# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday, 22 October 2018

મુઘલાઈ યુદ્ધોઃ પાણીપતનું પહેલું યુદ્ધ - 2  


મુઘલાઈ યુદ્ધોઃ પાણીપતનું પહેલું યુદ્ધ - 2  



આભાર -  અરુણભાઈ  વાઘેલા

પ્રકાશન તારીખ15 Aug 2018





 





 






કાલે વાત થઇ તેમ મુઘલ સેનાપતિ તર્દીબેગ દિલ્હી તરફ આગળ ધપી રહ્યો હતો, પણ તેનાથી દિલ્હીપતિ ઈબ્રાહિમ લોદી અજાણ ન હતો. પોતાના ખુફિયા તંત્ર દ્વારા તેની ખબર પડતાં જ ઈબ્રાહિમે તેનો મુકાબલો કરવા દાઉદ ખાનના નેતૃત્વમાં ૧૦ હજાર ઘોડેશ્વારોનું દળ રવાના કર્યું. બાબર તરફી ચાર હજાર સૈનિકો અને લોદી સેનામાં દસ હજાર છતાં બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું, પણ પહાડી મુઘલોએ ઈબ્રાહિમના અશ્વ દળને ધૂળ ચાટતું કરી દીધું. દાઉદ ખાન યુદ્ધમાં હાર્યો જ નહીં, પકડાયો પણ ખરો.



ઈબ્રાહિમ લોદીએ બાબરનો મુકાબલો કરવા દાઉદ ખાનના નેતૃત્વમાં ૧૦ હજાર ઘોડેશ્વારોનું દળ રવાના કર્યું. બાબર તરફી ચાર હજાર સૈનિકો અને લોદી સેનામાં દસ હજાર છતાં બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું, પણ પહાડી મુઘલોએ ઈબ્રાહિમના અશ્વ દળને ધૂળ ચાટતું કરી દીધું.


દાઉદ ખાનનું બંદી બનવું ઈબ્રાહિમ લોદી માટે ઘણું આકરું નીવડ્યું. હવે મુઘલો સામે મુકાબલો કરવા તે ખુદ મેદાનમાં ઊતર્યો. પોતે એક લાખનું અશ્વદળ અને પાંચ હજારનું હસ્તિદળ લઇ તે દિલ્હીથી નીકળ્યો. એથી વિરુદ્ધ દૂર સુદૂરથી આવતા બાબર પાસે માત્ર ૧૨ હજાર સૈનિકો હતા. પહેલી નજરે આપણને અવશ્ય લાગે કે બાબર હારવાનો જ. યુદ્ધ એકપક્ષીય બની રહ્યું હશે. પરંતુ ઈબ્રાહિમ લોદી હાર્યો અને બાબર વિજયી થયો. બાબરની સેના નાની પણ ઘણી જ શિસ્તબદ્ધ હતી. સામે દિલ્હીની ઈબ્રાહિમ લોદીની સેના મોટી હતી, પરંતુ ભાડુતી સેના હતી. લોદી સેના સ્થાયી નહીં પણ યુદ્ધ જેવા પસંગે ઉછીની-પાછીની હતી. ગમે તે રીતે યુદ્ધ વખતે તેમને ઊભા કરી દેવાતા. વળી, આપણે આગળ જોયું તેમ ઈબ્રાહિમ લોદીના સેનાપતિઓમાં સુલતાન સામે ખૂબ જ અસંતોષ હતો. ઈબ્રાહિમ લોદીનો આવો સંઘ - શંભુમેળો કાશીએ પહોંચી શકે તેમ ન હતો.






લોદી સેના મોટી હોવા છતાં બાબર અને મુઘલોની જીત માટેનાં કારણો ઘણાં રસિક અને વ્યૂહાત્મક હતાં. પાણીપતના આ યુદ્ધમાં મુઘલોનો સેનાપતિ બાબર હતો. તે એટલો તો કુશળ લડવૈયો હતો કે યુદ્ધ સૈનિકોની સંખ્યાને આધારે નહીં, પણ લશ્કરીવ્યૂહો રચી લડતો હતો. પોતાની સેનાના દરેક સૈનિકને વ્યક્તિગત રીતે ઓળખતો, તેનાં સુખ-દુઃખમાં ભાગીદાર બનતો. હારવા છતાં હતાશ થતો નહીં. તે હંમેશાં કહેતો કે વિજયની આકાંક્ષા અને સામ્રાજ્ય વિસ્તારની ઉત્કટ ઈચ્છા સામે એકલ દોકલ નિષ્ફળતા મને હતાશ કે ચલિત કરી શકે તેમ નથી. પાણીપત પૂર્વે પણ બાબરે તેમ કર્યું. તેની પાસે યુદ્ધ મેદાનમાં ખોફ મચાવી શકે તેવા આલમ ખાન અને દિલાવર ખાન જેવા સેનાપતિઓ હતા અને ૨૪ જેટલી મેદાની તોપોનો તેઓ અત્યંત કુશળતાથી ઉપયોગ કરી શકતા હતા.



બાબરની સેના નાની પણ ઘણી જ શિસ્તબદ્ધ હતી. સામે દિલ્હીની ઈબ્રાહિમ લોદીની સેના મોટી હતી, પરંતુ ભાડુતી સેના હતી. લોદી સેના સ્થાયી નહીં પણ યુદ્ધ જેવા પસંગે ઉછીની-પાછીની હતી. ગમે તે રીતે યુદ્ધ વખતે તેમને ઊભા કરી દેવાતા.



બાબરની યુદ્ધ લડવાની પદ્ધતિ "તુલગુમા" પદ્ધતિ કહેવાતી હતી. તે મુજબ સૈનિકોને રણનીતિના હિસાબથી યુદ્ધ મેદાનમાં ખડા કરવામાં આવતા અને "અરાબા" પદ્ધતિ પ્રમાણે સૈનિકોને શત્રુઓથી બચાવવા ખાસ પ્રકારનું રક્ષા કવચ ઊભું કરવામાં આવતું. આવી લશ્કરી શક્તિ અને વ્યૂહરચનાઓ સાથે બાબર તક ઝડપવાની સાથે તકો ઊભી પણ કરતો હતો. ઉદાહરણ તરીકે ઈબ્રાહિમ લોદીની સેનાએ પાણીપતના મેદાનમાં દક્ષિણ ભાગમાં છાવણી નાખી, બળદગાડાંઓ ભેગાં કરી કામચલાઉ ચલિત કિલ્લાઓ બનાવ્યા. તેની વચ્ચે ગલી બનાવી તોપચીઓને તોપમારા માટે સજ્જ કર્યા. ઈબ્રાહિમ લોદીની આટલી તૈયારી સામે બાબરે ઉતાવળે પગલે ચાલી પાણીપત નગરનો કબજો લઇ લીધો. નગર કબજે કર્યા પછી ત્યાં ખાલી થયેલાં ઘરોમાં સૈનિકોએ રક્ષણ માટે જગ્યા લઇ લીધી. પરિણામે બાબર અને તેની નાની સેના ઈબ્રાહિમના મેદાનમાં પડેલા વિશાળ લશ્કર કરતાં વધુ સુરક્ષિત બની. આટલી વ્યૂહરચના પછી બાબરે પોતાના નાના પણ શક્તિશાળી લશ્કરને બે ભાગોમાં વહેંચી દીધું. પૂર્વ આયોજન મુજબ ફોજનો એક ભાગ રક્ષણ માટે અને બીજો ભાગ આક્રમણ માટે રાખ્યો. 
આ બધી તૈયારીઓ તારીખ ૧૮ એપ્રિલ ૧૫૨૬ના રોજ સંપન્ન થઈ એટલે બાબરે દહાડ નાખતાં ઈબ્રાહિમને યુદ્ધ કરવા લલકાર્યો. છતાં લગભગ દોઢ દહાડા સુધી બંને લશ્કર યુદ્ધ કર્યા વિના સામસામાં પડ્યાં રહ્યાં. આખરે ૨૦ એપ્રિલ ૧૫૨૬ના રોજ સવારે ૬ વાગ્યે પાણીપતનું યુદ્ધ શરૂ થયું. ભારતના ભાવિનો નિર્ણય કરનારું યુદ્ધ આવી ચડ્યું. યુદ્ધમાં શું થયું /તેનાં પરિણામો શું આવ્યાં અને પાણીપત પછી આવેલાં પરિવર્તનો માટે આવતી કાલ સુધી રાહ જોવી રહી.
arun.tribalhistory@gmail.com



No comments:

Post a Comment