ગુજરાતમાં અસંખ્ય એવા કિલ્લાઓ વિવિધ સ્થળોએ આવેલાં છે. જે હિન્દુ, મુસ્લિમ અને યુરોપિયન કળા સ્થાપત્યની ઝાંખી કરાવે છે.
મહેલો
|
|
|
|
| વિજય વિલાસ પૅલેસ - પાલિતાણા, માંડવી, ભાવનગર વિજય વિલાસ પૅલેસ રૂકમણી નદીના કિનારે આવેલું છે. જે માંડવીથી ૮ કિ.મી. દૂર છે. આ પૅલેસ તે હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. જે કાર્ય પાલિતાણાના યુવરાજ વિજય સિંહએ કરેલ છે. જેનું બાંધકામ ઇ.સ. ૧૯૨૦ માં થયેલું. પૅલેસનું બાંધકકામ જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવે છે. જેના કારણે તેમમાં રાજપુત સ્થાપત્ય કળાની ઝાંખી મળે છે. જેમા મધ્યખંડ, રંગબેરંગી બારીઓ, દરવાજા, જેલો પત્થર ને ખોતરીને બનાવવામાં આવે છે તેના પ્રવેશદ્વાર બેગલ પ્રકારનો છે. પૅલેસ પાસે પોતાનો દરિયા કિનારો પણ છે જે કારણે અહીં હંમેશ માટે હવા ઉજાસ રહેલ છે. બૉલિવુડના ફિલ્મકારો માટે આ એક પસંદગીનું સ્થળ છે. |
|
| આઇના મહેલ (જૂના મહેલ) ભુજ, કચ્છ આ મહેલનું નિર્માણ ૧૮ મી સદીમાં થયેલું જે મહારાજા લખપતજી દ્વારા મદનજી સંગ્રહાલયમાં ઇ.સ. ૧૯૭૭ ફરકાવામાં આવ્યો. જે ભુજનું એક મુખ્ય પ્રવાસન આકર્ષણ છે. આઇના મહલ તેના અરીસા માટે પ્રખ્યાત છે. જેના કારણે તેનું નામ આઇના (કચ્છમાં આઇનાનો અર્થ અરીસો થાય છે.) મહેલ પડયું. મહેલમાં યુરોપીય પ્રભાવ જોવા મળે છે. જેનું બાંધકામ રામસિંગે કરેલું હતું. જે યુરોપીય સ્થાપત્ય કળાથી પ્રભાવિત હતાં, જેનું કારણ ૧૭ વર્ષ સુધી ત્યાં રહેવાનું હતું.
પારસ પથ્થરોથી ઘેરાયેલા અરીસાથી બનેલો રૂમ આઇના મહેલનું મુખ્ય આકર્ષણ છે. અહીંનો ફલોર પણ અરીસાથી ઢંકાયેલો છે. અહીં વિવિધ પ્રકારના ફુવારા પણ આવેલા છે. |
|
| પ્રાગ મહલ - ભુજ, કચ્છ રાવ પ્રાગમલજી બીજા એ પ્રાગ મહેલ ઇ.સ. ૧૮૩૮ માં ભુજમાં બંધાવ્યો અને તે ઇ.સ. ૧૮૭૬ સુધી રહ્યો. તે સમય એ તેના આર્કિટેક કર્નલ હેન્રી સંત વિલ્કિંસ હતાં. તે ઇ.સ. ૧૮૭૯ માં પ્રાગ મહેલ એ અદ્દભુત મહેલ હતો જે ૩૧ લાખ રૂપિયા દ્વારા ઇટાલિયન ઇજનેરી કળાકારો દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેમ આખું ભુજ તેના ૪૫ ફૂટ ઊંચા ટાવર પરથી જોઇ શકાશે. તેનું સ્વાયત્વ તેની એક આગવી ઓળખ આપે છે. અહીંના પિલ્લરો, જેલો, યુરોપીયન પ્રાણીઓ, વનસ્પતિ પર ઘણો ખર્ચ કરવામાં આવ્યો હતો. |
|
| કુસુમ વિલાસ પેલેસ - છોટા ઉદયપુર કુસુમ વિલાસ પેલેસ ગુજરાતના સમૃદ્ધ સ્થાપત્યની ઝાંખી તેના પાંચ દરવાજા સાથેના ડૉમથી કરાવે છે. તે મુંબઇના પ્રસિદ્ધ આર્કિટેકટ ભટકર અને ભટકર દ્વારા ઇ.સ. ૧૯૨૦ માં બનાવ્યો હતો. અહીં જુદા જુદા પ્રકાશ માધ્યમો દ્વારા પત્થર પરની કોતરણીથી જાદુઇ છાપ બનાવવામાં આવેલ હતી. જે ૧૨ મી સદીના પત્થરનું એક અદ્દભુત ઉદાહરણ છે. મહેલમાં ખૂબ મોટા રીસેપ્શનરૂમ ખૂબ મોટા દરવાજા આવેલ છે. સુંદર ફુવારો તેના આંગણમાં તેની સુંદરતામાં વધારો કરે છે. મહેલ યુરોપીય સ્થાપત્ય કળાનું એક સુંદર ઉદાહરણ છે. કુસુમ વિલાસ પૅલેસ છોટા ઉદેપુરની શાહી પરિવારનું નિવાસ સ્થાન છે. |
|
| પ્રેમભવન પૅલેસ - છોટા ઉદેપુર પ્રેમભવન એ કુસુમ વિલાસ પૅલેસ પાસે આવેલ છે. જે અત્યારે હેરિટેજ હોટલજ છે. જે અદ્દભુત ખોરાક અને આશ્રિતિ સતકકાર આપે છે અને રસપ્રદ સ્થળોની મુલાકાત પણ કરાવે છે. જે ૧૮ એકરમાં ફેલાયેલી છે. અદ્દભુત સ્થાપત્યો સાથે આધુનિક સેવાઓ પણ પૂરી પાડે છે. |
|
| નવલખા પૅલેસ - ગોંડલ નવલખા પૅલેસની સ્થાપના ૧૭ મી સદીમાં થઇ હતી. મહેલ નદી કિનારે આવેલો છે અને તે ૩૦ એકરથી વધારે વિસ્તારમાં ફેલાયેલો છે જેનો પ્રવેશ દ્વાર એક ઘડિયાળ ટાવર છે. પ્રવેશદ્વારા પાસે ઘણું મોટું મેદાન આવેલું છે. ખુલ્લી જમીન સાથે સાથે સ્થાપત્યના અદ્દભૂત નમૂનો અવલાખા પૅલેસમાં આવેલા છે. જેમાં છત પણ વિશાળ છે. ભવ્ય દરબાર રૂમમાં વિશાળ દરવાજો, નદીનો નજારો આપતી કોતરણીથી સભર બારીઓ આવેલ છે. અહીં અદ્દભુત શૃંગાર, સાજ-સજ્જા મહેલની સુંદરતામાં વધારો કરે છે. મહેલના સંગ્રાહલયમાં સર ભગવતસિંહને મળેલ ભેટો, સોગાતો અને લખાણો મૂકવામાં આવેલા છે. જે એક મહત્વાકાંક્ષી શાસક અને તેમણે જ ગોંડલ શહેરનો વિકાસ કર્યો હતો. જે ૧૯ મી અને ૨૦ મી સદીમાં સૌરાષ્ટ્રનું આધુનિક શહેર હતું. |
|
| રિવર સાઇડ પૅલેસ - ગોંડલ ભારતના યુવરાજે ગોંડલમાં ઇ.સ. ૧૮૦૦ માં આ મહેલ બનાવ્યો હતો. ત્યારબાદ તેને હેરિટેજ હોટલમાં રૂપાંતર કરવામાં આવ્યું. આ મહેલ ગોંડલી નદીના કિનારે આવેલાં છે. આ મહેલમાં સુંદર સ્થાપત્યકલાના દર્શન થાય છે. તથા રમણીય બગીચો અને ઉંચા વૃક્ષો પણ જોવા મળે છે. અહીંના રૂમોની છતોં ખૂબ ઉંચી તથા રૂમોમાં અદ્દભુત સાજ-સજાવટની ગોઠવણી કરવામાં આવે છે અને બારીઓમાંથી નદીના દ્રશ્ય માટેની ગોઠવણી કરવામાં આવેલ છે.
રહેવાના રૂમને યુરોપીયન પ્રકારે સજાવવામાં આવ્યો છે. જ્યારે બીજા રૂમમાં વિશિષ્ટ ભારતીય શૈલીમાં સજાવવામાં આવ્યો છે. આ મહેલ મુલાકાતીઓને પ્રકૃતિથી નજીક લઇ જાય છે. |
|
| ઓરર્ચાડ પૅલેસ - ગોંડલ આ મહેલ ગોંડલના મહારાજનો મુખ્ય નિવાસ સ્થાન હતો. તેમના જ પરિવાર દ્વારા આ મહેલને હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો. અહીંના રૂમો ભવ્ય, ઉંચી છતવાળા, સુંદર સાજ-સજાવટવાળા અને એન્ટિક ચીજોથી ભરેલાં છે. તે કોનિયન શૈલીથી બનાવવામાં આવેલા છે. અને અહીં અર્ધવર્તુળાકાર આકર્ષણ આવેલા છે. અહીં ફળો, ફૂલોના બગીચા સાથે સુંદર ફુવારો પણ આવેલા છે. વળી તેમાં સુંદર મૂર્તિઓ, કળાના નમૂના તેની સુંદરતામાં વધારો કરે છે. મુખ્ય ખંડમાં એન્ટિક ચીજો, ચિત્રો, સાજ-સજાવટ, પક્ષીના ઇંડા જેવી અનેક રસપ્રદ ચીજો જોવા મળે છે. |
|
| દોલત નિવાસ પૅલેસ - ઇડર આ મહેલ મહારાજા દોલત સિંહએ (ઇ.સ. ૧૯૨૨-૨૮) કુદરતી ટેકરીની ધ્યાનમા રાખીને બનાવેલા હોત જે ઇડરની અરવલ્લી પર્વતમાળા પાસે આવેલો છે. જેને ‘‘લાવાદુર્ગા’’ પણ કહેવાય છે. તેનો કેટલોક ભાગ મહારાષ્ટ્રમાં પણ છે. દોલત નિવાસ મહલ ઉંચાઇ પર આવેલો હોવાથી ત્યાં સુધી પહોંચવા માટે ૭૦૦ પગથિયા ચડવા પડે છે. મહેલની બારીઓ, ગલિયારાઓ, સ્થાપત્યો, દિવાલોની કોતરણી તેની સુંદરતામાં વધારો કરે છે. |
|
| આર્ટ ડેકો પૅલેસ - મોરબી આ મહેલ ગુજરાતમાં યુરોપીય પ્રભાવનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ છે. તે ગ્રેનાઇટથી બનેલું છે. જે લંડનના અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને ચાર્લ્સ હોલ્ટનના સ્ટેશનની યાદ અપાવે છે. આ મહેલમાં છ દિવાનખંડ, છ ડાઇનિંગ રૂમ તથા ચૌદ શયનખંડ આવેલા છે. અહીંના દિવાનખંડ, શયનખંડ કે સ્નાનાગર ને ઉત્કૃષ્ટ કલાકૃતિઓ દ્વારા શણગારવામાં આવ્યા છે. |
|
| દિગ્વીર નિવાસ પૅલેસ - વાંસદા, સુરત દિગ્વીર નિવાસ પૅલેસ શાહી સ્થાપત્યોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જે ૨૦મી સદીમાં કાવેરી નદી કિનારે વાંસદામાં બનાવવામાં આવ્યું હતું. મહા રાવલ વીરસિંહનું એ ઇ.સ. ૧૭૮૧ માં આ મહેલ બંધાવ્યો હતો. દિગ્વીર નિવાસ પૅલેસ પત્થરની કોતરણીની બનાવેલ કલાત્મક સ્થાપત્યનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. ખરાબ નજરથી બચાવવા માટે મહેલના પ્રવેશદ્વાર પર બે છત્રીઓ સુંદર રીતે સજાવવામાં આવી છે. અહીંનું સ્થાપત્યમાં બ્રિટિશ, ફ્રેંચ અને યુરોપીયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ એક શાહી સ્થાપત્યનું સુંદર ઉદાહરણ છે. |
|
| લક્ષ્મી નિવાસ પૅલેસ - વડોદરા ઇ.સ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ લક્ષ્મી નિવાસ પૅલેસ બનાવ્યો હતો. જેના આર્કિટેકટ મેજર ચાર્લ્સ મંટ હતા. તે ૧૯ મી સદીના સ્થાપત્યના એક સુંદર નમૂનો છે. તે લંડનના બકિંગહામ પૅલેસથી ચાર ગણો મોટો છે. આ શાહી પરિવારનું નિવાસ સ્થાન હતું. જે બરોડા પર શાસન કરતું હતું. અહીં ઘણી વખત સંગીત મહેફિલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હતાં. અહિના ફલોર વેનેશિયન શૈલી દ્વારા, દિવારો અને બારીઓ બેલ્જીયમ શૈલી દ્વારા સજાવવામાં આવી હતી. જે કોતરણી કામ અને સ્થાપત્યનો એક અદ્દભુત નમૂનો છે. અહીંનો બગીચો વિલિયમ ગોલ્ડરીંગ દ્વારા સજાવવામાં આવ્યો હતો. જે મહેલની સુંદરતામાં વધારો કરે છે. આ મહેલ હવે મુલાકાતીઓ માટે ખુલ્લું છે.
આ મહેલ ૭૦૦ એકરમાં ફેલાયેલો છે. તેમાં જુદી જુદી ઇમારતો, સંગ્રહાલયો, મોતીબાગ મહેલ અને મહારાજા ફતેહસિંહ સંગ્રહાલયની ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઇમારત મહારાજા શાળાના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવી હતી. શાહી પરિવારને લગતા ઘણા કળાના નમૂના અહીંના સંગ્રહાલયમાં આવેલા છે. જેમાં નોંધનીય રાજા રવી વર્માના ચિત્રો જે વડોદરાના મહારાજા દ્વારા અનુલક્ષિત કરવામાં આવ્યા હતાં. |
|
| નઝરબાગ પૅલેસ - વડોદરા નઝરબાગ પૅલેસ વડોદરાના શાહી પરિવારનું જુનું નિવાસ સ્થાન છે. જેનું નિર્માણ મલ્હાર રાવ ગાયકવાડે ૧૯ મી સદીમાં કર્યું હતું. આજે તે શાહી પરિવારના વારસદારોનું નિવાસ સ્થાન છે. |
|
| મકરપુરા પૅલેસ - વડોદરા મકરપુરા પૅલેસનું નિર્માણ ઇ.સ. ૧૮૭૦ માં મહારાજા ખંડેરાવ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનો જીર્ણોદ્ધાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરેલ હતો. આ મહેલમાં ઇટાલીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ મહેલ અત્યારે ભારતીય વાયુસેનાના તાલીમ વર્ગો ચાલે છે. |
|
| પ્રતાપ વિલાસ પૅલેસ - વડોદરા ઇ.સ. ૧૯૧૪ માં આદરણિય જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પૅલેસનું બાંધકામ કરાવ્યું હતું. જે યુરોપીય સ્થાપત્યો તથા ભારતીય કોતરણી કામનું સુંદર નમૂનો છે. અહીંના પ્રવેશદ્વારા બે વાઘોના શિલ્પ સાથે શણગારવામાં આવ્યો છે. દરબાર હોલ મોઝેક ફલોર, સાત ડોમ, બાર બારીઓ, બાલ્કની દ્વારા સજાવવામાં આવેલ છે. આ મહેલ ૭૨૦ એકરમાં ફેલાયેલો છે તેમાં બગીચો અને ગોલ્ફ કોર્સ પણ સામેલ છે. મહેલની દિવારોં પર પશુ, પક્ષી, ફૂલો, પાંદડાઓની કોતરણી કરવામાં આવી છે. અહીંના સ્થાપત્યના ઉત્તર ભારત, મધ્ય ભારત, દક્ષિણ ભારત, ઇસ્લામિક પરંપરાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે. વર્તમાન સમયે આ ભારતીય રેલ્વેના કર્મચારીઓનો નિવાસ સ્થાન છે. |
|
| રાજમહલ - વઢવાણ, અમદાવાદ ૧૯ મી સદીમાં પરમ પૂજનીય એચ.એચ. બાલસિંહજીએ રાજમહલનું બાંધકામ કરાવ્યું શરૂઆતમાં તે બાલ વિલાસ પૅલેસના નામે ઓળખાતું હતું. તે ૧૩ થી ૧૪ એકરમાં પથરાયેલ છે અહીં લીલી તળાવો, ટેનીસ કોર્ટ, ક્રિકેટ પીચ, ફુવારાઓ પણ આવેલા છે. અહીં મધ્યમાં સુંદર પારસની મૂર્તિ આવેલી છે. અત્રેનો દરબાર હાલ સુંદર ચિત્રો અને રાજસી શૈલીમાં સજાવવામાં આવ્યો છે. અહીં વિનેટેજ કારો અને ઓટોમોબાઇલ ને લગતી પુસ્તકોનો સંગ્રહાલય પણ છે. |
|
| હવામહેલ - વઢવાણ, અમદાવાદ હવામહલ વઢવાણના શાસકોની મહત્વકાંક્ષી યોજના હતી. અધૂરો મહેલ અહીં જોવા મળી આવે છે. આજે પણ આ મહેલના કેળવણીની પ્રેરણા નવા દેશ - વિદેશ ચાલતા હિન્દુ અને જૈન મંદિરના નિર્માણ માટે લેવામાં આવે છે. |
|
| રણજીત વિલાસ પૅલેસ - વાંકાનેર, રાજકોટ ઇ.સ. ૧૯૦૦ માં અમરસિંહજી દ્વારા શરૂ કરવામાં આવેલ મહેલ રણજીત વિલાસ પૅલેસનું નિર્માણ ઇ.સ. ૧૯૦૭ માં પૂર્ણ થયેલું. તે ટેકરી પર આવેલું છે. તેના પરથી જોતા સંપૂર્ણ વાંકાનેર શહેર જોવા મળે છે. તેનું નામ અમરસિંહજી ના ખાસ મિત્ર જામનગરના શાસક જામ રણજીતસિંહ પરથી પાડવામાં આવેલું. આ મહેલ ૨૨૫ એકરમાં ફેલાયેલો છે. અહીં રાજ્ય અતિથિગૃહ ચેર ભવન પણ આવેલ છે.
આ મહેલ ઉત્કૃષ્ટ સ્થાપત્યનો નમૂનો છે. તેનું નિર્માણ આગળ અને પાછળના દ્રશ્યોને જોઇને કરવામાં આવ્યું છે. આ મહેલ શહેરના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. તેની છત સુંદર શિલ્પો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તેનો વિકાસ શહેરના કેન્દ્રમાં રહે તે રીતે કરવામાં આવ્યો છે. સાત ઘડિયાળ ટાવર મુગલો ડોમ દ્વારા અને તેમાં પાંચ સૌથી ઉંચી ટાવર બનાવીને તેને ષટકોણ આકાર આપવામાં આવ્યો છે. જે છત્રીનું ચિત્ર ઉપસાવે છે. મહેલ દ્વાર જે શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મહેલમાં ડચ, ઇટાલીયન, યુરોપીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. મહેલની સજાવટ ધ્યાનપૂર્વક કરવામાં આવેલ છે. મહેલના ગલિયારોંમાં શાહી સ્ત્રીઓ પુરુષોના નજરમાં ન આવી શકે તે રીતે ઉપર-નીચે ચઢી શકે તેવી યોજના કરવામાં આવેલ છે.
રણજીત વિલાસ મહેલમાં યાદગાર તલવારો, ભાલાઓ, યુદ્ધના સાધનો, ૯૫ જાતના પ્રાણીઓ, પિસ્તોલો, ચાંદી, છાતીનું રક્ષક, પથ્થરો, કવિતાઓ, ચિત્રો વગેરે મૂકવામાં આવેલ છે. મહેલને સુંદર મુર્તિઓ, કોતરણીઓ દ્વારા સજાવવામાં આવેલ છે. અહીંનું અવિશિષ્ટ સ્થાપત્ય સૌ કોઇને મંત્ર મુગ્ધ કરી દે છે. મહેલના ગેરેજમાં કેટલીક વિન્ટેજ કારો જેવી કે ૧૯૨૧ રૉલ્સ રોય, સિલ્વર ઘોસ્ટ, કેટલીક અમેરિકન કારો આવેલ છે. વળી અહીં ચૌદ કાઠિયાવાડી ઘોડા પણ આવેલાં છે. અહીં ઇટાલીયન શૈલીના કેટલાય ફુવારા પણ આવેલાં છે. |
|
|
|
કિલ્લાઓ
|
|
|
|
| લખોટા કિલ્લો - જામનગર
આ કિલ્લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯ થી ૧૮ મી સદી દરમિયાનના સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્ત્રાગાર અને અન્ય યુદ્ધ સામગ્રીનો સંગ્રહ થયેલો છે.
લખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લખોટાનો કિલ્લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્ત્રો માટે જાણીતું છે. આ કિલ્લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહિનું મુખ્ય આકર્ષણ કુવા છે જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે. |
|
| પાવાગઢ કિલ્લો - પંચમહાલ જિલ્લો, વડોદરા નજીક
આ કિલ્લો ઐતિહાસિક બેનમૂન સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. આ કિલ્લો ટેકરીની આસપાસ ઘેરાયેલો છે. તે વડોદરા શહેરથી નજીક આવેલો છે. હિન્દુ અને જૈનો તેમની ધાર્મિક માન્યતાઓને લીધે તેની મુલાકાત લે છે. સુલતાન મહોમ્મદ બેગડાએ આ કિલ્લાનો નાશ કરેલો. આ કિલ્લાનું નવનિર્માણ તેના વંશજોએ કરેલું. તેણે આજનું ચાંપાનેર શહેર વિકસાવ્યું હતું. |
|
| ઉપરકોટ જિલ્લો - જુનાગઢ
ઉપરકોટનો કિલ્લો ગુજરાતમાં નવાબી મોહમ્મદ બેગડા અને ચુડાસમા શાસકના યુગના પ્રતીક સમાન છે. આ કિલ્લો પ્રાચીન લોકોની સ્થાપત્ય વિશેની સમજણ વિશે પુરાવા આપે છે. આ કિલ્લો હિન્દુ, બુદ્ધ, જૈન બ્રિટિશ કૉલોની, ઇસ્લામિ હુમલો અને નવાબી શાસકોના યુગનો સાક્ષી છે. મુસ્લિમોએ તેમાં મસ્જીદ બનાવી હતી. બુદ્ધોએ રજી સદીમાં અહીં તેમની ગુફાઓ બનાવી હતી. કિલ્લામાં એક મુખ્ય વિશિષ્ટપ્રવેશદ્વાર છે. કિલ્લાની દિવાલો ૨૦ મીટર ઊંચી છે. |
|
| ડભોઇ કિલ્લો
નર્મદા ડેમનો મુખ્ય પ્રવેશ દ્વાર ડભોઇ કિલ્લો છે. તે ગુજરાતના દર્ભવતી શહેર પાસે આવેલો છે. તે દક્ષિણ-પૂર્વ વડોદરાથી ૨૯ કિ.મી. દૂર આવેલો છે. તે ૧૩ મી સદીમાં રાજપૂતોની યાદ અપાવે છે.
આ કિલ્લો ૬ઠ્ઠી સદીની આસપાસ બનાવવામાં આવ્યો હતો. ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૩-૧૧૪૩) આ કિલ્લાનો વિકાસ કરેલો હતો. આ કિલ્લો હિન્દુ પરંપરાને ઉજાગર કરે તેવું સ્થાપ્ત્ય ધરાવે છે. આ કિલ્લાનું કોતરણી કામ બેનમુન છે. આ કિલ્લાના ચાર મુખ્ય પ્રવેશ દ્વાર છે. તેમાં મુખ્યત્વે હીરા ભગોલ ખૂબ જ સુંદર સ્થાપત્ય કળાનો નમૂનો છે. જે હિરાઘર નામના શિલ્પી દ્વારા બનાવવામાં આવ્યો હતો. પશ્ચિમ માં વડોદરા ગેટ, પૂર્વમાં હિરાદ્વાર, ઉત્તરમાં ચાંપાનેર અને નાંદોદ દક્ષિણમાં આવેલ છે. ઘણી જૈન પ્રતિભાઓએ વસવાટ કરેલો હતો. આ કિલ્લો પ્રાચીન ભારતના સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી કરાવે છે. |
|
| જૂનો કિલ્લો - સુરત
સુરતનો જૂનો કિલ્લો ઐતિહાસિક રીતે ખૂબ જ અગત્યનો છે. મોહંમદ તઘલક (૧૩૨૫ થી ૧૩૫૧) એ ઇ.સ. ૧૩૪૭માં સુરતમાં આ કિલ્લાની નવરચના કરી હતી. સમ્રાટ ફિરોજ તઘલક (૧૩૫૧ થી ૧૩૮૮) ભીલોના આક્રમણથી બચવા માટે કિલ્લોને વધુ મજબૂત બનાવ્યો હતો. તેએને ભારતના મુગલ શાસકો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજે જીત્યો હતો. આ કિલ્લો હવે મહા નગરપાલિકાના કાર્યાલય તરીકે વપરાશમાં આવે છે. |
|
| ભુજીયા ટેકરીનો કિલ્લો - ભુજ
ભુજની ચારેતરફ ખૂબજ રમણીય લાગતા ભુજીયા ટેકરીની ઝાંખી જોવા મળે છે. ભુજ શહેરનું નામ આ કિલ્લાના નામ પરથી પડ્યું હતું. રાવ ગોડજીએ આ કિલ્લો ઇ.સ. ૧૭૨૩ માં બંધાવ્યો હતો. ત્યારબાદ આ કિલ્લાનું નામ ભુજંગ નાગ, સાપનું મંદિર બન્યું હતું. બ્રિટિશ કર્નલ વિલિયમ કોરએ આ કિલ્લાને ઇ.સ. ૧૮૧૯ માં જીત્યો. તેણે પૂર્ણ કિલ્લો પર્વતની ઉંચાઇ સુધી લઇ ગયો તેની ઉંચાઇ ૧૬૦ મીટર છે. બાહ્ય હુમલાઓથી રક્ષણ મેળવવા માટેના હેતુથી બનાવાયો હતો. |
|
| લલવા દુર્ગા (પ્રાચીન કિલ્લો)
આ કિલ્લાના ઉલ્લેખ મહાભારતમાં પણ જોવા મળે છે. બ્રિટિશ હકુમત વખતે તેમને બનાવેલ મહી નદી કિનારેના થાણા અને રાઠોર અને રાજપૂતો એ પણ અહીં શાસન કર્યું હતું. આ કિલ્લો કુદરતી સુરક્ષાનું ઉદાહરણ છે. કિલ્લો દક્ષિણ અરવલ્લી પર્વતમાળા પાસે આવેલ છે. પર્વતની તળેટી પર જૂનો કિલ્લો આવેલો છે. શિલ્પીઓ દ્વારા ગલિયારાઓ સુંદર કોતરણી કરવામાં આવે છે. ઇડર શહેરની શરૂઆતમાં સુંદર ઘડિયાળ ટાવર આવેલ છે અને સુંદર અર્ધવર્તુળાકાર ઘુમ્મટમાં આવેલો છે. કિલ્લાનો અંત શહેરના વિસ્તારનો અંત દર્શાવે છે. રસ્તાની બંને બાજુ રંગબેંરંગી બજાર આવેલા છે. |
|
| ધોરાજીનો કિલ્લો - રાજકોટ
આ કિલ્લાનું નિર્માણ ઇ.સ. ૧૭૫૫માં પૂર્ણ થયું. તેના ચાર મુખ્ય પ્રવેશદ્વાર અને બીજા ત્રણ નાના પ્રવેશ દ્વારા છે. જે બારીના નામે ઓળખાય છે. ચાર મુખ્ય પ્રવેશ દ્વાર પશ્ચિમમાં કાઠિયાવાડી દરવાજો, પૂર્વમાં પોરબંદર દરવાજો, ઉત્તરમાં હલાર દરવાજો અને દક્ષિણમાં જુનાગઢનો દરવાજો આવેલો છે. નાના દરવાજે દરબારી બારી, ભીમજી બારી અને સાતી બારી આવેલ છે. ધોરાજીને દરબાર ગઢ શહેરની ચોટી પર આવેલ છે અને તે દરબારી બારી પાસે આવેલ છે. દરવાજાની પાસે જુદી જુદી સ્થાપ્ત્ય શૈલીમાં અંકીત કરાયેલા હાથીઓની કોતરણીવાળા ઝરોખા કિલ્લાની સુંદરતામાં વધારો કરે છે.
કિલ્લાની મધ્યમાં સુંદર કોતરણી કામવાળો મુખ્ય દરવાજો આવેલો છે. આ કિલ્લાના દરબારગઢને સુંદર શિલ્પ અને કોતરણીથી સજાવવામાં આવ્યો છે. અહીં જુદા જુદા ચિત્રો, તરંગો, સિંહોના ચિત્રો, સંગીત, શિલ્પ દ્વારા સુંદરતામાં વધારો કરવામાં આવેલ છે. આ કિલ્લાની કોતરણી એ સુંદર ઘરેણાંની જેમ કરવામાં આવેલી છે. આ કિલ્લાનું સ્થાપત્ય ગોંડલના નવલખ મહેલ જેવું છે. |
|
| ઝીઝુંવાડા કિલ્લો - કચ્છનું રણ
આ કિલ્લો ૧૧મી સદીમાં સોલંકી શાસક સિધ્ધરાજ જયસિંહના મંત્રી ઉદા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે બેનમુન પ્રાચીન સ્થાપત્ય છે. આ કિલ્લાનું નિર્માણ વિદેશોથી મંગાવેલા મોટા પથ્થરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કિલ્લો ભારતીય હિન્દુ સ્થાપત્યની ઝાંખી કરાવે છે તેમા; ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે. આ કિલ્લા ને ચાર મુખ્ય દરવાજા છે. મદપોલ દરવાજો, રક્ષાપોલ દરવાજો, હરીજન દરવાજો અને ધર્મ દરવાજો તેના મુખ્ય દરવાજા છે. મદપોલનો દરવાજો મરુ ગજ્જર સ્થાપત્ય શૈલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ દરવાજાઓને સુંદર કોતરણી દ્વારા શણગારવામાં આવ્યો છે. તેમાં ગણેશ, ભૈરવ જેવા દૈવી દેવતાની ઉત્તમ કોતરણી કરવામાં આવી છે. |
|
|
|
|
No comments:
Post a Comment