રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ
અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8,
સત્ર: 2
પ્રકરણ - 14 ખંડ પરિચય : આફ્રિકા અને એશિયા
કુલ પ્રશ્નો: 71 / કુલ ગુણ: 71
1.આફ્રિકાની લગભગ મધ્યમાંથી કયું
અક્ષાંશવૃત્ત પસાર થાય છે ?
જવાબ: વિષુવવૃત્ત
2.વાસ્કો-દ-ગામાએ કઈ સાલમાં યુરોપથી
ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો ?
જવાબ: ઈ.સ.1498માં
3.આફ્રિકાનું ભૂપૃષ્ઠ મોટા ભાગે શાનું
બનેલું છે ?
જવાબ:
ઉચ્ચપ્રદેશોનું
4.આફ્રિકામાં કયો પર્વત સૌથી ઊંચો છે ?
જવાબ: કિલિમાન્જારો
5.આફ્રિકાની કઈ નદી વિશ્વમાં સૌથી લાંબી
છે ?
જવાબ: નાઈલ
6.આફ્રિકામાં કયું સરોવર સૌથી મોટું છે ?
જવાબ: વિક્ટોરિયા
7.વિશ્વમાં કયું સરોવર મીઠાં પાણીનું
સૌથી લાંબું સરોવર છે ?
જવાબ: ટાંગાન્યિકા
8.આફ્રિકાના કયા ટાપુને 'લવિંગના ટાપુ' કહે છે ?
જવાબ: ઝાંઝીબાર
9.કયું શહેર દક્ષિણ આફ્રિકાની રાજધાની
છે ?
જવાબ: પ્રિટોરિયા
10.આફ્રિકામાં કુલ કેટલા દેશો આવેલા છે ?
જવાબ: 53
11.વસ્તી અને કદની દ્રષ્ટિએ દુનિયાનો
સૌથી મોટો ખંડ કયો છે ?
જવાબ: એશિયા
12.દુનિયાની આશરે કેટલા ટકા વસ્તી
એશિયામાં વસે છે ?
જવાબ: 60%
13.એશિયાનો ક્યો પર્વત દુનિયાનો સૌથી
ઊંચો પર્વત છે ?
જવાબ: હિમાલય
14.એશિયાનું કયું સરોવર દુનિયાનું સૌથી
ઊંડું છે ?
જવાબ: બાઇકાલ
15.યાક કયા દેશનું વિશિષ્ટ પ્રાણી છે ?
જવાબ: ભૂતાન
16.એશિયાનો સૌથી વધુ વરસાદ ભારતમાં ક્યાં
પડે છે ?
જવાબ: ચેરાપુંજી
17.દુનિયાની સૌથી વધારે ઠંડી કયા શહેરમાં
પડે છે ?
જવાબ: વર્ખોયાન્સ્ક
18.આમાંથી કયું સરોવર સૌથી વધુ ક્ષારતા
ધરાવે છે ?
જવાબ: મૃત સમુદ્ર
19.કયા ભૂમિખંડમાંથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય પસાર થાય છે ?
જવાબ: આફ્રિકા
20.આફ્રિકાનો મોટા ભાગનો વિસ્તાર કયા
કટિબંધમાં છે ?
જવાબ: ઉષ્ણ
21.આફ્રિકાનો જમીનવિસ્તાર વિશ્વના
જમીનવિસ્તારના કેટલા ટકા જેટલો છે ?
જવાબ: 20%
22.આફ્રિકાખંડને કેટલા કિમી લાંબો
દરિયાકિનારો મળ્યો છે ?
જવાબ: 30000 કિમી
23.18મી સદીના અંત સુધી
કયો ખંડ દુનિયાના લોકો માટે અજાણ હોવાથી 'અંધારિયા ખંડ' તરીકે ઓળખાતો હતો ?
જવાબ: આફ્રિકા
24.વિસ્તારની દ્રષ્ટિએ બધા ખંડોમાં
આફ્રિકા કયા સ્થાને છે ?
જવાબ: બીજા
25.કિલિમાન્જારો પર્વત ક્યા
અક્ષાંશવૃત્તની નજીક છે ?
જવાબ: વિષુવવૃત્ત
26.ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળા
વિસ્તારોમાં મુખ્યત્વે કઈ ઋતુમાં વરસાદ પડે છે ?
જવાબ: શિયાળામાં
27.આફ્રિકાનો વિશ્વવિખ્યાત વિક્ટોરિયા
ધોધ કઈ નદી પર છે ?
જવાબ: ઝાંઝીબાર
28.ઇજિપ્તનો મુખ્ય પાક કયો છે ?
જવાબ: કપાસ
29.આફ્રિકા અને યુરોપની વચ્ચે કયો સમુદ્ર
આવેલો છે ?
જવાબ: ભૂમધ્ય
30.આફ્રિકાની ઈશાન દિશામાં આફ્રિકા અને
એશિયાની વચ્ચે કયો સમુદ્ર આવેલો છે ?
જવાબ: રાતો
31.આફ્રિકાની પૂર્વમાં ક્યો મહાસાગર
આવેલો છે ?
જવાબ: હિન્દ
મહાસાગર
32.આફ્રિકાની પશ્ચિમે ક્યો મહાસાગર આવેલો
છે ?
જવાબ: ઍટલૅન્ટિક
મહાસાગર
33.નાઈલ નદીની લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 6436 કિમી
34.આફ્રિકાના મધ્ય અને દક્ષિણના
વિસ્તારોમાં કઈ માખીનો ઉપદ્રવ છે ?
જવાબ: ત્સે-ત્સે
35.કયો દેશ તેના પ્રાચીન પિરામિડ અને
સ્ફિંક્સ માટે જાણીતો છે ?
જવાબ: ઇજિપ્ત
36.સુએઝની નહેર કયા સમુદ્રને જોડે છે ?
જવાબ: રાતા અને
ભૂમધ્ય સમુદ્રને
37.આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ
કયો છે ?
જવાબ: દક્ષિણ
આફ્રિકા
38.નાઈલ નદીના કિનારે કઈ મહાન સંસ્કૃતિ
વિકાસ પામી છે ?
જવાબ: મિસરની
39.ઇજિપ્તનું પાટનગર કયું છે ?
જવાબ: કેરો
40.દક્ષિણ આફ્રિકામાં ધારાગૃહો ક્યાં
બેસે છે ?
જવાબ: કેપટાઉનમાં
41.એશિયાનો ભૂમિવિસ્તાર દુનિયાના
ભૂવિસ્તારના આશરે કેટલા ટકા છે ?
જવાબ: 30%
42.એશિયાનો કયો ઉચ્ચપ્રદેશ વિશ્વના
ઉચ્ચપ્રદેશોમાં સૌથી ઊંચો અને વિશાળ છે ?
જવાબ: તિબ્બતનો
43.એશિયાની સૌથી લાંબી નદી કઈ છે ?
જવાબ:
યાંગત્સેક્યાંગ
44.નીચેનામાંથી કયું સરોવર દુનિયામાં
સૌથી મોટું છે ?
જવાબ: કાસ્પિયન
સમુદ્ર
45.ખૈબરઘાટ કયા દેશમાં આવેલો છે ?
જવાબ: પાકિસ્તાનમાં
46.કયા દેશમાં આંતરિક જળમાર્ગો મોટા
પ્રમાણમાં છે ?
જવાબ:
બાંગ્લાદેશમાં
47.ભારત નીચેના કયા પડોશી દેશમાંથી ખનીજ
તેલની આયાત કરે છે ?
જવાબ:
મ્યાનમારમાંથી
48.ક્યાંનો ઉચ્ચપ્રદેશ 'દુનિયાનું છાપરું' કહેવાય છે ?
જવાબ: તિબ્બતનો
49.કયા દેશને અંગ્રેજો વ્રજદાનવોની
વિહારભૂમિ તરીકે ઓળખાવતા ?
જવાબ: ભૂતાનને
50.પાકિસ્તાનનો સૌથી મહત્ત્વનો પાક કયો
છે ?
જવાબ: કપાસ
51.કઈ નદીનાં પાણીથી પાકિસ્તાનમાં
કૃષિક્રાંતિ થઈ છે ?
જવાબ: સિંધુ
52.નેપાળનો કેટલા ટકા વિસ્તાર જંગલોથી
છવાયેલો છે ?
જવાબ: 40%
53.નેપાળની માત્ર કેટલા ટકા જમીન
ખેતીલાયક છે ?
જવાબ: 16%
54.ભૂતાનના લોકો મુખ્યત્વે કયો ધર્મ પાળે
છે ?
જવાબ: બૌદ્ધ
55.ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ
સામુદ્રધુની આવેલી છે ?
જવાબ: પાલ્કની
56.ભારત અને શ્રીલંકા વચ્ચે કયો અખાત
આવેલો છે ?
જવાબ: મનારનો
57.શ્રીલંકાની સૌથી મોટી નદીનું નામ શું
છે ?
જવાબ: મહાવેલી ગંગા
58.'હું આફ્રિકા અને ગીરના જંગલમાં રહું
છું.' મને ઓળખો હું કોણ ?
જવાબ: સિંહ
59.'હું દરિયાકિનારાનું વૃક્ષ છું.' મને ઓળખો હું કોણ ?
જવાબ: નાળિયેરી
60.'હું ખેતી માટે ઉપયોગી પશુ છું.' મને ઓળખો હું કોણ ?
જવાબ: બળદ
61.'હું વિષુવવૃત્તીય પ્રદેશમાં થતું
મુખ્ય વૃક્ષ છું.' મને ઓળખો હું કોણ ?
જવાબ: મહોગની
62.'હું મધ્ય હિમાલયમાં આવેલો દેશ છું.' મને ઓળખો હું કોણ ?
જવાબ: નેપાળ
63.'હું રત્નદ્વિપ તરીકે ઓળખાઉં છું.' મને ઓળખો હું કોણ ?
જવાબ: શ્રીલંકા
64.'હું એશિયાનું વિશાળ ઠંડું રણ છું.'મને ઓળખો હું કોણ ?
જવાબ: ગોબી
65.ભારતની સાથે જ સ્વતંત્ર થયેલો પડોશી
દેશ પાકિસ્તાન કયા રાષ્ટ્ર તરીકે જાહેર થયેલો છે ?
જવાબ: ઇસ્લામિક રાષ્ટ્ર
66.પાકિસ્તાનની રાજધાની કઈ છે ?
જવાબ: ઇસ્લામાબાદ
67.બાંગ્લાદેશની રાજધાની કઈ છે ?
જવાબ: ઢાકા
68.નેપાળની રાજધાની કઈ છે ?
જવાબ: કાઠમંડુ
69.ભૂતાનની રાજધાની કઈ છે ?
જવાબ: થીમ્પુ
70.શ્રીલંકાની રાજધાની કઈ છે ?
જવાબ: કોલંબો
71.મ્યાનમારની રાજધાની કઈ છે ?
જવાબ: રંગૂન
*****
download link pdf file
No comments:
Post a Comment