# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 27 June 2019

કુરુક્ષેત્ર નું યુધ્ધ


કુરુક્ષેત્ર નું યુધ્ધ.







કુરુક્ષેત્રનું યુધ્ધ





 





                                                      મહાભારત અને બીજા ભારતીય ગ્રંથોમાંથી મળતી માહિતી પ્રમાણે કુરુક્ષેત્રનું યુધ્ધ આજથી આશરે 5000 વર્ષ પહેલા હરિયાણા નજીકના કુરુક્ષેત્રના મેદાનમાં લડાયું હતું. યુદ્ધ માટેના કારણો અને તેના પરિણામ વિશેની માહિતી નું અહી પુનરાવર્તન કરવાની જરૂર નથી કેમ કે દરેક ભારતીય તેના વિશે પૂરી જાણકારી ધરાવે છે.આપણે તો આ યુધ્ધને ભારતીય ઇતિહાસ ના દ્રષ્ટિકોણથી જોવાનું છે.
5000 વર્ષ પહેલાનો સમય એટલે એ સમયગાળો કે જયારે વિશ્વના બીજા કોઈ ભાગમાં માનવ સંસ્ક્રુતિનો વિકાસ જ નહોતો થયો અથવા તો જે થયો હતો તે સાવ પ્રાથમિક કક્ષાનો હતો. ભારતવર્ષ ને બાદ કરતા દુનિયાની બીજી માનવ સંસ્ક્રુતિઓ ત્યારે હજી આદિમાનવ યુગમાં જીવતી હતી. પ્રાચીન વિશ્વની ગણાતી ઈજીપ્ત,મિસ્ર ,રોમ જેવી સંસ્કૃતિઓને ખીલવા આડે હજી સેંકડોવર્ષોની વાર હતી.





                                          હવે એ સમયના વિશ્વનેનજર સમક્ષ રાખીને મહાભારતમાં દર્શાવેલા કુરુક્ષેત્ર ના યુધ્ધ વિશેની જાણકારી પર અડછડતી નજર કરો . ભારતીય પ્રજા એ સમયે પણ યુદ્ધ કળામાં એટલીનિપુણ હતી કે એ સમયનું ભારતીય લશ્કર આજની આધુનિક એનું કમ્યુનિકેશન સીસ્ટમ પ્રમાણે યુધ્ધ કરતું હતું. દરેક લશ્કર નાના-મોટા ચોક્કસ એકમોમાં વહેંચાયેલું રહેતું . દરેક એકમમાં સંખ્યામાં પદસૈનીકો ,અશ્વારોહીઓ,રથ,અને હાથીઓનો સમાવેશ થતો.અને એમના સંચાલન માટે રથી,અતિરથી,મહારથી વગેરે જેવા યોગ્યતા મુજબના સેનાપતિઓની નિમણુક થતી.અનેક રીતે બનેલું દરેક એકમ એક અક્ષોહિણી સૈન્ય કહેવાતું.





                                                       એક અક્ષોહિણી સૈન્યમાં આશરે સવા બે લાખ સૈનિકોનો સમાવેશ થતો. કુરુક્ષેત્રનું યુધ્ધ સૈન્ય સંચાલન કરતા પણ વધારે તો તેના પ્રચંડ કદ માટે જાણીતું છે. આ યુધ્ધમાં પાંડવોએ સાત( 7 ) તો સામે કૌરવો એ પુરા અગ્યાર ( 11 ) અક્ષોહિણી સૈન્ય ઉતાર્યું હતું. એક અક્ષોહિણી માં સવા બે લાખનું સૈનિકોનું સંખ્યા બળ જોતા આ યુધ્ધમાં પાંડવો તરફથી 15,30,000 જેટલા અને કૌરોવો તરફથી 24,00000 ચોવીસ લાખ જેટલા સૈનિકો યુધ્ધ લડ્યા હતા. આ સંખ્યા પણ ફક્ત સૈનિકોની છે, યુધ્ધ મેદાનમાં ઉતારવામાં આવેલા ઘોડા હાથી જેવા પ્રાણીઓની સંખ્યાતો જુદી ગણવાની ઉપરના આંકડા જો પ્રભાવશાળી ન લાગ્યા હોય તો એટલું જાણીલો કે આજનું સૌથી મોટું લશ્કર ધરાવતા ચીન પાસે પણ કુલ ચાલીસ લાખ સૈનિકો જેટલું લશ્કર નથી .





                                    આ યુધ્ધ ભારતીય ઇતિહાસે જોયેલું સૌથી મોટું યુધ્ધ છે બલકે પુરા વિશ્વમાં પણ પ્રથમ વિશ્વયુદ્ધ લડાયું એ પહેલા આટલું મોટું યુધ્ધ કયારેય લડાયું ન હતું. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં પણ એક જ મોરચે આટલા સૈનિકો ઉતર્યા હોય એવું બન્યું ન હતું . સૈનિકોના મૃત્યુ આંક ની દ્રષ્ટી એ જોઈએ તો પણ મહાભારતના યુધ્ધને જ સૌથી વધુ ખુવારીજનક યુધ્ધ ગણવું રહ્યું . કેમ કે 18 અઢાર દિવસ ચાલેલું યુધ્ધ પૂરું થયું ત્યારે 40 લાખના સૈન્યમાંથી ફક્ત અગ્યાર ( 11 ) યોધ્ધાઓ જીવિત રહ્યા હતા. ઉપરાંત એ સમયે વિકસીત માનવ સંસ્કૃતિઓ ધરાવતા કન્યાકુમારીથી લઈને કંધાર સુધીના દરેક રાજાઓએ આ યુધ્ધમાં ભાગ લીધો હતો એ હિસાબે જોઈએ તો પણ કુરુક્ષેત્રના યુધ્ધને પ્રાચીન સમય નું પ્રથમ વિશ્વયુદ્ધ જ ગણવું જોઈએ.





                                                        હજારો વર્ષ દરમ્યાન એક જ વખત ખેલાયું હોય અને આજે પણ એટલું જ યાદગાર હોય એવું   ભવ્ય અને ભીષણ યુધ્ધ પ્રાચીન ભારતમાં ખેલાયું હતું. એ બાબત જ આપણા  માટે કેટલી ગૌરવપ્રદ લેખાય આથી જ વિશ્વના યુધ્ધોના ઈતિહાસમાં ભારતને ગૌરવપૂર્ણ અને અગ્રીમ સ્થાન અપાવતા કુરુક્ષેત્રના યુધ્ધને સૌથી મહત્વના યુધ્ધ તરીકે પહેલું સ્થાન આપ્યું છે.




No comments:

Post a Comment