજવતા પ્રશ્નો કોઇપણ વિષયના કે
શાળાને લગતા પ્રશ્નો+ સુચના કાપલીમા લખે ,અઠવાડીયે બાલસભા કે પ્રાર્થનામા આ પ્રશ્નપેટીના જવાબોની ચર્ચા સમુહમા કરવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાગળ,સ્કેચપેન,પેટી,ખોખુ.
¨ સમય :- 5 મિનીટ
62. સમતોલ આહાર ગેઇમ્સ ખાઉ....ખાઉ....ખાઉ.
¨ એકટીવિટીનુ નામ :- સમતોલ આહાર ગેઇમ્સ ખાઉ....ખાઉ....ખાઉ.
¨ વિષય :- પર્યાવરણ+એકાગ્રતા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- સમતોલ આહાર તેમજ ખાદ્ય પદાર્થો વાનગીની રમત સાથે જાણકારી પ્રાપ્ત
થાય .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- સમુહમા બાળકોને પોતાના એક હથેળીની થાળી અને બીજા હાથની ચમચી
વડે ઝડપથી જે વસ્તુ ખાવાની ના હોય એ તેવી
વસ્તુના નામ બોલતા તે ખાઇ તે બાળક આઉટ ગણાય આમ આગળ રમત વધારવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ મુવમેન્ટ
¨ સમય :- 2 મિનીટ
63. બ્લાઇન્ડ ટ્રસ્ટ(આંધળો વિશ્વાસ)
¨ એકટીવિટીનુ નામ :- બ્લાઇન્ડ ટ્રસ્ટ(આંધળો વિશ્વાસ)
¨ વિષય :- વિકલાંગ બાળકોનુ શિક્ષણ
¨ ધોરણ વિભાગ :- બાળકો તથા શિક્ષકો
¨ હેતુ :- અંધલોકોની અનુભૂતી કેળવવા શિક્ષણ જાણવા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- મેદાન
¨ એકટીવિટી પધ્ધતિ :- બે બે બાળકોના મિત્ર જુથમા એક બાળકને આંખે પાટો બાંધી તેમનો
સાથી મેદાનમા આજુબાજુ લઇ જશે.ત્યારબાદ લઇ જનાર આંખે પાટો બાંધશે આ રીતે ક્રમશ:રમી
શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- રૂમાલ,ખંજરી.
¨ સમય :- 30 મિનીટ
64. ક્રિયેટીવીટી ઇન એજ્યુકેશન
¨ એકટીવિટીનુ નામ :- ક્રિયેટીવીટી ઇન એજ્યુકેશન
¨ વિષય :- સર્જનાત્મકતા+વિશેષતા
¨ ધોરણ વિભાગ :- બાળકો તથા શિક્ષકો
¨ હેતુ :- શિસ્ત,સર્જન,એકાગ્રતા,યાદશક્તિ,સર્જનાત્મકતા,માઇન્ડ
પાવર,વિચાર શક્તિ વિકસાવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :-માટીકામ,કાગળકામ,ચીટકકામ,પુંઠાકામ,વાંસકામ,છાપકામ,બાળકોને કરાવવા જેવી સ.ઉ.ઉ.કા.ની વિવિધ પ્રવૃતિઓ કરાવવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાગળ,પેન,કાતર,માટી,ગુંદર,ડ્રોઇંગશીટ,કલર વગેરે.
¨ સમય :- 5 મિનીટ
65. રીપીટ અંતાક્ષરી
¨ એકટીવિટીનુ નામ :- રીપીટ અંતાક્ષરી
¨ વિષય :- ગુજરાતી,પર્યાવરણ,મેમરીપાવર.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- ફળ-ફુલ શાકભાજી,ગામના નામ,મહાપુરુષોના નામ યાદ
રાખી યાદશક્તિ વધારવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-બાળકોને સર્કલમા બેસાડી શાકભાજી ,ફળ,શહેરના નામ વગેરે ક્રમશ : બાળકો બોલતા જાય અને જો જે બાળક પુરા નામ ન આપી
શકે તે આઉટ થશે.આ રીતે આગળ રમત વધારતા જવી રમતાજવુ
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 1 થી 20 મિનીટ
56. વિંટર સમર મોનસૂન ગેઇમ્સ .
¨ એકટીવિટીનુ નામ :- વિંટર સમર મોનસૂન ગેઇમ્સ .
¨ વિષય :- પર્યાવરણ+ઋતુની જાણકારી
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- ઋતુ ઋતુ અનુસારના વસ્ત્રો સાધનોનો ઉપયોગ અંગેની રમત દ્વારા માહિતી .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- શિયાળા,ઉનાળા,ચોમાસુમા અનુભવાતી ઠંડી
ગરમી વરસાદની અનુભૂતીની એકશન કરવી.જે તે ઋતુ વિરુદ્ધની એકશન કરશે તે આઉટ ગણાશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ દ્વારા રમત રમવી/રમાડવી.
¨ સમય :- 5 મિનીટ
57. સર્કિટ ગેઇમ્સ.
¨ એકટીવિટીનુ નામ :- સર્કિટ ગેઇમ્સ.
¨ વિષય :- સમાજવિદ્યા+વિજ્ઞાન+ગુજરાતી
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રત્યેક્ષ વિષયને અનુરૂપ સંબંધો કેળવવા બાળકોને જ્ઞાન સાથે ગમ્મત
મળે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- સર્કિટ બોર્ડમા એકબાજુ પ્રશ્નો,બીજી બાજુ પ્રશ્નોના જવાબ લખી બન્ને બાજુ ખીલીમા પીન અડ- કાવતા ખરા જવાબ
સામે લાઇટ થશે.આ રીતે દરેક વિષયના પ્રશ્ન જવાબ કે શબ્દાર્થની રમતસાથે જ્ઞાન મળી
શકશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બે સેલ,નાનો લેમ્પ,બોર્ડ,પેન,ડ્રોઇંગશીટ.
¨ સમય :- 15 મિનીટ
58. ફિંગર અપ ડાઉન ગેઇમ્સ/ચડતા ઉતરતા ક્રમમા ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- ફિંગર અપ ડાઉન ગેઇમ્સ/ચડતા ઉતરતા ક્રમમા ગેઇમ્સ
¨ વિષય :- શ્રવણ+વર્ગવ્યવ્સ્થા
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- શ્રવણ કથન સિધ્ધી માટે તેમજ વર્ગમા વાતાવરણ નિર્માણ માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- એક હાથની હથેળીમા બીજા હાથના એક પછી એક એમ પાંચ આંગળા વડે
ચડતા ક્રમમા તાલી પાડવી એક આંગળી વડે તાલી પાડો ત્યારે એક ત્યારબાદ બે આંગળી વડે
બે ત્રણ પાંચ ત્યાર - બાદ પાંચ,ત્રણ ઉતરતા ક્રમમા તાલી વગાડી અવાજની માત્રા અનુભવી
શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 5 મિનીટ
59. સા.....સા....રે...રે.....
¨ એકટીવિટીનુ નામ :- સા.....સા....રે...રે.....
¨ વિષય :- આરોહ-અવરોહણ માટે
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- ગુજરાતી વ્યાકરણ સંગીતના સુર તેમજ વર્ગ વ્યવસ્થા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકોના બે સરખા જુથ પાડી શિક્ષક વચ્ચે ઉભા રહી ડાબો/જમણો
હાથ એક એક જુથમા વારા ફરતી ઉંચો નીચો કરવો ડાબા હાથ સામેનુ જુથ
હાથની ગતિ પ્રમાણે સા...સા...અને જમણા હાથ સામેનુ જુથ
રે.....રે....બોલશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ માટેની રમત.
¨ સમય :- 5 મિનીટ
60. બોડી લેંગ્વેજ ગેઇમ્સ+શબ્દચિટ્ઠી એકશન ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- બોડી લેંગ્વેજ ગેઇમ્સ+શબ્દચિટ્ઠી એકશન ગેઇમ્સ
¨ વિષય :- શા.શિ.+વર્ગવ્યવસ્થા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- નિ:સંકોચપણે બાળક પ્રશ્નો પૂછતા થાય તેમજ પ્રશ્નોના જવાબ દેતા થાય .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- ચિટ્ઠીમા વિવિધ રોજિંદા જીવનની ક્રિયા,કારીગરોની એકશન
ક્રિયા વિશે લખી ક્રમશ:ચિટ્ઠીમા લખ્યા મુજબના બોડી લેંગ્વેઝ દ્વારા એકશન કરવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાર્ડ,બોડી લેંગ્વેજની
સક્રીપ્ટ.
¨ સમય :- 30 મિનીટ
66. શ્રવણ ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- શ્રવણ ગેઇમ્સ
¨ વિષય :- શ્રવણ ક્ષમતા
¨ ધોરણ વિભાગ :- 1 થી 5
¨ હેતુ :- શ્રવણ કથન સિદ્ધ કરવા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- બોર્ડમા બે ત્રણ કે ચાર અક્ષરનો શબ્દ
નામ લખવુ,એક
બાળક રૂમની બહાર જશે ત્યારબાદ બોર્ડ પરનુ નામ ભૂંસી સમુહમા એક લયે એક અવાજે
એકી સાથે લખેલ નામ બોલશે .બહાર જનાર બાળક જે બોલે તે
શબ્દ કહેવા પ્રયત્ન કરશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોર્ડ,ચોક
¨ સમય :- 20 મિનીટ
67. સુટેવ-કુટેવ/
ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- સુટેવ-કુટેવ/ ગેઇમ્સ
¨ વિષય :- પર્યાવરણ-આરોગ્ય જાગૃતિ
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- બાળકોના સંસ્કાર ઘડતરમા શરીરની તથા
દૈનિક ક્રિયામા સુટેવો કેળવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + સ.ઉ.ઉ.કા.
¨ એકટીવિટી પધ્ધતિ :- શિક્ષકે સારી/નરસી ટેવો બોલવી,બાળકો સારી ટેવ હશે
તો સમુહમા માત્ર સુટેવ એમ બોલશે, ખરાબ ટેવ હશે તો કુટેવ
બોલશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 1 થી 5 મિનીટ
68. મૈ કૌન હું ?
¨ એકટીવિટીનુ નામ :- મૈ કૌન હું ?
¨ વિષય :- પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- પાલતુ/જંગલી પ્રાણીઓની તમામ માહિતી
કેળવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- એક બાળકની પાછળ પ્રાણીના ચિત્રનુ
કાર્ડ પીનથી લગાવવુ.એ બાળકની પાછળ કયુ પ્રાણીનુ ચિત્ર છે તેનુ અનુમાનને અનુરૂપ પ્રાણીઓના લક્ષણોને લગતા હા
કે ના મા જવાબ મળે તેવા પ્રશ્નો પૂછી અનુમાન કરી નામ બતાવશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પાલતુ/જંગલી પ્રાણીના ચિત્ર કાર્ડ.
¨ સમય :- 25 મિનીટ
69. ખોરાકની શોધની રમત
¨ એકટીવિટીનુ નામ :- ખોરાકની શોધની રમત
¨ વિષય :- પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- પક્ષીઓની ખોરાક મેળવવાની રીત જાણે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- મેદાનમા
¨ એકટીવિટી પધ્ધતિ :- એક વર્તુળમા નાના પથ્થર,પાંદડા,બોલપેનના ઢાંકણા,ઠળીયા પક્ષીના ખોરાક તરીકે રાખી
થોડે દૂર બાળક દોડી સર્કલમાંથી ખોરાક ઝડપી લેશે.સૌથી વધુ ખોરાક કોણ મેળવી
શકે તે વિજેતાજાહેર કરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- નાના પથ્થરો,ઘાસના ટુકડા,કબીલા,પાંદડા
¨ સમય :- 10 થી 5 મિનીટ
70. સ્થળાંતરની રમત
¨ એકટીવિટીનુ નામ :- સ્થળાંતરની રમત
¨ વિષય :- પર્યાવરણ+વિજ્ઞાન
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- પ્રાણી-પક્ષીના ઋતુ પ્રમાણે સ્થળાંતર
કરે અને પક્ષીઓની મુશ્કેલી સમજે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- મેદાનમા
¨ એકટીવિટી પધ્ધતિ :-20 × 40 ચો.મી. નુ મેદાન દોરી મેદાનની
વચ્ચે ત્રણ ચાર વર્તુળ કરવા તેમા એક એક બાળકને ઉભા રાખી એક છેડેથી બીજા છેડે સલામત પહોચે તે બાળક વિજેતા
થશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-
સમતલ મેદાન,ચૂનો.
¨ સમય :- 15 થી 50 મિનીટ
71. ખોરાકની જોડતી કડીની રમત
¨ એકટીવિટીનુ નામ :- ખોરાકની જોડતી કડીની રમત
¨ વિષય :- વિજ્ઞાન
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- પ્રાણીઓની ખોરાક મેળવવા બીજા
પ્રાણીઓનો શિકાર કરી આ રીતે ખોરાકની કડી વિશે જાણી શકાય.
¨ એકટીવિટી ડ્યુરેશન :- મેદાનમા
¨ એકટીવિટી પધ્ધતિ :- ત્રણ ત્રણ બાળકોના ત્રણ ગ્રુપ પાડી
એક એક ગ્રુપને દેડકો,બીજા ગ્રુપને સાપ,ત્રીજાને
નોળીયા બનાવી સુચના મળતા એકબીજાને પકડવા માટે જશે.આ રીતે જે પકડાઇ જશે તે આઉટ
ગણાશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 15 મિનીટ
72. ગુજરાત ભ્રમણ ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- ગુજરાત ભ્રમણ ગેઇમ્સ
¨ વિષય :- સમાજવિદ્યા+પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- ગુજરાત રાજયની તમામ ક્ષેત્રની
પ્રા.માહિતીનુ જ્ઞાન સાથે ગમ્મત મેળવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ :- 5 × 5 ચોરસમા એક કોશ પેઇઝમા ખાના પાડી
ગુજરાતની માહિતીને લગતા માત્ર પ્રશ્નો જ લખવા રમનાર બાળક કે શિક્ષકોને દરેક
પ્રશ્નોના જવાબ બીજા પાસેથી મેળવવા જે વહેલા પ્રશ્નોના જવાબ મેળવે તે
વિજેતા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ગુજરાતના સામાન્ય જ્ઞાનના 25
પ્રશ્નોની સક્રીપ્ટ
¨ સમય :- 1 કલાક
73. જીવન જાળની રમત
¨ એકટીવિટીનુ નામ :- જીવન જાળની રમત
¨ વિષય :- પર્યાવરણ+જૈવજ્ઞાન
¨ ધોરણ વિભાગ :- 4 થી 7
¨ હેતુ :- પર્યાવરણ વિજ્ઞાનના તમામ સજીવોની
કુદરતી સંતુલનની સમજણ માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-સૂર્ય,જમીન,હવા,પાણી તેમજ વિવિધ વનસ્પતિ પશુ પક્ષી માણસના ચિત્ર કાર્ડ લઇ રાઉન્ડમાબેસી આ બધા તત્વો એકબીજાને અનુરૂપ દોરી
આપતા જશે.આ રીતે આખા જીવનનુ જાળુ બનશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પાણી,પક્ષી,સૂર્ય,વનસ્પતિના ચિત્ર કાર્ડ+દડો+દોરી.
¨ સમય :- 30 મિનીટ
74. રાઉન્ડ ધ પાસિંગ ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- રાઉન્ડ ધ પાસિંગ ગેઇમ્સ
¨ વિષય :- વર્ગ વાતાવરણ નિર્માણ
¨ ધોરણ વિભાગ :- 1 થી 5
¨ હેતુ :- જિજ્ઞાસ તંદુરસ્ત હરિફાઇ સિધ્ધ કરવા
માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-ખંજરી વગાડી બાળકોને લાઇનમા એક બાદ એક દડો પાસ કરતા જવુ ખંજરી
બંધ થયે જે બાળક પાસે દડો હાથમા હોય તે બાળક નીકળતા જશે છેલ્લા ત્રણ બાળકો
વધે તે વિજેતા બનશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- દડો,ખંજરી.
¨ સમય :- 15 થી 30 મિનીટ
75. રાઉન્ડ ધ એકશન
¨ એકટીવિટીનુ નામ :- રાઉન્ડ ધ એકશન
¨ વિષય :- તરંગ ઉલ્લાસ,ધ્યાન
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- પ્રાણીઓની ખોરાક મેળવવા બીજા
પ્રાણીઓનો શિકાર કરી આ રીતે ખોરાકની કડી વિશે જાણી શકાય.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-વર્તુળમા બાળકોને ઉભા રાખી પોતાની
મેળે કોઇ એકશન વર્તુળની અંદર કરશે ત્યાર પછીના ક્રમે આગળ જે બાળક કરેલ એકશન અને
પોતાની નવી એકશન ઉમેરતા જઇ ક્રમશ આગળ વધતુ જવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 10 મિનીટ
76. વાનગીના નામ દ્વારા પરિચય
¨ એકટીવિટીનુ નામ :- વાનગીના નામ દ્વારા પરિચય
¨ વિષય :- વર્ગ વ્યવસ્થા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પોતાના નામના પ્રથમ અક્ષર સાથે તેજ
નામની વાનગીવાળાનુ નામ જોડવા વર્ણાનુપ્રાસ દ્વારા સમજણ .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- નવા મિત્રો કે બાળકોના નામના પરિચય
લેતી વેળાએ નામના પ્રથમ અક્ષર વાનગીના પ્રથમ અક્ષરના નામ સાથે જોડવુ.દા.ત.જયેશભાઇ
જલેબીવાળા,પુજાબેન
પેંડાવાળા,રાજુભાઇ રોટલાવાળા આ રીતે પોતાનો પરિચય આપતા જવો.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 10 મિનીટ
77. ચાલો ઓળખાણ કેળવીએ
¨ એકટીવિટીનુ નામ :- ચાલો ઓળખાણ કેળવીએ
¨ વિષય :- તરંગ ઉલ્લાસ+વર્ગવ્યવસ્થા
¨ ધોરણ વિભાગ :- 4 થી 7
¨ હેતુ :- વર્ગવ્યવસ્થા+રસ+રુચી કેળવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + મેદાન
¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ નકશામા વિવિધ શહેરો,રાજધાની તેમજ વિશિષ્ટ
સ્થળો શોધી બાળકો નકશામા ગ્રુપવાર નકશામાંથી શોધી વિવિધ સ્થળો,નગરોની ઓળખાણ કેળવે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ જીલ્લા,રાજય,દેશ,દૂનિયાના નકશા.
¨ સમય :- 2 થી 30 મિનીટ
78. કેપ્ટન કહે
¨ એકટીવિટીનુ નામ :- કેપ્ટન કહે
¨ વિષય :- વર્ગવ્યવસ્થા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- તરંગ ઉલ્લાસમય શિક્ષકો તેમજ એકાગ્રતા
વર્ગનુ વાતાવરણ સંગીન બનાવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- એક બાળક કેપ્ટન બને અને વિવિધ એકશન
બદલાવવાની કમાન્ડ આપશે.કેપ્ટન કહે તેવો ઉચ્ચાર કરે તો જ એકશન બદલવી અન્યથા કોઇ
બદલાવે તો આઉટ થશે આ રીતે રમત રમતા જવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ
¨ સમય :- 15 મિનીટ
79. મૌનની રમત(બે મિનીટ)
¨ એકટીવિટીનુ નામ :- મૌનની રમત(બે મિનીટ)
¨ વિષય :- વર્ગવ્યવસ્થા+સમયસુચકતા
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- સમયનુ મહત્વ ટાઇમ ગેસ કેળવવા માટે
ગતિશીલતા ધ્યાન કેળવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + પ્રાથના
¨ એકટીવિટી પધ્ધતિ :- સમુહમા આંખો બંધ કરી બાળકોને મૌન એવો
કમાન્ડ આપવો.રાઇટ બે મિનીટ થાય અથવા બાળકોને અનુમાન રૂપે હાથ ઉંચા કરાવવા: 2
મિનીટમા કોનુ મૌન રહ્યુ તે નોંધવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 2 મિનીટ
80. આઇસ બર્ગ(1)ઝાડ/પાન ના ચિત્ર દ્વારા (2)બંન્ને હાથના પંજા દ્વારા
¨ એકટીવિટીનુ નામ :- આઇસ બર્ગ(1)ઝાડ/પાન ના ચિત્ર દ્વારા (2)બંન્ને હાથના પંજા દ્વારા
¨ વિષય :- રસ રૂચી વલણ કલ્પના
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- બાળકો એ શુ છે? શિક્ષકની કલ્પના
જિજ્ઞાસા સંતોષવા માટે બાળકોને શુ પસંદ છે ? ના પસંદ છે ?
કારણો સાથેની કાલ્પનિક વિચારો મુકત મને રજુ કરવા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- ડ્રોઇંગશીટમા એક મોટુ વૃક્ષ દોરવુ
પાંદડામા શિક્ષક અને બાળકોની કલ્પના મુજબ પોતે શુ છે તે લખશે.બાળકો પોતાની પસંદ
નાપસંદ વસ્તુ,તત્વના
નામ લખશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ કાર્ડ, શીટ,ચોક,સ્કેચપેન.
¨ સમય :- 10 મિનીટ
81. પ્રવાસ+પર્યટન+પિકનીક ટુર
¨ એકટીવિટીનુ નામ :- પ્રવાસ+પર્યટન+પિકનીક ટુર
¨ વિષય :- રસ રૂચી વલણ કલ્પના+પ્રવાસના સ્થળોની માહિતી માટે
¨ ધોરણ વિભાગ :- 3 થી 7 બાળકો માટે
¨ હેતુ :- પ્રવાસ દ્વારા બાળકોની કલ્પના,જિજ્ઞાસા,જ્ઞાનવૃદ્ધિ,અવલોકનશક્તિ તેમજ આનંદદાયી શિક્ષણ પ્રાપ્ત કરવા,મિત્રભા,શિસ્ત,સહનશીલતા વિકસાવવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- મેદાન+શા.શિ.તાસમા
¨ એકટીવિટી પધ્ધતિ :-શાળા ગામના વાતાવરણ મુજબ વર્ષમા કે સત્રમા એકવાર નજીકના
સ્થળે એક દિવસનુ પિકનીકનુ આયોજન તેમજ વર્ષમા એક શૈક્ષણિક પ્રવાસનુ આયોજન ખાતાકીય
મંજુરી લઇ કરવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 20 મિનીટ
82. સ્વરની રમત અ...આ....એ....ઔ
¨ એકટીવિટીનુ નામ :- સ્વરની રમત અ...આ....એ....ઔ
¨ વિષય :- કથન શ્રવણ,મુળાક્ષરો,શા.શિ.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- શ્વાસોશ્વાસની ક્રિયાને સુધારવા+સ્પષ્ટ ઉચ્ચારણ માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સત્ર દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :-વર્તુળમા બાળકોને બેસાડવા એક પછી એક બાળક અ..આ..ઉ..ઉ.. એવા
સ્વર એકી શ્વાસે બોલતુ જવુ અને વર્તુળમા રાઉન્ડ મારતા જવુ જ્યા શ્વાસ લેવાઇ જાય
ત્યા આઉટ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- Yearly
83. પાણી જ જીવન સરવાણીની રમત(પાણીની બચત કરવાની સમજણની રમત)
¨ એકટીવિટીનુ નામ :- પાણી જ જીવન સરવાણીની રમત(પાણીની બચત કરવાની સમજણની રમત)
¨ વિષય :- પર્યાવરણ+વિજ્ઞાન પાણીની સમસ્યા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પાણીનો બગાડ કઇ રીતે થાય છે? તેના કારણો ઉપચાર જાણવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- એક હારમા સાત આઠ વિદ્યાર્થીને ખાલી વાટકી લઇ ઉભા
રાખવા,પ્રથમ બાળકે શરૂ કરી એક એક ચમચી પાણી પસાર કરતા જશે
અને છેલ્લા બાળકના ગ્લાસમા કેટલુ પાણી પહોંચ્યુ તેનુઅવલોકન કરવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ગ્લાસ,ચમચી,વાટકી,પાણી.
¨ સમય :- 10 થી 20 મિનીટ
84. સબસે બડા નામ
¨ એકટીવિટીનુ નામ :- સબસે બડા નામ
¨ વિષય :- વર્ગવ્યવસ્થા+તરંગ ઉલ્લાસ
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- વર્ગ વ્યવસ્થામા તેમજ તરંગ ઉલ્લાસમય શિક્ષણમા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-વર્ગમા દરેક બાળકો પોતપોતાના નામ લખેલ પાંચ ચિટ્ટી ત્યારબાદ
એક થેલીમા બધી ચિટ્ટી ભેગી કરી ફરી દરેકને પાંચ પાંચ ચિટ્ટી દેવી સૌથી પહેલા
પોતાના નામની ચિટ્ટી ભેગી કોણ કરી લઇ આવે તે પ્રથમ ત્યારબાદ બીજા નંબરે વિજેતા
જાહેર કરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- રંગીન કાગળ.
¨ સમય :- 30 મિનીટ
85. જો હુ ....તો....હુ...
¨ એકટીવિટીનુ નામ :- જો હુ ....તો....હુ...
¨ વિષય :- પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 2 થી 7
¨ હેતુ :- વ્યવસાયીકો,કારીગરોની ફરજ અને કામગીરીની જાણકારી મેળવવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- એક વિભાગની ચિટ્ટીમા કારીગરોના નામ લખવા,બીજા વિભાગમા દરેક
કારીગરોની કામગીરી લખવી,ક્રમશ: બાળક એક વિભાગની ચિટ્ટી વાંચી બીજા જુથને
વાંચશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ,રંગીન પેન
¨ સમય :- 10 મિનીટ
86. એકશન દ્વારા પ્લેન,મોટર,ફટાકડા,રોકેટ કરવાનો રમતો
¨ એકટીવિટીનુ નામ :- એકશન દ્વારા પ્લેન,મોટર,ફટાકડા,રોકેટ કરવાનો રમતો
¨ વિષય :- વર્ગવ્યવસ્થા+એકાગ્રતા
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- વર્ગમા સંગીન વાતાવરણ નિર્માણ માટે,વિષયાભિમુખ કરવા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ :-બોડી લેંગ્વેજની વિવિધ એકશન દ્વારા વિવિધ વાહનો,ફટાકડા,રોકેટ વગેરે ઉડાવી સ્ટેપ બાય સ્ટેપ ઓર્ડર આપી બાળકોને વિવિધ ક્રિયાઓ કરી
શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ મુવમેન્ટ.
¨ સમય :- 5 મિનીટ
87. કોન્દ્રાસ ગેઇમ્સ , હાંક છી,ભક છુક,તાક ધીન.
¨ એકટીવિટીનુ નામ :- કોન્દ્રાસ ગેઇમ્સ , હાંક છી,ભક છુક,તાક ધીન.
¨ વિષય :- વર્ગવ્યવસ્થા+એકાગ્રતા
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- વર્ગનુ વાતાવરણ નિર્માણ કરવા,વિષયાભીમુખ કરવા માટે,વર્ગ
વ્યવસ્થામા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ :- વર્ગમા સંખ્યા મુજબ બાળકોના સામસામે બે જુથ પડાવી જુથની
વચ્ચે શિક્ષક ઉભા રહેશે.અને એક એક જુથને ભક બીજાને છુક બોલાવશે આ રીતે વિવિધ રિધમ કહેશે .
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ મુવમેન્ટ
¨ સમય :- 3 મિનીટ
88. એક મિનીટ-મેમરી ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- એક મિનીટ-મેમરી ગેઇમ્સ
¨ વિષય :- મેમરી ગેઇમ્સ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- યાદશક્તિ + ક્રિયાશીલતા + ગતિશીલતા વિકસાવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ :- એક મિનીટમા બાળક કેટલી વસ્તુ ,શબ્દ,સ્પે.,કે પ્રશ્નો કે નામ યાદ રાખી શકે તે માટે એક મિનીટના સમયમા નક્કી કર્યા મુજબ
બોલતા કહેવુ + એક મિનીટમા એક એક બાળકોને સામે ઉભા રાખી વિવિધ એકશન કાર્ય સોંપવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- દડો,ચોકલેટ,પેન,ઘડિયાળ,ફુલ,અનાજ,પોસ્ટર વગેરે.
¨ સમય :- 1 થી 10 મિનીટ
89. પ્રશ્ન જવાબની જોડી(કાર્ડ દ્વારા)
¨ એકટીવિટીનુ નામ :- પ્રશ્ન જવાબની જોડી(કાર્ડ દ્વારા)
¨ વિષય :- દ્રઢિકરણ-તમામ વિષયમા
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- જે તે વિષય એકમમા પ્રશ્નોના જવાબ યાદ રાખવા માટે,પુનરાવર્તન માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- એક કાપલીમા પ્રશ્નો અને બીજી કાપલીમા જવાબો લખવા,બાળકોને સંખ્યા
પ્રમાણે કોઇપણ વિષયના પ્રશ્નો જવાબની કાપલી બનાવી આપી દેવી,પ્રશ્ન જવાબની જોડી
શોધવા કહેવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાર્ડ શીટ,સ્કેચપેન.
¨ સમય :- 10 થી 50 મિનીટ
90. આંખો બંધ કરી બે જુથમા પ્રશ્નોતરી
¨ એકટીવિટીનુ નામ :- આંખો બંધ કરી બે જુથમા પ્રશ્નોતરી
¨ વિષય :- મેમરી ગેઇમ્સ
¨ ધોરણ વિભાગ :- 2 થી 7
¨ હેતુ :- વિવિધ વિષયના એકમ યાદ રાખવા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ:-બે બે વિદ્યાર્થીના જુથ પાડવા,જુથમાના એક બાળક આંખ
બંધ કરશે અને તેનો સાથી તેને ઝડપથી કોઇપણ વિષયના જન.પ્રશ્નો પૂછશે.આંખ
બધ કરનારને જવાબ આપવાનો રહેશે.,રોટેશનમા આ ક્રિયાકરવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોર્ડ ચોક.
¨ સમય :- 10 મિનીટ
91. સ્પેલીંગ
અંતાક્ષરી-સ્પેલીંગ એન્જિન
¨ એકટીવિટીનુ નામ :- સ્પેલીંગ અંતાક્ષરી-સ્પેલીંગ એન્જિન
¨ વિષય :- અંગ્રેજી
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- અંગ્રેજીના સામાન્ય સ્પે.ભંડોળ
વિકસાવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-બોર્ડમા 50×50 ઉભા આડા ચોરસ ખાના દોરી એક ખાનામા એક અંગ્રેજી મૂળાક્ષર મુકવો,આગળ પાછળ ક્રોસમા મૂળાક્ષર ઉમેરી
સ્પે.બનાવતા જવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાગળ,પેન.
¨ સમય :- 30 મિનીટ
92. સ્પેલીંગની જોડતી
કડી(ચિટ્ટી દ્વારા)
¨ એકટીવિટીનુ નામ :- સ્પેલીંગની જોડતી કડી(ચિટ્ટી દ્વારા)
¨ વિષય :- અંગ્રેજી
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- સ્પેલીંગ યાદ રાખવા માટે + જ્ઞાન
સાથે ગમ્મત માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- જુદી જુદી ચિટ્ઠીમા અંગ્રેજી
મૂળાક્ષરોનો એક સ્વર કે વ્યંજન લખવા ત્યારબાદ દરેક બાળકને ચિટ્ટી આપી દેવી એક સળંગ સ્પે.બનાવવા કહેવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ મુવમેન્ટ
¨ સમય :- 30 મિનીટ
93. રોલ પ્લે
¨ એકટીવિટીનુ નામ :- રોલ પ્લે
¨ વિષય :- અંગ્રેજી
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- અંગ્રેજી સ્પેલીંગ,શબ્દો,વાકયો,પાત્રો અને ગ્રામરનુ દ્રઢિકરણ માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- સાંસ્કૃતિક કાર્યક્ર્મ
¨ એકટીવિટી પધ્ધતિ :-વિવિધ ઘટના બનાવનુ પાત્ર દ્વારા
અભિવ્યકત કરાવવુ,વિવિધ કારીગરો અને પાત્રનુ એક પાત્રીય અભિનય કરાવવો.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 1 થી 30 મિનીટ
94. એકશન પ્લાન
¨ એકટીવિટીનુ નામ :- એકશન પ્લાન
¨ વિષય :- સમાજવિદ્યા
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- બાળકોની કલ્પના દ્વારા વિવિધ નગર,શહેર,ગામ,શાળાનો પ્લાન કરતા થાય .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ બોડી લેંગ્વેજની સંજ્ઞા દ્વારા
કારીગરો,વ્યવસાયકારોની
કામગીરી કરશે,બાળકોની કલ્પના મુજબની શાળા,ગામ,મેદાન,ઘરનો નકશો દોરશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સફારી મેગેઝીન,ઝરણુ,બાલપત્રિકા
¨ સમય :- 1 કલાક
No comments:
Post a Comment