# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday, 5 February 2019

સુરેન્દ્રનગર જિલ્લો

સુરેન્દ્રનગર જિલ્લો

સુરેન્દ્રનગર જિલ્લો
ગુજરાતનો એક જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગરશહેર એ આ જિલ્લાનું મુખ્યમથક છે. આ જિલ્લાની પડોશમાંકચ્છમહેસાણાઅમદાવાદભાવનગરરાજકોટ જિલ્લાઓ આવેલા છે. જિલ્લો ખેતી અને ઔધોગિક દૃષ્ટિએ મહત્વનો જિલ્લો છે. અહીં ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે, આ ઉપરાંત અનેક નામી કલાકારો અને સાહિત્યકારો આ જિલ્લાની ધરતી પર જન્મ્યા છે. ગુજરાતનો પ્રખ્યાતતરણેતરનો મેળો આ જિલ્લામાં ભરાય છે. સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસનો વિસ્તાર ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે.
સુરેન્દ્રનગર જિલ્લો
ઝાલાવાડજિલ્લો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાનCoordinates: 22°44′N 71°31′E / 22.73°N 71.51°Eદેશ ભારતરાજ્યગુજરાતમુખ્યમથકસુરેન્દ્રનગરવિસ્તાર • કુલ૧૦,૪૮૯ઉંચાઇ૫૪૭વસ્તી (૨૦૧૧)[૧] • કુલ૧૭,૫૬,૨૬૮ • ગીચતા૧૪૪.૪૫ભાષાઓ • અધિકૃતગુજરાતીહિંદીસમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)પિનકોડ૩૬૩૦૩૧ટેલિફોન કોડ૦૨૭૫૨વાહન નોંધણીGJ-13જાતિદર[૧]૦.૯૩૦ /સાક્ષરતા[૧]૭૨.૧૩%
ભૂગોળ
સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તર અક્ષાંશ ૨૨.૦૦ થી ૨૩.૦૫ અને પૂર્વ રેખાંશ ૬૯.૪૫ થી ૭૨.૧૫ વચ્ચે આવેલો છે. પૂર્વે અમદાવાદ, પશ્વિમે મોરબી, ઉત્તરે પાટણ મહેસાણા અને કચ્છ તથા દક્ષિણે બોટાદ અને રાજકોટ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાની વસ્તી ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧૭,૫૫,૮૭૩ ની છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૧૦,૪૮૯ ચોરસ કિ.મી. છે.
જળસ્રોત
નદીઓ - મુખ્યત્વે ભોગાવો, ફલકુ અને ઉમઈ નદીઓ.નહેરો - નર્મદા કેનાલ.જળાશયો - ધોળીધજા ડેમ, બ્રાહ્મણી ડેમ, ફલકુ ડેમ, વાસલ ડેમ, થોળીયાળી ડેમ.તળાવો - જોગાસર, રામસાગર, ધરમ, છાલિયા તળાવ.
ઉદ્યોગો
મુખ્ય ઉદ્યોગ બેરીંગ, મશીનરી અને દવાઓ બનાવવાનો છે. આ જિલ્લામાં આવેલા થાનમાં સીરામિક અને ધ્રાંગધ્રા કેમીકલ્સ DCW, દસાડામાં મીઠાંના મુખ્ય ઉદ્યોગો આવેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નાના મોટા થઇને કુલ ૭૫૪ ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો રોજગાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે.
કૃષિ, પશુપાલન અને ડેરી
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૯૫,૦૭૬ હેકટર પૈકીના કુલ ૧,૫૭,૪૬૬ હેકટર જમીન વાવેતર લાયક વિસ્તાર જમીન છે. આ જિલ્લાની મહદ્અંશે જમીન સમતલ અને ગોરાડું છે. આ જિલ્લાનો મુખ્ય પાક કપાસ છે. જેમાં બાજરી, જુવાર, ઘઉં, એરંડા, કપાસ, જીરું, ચણા, મગ, તલ, રાઇ, મરચા વગેરે પાકો થાય છે.
ઇ.સ. ૧૯૯૭ની ગણતરી મુજબ કુલ ૨,૭૧,૫૬૫ ગૌધન દેશી અને વિદેશી ઓલાદનાં છે. તેમજ ભેંસો - ૧,૬૫,૧૯૭, ઘેંટાં ૯૯,૫૭૨, બકરાં ૧૬,૪૪૫૮, ગધેડા ૨,૦૯૫, ઊંટ ૪૪૬ એ રીતનું પશુધન છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધ ડેરી નીચે કુલ ૧૭૮ દૂધ મંડળીઓ ઊભી કરી સમગ્ર જિલ્લામાંથી દૂધ સુરેન્દ્રનગર શહેર ખાતે મુખ્ય ડેરી ખાતે લાવવામાં આવે છે.
મુખ્ય ખનીજ
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કાર્બોસેલ અને ગ્રેનાઇટ ખનીજ મળી આવે છે.
શિક્ષણ
પ્રાથમિક શાળાઓ - ૪૮૯૧માધ્યમિક શાળાઓ - ૧૫૨૨ઉચ્ચતર માધ્યમિક શાળાઓ - ૧૪૯કૉલેજો - ૬૦પોલિટેક્નિક કૉલેજ - ૧
આ ઉપરાંત પી.ટી.સી., ફાર્મસી, એન્જિનિયરિંગ, મેડિકલ, બી.એડ. કૉલેજ પણ જિલ્લામાં આવેલ છે.
શાસકીય
સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ તાલુકા પંચાયત અને ૫૩૯ ગ્રામ પંચાયતો આવેલી છે. ઉપરાંત ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી, થાન અને ચોટીલા એમ કુલ ૭ નગરપાલિકાઓ આવેલ છે. તેમજ દસાડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીંબડી અને વઢવાણ એમ કુલ ૫ વિધાનસભા મત વિસ્તાર આવેલ છે અને એક લોકસભા મત વિસ્તાર છે.
તાલુકાઓ
વઢવાણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું શહેર છે અને વઢવાણ તાલુકાનું મુખ્ય મથક છે.
વઢવાણ
—  શહેર  —
વઢવાણનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°42′33″N 71°40′32″E / 22.709054°N 71.675518°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરેન્દ્રનગર
તાલુકોવઢવાણ
વસ્તી૭૫,૭૫૫[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
સગવડોપ્રાથમિક શાળાઉચ્ચતર માધ્યમિક શાળાનગરપાલિકા, કોલેજ
મુખ્ય વ્યવસાયવ્યાપાર, નોકરી, ખેતી,ખેતમજૂરીપશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનોઘઉંજીરુવરિયાળીબાજરી,
કપાસદિવેલારજકો,શાકભાજી

ઇતિહાસફેરફાર કરો

વઢવાણ શહેરનું પ્રાચીન નામ વર્ધમાનપુરી હતું.[૨]
વઢવાણ આઝાદી પહેલાં વઢવાણ રજવાડાનું પાટનગર હતું.

વઢવાણ રજવાડું

વઢવાણ રજવાડું બ્રિટિશ શાસન દરમિયાન ગુજરાતમાં આવેલું એક રજવાડું હતું. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું વઢવાણ શહેર તેનું પાટનગર હતું.[૧] તેના છેલ્લાં શાસકે ભારતીય સંઘ સાથે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ ભારતમાં ભળી જવા માટે સંધિ કરી હતી.[૨]
વઢવાણ સ્ટેટ
વઢવાણ રજવાડું
બ્રિટિશ ભારતનું રજવાડું
૧૬૩૦–૧૯૪૮ 
FlagCoat of arms
ધ્વજCoat of arms
Location of વઢવાણ
સૌરાષ્ટ્રમાં વઢવાણ રજવાડાનું સ્થાન
ઇતિહાસ
 • સ્થાપના૧૬૩૦
 • ભારતીય સંઘમાં વિલિનીકરણ૧૯૪૮
વિસ્તાર
 • ૧૯૩૧૬૨૭ km2(૨૪૨ sq mi)
વસતિ
 • ૧૯૩૧૪૨,૬૦૨ 
ગીચતા૬૭.૯ /km2  (૧૭૬ /sq mi)
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, ed. (૧૯૧૧).એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી ed.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.

ઇતિહાસફેરફાર કરો

વઢવાણની સ્થાપના આશરે ૧૬૩૦માં થઇ હતી. તે ૧૮૦૭માં બ્રિટિશ શાસનની હેઠળ આવ્યું. વઢવાણ પર ઝાલા વંશનારાજપૂતો રાજ્ય કરતા હતા. રાજ્યના રાજવીઓને 'ઠાકુર સાહેબ' કહેવાતા હતા.[૩]

રાજવીઓફેરફાર કરો

ઠાકુર સાહેબફેરફાર કરો

વઢવાણના ઠાકુર સાહેબ
  • ૧૬૮૧ – ૧૭૦૭ ભગતસિંહજી ઉદયસિંહજી
  • ૧૭૦૭ – ૧૭૩૯ અર્જણસિંહજી માધવસિંહજી (મૃ. ૧૭૩૯)
  • ૧૭૩૯ – ૧૭૬૫ સબલસિંહજી અર્જણસિંહજી બીજા (મૃ. ૧૭૬૫)
  • ૧૭૬૫ – ૧૭૭૮ ચંદ્રસિંહજી સબલસિંહજી (મૃ. ૧૭૭૮)
  • ૧૭૭૮ – ૧૮૦૭ પૃિથિરાજજી ચંદ્રસિહંજી (મૃ. ૧૮૦૭)
  • ૧૮૦૭ – ૧૮૨૭ જાલમસિંહજી પૃિથિરાજજી (મૃ. ૧૮૨૭)
  • ૧૮૨૭ – ૧૮૭૫ રાયસિંહજી જાલમસિંહજી (મૃ. ૧૮૭૫)
  • ૧૮૭૫ – ૫ મે ૧૮૫૫ દાજીરાજજી ચંદ્રસિંહજી (જ. ૧૮૬૧ – મૃ. ૧૮૫૫)
  • ૨૦ મે ૧૮૫૫ – ૨૫ મે ૧૯૧૦ બાલસિંહજી ચંદ્રસિંહજી (જ. ૧૮૬૩ – મૃ. ૧૯૧૦)
  • ૨૫ મે ૧૯૧૦ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૮ જશવંતસિંહજી બેચરસિંહજી (મૃ. ૧૯૧૮)
  • ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૮ – ૧૯૩૪ જોરાવરસિંહજી જશવંતસિંહજી (જ. ૧૮૯૯ – મૃ. ૧૯૩૪)
  • ૧૯૩૪ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુરેન્દ્રસિંહજી જોરાવરસિંહજી (જ. ૧૯૨૨ – મૃ. ૧૯૮૩)

ભૂગોળફેરફાર કરો

વઢવાણ શહેર અમદાવાદથી ૧૧૧ અને સુરેન્દ્રનગરથી ૩ કિમીના અંતરે આવેલું છે. આ શહેર ભોગાવો નદીના કિનારે વસેલું છે.[૨]

શિક્ષણફેરફાર કરો

સી.યુ. શાહ યુનિવર્સિટી વઢવાણ શહેરમાં આવેલી ખાનગી યુનિવર્સિટી છે.[૩]
જાણીતી વ્યક્તિઓ
સાહિત્યકારો
દલપતરામ
ગુજરાતી કવિ
ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાંજાન્યુઆરી ૨૧, ૧૮૨૦ના રોજ થયો હતો. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે.
દલપતરામ
Dalpatram old photo.jpg
કવિ દલપતરામ
જન્મની વિગત૨૧ જાન્યુઆરી, ૧૮૨૦
વઢવાણસુરેન્દ્રનગર જિલ્લો,ગુજરાતભારત.
મૃત્યુની વિગત૨૫ માર્ચ, ૧૮૯૮
અમદાવાદગુજરાતભારત.
રાષ્ટ્રીયતાભારતીય
હુલામણું નામલોકહિત ચિંતક, કવિશ્વર(ફાર્બસ સાહેબે)
અભ્યાસ
સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ
સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ
વ્યવસાય
ફાર્બસ સાહેબ માટે ‘રાસમાળા’ની સામગ્રી માટે પરિભ્રમણ
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી
૧૮૫૫- બુદ્ધિપ્રકાશનું સંપાદન 
૧૮૫૮- 'હોપ વાંચનમાળા'ની કામગીરીમાં મદદ
ખિતાબબ્રિટિશ સરકાર તરફથી સી. આઇ. ઇ. ઇલ્કાબ
ધર્મશ્રીમાળી બ્રાહ્મણ હિંદુ
જીવનસાથીરેવાબેન
સંતાનકવિ ન્હાનાલાલ
માતા-પિતાઅમૃતબા, ડાહ્યાભાઈ ત્રવાડી

અભ્યાસફેરફાર કરો

ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. તેમની પ્રથમ કવિતા 'બાપાની પીંપર' (૧૮૪૫) હતી. બચપણમાં એમણે ‘કમળલોચિની’ અને હીરાદંતી’ નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. ‘જ્ઞાનચાતુરી’ નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.

વ્યવસાયફેરફાર કરો

કવિ દલપતરામનું બાવલું, તેમનાં સ્મારક નજીક, અમદાવાદ.
  • ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
  • ૧૮૫૫ - બુદ્ધિપ્રકાશનું સંપાદન
  • ૧૮૫૮ - 'હોપ વાંચનમાળા'ની કામગીરીમાં મદદ

પ્રદાનફેરફાર કરો

  • કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક

મુખ્ય કૃતિઓફેરફાર કરો

તેમની મુખ્ય કૃતિઓ નીચે પ્રમાણે છે.[૧][૨]

સન્માનફેરફાર કરો

  • બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ. ઇલ્કાબ
 ઝવેરચંદ મેઘાણી
ગુજરાત તેમજ ભારતના કવિ, સાહિત્યકાર, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની, પહાડનું બાળક
ઝવેરચંદ મેઘાણી એ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા.
ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
Jhaverchand Meghani 2013-12-02 00-21.jpg
જન્મની વિગત૨૮ ઓગસ્ટ ૧૮૯૭
ચોટીલાસુરેન્દ્રનગરગુજરાત
મૃત્યુની વિગત૯ માર્ચ ૧૯૪૭ (૫૦ વર્ષ)
બોટાદભાવનગરગુજરાત
મૃત્યુનું કારણહ્રદય રોગ
રાષ્ટ્રીયતાભારતીય
અભ્યાસબી.એ. (સંસ્કૃત)
વ્યવસાયસાહિત્યકાર (કવિ, લેખક)
ખિતાબરાષ્ટ્રીય શાયર
જીવનસાથીદમયંતીબેન, ચિત્રદેવી
માતા-પિતાધોળીબાઈ-કાળીદાસ

જીવનફેરફાર કરો

તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭[૧] માં ગુજરાતનાં ચોટીલાગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટદાઠાપાળીયાદ,બગસરાઅમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.[૨] ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.
ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.[૩] તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.[૪]

સર્જનફેરફાર કરો

વિકિસ્રોત
વિકિસ્રોતમાં ઝવેરચંદ મેઘાણીને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.

મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવકરવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.
રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,
શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.

અવસાનફેરફાર કરો

૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું
મનુભાઈ પંચોળી એ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું.
મનુભાઈ પંચોળી
જન્મની વિગત15 October 1914 Edit this on Wikidata
સુરેન્દ્રનગર જિલ્લો Edit this on Wikidata
મૃત્યુની વિગત29 August 2001 Edit this on Wikidata
ભાવનગર Edit this on Wikidata
વ્યવસાયલેખક, રાજકારણી, શિક્ષણવિદ્દ&Nbsp;edit this on wikidata
પુરસ્કારપદ્મભૂષણરણજિતરામ સુવર્ણચંદ્રક, જમનાલાલ બજાજ પુરસ્કાર, મૂર્તિદેવી પુરસ્કાર, સરસ્વતી સન્માન, સાહિત્ય અકાદમી પુરસ્કાર Edit this on Wikidata
તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસર ગામમાં તથા. માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં.લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે ઈ. સ. ૧૯૩૦ના મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો.

સવિશેષ પરિચયફેરફાર કરો

પંચોળી મનુભાઈ રાજારામ, ‘દર્શક’ (૧૫-૧૦-૧૯૧૪) : નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. જન્મસ્થળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્ર્યલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૩માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી સણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક. નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિદાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધની ઊંડી અસર, પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ‘ઝેર તો પીધાં’ ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ ‘દર્શક’ની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અધ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા ‘બંદીઘર’ (૧૯૩૫)માં ૧૯૩૦-૩૧ ના રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવનો સ્પર્શ છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકી છે.
૧૮૫૭ના મુક્તિસંગ્રામની પશ્વાદભૂમાં સર્જાયેલી નવલકથા ‘બંધન અને મુક્તિ’ (૧૯૩૯)માં ગાંધીયુગીન વાતાવરણ અને વિચારપ્રણાલીનો સ્પષ્ટ પ્રતિભાવ જોવાય છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજયની અને એ વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે.
પરાધીન ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપતી નવલકથા ‘દીપનિર્માણ’ (૧૯૪૪) બે હજાર વર્ષ પહેલાંનાં ભારતનાં ગણરાજ્યો-ખાસ કરીને બ્રાહ્મણક, માલવ અને કઠના ઐતિહાસિક સંદર્ભોની સાથે એક મહાનિર્વાણની કથા ગૂંથી આપે છે. આનંદ, સુચરિતા અને સુદત્તના પ્રણયત્રિકોણની કથા સાથે વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા અહીં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની સર્જકશક્તિ સાથે ઇતિહાસમાંથી પોતાના યુગને ઉપકારક એવું ઉદ્રિષ્ટ અર્થઘટન તારવવાની સર્જકની સૂઝને કારણે આ કૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ છે.
એમની બહુખ્યાત નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’- ભા. ૧, ૨, ૩ (૧૯૫૨, ૧૯૫૮, ૧૯૮૫) ઐતિહાસિક નથી, છતાં એનાં બહુવિધ પ્રતિભાશાળી પાત્રોના આંતરવિશ્વનું ઉદઘાટન, તેમનો ભાવનાત્મક વિકાસ ઐતિહાસિક ઘટનાઓના સંદર્ભે થાય છે. લેખક અહીં દૈવને-પ્રારબ્ધને મૂક્તભાવે સ્વીકારે છે, આવકારે છે, પણ મહિમા તો પુરુષાર્થનો જ કરે છે. કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પુનિત-ભાવભર્યું વાતાવરણ, સંન્યસ્ત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય, વૈધવ્ય, આશ્રમજીવન-એ બધાં ને ભારતીયતાથી રસીને, કંઈક આધ્યાત્મિકતાનો સ્પર્શ આપીને, ભાતીગળ રીતે કથાના પહેલા ભાગમાં રજૂ કરાયાં છે; તો પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા ધરાવતા બીજા ભાગમાં યહૂદીઓ તરફના જર્મનોના વિદ્વેષપૂર્ણ અને વૈમનસ્યભર્યા વાતાવરણમાં સત્યકામને રેથન્યુ અને ક્રિશ્વાઈન દ્વારા સહિષ્ણુતા, ક્ષમાશીલતા અને ઔદાર્યની અવધિના થતા દર્શનનું નિરૂપણ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં માનવજીવનના અંતસ્તલને સ્પર્શતી સર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ પણ અહીં છે. લેખકે અહીં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાને ભારતવર્ષના જ નહિ, યુરોપના યુદ્ધાક્રાન્ત પ્રજાજીવનના ફલક પર આલેખી બતાવ્યાં છે. સ્થળ-કાળના સુવિશાળ પર વિહરતાં વિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોના અત્યંત હૃદયસ્પર્શી અને ઋજુ આલેખન સાથે લેખકે ત્રીજા ભાગમાં ‘મધુરેણ સમાપયેત્’ ની પરંપરા સ્વીકારી છે. શીંગોડાનાં કોતરોમાં આરંભાતી કથાનો અંત પણ ત્યાં જ આવે છે. ગોવર્ધનરામની સ્પષ્ટ અસર ઝીલતી આ કૃતિમાં જીવનનું બહુપરિમાણી ચિત્ર ઊપસ્યું છે. અલબત્ત, અહીં ચિંતન ગોવર્ધનરામની હદે જતુ નથી. ક્યારેક તો ટૂંકા, માર્મિક અને સચોટ ઉદગારો દ્વારા વ્યકત થતું લેખકનું જીવનદર્શન વીજળીના એક ઝબકારાની જેમ બધું પ્રકાશિત કરી દે છે. સંવાદો, પાત્રો કે ડાયરીના માધ્યમે વ્યકત થતું ચિંતન પાત્રના હૃદયસંવેદનનો સ્પર્શ પામીને ભાવવાહી ગદ્યના સુંદર નમૂનારૂપે નીવડી આવે છે.

‘સોક્રેટીસ’ (૧૯૭૪) મહત્વકાંક્ષી ઐતિહાસિક નવલકથા હોવાની સાથે ઘટનાપ્રધાન, ભાવનાવાદી અને ચિંતનપ્રેરક નવલકથા છે. ભારતમાંની વર્તમાન લોકશાહીની થતી વિડંબનાએ આ લેખકને, સોક્રેટીસને આપણી વચ્ચે હરતોફરતો કરવા પ્રેર્યા છે. ગ્રીક પ્રજાની બહિર્મુખી જીવનદ્રષ્ટિ, પાર્થિવ સૌંદર્ય ઉપાસના અને તે સાથે આંતરસત્યની ખોજ માટે મથામણ અનુભવતા સોક્રેટીસના નિરૂપણમાં સર્જકની વિદ્વતા અને ઉત્તરોઉત્તર પક્વ બનેલી સર્ગશક્તિનો વિશિષ્ટ પરિચય મળે છે. કૃતિની રસાત્મકતાને અખંડ રાખીને તેની ચિંતનસમૃદ્ધિ ઝીલતી મનોહારી શૈલી નવલકથાને અનુરૂપ અને સાદ્યંત ગરિમા જાળવી રાખનારી છે.
‘દર્શક માને છે કે ‘હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય’ સર્જાવું જોઈએ; એટલે જ એમની નવલકથાઓમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો જે અદ્રષ્ટિ બલિષ્ઠ રણકો ઉઠે છે એ જ તેની મૂલ્યવાન ઉપલબ્ધિ બની રહે છે.
એમનું ગદ્ય રસાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું છે. પાત્રોનાં સ્વરૂપ, શીલ, સૌંદર્યનાં વર્ણનો તેઓ અચૂક આપે છે. પ્રસંગ, સ્થળ અને પ્રકૃતિનાં રમણીય અને કલ્પનાસમૃદ્ધ વિવિધ વર્ણનો પ્રતીતિકર અને મનોહર હોય છે. પ્રકૃતિદ્રશ્ય કે પ્રણયનાં કોમળ-મધુર સંવેદનોના નિરૂપણમાં એમનું ગદ્ય પ્રસન્નસૌંદર્યનો અનુભવ કરાવે છે. એમનું ભાષાસામર્થ્ય અને રસાન્વિત શૈલી એમની નવલકથાઓને સફળ બનાવતાં મહત્વનાં પરિબળો છે.
‘જલિયાંવાલા’ (૧૯૩૪) એમની પ્રથમ નાટ્યકૃતિ છે. ૧૯૧૯ના એપ્રિલની ૧૩મી તારીખે પંજાબના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયર અને તેના સૈનિકોએ કરેલી ક્રૂર કત્લેઆમની ઐતિહાસિક ઘટનાના સંદર્ભે લખાયેલું આ નાટક દેશની આઝાદી માટે પ્રતિકાર અને સ્વાર્પણની ભાવના જાગ્રત કરે છે. એકવીસ દ્રશ્યોમાં વહેંચાયેલા નાટક ‘અઢારસો સત્તાવન’ (૧૯૩૫)માં અહિંસક માનવીય અભિગમ અને ગાંધીયુગના ભાવનાવાદનું ગૌરવ થયું છે. ત્રણ અંક અને નવ પ્રવેશવાળા નાટક ‘પરિત્રાણ’ (૧૯૬૭)માં સ્વધર્મના દેવતાનો મહિમા થયો છે. ‘સોદો’ અને ‘હેલન’ જેવાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીવાદીઓના આંતકનો ભોગ બનેલી અને તેનો પ્રતિકાર કરનારી યહૂદી પ્રજાની વેદનાને આલેખતાં બે નાટકો સહિતનો નાટ્યસંગ્રહ ‘અંતિમ અધ્યાય’ (૧૯૮૩) હિટલર જેવા અમાનુષી સરમુખત્યારનો કરુણ અને નાટકીય અંજામ રજૂ કરે છે. આ નાટકોમાં જીવનની જટિલ સમસ્યાઓને માનવીય દ્રષ્ટિકોણથી ઉકેલવાની વાત છે. નવલકથાઓની જેમ એમનાં નાટકોનું વિષયવસ્તુ પણ ઇતિહાસનાં પૃષ્ઠો પર આધારિત છે. નાટકોનું મુખ્ય આકર્ષણ હૃદયદ્રાવક એવું સાર્વત્રિક કથાવસ્તુ અને ચોટદાર સંવાદો છે. તખ્તા પર બનતી ઘટનાઓ મોટે ભાગ આંતરિક કે સૂક્ષ્મ છે. ઘણીબધી બાબતો સૂચિત છે. આ નાટકોમાં બાહ્ય ઘટના કે ગતિશીલ ક્રિયાઓનો અભાવ હોવા છતાં ચોટદાર સંવાદો દ્વારા માનવીય મૂલ્યોના ઉપસ્થિત થતા પ્રશ્નો વિચારપ્રેરક છે અંતરને સ્પર્શી જાય છે.

‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ (૧૯૬૩) અને ‘મંદારમાલા’ (૧૯૮૫) એમની સાહિત્યિક વિચારસરણીને વ્યકત કરતા આસ્વાદલક્ષી વિવેચનગ્રંથો છે. ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’ માં એમણે લોકભારતી વિદ્યાપીઠમાં આપેલા પાંચ વ્યાખ્યાનો સમાવિષ્ટ છે.
‘ગ્રીસ’ : ભા.૧, ૨ (૧૯૪૬) ‘રોમ’ (૧૯૪૬)ની ઇતિહાસ કથાઓ પૈકીની કેટલીક ઘટનાઓને ટૂંકીવાર્તાના સ્વરૂપમાં એમણે રસપ્રદ રીતે રજૂ કરી છે. ‘મંગળકથાઓ’ (૧૯૫૬) અને ‘માનવ કુળકથાઓ’ (૧૯૫૬) ઇતિહાસ-પુરાણ પર આધારિત અને પ્રેરક, સરળ, ઋજુ શૈલીમાં લખાયેલી પ્રસંગકથાઓના સંચયો છે.
‘આપણો વારસો અને વૈભવ’ (૧૯૫૩)માં, લેખક કહે છે તેમ અહીં જે ઇતિહાસ સામાન્ય રીતે ભણાવાય છે તેવો ઇતિહાસ નથી, બલકે રાજાઓ અને રાજ્કીય પરિસ્થિતિઓની સાથે આર્યાવર્તનો સાંસ્કૃતિક ઇતિહાસ આલેખાયો છે. ‘ઇતિહાસ અને કેળવણી’ (૧૯૭૩) પણ એમનું ઇતિહાસ વિશેનું પુસ્તક છે. ‘બે વિચારધારા’ (૧૯૪૫), ‘લોકશાહી’ (૧૯૭૩) અને ‘સોક્રેટીસ-લોકશાહીના સંદર્ભમાં’ (૧૯૮૨) એ એમની વિચારપ્રધાન રાજનીતિમીમાંસાની પુસ્તિકાઓ છે. ‘નઈ તાલીમ અને નવવિધાન’ (૧૯૫૭) તથા ‘સર્વોદય અને્ શિક્ષણ’ (૧૯૬૩) એમનાં શિક્ષણવિષયક પુસ્તકો છે.
‘સોક્રેટીસ’ (૧૯૫૩), ‘ત્રિવેણીતીર્થ’ (૧૯૫૫), ‘ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ’ (૧૯૫૬), ‘નાનાભાઈ’ (મૂ.મો.ભટ્ટ સાથે, ૧૯૬૧), ‘ટોલ્સ્ટોય’ (૧૯૭૯) વગેરે એમનાં સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલાં ચરિત્રાત્મક પુસ્તકો છે. ‘ધર્મચક્રપ્રવર્તન’ (૧૯૫૬), ‘શાંતિના પાયા’ (૧૯૬૩), ‘અમૃતવલ્લરી’ (૧૯૭૩), ‘મહાભારતનો મર્મ’ (૧૯૭૮), ‘રામાયણનો મર્મ’ (૧૯૮૩) વગેરે એમનાં ચિંતનાત્મક પુસ્તકો છે.
‘મારી વાચનકથા’ (૧૯૬૯) ઉત્તમ પુસ્તકોના સહવાસનો ઋણસ્વીકાર કરતી આપઘડતરની કથા છે. તો, ‘ચેતોવિસ્તારની યાત્રા’ (૧૯૮૭)માં દર્શકે મૃદલાબહેનને લખેલા ભારતીય સંસ્કૃતિની ચર્ચા કરતાં પત્રો છે. ‘સદભિ : સંગ : ’ (૧૯૮૯)માં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ : સરણોસરાની ઘડતરકથા છે. (- નિરંજન વોરા)
બંધન અને મુક્તિ (૧૯૩૯) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની નવલકથા. ૧૮૫૭ના વિપ્લવની કથા નરસિંહપુરના રાજ્યના સીમિત સંદર્ભે આલેખાયેલી છે અને મૃત્યુદંડથી આરંભી મૃત્યુદંડ આગળ પૂરી થયેલી છે. પરંતુ આરંભ અને અંતના મૃત્યુદંડ વચ્ચેનો વિકાસ લક્ષ્યગામી અને સુયોજિત છે. વાસુદેવ અને અર્જુનની પૂર્વકથા તેમ જ સુભગા અને રાજશેખ ની આનુષંગિક પ્રેમશૌર્યકથા ઇતિહાસના આભાસ દ્વારા માનવધર્મને પ્રગટાવવામાં સફળ નીવડી છે.
દીપનિર્વાણ (૧૯૪૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની ઐતિહાસિક નવલકથા. પ્રાચીન ભારતનાં પ્રજાસત્તાક ત્રણ રાજ્યોએ મગધની સામ્રાજ્યલિપ્સાની સામે પોતાની આઝાદીની ખુમારી શી રીતે દાખવી એનું ભવ્યોજજ્વલ નિરૂપણ અહીં થયું છે. પ્રથમ ખંડનાં ચૌદ પ્રકરણોમાં કથાનાયક આનંદનાં માતા-પિતા આર્યા ગૌતમી અને દેવહુતિનાં પ્રણય-પરિણય અને દીક્ષા તેમ જ માતાવિહોણા બાળક આનંદના, માતામહ આત્રેય પાસેના ઉછેરની પૂર્વકથા તથા મહાશિલ્પી સુદત્ત દ્વારા મૌગલ્લાનવિહાર અને પદ્મપાણિની શિલ્પરચના, તેની કલા પર વારી જઈ મહાકાશ્યપની પુત્રી સુચરિતા દ્વારા સુદત્તને થતું વાગ્દાન, બ્રાહ્મણક ગણના સેનાની તરીકે આનંદનું મહાકાશ્યપ પાસે ઔષધવિદ્યાના અભ્યાસ માટે આવવું, સુચરિતા સાથેની તેની આત્મીયતાથી ઈર્ષા અનુભવતાં સુદત્ત દ્વારા રથસ્પર્ધામાં આનંદના ઘોડાને ઘાયલ કરી રથસ્પર્ધા જીતવાનો પ્રયાસ કરવો, એના આનુષંગે મળેલી ગણસમિતિ સમક્ષ આનંદને ગણનાગરિક તરીકે અપાત્ર ઠેરવી દેશનિર્વાચન અપાવવું, સુદત્તવધૂ બનવાના વિકલ્પને સુચરિતા દ્વારા પ્રવજ્યા લેવી, ગણદ્રોહી બની સુદત્ત દ્વારા મગધ-આક્રમણ કરાવવું-જેવી ઘટનાઓના આલેખન નિમિત્તે સુચરિતા, સુદત્ત અને આનંદના પ્રણયત્રિકોણનું નિરૂપણ થયું છે; તો મગધના આક્રમણ સામે લડી લેવાની ગણરાજ્યોની તૈયારી, સંભવિત શક-આક્રમણની શક્યાશક્યતાની તપાસ માટે હરૌવતી જતાં આનંદનું તક્ષશિલામાં મહર્ષિ ઐલને મળવું, એમનાં અંતેવાસી કૃષ્ણા-મૈનેન્દ્રના પ્રેમ-પ્રસંગો, મગધના આક્રમણ સામે ઘોર વિનાશ વહોરીને લડી રહેલાં ગણરાજ્યો, પશ્ચાત્તાપશુદ્ધ સુદત્તની પરોક્ષ મદદથી થતા વિજય સાથે પૂરા થતા બીજા ખંડ પછી મગધના ઈન્દુકુમારના મોંએ કહેવાયેલી કથારૂપે મુકાયેલ ઉપસંહાર સાથે કથા પૂરી થાય છે. વિવિધ પાત્રો અને દેશકાળ વચ્ચે વહેંચાઈને દ્વિકેન્દ્રી બનવા છતાં ઐતિહાસિક નવલકથાને અનુરૂપ રહેતું ગદ્ય, પ્રતીતિકર પાત્રનિરૂપણ અને વર્ણનકલાને કારણે કૃતિ ધ્યાનાર્હ બને છે.
ઝેર તો પીધાં છે જાણી જાણી- ખંડ ૧ (૧૯૫૨), ખંડ ૨ (૧૯૫૮), ખંડ ૩ (૧૯૮૫) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ ની બૃહદ્ નવલકથા. લેખકે એમાં, બે વિશ્વયુદ્ધોની વિભીષિકાનાં સાક્ષી બનતાં પાત્રોની વિવિધ ધર્મ પરત્વેની શ્રદ્ધાના સમાન્તર નિરૂપણ દ્વારા, કોઈ એક જ ધર્મનો આશ્રય ન લેતાં, સર્વધર્મોનાં શુભ-તત્ત્વોનો સમન્વય સાધતાં કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવો રચનાત્મક નિર્દેશ આપ્યો છે.
કૃતિના પ્રથમ ખંડમાં નાયક-નાયિકા સત્યકામ અને રોહિણીનો ગોપાળબાપાની વાડીમાં થતો ઉછેર, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રણય, ગોપાળબાપાનું અવસાન, શીતળાને કારણે દ્રષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, તેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધધર્મના વિશેષ અભ્યાસ નિમિત્તે વિદેશગમન, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર અચ્યુતના ઘડતરમાં રોહિણીની સક્રિયતા વગેરે મુખ્ય ઘટનાઓ દ્વારા લેખકે ગોપાળબાપાની ધર્મપરાયણ સેવાવૃત્તિ અને સત્યકામ-રોહિણીની રુચિર પ્રણયકથાનું આલેખન કર્યું છે.
પ્રથમ વિશ્વયુદ્ધે યુરોપમાં સર્જેલા વિનાશનો ભોગ બનેલાંઓના પુનર્વસવાટ માટે મથતાં જ્યોર્જ ક્લેમેન્શો, ભગિની ક્રિશ્વાઈન, વોલ્ટર રેથન્યૂ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નેતા હેર કાર્લ જેવા પાત્રોની વચ્ચે વસતા પંડિત કેશવદાસની નોંધપોથીરૂપે લખાયેલા કથાના બીજા ખંડમાં યુરોપનો ઇતિહાસ વિશેષ સ્થાન પામે છે. કૃતિના ત્રીજા ખંડમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતના ચરિત્રનો વિકાસ પણ આ ખંડમાં જ દર્શાવાયો છે.
વર્ષો પછી કેશવદાસ તથા ડૉ. અચ્યુતનું સ્વદેશાગમન, રેથન્યૂના પુત્રોની ભાળવણ માટે અચ્યુતનું ઈઝરાયેલ જવું, બીજા વિશ્વયુદ્ધ નિમિત્તે ભારતની બર્મા-સરહદે તબીબી સેવા આપતાં અચ્યુત-મર્સીનું પ્રસન્ન-દાંપત્ય તથા યુદ્ધ દરમ્યાન એમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમોરચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું, તેમ જ કથાંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખતા ત્રીજા ખંડમાં નવલકથાનું કથયિતવ્ય, યુદ્ધનાં તાદ્દશ વર્ણનો અને સ્થવીર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવર્ટી, ડૉ. અચ્યુત, બર્મી સેનાની ઓંગસો તથા જાપાની સેનાપતિ યામાશિટાએ કરેલ ધર્મમીમાંસારૂપે નિરૂપાયું છે.
વિશાળ ફલક પર પથરાયેલી આ કૃતિનું વસ્તુવિધાન અકસ્માતોના અતિરેકપૂર્ણ ઉપયોગને લીધે શિથિલ હોવા છતાં પ્રતીતિકર પાત્રનિરૂપણ અને પ્રસંગયોજના તથા ધ્યાનાર્હ ગદ્યથી કૃતિની મહત્તા પ્રગટ થાય છે.
સોક્રેટિસ (૧૯૭૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની ઐતિહાસિક નવલકથા. એમાં સોક્રેટિસના દ્રશ્ય-અદ્રશ્ય કે શ્રાવ્ય-અશ્રાવ્ય વ્યક્તિત્વની આબોહવા ઊભી કરવાનો આદર્શ નવલકથાકારે દ્રષ્ટિ સમક્ષ રાખ્યો છે. સમાન્તર ચાલતી કાલ્પનિક પાત્રો મીડિયા અને એપોલોડોરસની પ્રેમકથા નાયક સોક્રેટિસની વ્યક્તિત્વકથાને બલિષ્ઠ કરે છે. તત્કાલીન ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક પ્રજાજીવનનું ચિત્રણ પ્રતીતિજનક છે. લેખક પોતે પણ આ કૃતિને પોતાની મહત્ત્વની કૃતિ ગણે છે.
પરિત્રાણ (૧૯૬૭) : મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ‘મહાભારત’ના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રયવાસિકપર્વ પર આધારિત ત્રિઅંકી નાટક. નાટ્યકારે મહાભારતનું યુદ્ધ કર્ણ-અર્જુન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નહિ, પરંતુ કૃષ્ણ-શકુનિ વચ્ચેનું છે એવું દર્શન ઉપસાવ્યું છે. રસ્તો હોય અને છતાં રસ્તો લેવાય નહિં એવા સંકુલ સંસારમાં બળનું સત્ય નહિ પણ સત્યનું બળ એ જ ધર્મ છે એવો ધ્વનિ અહીં કેન્દ્રવર્તી છે. ભીષ્મ-શિખંડીનો પ્રસંગ કે શકુનિ-કૃષ્ણનો કુરુક્ષેત્રનો પ્રસંગ નાટકની અત્યંત ભાવાત્મક અને માર્મિક ક્ષણો છે.
અંતિમ અધ્યાય (૧૯૮૩) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ નાટ્યગ્રંથમાં ત્રણ એકાંકીઓનો સમાવેશ થયો છે. નાટ્યવસ્તુ બીજા વિશ્વયુદ્ધમાંથી લીધું છે. નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત આ ત્રણ એકાંકીઓ-‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’ ને એકસૂત્રે પરોવે છે. આ પ્રત્યેક એકાંકી પરિસ્થિતિની પાર જઈ દશાંગુલ ઊંચા ઊઠનારા માનવીઓની જિજિવિષાના જયને નિરૂપે છે. મનુષ્ય કદી નાશ નહીં પામે એ શ્રદ્ધા આ કૃતિઓને સમકાલીન ન રહેવા દેતાં સર્વકાલીન સ્થાપિત કરે છે.
વાગીશ્વરીનાં કર્ણફૂલો (૧૯૬૩) : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ના સાહિત્યવિવેચનલેખોનો સંચય. કુલ બાર લેખોનું રૂપ અભ્યાસસ્વાધ્યાયનું છે. મૂળ કૃતિનાં સૌંદર્યતત્વો –રસસ્થાનો ચીંધી બતાવીને એની મુલવણી કરતા અભ્યાસલેખો ગુજરાતી વિવેચનમાં, એમાંના માનવતાવાદી અભિગમને કારણે ઉલ્લેખનીય છે.
‘વૉર ઍન્ડ પીસ’, ‘ડૉ. જિવાગો’, ‘સિબિલ’, ‘આરણ્યક’, ‘ઘરે બાહિરે’, ‘સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ’ અને ‘માનવીની ભવાઈ’ જેવા અહીં કૃતિલક્ષી સ્વાધ્યાયલેખો છે; તો ‘મીરાંની સાધના’ અને ‘શરચ્ચંદ્રની ઉપાસના’ જેવા, સર્જકની સમગ્રલક્ષી પ્રતિભાને મૂલવતા અભ્યાસલેખો પણ છે. આમાં લેખકની નીતિવાદી-કલાવાદી સાહિત્યવિભાવનાનો પરિચય થાય છે.
આપણો વારસો અને વૈભવ (૧૯૬૧) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ નું પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું આ અધ્યયન તત્કાલીન પ્રજાજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શે છે. આ અધ્યયન રાજ્કીય ઇતિહાસ નથી, સાંસ્કૃતિક ઇતિહાસ છે. વેદયુગીન ભારતીય સંસ્કૃતિથી માંડીને હર્ષવર્ધન (ઈ.૬૪૭) સુધીના ભારતના સાંસ્કૃતિક જીવનનું અહીં નિરૂપણ થયું છે. ઇતિહાસની તથ્યલક્ષિતાની સાથોસાથ એની દાર્શનિક દ્રષ્ટિભૂમિ પણ લેખકે અહીં પૂરી પાડી છે.
સમગ્ર ગ્રંથ તેર પ્રકરણોમાં વહેંચાયેલો છે. પહેલા પ્રકરણમાં ઋગ્વેદના આધારે આર્યોની સંસ્કૃતિનું નિરૂપણ થયું છે. બીજા અને ત્રીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યો વચ્ચેના સંબંધની પૂર્વભૂમિકા, તેનો વિકાસ, તેના પુરસ્કર્તાઓ વગેરેનું વાલ્મીકિ, વ્યાસ વગેરેનાં દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગમાં યજ્ઞાદિના થયેલા વિકાસનું નિરૂપણ છે. પાંચમાં અને છઠ્ઠા પ્રકરણમાં મહાભારત, ઉપનિષદ વગેરે ગ્રંથો, તેમાંનું વાતાવરણ, તેમાં વ્યકત થયેલાં પ્રકરણ બુદ્ધ અને મહાવીરના આચારવિચારોનું તુલનાત્મક અધ્યયન છે. નવમા પ્રકરણમાં આર્યોની સંસ્કૃતિનાં ચાર મુખ્ય અંગો-વિવિધતામાં એકતા જોવાની દ્રષ્ટિ અને અહિંસા, સ્ત્રી-સન્માન, વર્ણાશ્રમવ્યવસ્થા, તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ-બાબતે ઉલ્લેખ થયો છે. દસમાં પ્રકરણમાં વેદયુગથી માંડીને બુ્દ્ધ સુધીની વિવિધ રાજ્યપદ્ધતિઓનું નિરૂપણ છે. અગિયારમાં પ્રરકરણમાં હિંદુસ્તાનની અંદર અને એની બહાર એશિયામાં બૌદ્ધભિક્ષુકો, શિલ્પીઓ, વ્યાપારીઓ વગેરેએ સંસ્કૃતિનો વિસ્તાર કઈ રીતે સાધ્યો તે દર્શાવવામાં આવ્યું છે. બારમા અને તેરમા પ્રકરણમાં ‘અશ્વમેઘ-પુનરુદ્ધારયુગ’ નું,- લગભગ છસો વર્ષના ઇતિહાસનું નિરૂપણ છે. આમ, વેદ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીના સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ કરતો આ ગ્રંથ નોંધપાત્ર પ્રદાન છે.

,કુમારપાળ દેસાઈકુન્દનિકા કાપડિયાજયંત કોઠારી,લાભશંકર ઠાકર, ભાનુભાઈ શુક્લ, મીનપિયાસીપ્રજારામ રાવળ, લાભશંકર રાવળ "શાયર", અમૃત ત્રિવેદી "રફિક",દિલીપ રાણપુરા, દેવશંકર મહેતા, રમેશ આચાર્ય, એસ.એસ.રાહી, હર્ષદ ત્રિવેદી, બિન્દુ ભટ્ટ, બકુલ દવે, ગિરીશ ભટ્ટ વગેરે ખ્યાતનામ સાહિત્યકારો સુરેન્દ્રનગર સાથે જોડાયેલાં છે
લોક કલાકારો
બાબુભાઈ રાણપુરા, બચુભાઈ ગઢવી, વશરામભાઈ પરમાર,શાહબુદ્દીન રાઠોડ, હરસુર ગઢવી, ડોલરદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, મનુભાઈ ગઢવી, હેમુ ગઢવી, પુંજલભાઈ રબારી, સુરેશ રાવળ, ભીખાલાલ મોજીદડવાળા, ઈસ્માઈલ વાલેરા, કાનજી ભુટા બારોટ, વાઘજી રબારી વગેરે સુરેન્દ્રનગરના લોક-સાહિત્યકાર છે.
અન્ય
વાઇલ્ડ-લાઇફ ઇંસ્ટીટ્યુટ ઓફ ઇન્ડીયા, દેહરાદુન ખાતેના પ્રાધ્યાપક યાદવેંદ્રદેવ વી. ઝાલા અને અભિનેત્રી ડીમ્પલ કાપડીયા, ગાયક કલાકારો પંકજ ઉધાસ અને મનહર ઉધાસ, સંજય ગઢવી વગેરે સુરેન્દ્રનગર સાથે સંબંધીત વ્યક્તિઓ છે. તસવીરકાર ઝવેરીલાલ મહેતા પણ સુરેન્દ્રનગર જિલ્લાનાહળવદના વતની છે. ઉ૫રાંત ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ડો. સામ પિત્રોડા હળવદના ટિકર ગામના વતની છે.
જોવાલાયક સ્થળોફેરફાર કરો
તિર્થધામ
ભગવાન સ્વામિનારાયણનું બહુચરેશ્વર મંદિરમહાવીર સ્વામીના પગલા, વઢવાણસ્વામિનારાયણ મંદિર, વઢવાણબી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર, જંકશન રોડ, સુરેન્દ્રનગરરાણકદેવીનું મંદિર, વઢવાણહવા મહેલ, વઢવાણચામુંડા માતાનું મંદિર, ચોટીલાત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર, તરણેતરમેલડી માતાનું મંદિર, સરાજૈનતિર્થ, ડોળીયા અને શીયાણીસામુદ્રી માતાનું મંદિર, સુંદર ભવાનીલાલજી મહારાજની જગ્યા, સાયલામાંડવરાયજી મંદિરમુળીસ્વામિનારાયણ મંદિર, મુળીરાજરાજેશ્વરી માતાનું મંદિર, ઝીંઝુવાડાધામા (શાક્તિ માતાજી પ્રાચિન મંદિર)દુધરેજ (શ્રી વડવાળા દેવ)સાપકડા (બુટભવાની મંદિર)સ્વામિનારાયણ મંદિર ચરાડવાબ્રાહ્મણી બંધ મેરુપરવણા (શાક્તિ માતાજી પ્રાચિન મંદિર)નથુરામ શર્માનો આશ્રમ, મોજીદડગુરુકુળ, ધ્રાંગધ્રાજોગાસર, ધ્રાંગધ્રાગણપતિ ફાટસર, વઢવાણરામદેવપીર મદિર, પીપલીમંગળ ભારતી ચેતન સમાધી (હડાળા ભાલ)વીર ડોહા બાપા ગાયોની રક્ષા કાજે શહીદ (હડાળા ભાલ)નગટીવાવ મેલડીમાં નું મંદીર, વઢવાણજળીયા મહાદેવ મંદીર, ચોટીલાદેશળ ભગત ની જગ્યા ધ્રાંગધ્રા.નાગાબાવાની જગ્યા ધ્રાંગધ્રા.લાખા ગોરલ(સોન)ના પાળીયા દેહગામ (પિપરી)વિર વચ્છરાજ બેટ (વાછરા ડાડા મંદિર) ધ્રાંગધ્રા રણ મધ્ય.
પર્યટનસ્થળો
ધોળીધજા ડેમનાયકા બંધ, (ગોતમ ગઢ)શ્રી શાલીગ્રામ આશ્રમ, મુળીશ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સાયલાઘુડખર અભયારણ્યબ્રાહ્મણી બંધ, સુર્યાનગરનવલખો, સેજકપરમાત્રીમાંની વાવ, રામપરામાધાવાવ

માધાવાવ

માધાવાવ અથવા માધવ વાવ એ ભારતના ગુજરાતરાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલી એક વાવછે. તે જુના શહેરના પશ્ચિમ ભાગમાં આવેલી છે.
માધાવાવ
માધાવાવ is located in Gujarat
માધાવાવ
Gujaratમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીભારતીય સ્થાપત્ય
નગર અથવા શહેરવઢવાણ
દેશભારત
અક્ષાંસ-રેખાંશ22°42′34″N 71°40′28″E / 22.709364°N 71.674411°E
પૂર્ણ૧૨૯૪
તકનિકી વિગતો
માળની સંખ્યા
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનીય
સ્થપતિ કાર્યાલયભારતીય પુરાતત્વ વિભાગ
વિગતોરાજ્ય સંરક્ષિત સ્મારક S-GJ-226

ઇતિહાસફેરફાર કરો

વાવનો નકશો અને ઊભો છેદ
કોતરણી કરેલ જાળી
આ વાવમાં બે શિલાલેખ મળી આવેલ છે. સંસ્કૃત ભાષામાંલખેલ શિલાલેખ અનુસાર તેનું બાંધકામ વાઘેલા વંશના રાજાકરણદેવ દ્વિતીયના નાગર બ્રાહ્મણ મંત્રી દ્વારા ઈ.સ. ૧૨૯૪માં (વિક્રમ સંવત ૧૩૫૦) તેમના માતા-પિતાની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. તેમાં તેનું વર્ણન બે માળ ધરાવતી પથ્થરથી બનેલી વાવ તરીકે થયું છે.
બીજો શિલાલેખ ઘણો જ ઘસાઈ ગયેલો છે. તે નાગર મંત્રી સોઢલના પુત્રી લશમી દેવી (લક્ષ્મીદેવી) અને સોમના પુત્ર સિંધુની વાત કરે છે; જેઓ કદાચ માધવના માતા-પિતા હશે.[૧][૨] આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક છે પણ તેની યોગ્ય સારસંભાળ થતી નથી.[૩]

દંતકથાઓફેરફાર કરો

દંતકથા અનુસાર, આ વાવ તેના બાંધકામના બાર વર્ષ બાદ પણ સૂકી હતી. રાજ પુરોહિતે આ વાવમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણા દંપત્તિના બલિદાનની જરૂર જણાવી. તે માટે નવજાત શિશુ હોવા છતાં જન કલ્યાણ અર્થે રાજકુમાર અભેસંગ અને તેની પત્નીએ તે બલિદાન માટે તૈયારી બતાવી. તેઓ લગ્નના વસ્ત્રો પહેરી વાવમાં ઉતર્યા. જેવા તેઓ સાતમે પગથિયે પહોંચ્યા કે વાવમાં પાણી ભરાયું અને તેઓ તેમાં ડૂબી મૃત્યુ પામ્યા. તેઓના બલિદાન થકી આ વાવમાં પાણી આવ્યું.[૪][૫]
આ એક જાણીતી દંતકથા છે અને તેના પર લોકગીતો બન્યા છે.[૧] સ્થાનિક લોકોમાં એવી પણ લોકવાયકા છે અહીં ભૂતનો વાસ છે અને દર ત્રણ વર્ષે અહીં એક વ્યક્તિનો ડુબાડી ભોગ લે છે.[૨]

સ્થાપત્યફેરફાર કરો

આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે; પ્રવેશ પશ્ચિમ દિશામાં છે, જ્યારે વાવનો કુવો પૂર્વ દિશામાં છે. તે ૫૫ મીટર લાંબી છે અને પગથિયા ૪૯.૮૦ મીટર લંબાઈમાં સમાયેલા છે. વાવમાં લાંબા સાંકડા પગથિયા દ્વારા દાખલ થવાય છે. વાવને છ કૂટ (ઉપરથી બંધ અને ઉપર ખુલ્લા એમ પડતા વિભાગો) અને પગથિયાના છ જૂથ છે. દરેક કૂટ બાદ વાવની પહોળાઈ ઘટે છે. પગથિયાએ પહોળાઈ છ મીટર છે જે ઉપર છત્રી તરફ જતા ઘટીને ૩.૬ મીટર થાય છે. દરેક કૂટ પર છત્રી છે જે ચાર સ્તંભો પર ઊભી છે. છત્રી નીચેનાની બેસાય એવા પરસાળની લંબાઈ ૨.૭ મીટર છે. બે કૂટ વચ્ચે ૪.૮ મીટરની ઊંચાઇ હોવાને કારણે જાડી દિવાલો આવશ્યક છે. દરેક છત્રી એક ઉપર એક એવા નવ સ્તરો વડે બનેલી છે અને તેમની ઉપર મંદિરના શિખરોની માફક આમલક અને કળશ છે.
કૂવાનો વ્યાસ ૫.૩ મીટર છે. છેલ્લા માળે બેવડા વળેલા છ માળખાં છે, જે ઉપરના દબાણ સામે રક્ષણ આપે છે. જેમાંના ચાર પાછલી દીવાલમાં જડેલા છે અને પથ્થરની બારશાખ વડે અચ્છાદિત છે.
પહેલ કૂટ ની બન્ને બાજુએ કોતરણી કરેલી પથ્થરની જાળી છે જે દીવાલનું પણ કાર્ય કરે છે. તે જાળી ચાર x ચાર એમ ૧૬ નાની જાળીઓ ધરાવે છે. તેની રચના દેલવાડાના વિમલ વસહી જૈન મંદિર અને અમદાવાદના સારંગપુરની રાણી મસ્જીદને મળતી આવે છે. વાવના મુખ્ય દરવાજાની દ્વારશાખની ઉભી કમાનમાં બેઠેલા દેવોની અને આડી કમાન પર રોજીંદા જીવનની ક્રિયાઓની આકૃતિઓ કોતરેલી છે.
દરેક કુટમાં ગોખલાઓ છે જેમાં મૂર્તિઓ છે. તેમાં ભૈરવ, સપ્તમૈત્રિકા, નવગ્રહ, દશાવતાર અને અન્ય દેવ દેવીઓની મૂર્તિઓ છે જેમને તેમની જર્જરિત સ્થિતિને કારણે ઓળખવી મુશ્કેલ છે. એક ગોખલામાં એક યુગલની મૂર્તિ છે તે માધવ તથા તેની પત્નીની છે. તેની નીચે ટૂંકો લેખ છે. અહીં અમુક મૈથુન મૂર્તિઓ પણ છે.

દ્રશ્યશ્રાવ્ય માધ્યમમાંફેરફાર કરો

વાવની દંતકથા ગુજરાતી ચલચિત્ર વણઝારી વાવ (૧૯૭૭)માં દર્શાવવામાં આવી છે. આ વાવ પર દેહુના દાન અર્થાત્ માધવાવ નામનું નાટક પણ લખાયું છે. ઝવેરચંદ મેઘાણીનાપુસ્તક રઢિયાળી રાતના રાસમાં માધાવાવ અંગેનું લોકગીત સમાવી લેવાયું છે. આ દંતકથા આધારિત લલિત ત્રિવેદીએ એક કાવ્ય લખ્યું છે જે તેમના અંદર બહાર એકાકારકાવ્યસંગ્રહમાં સમાવેલ છે.[૬]
લોકમેળા

તરણેતર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનાથાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે.
તરણેતર
—  ગામ  —
તરણેતરનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°25′25″N 71°11′42″E / 22.423611°N 71.195°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરેન્દ્રનગર
તાલુકોથાનગઢ
વસ્તી૨,૫૨૧ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
સગવડોપ્રાથમિક શાળાપંચાયતઘર,આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાયખેતીખેતમજૂરીપશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનોઘઉંજીરુવરિયાળીબાજરી,
કપાસદિવેલારજકો,શાકભાજી
તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે.
તરણેતર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીખેતમજૂરીતેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉંજીરુ,વરિયાળીબાજરીકપાસદિવેલારજકો તેમ જ અન્યશાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાંપ્રાથમિક શાળાપંચાયતઘરઆંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ત્રિનેત્રેશ્વર મંદીરફેરફાર કરો

ત્રિનેત્રેશ્વર મંદીર થાનગઢ તાલુકામાં ધ્રાંગધ્રા જતાં માર્ગ પર તરણેતર ખાતે આવેલું છે, જે તેના તરણેતર મેળાથી પ્રખ્યાત છે.[૧]

ઇતિહાસફેરફાર કરો

તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાંસૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુવશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી.મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો.[૨] તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે.
મંદીરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદીરની કોતવણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદીરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદીરની બાંધણી ખુબ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદીર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે.

તરણેતરનો મેળોફેરફાર કરો

તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે.
તરણેતરનો મેળો ચોથ,પાંચમ અને છઠ એમ ત્રણ દિવસ ચાલે છે(સંદર્ભ આપો). જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે(સંદર્ભ આપો). પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અનેહરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાંનાહયાનું પુણ્ય માને છે અને આ દિવસેજ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહાવહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતીભજનની લહેર અને ૨૦૦-૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ. ભરવાડની ત્રણેય પખાની નાતનો જ મોટાભાઈ, નાનાભાઈ અને દુધયા ભરવાડ ભેગા થાય છે.(સંદર્ભ આપો)

લીંખડીનો મેળોઅષાઢી બીજનો મેળોવિસત માતાનો દિવાસાનો મેળો, આદરીયાણાદેરિયાળિ મેળો, રણિજતગઢનારીચાણા મેળો, નારીચાણાએકદંતા ગણપતિનો મેળો, ભાદરવા સુદ ૪, ધ્રાંગધ્રા-જોગાસર તળાવ

No comments:

Post a Comment