# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 13 December 2018

SOCIAL SCIENCE SEM 2  STD 6 TO 8 ALL UNITPROJEST NI LIST


SOCIAL SCIENCE SEM 2  STD 6 TO 8 ALL UNITPROJEST NI LIST

DOWNLOAD CLICK HERE.

Thanks _ રાજેશભાઈ પ્રજાપતિ

Monday, 10 December 2018

NMMS STD 8 ONLINE EXAM-1

NMMS STD 8 ONLINE EXAM-1


 -નમસ્કાર મિત્રો 
અહી ધો.8 માં અભ્યાસ કરતા મિત્રો માટે પ્રેક્ટિસ માટે ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવ્યો છે.આ બ્લોગ પર પરીક્ષા આવે ત્યાં સુધી ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવશે.
 CLICK HERE

સા.વિજ્ઞાન સેમ-2 એકમ-૧.સામાજિક ધાર્મિક જાગૃતિ ઓનલાઈન ટેસ્ટ

સા.વિજ્ઞાન સેમ-2 એકમ-૧.સામાજિક ધાર્મિક જાગૃતિ ઓનલાઈન ટેસ્ટ

                                                                                ધોરણ 6 થી 8 માં  સામાજિક  વિષયમાં ઉત્તમ પરિણામ લાવવા માટે ઓનલાઈન ટેસ્ટ. 
ટેસ્ટની વિશેષતાઓ 
બધાં જ એકમોને આવરી લેવાયા છે.
કોઈપણ વિદ્યાર્થી ગમે ત્યારે અને ગમે તેટલીવાર ટેસ્ટ આપી શકે છે.
ટેસ્ટને અંતે તરત જ પરિણામ જાણી શકાય છે. પોતાની ભૂલ ક્યાં હતી તે પણ જાણી શકે છે. 
મોબાઈલ અને કમ્પ્યૂટર પર ચલાવી શકાય છે.
આ માટે ક્લિક કરો  
CLICK HERE👇🏻

Thursday, 6 December 2018

મુઘલાઈ યુદ્ધો - ચૌસાનું યુદ્ધ (1539)


મુઘલાઈ યુદ્ધો - ચૌસાનું યુદ્ધ (1539)





પ્રકાશન તારીખ23 Aug 2018





 





 





ગત હપ્તામાં આપણે હુમાયુની ગુજરાત વિજયયાત્રા જોઈ, પણ તે ગુજરાતને લાંબો સમય મુઘલિયા સલ્તનતના તાબામાં ન રાખી શક્યો. ગુજરાતની ઘટના પછી તરત જ હુમાયુએ તેલીયાગઢી, ચૂનાર, ગૌડ વગેરે સ્થાનોએ નાનાં-મોટાં યુદ્ધો કરવાં પડ્યાં, કારણકે હુમાયુ ગુજરાત જીતવા ગયો હતો ત્યારે અહીંના શાસકોએ પોતાના પ્રદેશો મુઘલોથી સ્વતંત્ર કર્યા હતા. ઉત્તર ભારતના સ્થાનિક શાસકોએ હુમાયુની તખ્ત પર લાંબા સમયની ગેરહાજરી અને તેની વિલાસી પ્રવૃત્તિઓનો બરાબર લાભ લીધો હતો.



સને ૧૪૭૨માં હિસાર ફિરોઝાબાદમાં સામાન્ય પરિવારમાં જન્મેલો શેરશાહ સુર કબીલાનો પઠાણ હોવાથી "સુરિ" કહેવતો હતો. તેનું મૂળ નામ તો ફરીદ હતું, પણ શિકાર વખતે તલવારના એક જ ઝાટકે સિંહને કાપી નાખ્યો હોવાથી તે શેરશાહ તરીકે પ્રસિદ્ધ થયો હોવાનું કહેવાય છે.


તે પછી ૧૫૩૯માં હુમાયુને અફઘાન સરદાર શેરશાહ સુરિ (૧૪૭૨-૧૫૪૫) સાથે ચૌસાનું યુદ્ધ લડવું પડ્યું. ભારતમાં મુઘલોની સત્તા પ્રવર્તતી હતી ત્યારે તે ઇતિહાસમાં પણ એક નામ ઘણું આદરપાત્ર રીતે લેવામાં આવે છે અને તે શેરશાહનું. સને ૧૪૭૨માં હિસાર ફિરોઝાબાદમાં સામાન્ય પરિવારમાં જન્મેલો શેરશાહ સુર કબીલાનો પઠાણ હોવાથી "સુરિ" કહેવતો હતો. તેનું મૂળ નામ તો ફરીદ હતું, પણ શિકાર વખતે તલવારના એક જ ઝાટકે સિંહને કાપી નાખ્યો હોવાથી તે શેરશાહ તરીકે પ્રસિદ્ધ થયો હોવાનું કહેવાય છે. એક અન્ય મત મુજબ ફરીદે દિલ્હીનું સિંહાસન પ્રાપ્ત કર્યા પછી "શેરશાહ"ની ઉપાધિ ધારણ કરી હતી. એ જે હોય તે પણ તેનું નામ ફરીદમાંથી શેરશાહ થયું એટલું તો પાક્કું છે. ફરીદ યાની શેરશાહની તેના પિતા હસન ખાન દ્વારા સતત ઉપેક્ષા થતી હોવાથી તેણે યુવાવસ્થામાં ઘરબાર છોડી દીધાં હતાં. શેરશાહે ઘણા બધા શાસકોનાં જીવનચરિત્રો વાંચ્યાં હતાં. ફારસીના ત્રણ મોટા ગ્રંથો જેવાકે "સિકંદરનામા", "બોસ્તાન" અને "ગુલિસ્તાન" તો તેને કંઠસ્થ હતા. આ ગ્રંથોમાંથી જ શેરશાહને જીવન ઉત્થાનની પ્રેરણા મળી હતી. શેરશાહ બિહારના સુબા તરીકે અને બાબરના સૈન્યમાં પણ સેવા બજાવી ચૂક્યો હતો. આમ શિક્ષણ, બાહુબળ અને બુદ્ધિમત્તા વગેરે તેના વ્યક્તિત્વના વિશેષ ગુણ હતા.

આવા કદાવર શાસકે હુમાયુ સાથે કરેલા ચૌસાના યુદ્ધની વાત માંડતાં પહેલાં લગીર એની વહીવટી સિદ્ધિઓની જિકર પણ કરવી જોઈએ. આજે જી.ટી .રોડ નંબર -૧ તરીકે જેનું



આજે જી.ટી .રોડ નંબર -૧ તરીકે જેનું અસ્તિત્વ છે તે ગ્રાન્ડ ટ્રંક રોડનું (૧૫૪૦-૧૫૪૫) નિર્માણ શેરશાહના સમયમાં થયું હતું. તેણે વટેમાર્ગુઓની સહુલિયત માટે રાજ્યના રસ્તાઓ પર સરાઈઓ બંધાવી હતી. જ્યાં મુસાફરોને તૈયાર ભોજન ઉપરાંત સીધું-સામાન ઉપલબ્ધ રહેતો. રસ્તાની બંને તરફ વૃક્ષો ઉછેરી પર્યાવરણનો ઉચ્ચ આદર્શ પણ પ્રસ્તુત કર્યો હતો.

અસ્તિત્વ છે તે ગ્રાન્ડ ટ્રંક રોડનું (૧૫૪૦-૧૫૪૫) નિર્માણ શેરશાહના સમયમાં થયું હતું. તેણે વટેમાર્ગુઓની સહુલિયત માટે રાજ્યના રસ્તાઓ પર સરાઈઓ બંધાવી હતી. જ્યાં મુસાફરોને તૈયાર ભોજન ઉપરાંત સીધું-સામાન ઉપલબ્ધ રહેતો. રસ્તાની બંને તરફ વૃક્ષો ઉછેરી પર્યાવરણનો ઉચ્ચ આદર્શ પણ પ્રસ્તુત કર્યો હતો. કેટલાક ઈતિહાસકારો ભારતમાં સંદેશા વ્યવહારના સુનિયોજિત સગડ શેરશાહના સમયમાં જુએ છે. તેણે ટપાલ લાવવા-લઇ જવા માટે ખાસ ટપાલના ઘોડાઓની વ્યવસ્થા પણ ઊભી કરી હતી. શેરશાહના શાસનની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે રાજ્યની જમીનની માપણી. ભારતમાં સહુપ્રથમવાર જમીન વૈજ્ઞાનિક ઢબે માપણી શેરશાહે કરાવી હતી. સિકંદરી ગજના આધારે જમીન માપી તેનું ચોક્કસ જમીન મહેસુલ પણ નક્કી થયું હતું. તેની જમીન માપણીની આ પદ્ધતિ ઠેઠ અકબરના સમયમાં પણ મોટા ફેરફારો વગર ચાલુ રહી હતી. વહીવટી કુશળતાની સાથે શેરશાહ ન્યાયપ્રિય, પ્રજાપ્રેમી અને કલા તથા સાહિત્યનો ઉપાસક પણ હતો.અકબરનાં નવરત્નો પૈકીના રાજા ટોડરમલ પણ એક સમયે શેરશાહની ખિદમતમાં હતો. ભારતમાં તેનું શાસન માત્ર પાંચ જ વર્ષ ચાલ્યું, પરંતુ તે નભોમંડળમાં ધૂમકેતુના તારા જેવું રહ્યું છે. ૨૨ મે ૧૫૪૫ના રોજ આ યુગપરિવર્તનકારી સુલતાનનું અવસાન થયું હતું. તેનો મકબરો બિહારમાં સહસારામ ખાતે બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ વિદ્યમાન છે.






આવા મહાન સેનાપતિ, કુશળ વ્યવસ્થાપક અને ભવિષ્યના ભારત પર અનેક અસરો છોડી જનાર શેરશાહ સુરિ સાથે ઈ.સ. ૧૫૩૯ના વર્ષે મુઘલ બાદશાહ હુમાયુ અથડામણમાં આવ્યો. તેની પાછળનાં કારણો અને હુમાયુના જીવન પર પડેલી તેની અસરો વગેરેની વાતો આવતી કાલે કરીશું.
arun.tribalhistory@gmail.com





મુઘલાઈ યુદ્ધો - હુમાયુ અને બહાદુશાહ વચ્ચેનાં યુદ્ધો ૧૫૩૫-૩૫ (ચાલુ)


મુઘલાઈ યુદ્ધો - હુમાયુ અને બહાદુશાહ વચ્ચેનાં યુદ્ધો ૧૫૩૫-૩૫ (ચાલુ)





પ્રકાશન તારીખ22 Aug 2018





 





 





માંડુથી નાસેલા બહાદુર શાહનો મુઘલ સૈનિકો સતત પીછો કરી રહ્યા હતા. માળવાનો વિસ્તાર તેના માટે હવે સલામત રહ્યો ન હતો. તેથી તેણે દોહદ (દાહોદ)ના રસ્તે ગુજરાતમાં પ્રવેશ કર્યો. તે સમયે મહમૂદ બેગડાએ વિકસાવેલું ચાંપાનેર સોળે કળાએ ખીલેલું નગર હતું. આ નગર અને



ચાંપાનેરના કિલ્લાની અંદર રહેલા બહાદુર શાહને ખાદ્યસામગ્રી નિયમિત ન મળતાં આફતનો અણસાર આવી ગયો. હુમાયુ કિલ્લામાં આવે તે પહેલાં યુદ્ધના ધોરણે તેણે પોતાની બેગમો અને ચાંપાનેરના ખજાનાને દમણ મોકલી દીધાં.

તેનાં રળિયામણાં વન તેનું આશ્રયસ્થાન બન્યાં. આરામપ્રિય અને મોજીલો હુમાયુ આરામ હરામ ગણી માંડુથી ૧૦ હજાર સૈનિકો સાથે માત્ર ત્રણ દિવસમાં ચાંપાનેર પહોંચી ગયો અને ગુજરાતના સૌથી સમૃદ્ધ નગરને ઘેરો ઘાલ્યો. આ ઘેરો ઘણો લાંબો સમય ચાલ્યો. કિલ્લામાં પ્રવેશવાની હુમાયુની એકે કારી ફાવતી ન હતી. આખરે એક દિવસ સંધ્યાના સમયે હુમાયુએ કિલ્લાની અંદર અને બહાર કશીક હિલચાલ થતી જોઈ. તેણે બહારથી કેટલાક લોકોને કિલ્લાની અંદર જતા જોયા. તે બધા સ્થાનિક ભીલો હતા અને કિલ્લામાં રહેલા બહાદુર શાહને ઘી, શાકભાજી તથા અન્યજરૂરી ચીજ-વસ્તુઓ પહોંચાડતા હતા. તેને કારણે જ બહાદુરશાહ અને તેનું સૈન્ય હુમાયુ અને મુઘલો સામે ટકી રહ્યા હતા. હવે ભીલોને જોઈ ચૂકેલા હુમાયુએ તેઓને ધમકાવ્યા, કેટલાકને મારી નાખ્યા, એટલે ભીલોએ કિલ્લામાં જવાનો ગુપ્ત રસ્તો બતાવી દીધો અને હુમાયુની ચાંપાનેરની જીત પાક્કી થઈ ગઈ.

બીજી તરફ કિલ્લાની અંદર રહેલા બહાદુર શાહને ખાદ્યસામગ્રી નિયમિત ન મળતાં આફતનો અણસાર આવી ગયો. હુમાયુ કિલ્લામાં આવે તે પહેલાં યુદ્ધના ધોરણે તેણે પોતાની બેગમો અને ચાંપાનેરના ખજાનાને દમણ મોકલી દીધાં. દમણ પર તે સમયે પોર્ટુગીઝ શાસન હતું અને બહાદુર શાહના પોર્ટુગીઝો સાથે સુમેળભર્યા સંબંધો હતા. તેનો લાભ લીધો. પોતાના પરિવાર અને થોડી ઘણી સંપત્તિને સુરક્ષિત કરી દીધી. બીજી તરફ બહાદુરશાહે "હું તો મરું પણ તને પણ વિધવા બનાવું"ની કહેવત સાર્થક કરતો હોય તેમ ચાંપાનેરથી ભાગતા પહેલાં ભવ્ય ચાંપાનેરને આગ લગાડી દીધી, જેથી હુમાયુ પણ નગરને લૂંટી ન શકે! સૈન્યના હાથીઓની સૂંઢ કાપી નાખી જેથી દુશ્મનો તેમનો ઉપયોગ ન કરી શકે! આટલી તજવીજ કરી બહાદુ શાહ પહેલાં ખંભાત અને પછી દીવ ભાગી ગયો. તરત જ હુમાયુ ગુપ્ત માર્ગે ચાંપાનેરના કિલ્લામાં પેઠો. તેમાં બહાદુર શાહના એક વખતના સેનાપતિ રુબી ખાનની ગદ્દારીએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. નગરને લગભગ રૂંધી નાંખ્યું. બહારથી ઘાસચારો અને ખોરાકનો પુરવઠો બંધ કરાવી દીધો, પરિણામે ઘાસની એટલી તો અછત સર્જાઈ કે ઘોડા એકબીજાની પૂંછડીના વાળ ખાવા લાગ્યા અને માણસો ઘોડાનું માંસ. તે પછી હુમાયુએ નગરને લૂંટવામાં કોઈ જ કસર ન છોડી. આટલું પૂરતું ન હોય તેમ હુમાયુએ પણ ચાંપાનેરને આગ લગાડી લગભગ ખાખ કરીદીધું. ચાંપાનેરમાં મુઘલ સત્તા સથાપી. અહીં સેનાપતિ હિંદુબેગને ચાંપાનેરનોવહીવટ સોંપ્યો. એ વખતે સમય હતો ઓગસ્ટ મહિનો અને વર્ષ ૧૫૩૫નું. ચાંપાનેર વિજયની યાદમાં હુમાયુએ પોતાના નામના ચાંદી અને તાંબાના સિક્કા પડાવ્યા હતા.

ચાંપાનેર વિજય હુમાયુનો એક મુકામ હતો. બહાદુર શાહને ઝબ્બે કરવો પણ એટલો જ જરૂરી હતો. બહાદુર શાહની શોધમાં તે ચાંપાનેરથી સીધો ખંભાત આવ્યો. તે પહેલાં તો બહાદુર શાહ દરિયાઈ માર્ગે દીવ જવા નીકળી ચૂક્યો હતો. એટલે બહાદુર શાહને જીવતો પકડવાની તેની મુરાદ પૂરી ન થઈ. ખંભાતમાં હુમાયુએ જીવનમાં પહેલી વાર દરિયો જોયો. સાથે સ્થાનિક કોળી અને ભીલોનો મુકાબલો પણ કરવો પડ્યો. ખંભાતની નાની લડાઈમાં હુમાયુએ તેના સસરા અને સેનાપતિ જામ ફિરોઝ સહિત ઘણા સૈનિકો ગુમાવવા પડ્યા હતા. આ બધાની દાઝ તેણે ગુજરાતના એ સમયના સૌથી સમૃદ્ધ બંદરીય નગરને લૂંટીને ઉતારી. ચાંપાનેર અને ખંભાતથી હુમાયુને ખૂબ મોટો દલ્લો હાથ લાગ્યો હતો. તેમાંથી ઘણી સંપત્તિ મોજશોખમાં ઉડાવી, તો ૧૦ વહાણો ભરી લોઢાની ૩૦૦ પેટીઓમાં ઝવેરાત ભરી મોટો ખજાનો મક્કા મોકલી દીધો. આમ ગુજરાત વિજય પછી હુમાયુએ ધાર્મિક સખાવત કર્યાનો સંતોષ પણ માન્યો હશે!



ચાંપાનેર અને ખંભાતથી હુમાયુને ખૂબ મોટો દલ્લો હાથ લાગ્યો હતો. તેમાંથી ઘણી સંપત્તિ મોજશોખમાં ઉડાવી, તો ૧૦ વહાણો ભરી લોઢાની ૩૦૦ પેટીઓમાં ઝવેરાત ભરી મોટો ખજાનો મક્કા મોકલી દીધો.


હુમાયુ માટે માળવા અને ગુજરાત એક રીતે પાક્કા ફળની જેમ તેના ખોળામાં આવીને પડ્યાં હતાં, પણ આવા અત્યંત સમૃદ્ધ પ્રદેશોમાં સ્થાયી વ્યવસ્થા સ્થાપવાને બદલે પોતાની આદત મુજબ મોજશોખમાં પડી ગયો. લગભગ એક વર્ષ સુધી ગુજરાતમાં હુમાયુ એટલા જલસા અને ભોગવિલાસમાં સરી પડ્યો કેગુજરાતમાં કોઈ જ વ્યવસ્થા ન કરી શક્યો. તે પછી પણ પાટણ, ભરૂચ, ખંભાત, વડોદરા, ચાંપાનેર અને મહેમદાવાદમાં સુબાઓની નિયુક્તિ કરી, પરંતુ આ વ્યવસ્થા એટલી તો નબળી હતી કે હુમાયુ જેવો દિલ્હી પહોંચ્યો કે પરાજિત બહાદુર શાહ ફરી ચડી આવ્યો અને ગુજરાત મુઘલ શાસનનો ભાગ બને તે પહેલાં ૨૪ મે ૧૫૩૬ના રોજ મુઘલ સુબાઓને ખદેડી મૂક્યા અને ગુજરાત પુન: જીતી લીધું.






આ વાતનો સાર એટલો કે આશરે બે વર્ષ સુધી હુમાયુ-બહાદુરશાહ વચ્ચે થયેલી અફડાતફડી કશું જ નક્કર પરિણામ લાવી શકી ન હતી. બહાદુર શાહ પણ તે પછી ગુજરાતના સુલતાન તરીકે બહુ લાંબું ટકી ન શક્યો. દીવની મુસાફરી દરમિયાન પોર્ટુગીઝ સૈનિકોએ બહાદુર શાહને દરિયામાં ડુબાડી મારી નાખ્યો હોવાનું કહેવાય છે.

હવે હુમાયુના જીવનનું એક બહુ જ મહત્ત્વનું યુદ્ધ નામે ચૌસાનું યુદ્ધ થવાનું હતું. તેની વાત આવતી કાલે.
arun.tribalhistory@gmail.com




🎯Social Science Std-9th. Chapter No.1 to 20*

*Social Science Std-9th. Chapter No.1 to 20* 

 *General study Gk quiz Group.* 

 *ધોરણ-9 :- સામાજિક વિજ્ઞાન*

 *પ્રકરણનં - 1 :- ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય*

✍ *પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?*

*A.કૉન્સ્ટેન્ટિનોપલ* ✔
B.જેરૂસલેમ
C.દમાસ્કસ
D.તહેરાન

✍ *તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતાં યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂલ પડી ?*

A.તહેરાન
B.દમાસ્કસ
C.જેરૂસલેમ
*D.કૉન્સ્ટેન્ટિનોપલ*✔

✍ *'કેપ ઑફ ગુડ હૉપ' ભૂશિરની શોધ કોણે કરી ?*

A.લિવિંગ્ટન ડેવિડે
B.બાર્થોલોમ્યુ ડેવિડે
*C.બાર્થોલોમ્યુ ડાયઝે* ✔
D.વાસ્કો-દ-ગામાએ

✍ *વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓ કયા મહાસાગરમાં આવેલા છે ?*

A.પેસેફિક મહાસાગર
B.આર્કટિક મહાસાગર
C.હિંદ મહાસાગર
*D.એટલેન્ટિક મહાસાગર*✔