સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2
પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન
1.સૌથી જૂનો વેદ કયો છે ? જવાબ: ઋગ્વેદ
2.ઋચાઓના સમૂહને શું કહે છે ? જવાબ: સૂક્ત
3.વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા ? જવાબ: ઋષિઓ
4.ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ? જવાબ: વિશ્વામિત્રે
5.યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું ? જવાબ: પુરોહિતો
6.પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ? જવાબ: આર્ય
7.મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ હતી ? જવાબ: 3000
8.ક્યા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ? જવાબ: બ્રહ્મગીરીની
9.ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા ? જવાબ: ઇનામગામના
10.કયા ગામમાંથી પુરાતત્ત્વવિદોને અનાજનાં બી મળ્યાં છે ? જવાબ: ઇનામગામમાંથી
11.વેદોની સંખ્યા કેટલી છે ? જવાબ: 4
12.ઇન્દ્ર શાના દેવતા છે ? જવાબ: યુદ્ધ
13.ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ? જવાબ: નદીઓ
14.વૈદિકકાળમાં દસ્યુ લોકો ક્યા પ્રદેશની આજુબાજુ રહેતા હતા ? જવાબ: પંજાબ
15.પાષાણ એટલે શું ? જવાબ: પથ્થર
16.વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતી આપવામાં આવતી
હતી ? જવાબ: ઘી-અનાજ
17.સોમ એ શું છે ? જવાબ: એક છોડ
18.ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ? જવાબ: 1000 થી વધુ
19.ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી ? જવાબ: વૈદિક સંસ્કૃત
20.વેદોને છાપવાનું કામ ક્યારે થયું ? જવાબ: 200 વર્ષ પહેલાં
21.રાજા ક્યું કામ કરતા હતા ? જવાબ: આપેલ ત્રણેય
22.જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો ? જવાબ: જન-વિશ
23.અગ્નિ શાના દેવતા છે ? જવાબ: આગના
24.નીચેનામાંથી કયો વેદ નથી ? જવાબ: અર્થવેદ
25.વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને, કંઠસ્થ કરીને યાદ
રખાયા હોવાથી શું કહેવાય છે ?
જવાબ: શ્રુતિગ્રંથો
26.ઋગ્વેદના અમુક સૂક્તો શાના રૂપમાં મુકાયેલા છે ? જવાબ: સંવાદ
27.વૈદિક સમયના રાજાની વિશેષતા શું હતી ? જવાબ: આપેલ ત્રણેય
28.ઇનામગામ ક્યાં આવેલ છે ? જવાબ: ઘોડ નદીના કિનારે
29.ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ હોવાનું મનાય છે ? જવાબ: ઈ.સ. પૂર્વે 3000-3500
30.ઋગ્વેદમાં આવેલા સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે ? જવાબ: દેવી-દેવતાઓની
*****
પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા
અને કુદરતી સંસાધનો
1.ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા
કટિબંધમાં છે ? જવાબ: ઉષ્ણ
2.ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે ? જવાબ: શિયાળામાં
3.ગુજરાતમાં મે મહિના પછી ક્યા પવનો વાય
છે ? જવાબ: નૈઋત્યના
પવનો
4.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ
ઠંડી પડે છે ? જવાબ: જાન્યુઆરી
5.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ
ગરમી પડે છે ? જવાબ: મે
6.નીચેનામાંથી કઈ નદી અંત:સ્થ નદી નથી ? જવાબ: મચ્છુ
7.ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ? જવાબ: નર્મદા
8.દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે ? જવાબ: બનાસ
9.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ? જવાબ: કંડલા
10.આમાંથી ક્યા જિલ્લામાં મૅન્ગ્રુવ
જંગલો આવેલાં છે ? જવાબ: કચ્છ
11.કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનું
લાકડું વપરાય છે ? જવાબ: વાંસનું
12.પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે ? જવાબ: કાલુ માછલી
13.ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા
કિલોમીટર લાંબો છે ? જવાબ: 1600
14.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા
જિલ્લામાં આવેલો છે ? જવાબ: જામનગર
15.કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે
? જવાબ: ચૂનાનો પથ્થર
16.કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ
ઉપયોગી છે ? જવાબ: ફ્લોરોસ્પાર
17.કયું ખનીજ પેન્સીલ બનાવવામાં વપરાય છે
? જવાબ: ગ્રૅફાઈટ
18.એશિયાભરમાં સિંહો માટે જાણીતું
અભ્યારણ્ય કયું છે ? જવાબ: સાસણગીર અભ્યારણ્ય
19.કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે ? જવાબ: મહી
20.નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ? જવાબ: અમદાવાદ
21.આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ? જવાબ: ત્રણ
22.કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા
તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?
જવાબ: આબોહવા
23.દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી
આબોહવા અનુભવાય છે ? જવાબ: સમઘાત
24.નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું
વિહારધામ નથી ? જવાબ: સાપુતારા
25.ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ? જવાબ: ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી
26.ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ? જવાબ: માર્ચથી મે સુધી
27.ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ? જવાબ: જૂનથી સ્પ્ટેમ્બર સુધી
28.નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય
છે ? જવાબ: બોર
29.નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે
? જવાબ: કેરી
30.નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય
છે ? જવાબ: જાંબુ
31.આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને
શું કહે છે ? જવાબ: સંસાધન
32.નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ
થાય છે ? જવાબ: આપેલા બધા
33.નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ? જવાબ: કાવેરી
34.ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ? જવાબ: તાપી
35.કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ? જવાબ: તાપી
36.વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ? જવાબ: મહી
37.ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ? જવાબ: સાબરમતી
38.સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી
છે ? જવાબ: નર્મદા
39.કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ? જવાબ: નારાયણ સરોવર
40.વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું
છે ? જવાબ: આજવા સરોવર
41.ગુજરાતના દરિયાકિનારે નાના મોટા
કેટલાં બંદરો આવેલાં છે ? જવાબ: 40
42.એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં
આવેલું છે ? જવાબ: ઓખા અને
લાંબા ખાતે
43.કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે
કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?
જવાબ: ઓખા અને વેરાવળ
44.120 સેમી કે તેથી વધુ વરસાદવાળા
પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?જવાબ: ભેજવાળાં પાનખર જંગલો
45.60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં
છે ?
જવાબ: સૂકાં પાનખર જંગલો
46.60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં
ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ? જવાબ: સૂકાં ઝાંખરાવાળાં જંગલો
47.કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે
કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: મેન્ગ્રુવના જંગલો
48.વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે
ઉજવવામાં આવે છે ? જવાબ: 5મી જૂન
49.વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે
છે ? જવાબ: 2જી માર્ચ
50.રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે
ઉજવવામાં આવે છે ? જવાબ: 17મી જૂન
51.દીવાસળીની પેટી કયા વૃક્ષનાં
લાકડામાંથી બનાવવામાં આવે છે ? જવાબ: શીમળાનાં
52.કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી
ઊધઈ લાગતી નથી ? જવાબ: સાલનાં
53.કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના
સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ? જવાબ: સાલનાં
54.કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં
બનાવવામાં આવે છે ? જવાબ: ખાખરાનાં
55.કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી
સાબુ બનાવવામાં આવે છે ? જવાબ: મહુડાનાં
56.જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા
વિસ્તારને શું કહે છે જવાબ: અભ્યારણ્ય
57.નીચેનામાંથી રાષ્ટ્રીય ઉદ્યાનનું
લક્ષણ કયું છે ? જવાબ: આપેલા ત્રણેય
58.નીચેનામાંથી અભ્યારણ્યનું લક્ષણ કયું
છે ? જવાબ: આપેલા ત્રણેય
59.રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય
કયા જિલ્લામાં આવેલું છે ? જવાબ: નર્મદા જિલ્લામાં
60.ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું
અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? જવાબ: જામનગર જિલ્લામાં
61.ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા
જિલ્લામાં આવેલું છે ? જવાબ: કચ્છ જિલ્લામાં
62.જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં
આવેલું છે ? જવાબ: બનાસકાંઠા જિલ્લામાં
63.બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં
આવેલું છે ? જવાબ: ડાંગ જિલ્લામાં
64.રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં
આવેલું છે ? જવાબ: દાહોદ જિલ્લામાં
65.પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં
આવેલું છે ? જવાબ: અમરેલી જિલ્લામાં
66.રામપુરા અને હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા
જિલ્લામાં આવેલું છે ? જવાબ: રાજકોટ જિલ્લામાં
67.થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય
ક્યા જિલ્લામાં આવેલું છે ? જવાબ: મહેસાણા જિલ્લામાં
68.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા
જિલ્લામાં આવેલું છે ? જવાબ: વલસાડ જિલ્લામાં
69.વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા
જિલ્લામાં આવેલું છે ? જવાબ: ભાવનગર જિલ્લામાં
70.એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો
ઉપયોગ થાય છે ? જવાબ: બૉક્સાઇટ
71.દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો
ઉપયોગ થાય છે ? જવાબ: ડોલોમાઈટ
72.શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો
ઉપયોગ થાય છે ? જવાબ: અકીક
73.તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર
રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ? જવાબ: લિગ્નાઈટ
74.સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ
બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ? જવાબ: સીસું
75.વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા
માટે શાનો ઉપયોગ થાય છે ? જવાબ: તાંબું
76.ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે
શાનો ઉપયોગ થાય છે ? જવાબ: જસત
77.ડાયનાસોરનો અર્થ શું થાય છે ? જવાબ: ભયાનક ગરોળી
78.ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય
ક્યું છે ? જવાબ: જૂનાગઢનું શક્કરબાગ
79.નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ? જવાબ: કાલુ માછલી
80.મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ? જવાબ: ભરતીનું જંગલ
*****
પ્રકરણ - 3 મહાજનપદ સમયની
શાસનવ્યવસ્થા
1.ઇ.સ. પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલાં મહાજનપદો
હતાં ? જવાબ: 16
2.રાજતંત્ર રાજ્યવ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો હતો? જવાબ: રાજાને
3.આમાંથી કયું રાજ્ય રાજતંત્ર રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું ? જવાબ: મગધ
4.આમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ? જવાબ: વૈશાલી
5.આમાંથી કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું ? જવાબ: મગધ
6.વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું ? જવાબ: વૈશાલી
7.ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી ? જવાબ: લોકો પર
8.ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી ? જવાબ: લોકશાહી
9.કોઈપણ દરખાસ્ત ગણરાજ્યોની સભામાં કેટલી વખત રજૂ થતી ? જવાબ: ત્રણ વખત
10.ગણરાજ્યોની સભા ભરાતી તે સ્થળને શું કહેતા ? જવાબ: સંથાગાર
11.આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી શાનાથી કરે છે ? જવાબ: મતદાનથી
12.ઇ.સ. પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટાં રાજ્યો કયા
નામે ઓળખાતાં હતાં?જવાબ: મહાજનપદ
13.જે રાજ્યમાં લોકો રાજાની પસંદગી કરતા તે રાજ્યને શું કહેવામાં આવતું ? જવાબ: ગણરાજ્ય
14.ગણરાજ્ય સમયમાં ખેડૂતો જમીનની ઊપજનો કેટલામો ભાગ કરરૂપે રાજકોષમાં
આપતા ?જવાબ: છઠ્ઠો
15.ગણરાજ્ય સંઘના સભ્યોને મત આપવા માટે શું આપવામાં આવતું ? જવાબ: સળી
16.મગધમાં કઇ બે નદીઓ વહેતી હતી ? જવાબ: ગંગા-સોન
17.ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા વાસણને શું કહેવાતું ? જવાબ: ચિત્રિત ધૂસરપાત્ર
18.ગણરાજ્યોમાં ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં શાનો ઉપયોગ કરતાં ? જવાબ: લોખંડની કોશનો
19.અલ્હાબાદથી મળેલ ઈંટની દીવાલ આશરે કેટલા વર્ષ પહેલાંની ગણાય છે ? જવાબ: 2500
20.પ્રજાતંત્ર અને રાષ્ટ્રીય એકતાની વાત આવે ત્યારે કોને યાદ કરવામાં
આવે છે ? જવાબ: વજ્જીસંઘના ગણરાજ્યોને
21.માનવી શરૂઆતમાં ભટકતું જીવન શા માટે જીવતો હતો ? જવાબ: ખોરાકની શોધમાં
22.એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા ત્યારે તેઓ કેવી રીતે રહેતા ? જવાબ: સમૂહમાં સાથે રહેતા
23.જ્યાં જ્યાં મોટા સમુદાયો રહેવા લાગ્યા, તે જનસમુદાયો ક્યા
નામે ઓળખાવા લાગ્યા ? જવાબ: જનપદ
24.'જનપદ'નો અર્થ શું થાય ? જવાબ: માણસના વસવાટનું એક સ્થાન
25.જનપદોના નામ કોના ઉપરથી પડ્યા ? જવાબ: જનપદની સ્થાપના કરવાવાળાના નામ ઉપરથી
26.કયા કાળમાં અનેક જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે ? જવાબ: મહાભારત
27.કઈ સદીમાં ઉત્તર ભારતમાં નાનાં-મોટાં અનેક રાજ્યો હતાં ? જવાબ: ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં
28.ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટાં રાજ્યો કયા
નામે ઓળખાતાં હતા ?જવાબ: મહાજનપદ
29.ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં નાનાં રાજ્યો કયા
નામે ઓળખાતાં હતા ?જવાબ: જનપદ
30.મહાજનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી ? જવાબ: 2
31.વૈશાલીમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ? જવાબ: લિચ્છવી
32.કપિલવસ્તુમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ? જવાબ: શાક્ય
33.મિથિલામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ? જવાબ: વિદેહ
34.કુશીનારામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ? જવાબ: મલ્લ
35.મહાજનપદના સમયમાં કોની વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો ? જવાબ: મગધ અને વજ્જિસંઘ વચ્ચે
36.કેટલી જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે સંઘરાજ્ય સ્થાપ્યુ ? જવાબ: આઠ-નવ
37.લિચ્છવી, વજ્જી, જ્ઞાતુક વગેરે જાતિના લોકોએ જે સંઘરાજ્ય સ્થાપ્યું તે કયા નામે ઓળખાતું
હતું ?
જવાબ: વજ્જીસંઘનું ગણરાજ્ય
38.ગણરાજ્યના રાજયવહીવટનું સંચાલન કોના દ્વારા થતું હતું ? જવાબ: સભા દ્વારા
39.ગણરાજ્યો રાજ્યવહીવટ માટે કોને પસંદ કરતા હતા ? જવાબ: પ્રમુખને
40.ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને શું ગણવામાં આવતો ? જવાબ: રાજા
41.ગણરાજ્યના પ્રમુખને કઈ સમિતિ રાજયવહીવટમાં મદદ કરતી ? જવાબ: કાર્યવાહક સમિતિ
42.કોઇપણ રાજ્યના શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે રાજ્યની રાજધાનીની
આસપાસ શું કરતા હતા ?
જવાબ: કિલ્લાઓ બંધાવતા
43.યુદ્ધ વખતે ગણરાજ્યોમાં બધા જ નાગરિકો પોતાને શું માનતા ? જવાબ: સૈનિક
*****
પ્રકરણ - 4 સ્થાનિક સરકાર
(ગ્રામિણ)
1.ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા પ્રકારનું છે ? જવાબ: ત્રણ
2.કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે ? જવાબ: 15000થી ઓછી
3.ગ્રામપંચાયતમાં કેટલા સભ્યો હોય છે ? જવાબ: 7 થી15
4.તાલુકા પંચાયતના વડાને શું કહે છે ? જવાબ: તાલુકા પ્રમુખ
5.તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ? જવાબ: તાલુકા વિકાસ અધિકારી
6.ગ્રામપંચાયતના વડાને શું કહે છે ? જવાબ: સરપંચ
7.ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ? જવાબ: તલાટી કમ મંત્રી
8.જિલ્લા પંચાયતના વડાને શું કહે છે ? જવાબ: જિલ્લા પ્રમુખ
9.જિલ્લા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ? જવાબ: જિલ્લા વિકાસ અધિકારી
10.તાલુકા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે ? જવાબ: તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો
11.ગ્રામપંચાયતના વડાને કોણ ચુંટે છે ? જવાબ: ગામનાં લોકો
12.તાલુકા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે ? જવાબ: 15 થી 31
13.જિલ્લા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે ? જવાબ: 31 થી 51
14.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો હક મળે છે ? જવાબ: 18 વર્ષ કે તેથી વધુ
15.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો
હક મળે છે?જવાબ: 21 વર્ષ કે તેથી વધુ
16.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત કેટલા વર્ષની હોય છે ? જવાબ: પાંચ વર્ષ
17.ગ્રામસભામાં કોણ ભાગ લે છે ? જવાબ: ગામના લોકો
18.લોક અદાલતમાં બન્ને પક્ષ વચ્ચે શું કરાવવામાં આવે છે ? જવાબ: સમાધાન
19.સામાજિક ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે ? જવાબ: સામાજિક ન્યાય સમિતિ
20.કઈ અદાલતમાં ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે છે ? જવાબ: લોક અદાલત
21.BPLનો અર્થ શું થાય ? જવાબ: ગરીબીરેખા નીચે આવતાં કુટુંબો
22.નીચેનામાંથી 'સ્થાનિક સ્વરાજ્ય'ની વ્યાખ્યામાં કઈ બાબતનો સમાવેશ થાય છે ?જવાબ: આપેલા ત્રણેય
23.સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને શું કહેવામાં આવે છે ? જવાબ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ
24.ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ નથી ? જવાબ: નગર પંચાયત
25.જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે ? જવાબ: જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો
26.જિલ્લા પંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ? જવાબ: રાજ્ય સરકાર
27.ગ્રામપંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ? જવાબ: રાજ્ય સરકાર
28.તાલુકા પંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ? જવાબ: રાજ્ય સરકાર
29.ગ્રામપંચાયતની ચૂંટણી માટે પાડવામાં આવેલા વિભાગને શું કહેવામાં આવે
છે ?જવાબ: વોર્ડ
30.ગ્રામપંચાયતના કાર્યાલયને બીજું શું કહેવામાં આવે છે ? જવાબ: ગ્રામ સચિવાલય
31.તાલુકા વિકાસ અધિકારીનું અંગ્રેજી ટૂંકું નામ શું છે ? જવાબ: T.D.O.
32.જિલ્લા વિકાસ અધિકારીનું અંગ્રેજી ટૂંકું નામ શું છે ? જવાબ: D.D.O.
33.જિલ્લા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂક કરવાનું કામ કોણ કરે છે ? જવાબ: જિલ્લા પંચાયત
34.સામાજિક ન્યાય સમિતિ કઈ કક્ષાએ કાર્ય કરે છે ? જવાબ: તાલુકા અને જિલ્લા
35.જિલ્લા કક્ષાએ સામાજિક ન્યાય સમિતિની પસંદગી કોણ કરે છે ? જવાબ: જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો
36.લોક અદાલતની સ્થાપનાનો હેતુ શું હતો ? જવાબ: આપેલા ત્રણેય
37.લોક અદાલતની કામગીરીમાં કોણ જોડાય છે ? જવાબ: આપેલા ત્રણેય
38.ગ્રામપંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ? જવાબ: ગામની
39.તાલુકા પંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ? જવાબ: તાલુકાના ગામોની
40.જિલ્લા પંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ? જવાબ: જિલ્લાના ગામોની
*****
પ્રકરણ - 5 ગુજરાત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન
1.ગુજરાતની મોટામાં મોટી ડેરી કઈ અને કયા જિલ્લામાં આવેલી છે ? જવાબ: અમૂલ-આણંદ
2.હીરા ઉદ્યોગમાં નીચેનામાંથી ગુજરાતનો ક્યો જિલ્લો જાણીતો છે ? જવાબ: સુરત
3.નીચેનામાંથી કયું સમુદ્ર આધારિત ઉદ્યોગનું નામ છે ? જવાબ: મત્સ્ય ઉદ્યોગ
4.નીચેનામાંથી કયું ખેતી આધારિત ઉદ્યોગનું નામ નથી ? જવાબ: ઈજનેરી ઉદ્યોગ
5.નીચેનામાંથી કયું ખનીજ આધારિત ઉદ્યોગનું નામ છે ? જવાબ: સિમેન્ટ ઉદ્યોગ
6.ગુજરાતમાં સૌથી વધુ મગફળી ક્યા જિલ્લામાં થાય છે ? જવાબ: જૂનાગઢ
7.કપાસ ગુજરાતનાં ક્યા પ્રદેશમાં સૌથી વધુ થાય છે ? જવાબ: કાનમ
8.શેરડીમાંથી શું બને છે ? જવાબ: ખાંડ
9.નીચેનામાંથી દરિયાકાંઠાના વિસ્તારોમાં શું થાય છે ? જવાબ: નાળિયેર
10.ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે ? જવાબ: અમદાવાદ
11.પરિવહનના મુખ્ય કેટલા પ્રકાર છે ? જવાબ: ત્રણ
12.ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક ક્યાં આવેલું છે ? જવાબ: અમદાવાદ
13.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ? જવાબ: કંડલા
14.ગુજરાતમાં રોપ-વેની સુવિધા નીચેનામાંથી ક્યાં નથી ? જવાબ: જૂનાગઢ
15.નીચેનામાંથી સરળ અને સસ્તા દરે મુસાફરી કરાવતું વાહન કયું છે ? જવાબ: રેલવે
16.નીચેનામાંથી ખર્ચાળ અને ઝડપી મુસાફરી કરાવતું વાહન કયું છે ? જવાબ: વિમાન
17.ગુજરાતમાં સૌથી વધુ બાજરી કયા જિલ્લામાં થાય છે ? જવાબ: બનાસકાંઠા
18.ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે ? જવાબ: ભાલ
19.ગુજરાતમાં સૌથી વધુ ડાંગર કયા જિલ્લામાં થાય છે ? જવાબ: ખેડા
20.ગુજરાતમાં વાવેતરની દ્રષ્ટિએ બીજો અગત્યનો પાક કયો છે ? જવાબ: જુવાર
21.ગુજરાતમાં ભાલનો મોટાભાગનો વિસ્તાર ક્યાં આવેલો છે ? જવાબ: ધંધૂકા તાલુકામાં
22.તમાકુ ગુજરાતનાં ક્યા પ્રદેશમાં સૌથી વધુ થાય છે ? જવાબ: ચરોતર
23.ગુજરાતમાં ચરોતર વિસ્તાર ક્યાં આવેલો છે ? જવાબ: ખેડા-વડોદરામાં
24.નીચેનામાંથી કઠોળમાં કોનો સમાવેશ થતો નથી ? જવાબ: જીરૂ
25.નીચેનામાંથી મસાલામાં કોનો સમાવેશ થાય છે ? જવાબ: ઇસબગુલ
26.ગુજરાતમાં કૃષિવિકાસ પાછળ સૌથી અગત્યનું કારણ કયું છે ? જવાબ: સિંચાઈની સુવિધામાં વધારો
27.ખેતરમાં કૃત્રિમ વ્યવસ્થાથી પાણીનું સિંચન કરવામાં આવે તેને શું કહે
છે ? જવાબ: સિંચાઈ
28.ગુજરાતમાં સૌથી મહત્ત્વની સિંચાઈ યોજના કઈ છે ? જવાબ: નર્મદા(સરદાર સરોવર)
29.ખેતરમાં ઢોળાવવાળી જમીન પર પાણીનો સંગ્રહ કરવા જે બનાવવામાં આવે તેને
શું કહે છે ?જવાબ: ખેત તલાવડી
30.નદી, ઝરણાં કે વહેણનું પાણી વહી જતું અટકાવવા માટે તેની આગળ પાકો નાનો
આડબંધ બાંધવામાં આવે તેને શું કહે છે ? જવાબ: ચેકડેમ
31.એવું કાર્ય જેમાં કાચામાલનો ઉપયોગ કરીને જુદીજુદી વસ્તુઓ બનાવવામાં
આવે તેને શું કહેવામાં આવે છે ?
જવાબ: ઉદ્યોગ
32.ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે ? જવાબ: વડોદરા
33.સિમેન્ટ ઉદ્યોગમાં અગત્યનો કાચોમાલ કયો છે ? જવાબ: ચૂનાનો પથ્થર
34.ગુજરાત રિફાઇનરી ક્યાં આવેલી છે ? જવાબ: વડોદરા નજીક કોયલી ખાતે
35.ગુજરાતમાં રંગ રસાયણના કારખાના ક્યાં આવેલાં છે ? જવાબ: વલસાડ ખાતે
36.નીચેનામાંથી ઇજનેરી ઉદ્યોગમાં કયું કેન્દ્ર જાણીતું છે ? જવાબ: રાજકોટ
37.ગુજરાતમાં ટાઇલ્સનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ? જવાબ: મોરબી
38.ગુજરાતમાં ક્યાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા રિફાઈનરી બનાવવામાં
આવી છે ?જવાબ: વેરાવળ
39.ગુજરાતમાં કાગળ બનાવવાનો ઉદ્યોગ કયાં વિકસ્યો છે ? જવાબ: વડોદરાના બારેજડીમાં
40.ગુજરાતમાં પરિવહનના પ્રકાર કેટલાં છે ? જવાબ: 3
41.જે તંત્ર મુસાફરો અને માલસામાનને એક સ્થાનથી બીજા સ્થાને લાવવા-લઈ
જવાનું કાર્ય કરે તેને શું કહે છે ?
જવાબ: પરિવહન
42.નીચેનામાંથી કયા પ્રકારના વાહનનો ઉપયોગ જમીન માર્ગે મુસાફરી માટે
કરવામાં આવે છે ?જવાબ: રેલગાડી
43.ગુજરાતનું હાલનું મુખ્ય બંદર કયું છે ? જવાબ: કંડલા
44.કયા વાહન દ્વારા સૌથી ઝડપી અને ખૂબ જ ખર્ચાળ મુસાફરી થાય છે ? જવાબ: વિમાન
*****
પ્રકરણ - 6 સ્થાનિક સરકાર
(શહેર)
1.નગરપાલિકાના વડાને શું કહે છે ? જવાબ: પ્રમુખ
2.નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ? જવાબ: ચીફ ઑફિસર
3.મહાનગરપાલિકાના વડાને શું કહે છે ? જવાબ: મેયર
4.મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ? જવાબ: મ્યુનિસિપલ કમિશનર
5.15 હજારથી 5 લાખ સુધીની વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ
કરે છે ?
જવાબ: નગરપાલિકા
6.5 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે
છે ? જવાબ: મહાનગરપાલિકા
7.નગરપાલિકાના ચીફ ઑફિસરની નિમણૂક કોણ કરે છે ? જવાબ: રાજ્ય સરકાર
8.મેયરની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે ? જવાબ: અઢી વર્ષે
9.મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે ? જવાબ: રાજ્ય સરકાર
10.મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વની સમિતિ કઈ છે ? જવાબ: કારોબારી સમિતિ
11.કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા મહાનગરપાલિકાને આર્થિક સહાય કરે છે ? જવાબ: વિશ્વબૅન્ક
12.હાલમાં ગુજરાતમાં મહાનગરો કેટલાં છે ? જવાબ: આઠ
13.નીચેના શહેરોમાંથી ક્યા શહેરમાં નગરપાલિકા છે ? જવાબ: દૂધરેજ
14.આ શહેરોમાંથી ક્યા શહેરમાં મહાનગરપાલિકા છે ? જવાબ: અમદાવાદ
15.પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા નગરપાલિકાનું કેવું કામ છે ? જવાબ: ફરજિયાત કાર્ય
16.જાહેર સ્નાનાગાર નગરપાલિકાનું કેવું કામ છે ? જવાબ: મરજિયાત કાર્ય
17.નગરપાલિકાની ચૂંટણી કેટલા વર્ષે આવે છે ? જવાબ: 5 વર્ષે
18.નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને સોગંદ કોણ લેવડાવે છે ? જવાબ: કલેક્ટર
19.નગરપાલિકાનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ? જવાબ: નગરપાલિકા પ્રમુખ
20.નગરપાલિકાનો બધો વહીવટ કોના નામે ચાલે છે ? જવાબ: નગરપાલિકા પ્રમુખના
21.નીચેનામાંથી કયું કાર્ય ફરજિયાત છે ? જવાબ: આપેલા ત્રણેય
22.નીચેનામાંથી કયું કાર્ય મરજિયાત છે ? જવાબ: આપેલા ત્રણેય
23.નગરપાલિકાએ ક્યાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ? જવાબ: શહેરની
24.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો હક મળે છે ? જવાબ: 18 વર્ષ કે તેથી વધુ
25.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો
હક મળે છે?
જવાબ: 21 વર્ષ કે તેથી વધુ
*****
પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો
સંગમ
1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ? જવાબ: સારનાથ
2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ? જવાબ: 24માં
3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ? જવાબ: શંકરાચાર્યે
4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ? જવાબ: સિદ્ધાર્થ
5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ? જવાબ: શુદ્ધોધન
6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ? જવાબ: યશોધરા
7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ? જવાબ: ક્ષત્રિય
8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ? જવાબ: રાહુલ
9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ? જવાબ: મહાભિનિષ્ક્રમણ
10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ? જવાબ: બોધિગયા
11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ? જવાબ: કુશીનારા
12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ? જવાબ: વર્ધમાન
13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ? જવાબ: કુંડગ્રામમાં
14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ? જવાબ: પાલિ
15.મહાવીરના માતાનું નામ શું હતું ? જવાબ: ત્રિશલાદેવી
16.મહાવીરના પત્નીનું નામ શું હતું ? જવાબ: યશોદા
17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ? જવાબ: પ્રિયદર્શના
18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ? જવાબ: પાંચ
19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?જવાબ: બૌદ્ધ
20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ? જવાબ: પશુહિંસા
21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ? જવાબ: 2500 વર્ષ
22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ? જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં
23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ? જવાબ: માયાવતી
24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ? જવાબ: શાક્ય
25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ? જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે
26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ? જવાબ: દુ:ખનો દરિયો
27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ? જવાબ: સત્યની
28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ? જવાબ: વૈશાખી પૂર્ણિમાએ
29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ? જવાબ: પીપળાના
30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો
ઉપદેશ આપ્યો ?જવાબ: 45 વર્ષ
31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ? જવાબ: 80 વર્ષની
32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં
વર્ષની હતી ? જવાબ: 36 વર્ષની
33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ? જવાબ: તૃષ્ણા
34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?જવાબ: ગાર્ગી
35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ? જવાબ: કિસા ગૌતમી
36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ? જવાબ: 30 વર્ષની
37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?જવાબ: 12 વર્ષ
38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ? જવાબ: સિદ્ધાર્થ
39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ? જવાબ: અહિંસા
40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ? જવાબ: અસત્ય
41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય
ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?
જવાબ: રાઈના દાણા
42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ? જવાબ: સંઘો અને વિહારોમાં
*****
પ્રકરણ - 8 આપણે ગુજરાતી
1.ગુજરાતમાં કેટલી બોલીઓ છે ? જવાબ: 8
2.આજે ગુજરાતમાં કયું ખાણું ખૂબ જ
જાણીતું છે ? જવાબ: કાઠિયાવાડી
3.ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે ? જવાબ: તળપદી
4.મધ્યગુજરાતમાં કઈ બોલી બોલાય છે ? જવાબ: ચરોતરી
5.ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી
થાય છે ? જવાબ: અખાત્રીજથી
6.ક્યા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત
વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ? જવાબ: નવરાત્રિ
7.ગુજરાતમાં શામળાજી ખાતે ક્યો મેળો
ભરાય છે ? જવાબ: કાર્તિકી પૂનમનો
8.ગુજરાતમાં શિવરાત્રીનો મેળો ક્યા સ્થળે
ભરાય છે ? જવાબ: ભવનાથ
9.ભરવાડોનું કયું નૃત્ય તેમની આગવી ઓળખ
ધરાવે છે ? જવાબ: હૂડો
10.કચ્છ વિસ્તારના કેટલાક લોકો શામાં રહે
છે ? જવાબ: ભૂંગામાં
11.દક્ષિણ ગુજરાતમાં લોકો કઈ બોલી બોલે
છે ? જવાબ: સુરતી
12.ગુજરાતના પૂર્વ વિસ્તારની વનવાસી
સ્ત્રીઓ શું ભીડે છે ? જવાબ: કાછડો
13.ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચોક્કસ
દિવસોએ દર અઠવાડિયે મેળા ભરાય છે, તેને શું કહેવામાં આવે છે ?
જવાબ: હાટ
14.સૌરાષ્ટ્રમાં કઈ બોલી બોલાય છે ? જવાબ: કાઠિયાવાડી
15.કચ્છમાં કઈ બોલી બોલાય છે ? જવાબ: કચ્છી
16.ગુજરાતીઓ વર્ષોથી વિશ્વમાં કઈ પ્રજા
તરીકે જાણીતા છે ? જવાબ: વેપારી
17.ભારતમાં ગુજરાતનું ભોજન શાના તરીકે
પ્રખ્યાત છે ? જવાબ: ગુજરાતી થાળી
18.દરિયાકિનારે વસતા લોકો ખોરાકમાં શાનો
ઉપયોગ કરે છે ? જવાબ: ભાત-માછલી
19.ગરબા ક્યા તહેવારમાં ગવાય છે ? જવાબ: નવરાત્રિ
20.ગુજરાતની પ્રજાને શું પ્રિય છે ? જવાબ: ઉત્સવ
21.ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં
શું ખવાય છે ? જવાબ: બાજરાનો રોટલો-શાકભાજી
22.આજે કયું ખાણું ખૂબ જ જાણીતું બન્યું
છે ? જવાબ: કાઠિયાવાડી
23.સુરતનું શું પ્રખ્યાત છે ? જવાબ: ઊંધિયું-ઘારી
24.રંગોની પીચકારી એકબીજા ઉપર કયા
તહેવારમાં છાંટવામાં આવે છે ? જવાબ: હોળી-ધૂળેટી
25.કૃષ્ણ ભગવાનના જન્મની યાદમાં કયો
તહેવાર ઉજવવામાં આવે છે ? જવાબ: જન્માષ્ટમી
26.ભાઈને બહેન કયા તહેવારમાં રાખડી બાંધે
છે ? જવાબ: રક્ષાબંધન
27.કયા તહેવારમાં આકાશમાં રંગબેરંગી
પતંગો ઉડાડવામાં આવે છે ? જવાબ: ઉત્તરાયણ
28.પારસીઓનું નવું વર્ષ કયા તહેવાર તરીકે
ઉજવાય છે ? જવાબ: પતેતી
29.ખ્રિસ્તીઓનું નવું વર્ષ કયા તહેવાર
તરીકે ઉજવવામાં આવે છે ? જવાબ: નાતાલ
30.ગુજરાતના સમજોમાં કયા દેશોના સમાજની
ઘણી નવીન ટેક્નોલોજી અને આધુનિકતા લોકોએ અપનાવી છે ?
જવાબ: પશ્ચિમી દેશોના
31.આદિવાસીઓનું નૃત્ય કયું છે ? જવાબ: આપેલા ત્રણેય
32.નીચેનામાંથી મુસ્લિમ ધર્મના લોકોનો
કયો તહેવાર છે ? જવાબ: મહોર્રમ
33.નીચેનામાંથી શીખ ધર્મના લોકોનો કયો
તહેવાર છે ? જવાબ: ગુરુનાનક જયંતિ
*****
પ્રકરણ - 9 સમ્રાટ અશોક
1.ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા
જિલ્લામાં આવેલો છે ? જવાબ: જૂનાગઢમાં
2.ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ? જવાબ: અર્થશાસ્ત્રમાં
3.મગધ સામ્રાજ્યની રાજધાની ક્યા સ્થળે
હતી ? જવાબ: પાટલિપુત્ર
4.આમાંથી ક્યા સ્થળે મગધ સામ્રાજ્યની
પ્રાદેશિક રાજધાની હતી ? જવાબ: તક્ષશિલા
5.ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી
સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન થયું ? જવાબ: કલિંગના
6.સમ્રાટ અશોકે પોતાનાં પુત્ર-પુત્રીને
ધર્મના પ્રચાર માટે ક્યા દેશમાં મોકલ્યાં હતાં ?જવાબ: સિલોન (શ્રીલંકા)
7.સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું ? જવાબ: મહેન્દ્ર
8.કલિંગ એટલે હાલનું કયું રાજ્ય ? જવાબ: ઓરિસ્સા
9.સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મ
અંગીકાર કર્યો ? જવાબ: ઉપગુપ્ત
10.સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? જવાબ: બિંદુસાર
11.સમ્રાટ અશોકની પુત્રીનું નામ શું હતું
? જવાબ: સંઘમિત્રા
12.સમ્રાટ અશોક ક્યા વંશનો રાજા હતો ? જવાબ: મૌર્ય વંશ
13.બિન્દુસાર કોનો પુત્ર હતો ? જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યનો
14.હકીકતમાં આપણી રાષ્ટ્રીય મુદ્રામાં
કેટલા સિંહની આકૃતિ છે ? જવાબ: 4
15.હ્રદયપરિવર્તન થતાં સમ્રાટ અશોક શું
બન્યો ? જવાબ: ધર્મોપદેશક
16.ભારતની રાજમુદ્રા કઈ છે ? જવાબ: સારનાથનો સિંહસ્તંભ
17.મગધના સામ્રાજ્યની સ્થાપના આજથી લગભગ
કેટલા વર્ષ પહેલાં થઈ હતી ? જવાબ: 2300 વર્ષ
18.શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ
કોણે કર્યું હતું ? જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યે
19.શક્તિશાળી મગધના સામ્રાજ્યનો વિસ્તાર
કોણે કર્યો હતો ? જવાબ: સમ્રાટ અશોકે
20.પ્રાદેશિક રાજધાનીઓમાં રાજકુમારોને
શું બનાવીને મોકલવામાં આવતા ?જવાબ: રાજયપાલ
21.સમ્રાટ અશોક શું જીતીને પોતાની
મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ઇચ્છતો હતો ?જવાબ: કલિંગ
22.કલિંગના યુદ્ધમાં કેટલા લોકોને બંદી
બનાવવામાં આવ્યા ? જવાબ: લગભગ દોઢ લાખ
23.કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા
ગયા ? જવાબ: એક લાખથી પણ વધારે
24.અશોકે શાના પ્રચાર માટે શિલાલેખોમાં
કોતરાવ્યું ? જવાબ: ધમ્મના
25.કોણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે
ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હતી ?જવાબ: ચાણક્યએ
26.કલિંગનું રાજ્ય પહેલાં ક્યા સામ્રાજ્યનો
એક ભાગ હતું ? જવાબ: મગધ
27.અશોકે 'ધમ્મ'ના પ્રચાર માટે શિલાલેખોમાં શું
કોતરાવ્યું ન હતું ? જવાબ: બને તેટલો
વધુ ખર્ચ કરવો
28.મૌર્ય સામ્રાજ્યના પતન પછી
ઉત્તર-પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?જવાબ: યવન રાજાઓનું
29.મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ
ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?જવાબ: શક રાજાઓનું
30.શકો પછી કોનું શાસન સ્થપાયું ? જવાબ: કુષાણોનું
31.ઉત્તર તથા મધ્ય ભારતના કેટલાક
પ્રદેશોમાં કોનું શાસન હતું ? જવાબ: પુષ્પમિત્ર શુંગ
32.પુષ્પમિત્ર શુંગ પછી કોનું શાસન
આવ્યું ? જવાબ: કણ્વ
33.દક્ષિણ ભારતમાં 2200 થી 1800 વર્ષ પહેલાં આંધ્ર
પ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?જવાબ: આપેલા ત્રણેય
34.દક્ષિણ ભારતમાં 1500 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?જવાબ: પલ્લવ, ચાલુક્ય
*****
પ્રકરણ - 10 આપત્તિ અને
વ્યવસ્થાપન
1.વાવાઝોડા વખતે હવાની દિશાનો અણસાર
મેળવી કઈ દિશામાં જવું ? જવાબ: લંબ દિશામાં
2.કઈ કુદરતી આપત્તિ આવે ત્યારે ગભરાયા
વિના ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું ? જવાબ: ભૂકંપ
3.પૂર વખતે ઘરના વીજપ્રવાહનું શું કરવું
? જવાબ: બંધ કરવો
4.નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને
શું કહે છે ? જવાબ: પૂર
5.વરસાદ પડ્યો ન હોય કે નહિવત્ વરસાદ
પડ્યો હોય તેવી પરિસ્થિતિને શું કહેવાય ?જવાબ: દુષ્કાળ
6.જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તેને શું
કહેવાય ? જવાબ: દાવાનળ
7.નીચેનામાંથી કુદરતી આપત્તિ કઈ છે ? જવાબ: જ્વાળામુખી વિસ્ફોટ
8.નીચેનામાંથી માનવસર્જિત આપત્તિ કઈ છે ? જવાબ: આગ
9.નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી? જવાબ: ઔદ્યોગિક અકસ્માત
10.નીચેનામાંથી કઈ માનવસર્જિત આપત્તિ નથી? જવાબ: ત્સુનામી
11.સમુદ્રના તળિયે ભૂકંપ આવવાથી કે
જ્વાળામુખી ફાટવાથી મોટા અને ઊંચા સમુદ્રમોજાં ઉત્પન્ન થાય તેને શું કહેવાય ? જવાબ: ત્સુનામી
12.વેરભાવ કે અન્ય કારણોસર માનવ વસવાટના
સ્થળોએ લોકો વચ્ચે થતી મારામારીની અને મિલકતોને નુકસાનની ઘટનાને શું કહેવાય ? જવાબ: હુલ્લડ
13.આમાંથી આગાહી કરી શકાય તેવી કુદરતી
આપત્તિ કઈ છે ? જવાબ: દુકાળ
14.આમાંથી આગાહી ન કરી શકાય તેવી કુદરતી
આપત્તિ કઈ છે ? જવાબ: જંગલની આગ
15.હવાનું હલકું દબાણ સર્જાવાથી ભારે
દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે. આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય
ત્યારે સર્જાતી પરિસ્થિતિને શું કહે છે ? જવાબ: વાવાઝોડું
16.વરસાદ ન પડે કે ખૂબ ઓછો પડે તેવી
સ્થિતિને શું કહે છે ? જવાબ: સૂકો દુકાળ
17.ખૂબ વધુ વરસાદ પડે તેવી સ્થિતિને શું
કહે છે ? જવાબ: લીલો દુકાળ
18.જમીનના અંદરના ખડકો ખૂબ શક્તિશાળી
કંપન અનુભવે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન અનુભવાય આ ઘટનાને શું કહે છે ? જવાબ: ભૂકંપ
19.પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે
ફાટ દ્વારા પેટાળમાં રહેલા લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે કે ધીમે ધીમે જમીનની બહાર આવે તેને શું કહે છે
? જવાબ: જ્વાળામુખી
20.કયા કારણથી ઓદ્યૌગિક અકસ્માત સર્જાતો
નથી ? જવાબ: પૂરતી સુરક્ષા વ્યવસ્થાથી
21.નીચેનામાંથી કયા કારણથી બોમ્બ વિસ્ફોટ
કરવામાં આવે છે ? જવાબ: આપેલા ત્રણેય
22.'આપત્તિમાં મૃત્યું થાય.' તેને કેવી અસર કહેવાય ? જવાબ: શારીરિક અસર
23.'આપત્તિમાં માણસ ડઘાઈ જાય, સૂનમૂન થઈ જાય.' તેને કેવી અસર કહેવાય ? જવાબ: માનસિક અસર
24.'આપત્તિમાં વ્યક્તિના ધંધા રોજગારને
નુકશાન થાય.' તેને કેવી અસર કહેવાય ? જવાબ: આર્થિક અસર
25.'આપત્તિમાં સ્વજનોથી અલગ થવું પડે.' તેને કેવી અસર કહેવાય ? જવાબ: સામાજિક અસર
*****
પ્રકરણ - 11 હક અને ફરજ
(સિક્કાની બંને બાજુ)
1.બંધારણે નાગરિકના સંપૂર્ણ સર્વાંગી
વિકાસ માટે શું આપેલું છે ? જવાબ: મૂળભૂત હકો
2.શિક્ષણનો અધિકાર કેટલા વર્ષના વયજૂથ
માટે અમલમાં આવ્યો છે ? જવાબ: 6 થી 14 વર્ષના
3.કેટલા વર્ષ પૂર્ણ થાય પછી મતદાનનો
અધિકાર મળે છે ? જવાબ: 18 વર્ષ
4.ભારતનો નાગરિક વિવિધ મંડળોની રચના કયા
હકથી કરી શકે છે ? જવાબ: સ્વાતંત્ર્યનો હક
5.ભારતના નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાનો
અધિકાર ક્યા હકથી મળ્યો છે ? જવાબ: ધર્મ-સ્વાતંત્ર્યનો હક
6.મૂળભૂત હકોના રક્ષણ માટે દેશના
નાગરિકોને કયો હક આપવામાં આવ્યો છે ? જવાબ: બંધારણીય ઇલાજનો હક
7.ભારતના તમામ નાગરિકો કેવા છે ? જવાબ: સમાન
8.આપણે આપણી ફરજોનું બરાબર પાલન કરીએ તો
દરેક જણ શું ભોગવી શકે ? જવાબ: હક
9.ભારતના નાગરિકને કોઈ પણ સંસ્થાની
સ્થાપના કરવાનો અધિકાર કયા હકથી મળ્યો છે ?
જવાબ: સાંસ્કૃતિક
અને શૈક્ષણિક હક
10.'જમીનદાર ખેડૂત પાસે પૂરૂં કામ કરાવી
ખેડૂતને ઓછી મજૂરી આપતા હતા.'આ બાબત ખેડૂતનો કયો
હક છીનવી લે છે ? જવાબ: શોષણ સામેનો હક
11.રમેશભાઈને હિન્દુ ધર્મનો પ્રચાર
કરવાનો અધિકાર કયા હકથી મળ્યો છે ? જવાબ: ધર્મ-સ્વાતંત્ર્યના હક
12.'ભરતભાઇ મજૂર પાસે બળજબરીથી કામ કરાવતા
હતા.' આ બનાવ મજૂરનો કયા હકને છીનવી લે છે ?
જવાબ: શોષણ સામેનો
હક
13.હાલમાં કોઈ પણ જાતિના સ્ત્રી કે
પુરુષને દરેક ક્ષેત્રે સરખી તક કયા હકના કારણે મળે છે ?જવાબ: સમાનતાના હક
14.હાલમાં ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ
સરકારી કચેરી કે સરકાર દ્વારા અનુદાનિત કચેરીમાંથી સરળતાથી માહિતી કયા હકથી મેળવી
શકે છે ? જવાબ: માહિતી મેળવવાના હક
15.નીચેનામાંથી કયો હક નથી ? જવાબ: પર્યાવરણનું જતનનો
16.નીચેનામાંથી કઈ ફરજ નથી ? જવાબ: માહિતી મેળવવાની
17.અખબાર સરકારની ટીકા ટીપ્પણી કયા હકના
કારણે કરી શકે છે ? જવાબ: લેખન-વાણી સ્વાતંત્ર્યના હક
18.'રામજીભાઈ પોતાના સગીર વયના છોકરાને
ઘરે મજૂરી કરાવે છે.' આમાં હક કોણ ગુમાવે છે ?જવાબ: છોકરો
19.'રામજીભાઈ પોતાના સગીર વયના છોકરાને
ઘરે મજૂરી કરાવે છે.' આમાં ફરજ કોણે ગુમાવી છે ?
જવાબ: રામજીભાઈએ
20.'સવિતાબાને મંદિરમાં કેટલાક લોકો દર્શન
કરવા દેતા નથી.' આમાં હક કોણે ગુમાવ્યો ?જવાબ: સવિતાબાએ
21.'સવિતાબાને મંદિરમાં કેટલાક લોકો દર્શન
કરવા દેતા નથી.' આમાં ફરજ કોણે ગુમાવી ?
જવાબ: દર્શન ન કરવા
દેનાર લોકોએ
22.'મનિન્દરસિંહને ખાનગી શાળામાં પ્રવેશ
મળતો નથી' આમાં હક કોણે ગુમાવ્યો ? જવાબ: મનિન્દરસિંહે
23.'મનિન્દરસિંહને ખાનગી શાળામાં પ્રવેશ
મળતો નથી' આમાં ફરજ કોણે ગુમાવી ? જવાબ: શાળાના
આચાર્યશ્રીએ
24.'જોસેફની અરજીનો મામલતદાર નિકાલ કરતા
નથી' આમાં હક કોણે ગુમાવ્યો ? જવાબ: જોસેફે
25.'જોસેફની અરજીનો મામલતદાર નિકાલ કરતા
નથી' આમાં ફરજ કોણે ગુમાવી ? જવાબ: મામલતદારે
26.'પેસ્તનજીના પાડોશી રમેશભાઈ જોરથી ટેપ
વગાડે છે.' આમાં હક કોણે ગુમાવ્યો ? જવાબ: પેસ્તનજીએ
27.'પેસ્તનજીના પાડોશી રમેશભાઈ જોરથી ટેપ
વગાડે છે.' આમાં ફરજ કોણે ગુમાવી ? જવાબ: રમેશભાઈએ
28.'ભરત રમેશને શાંતિથી ભણવા દેતો નથી.' આમાં હક કોણે ગુમાવ્યો ? જવાબ: રમેશે
29.'ભરત રમેશને શાંતિથી ભણવા દેતો નથી.' આમાં ફરજ કોણે ગુમાવી ? જવાબ: ભરતે
30.વેરો ભરવાથી જ શાનો હક મળી શકે ? જવાબ: જાહેર સુવિધાનો
*****
પ્રકરણ - 12 ગુપ્ત સામ્રાજ્ય
1.ચંદ્રગુપ્ત બીજાએ શાની શરૂઆત કરી ? જવાબ: વિક્રમ સંવત
2.ચંદ્રગુપ્ત પહેલાની પત્નીનું નામ શું હતું ? જવાબ: કુમારદેવી
3.ચંદ્રગુપ્ત પહેલા પછી કોણ ગાદીએ આવ્યું ? જવાબ: સમુદ્રગુપ્ત
4.મગધમાં ગુપ્તવંશના સ્થાપક ક્યા રાજા હતા ? જવાબ: શ્રીગુપ્ત
5.સમુદ્રગુપ્ત પછી કોણ ગાદીએ આવ્યું ? જવાબ: ચંદ્રગુપ્ત બીજો
6.ચંદ્રગુપ્ત બીજાનું બીજું નામ શું હતું ? જવાબ: દેવગુપ્ત
7.ચંદ્રગુપ્ત બીજાએ શક ક્ષત્રપ વંશનો અંત આણ્યા પછી ક્યું બિરૂદ ધારણ
કર્યું ? જવાબ: શકારી
8.સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે ? જવાબ: અલાહાબાદના
9.ગુપ્તવંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું ? જવાબ: સમુદ્રગુપ્તે
10.ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક ક્યો રાજા હતો ? જવાબ: સમુદ્રગુપ્ત
11.ક્યા ચીની પ્રવાસીની નોંધપોથીમાં ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ થયેલો છે? જવાબ: ફાહિયાનની
12.ક્યા યુગને ભારતીય સંસ્કૃતિનો 'સુવર્ણયુગ' કહેવામાં આવે છે ? જવાબ: ગુપ્તયુગને
13.ગુપ્તયુગ દરમિયાન કયા ધર્મનું પુનરુત્થાન થયું હતું ? જવાબ: હિંદુ
14.ક્યા મહાકવિનાં નાટકો અને કાવ્યો વિશ્વસાહિત્યમાં અગ્રસ્થાન ધરાવે છે
? જવાબ: કાલિદાસનાં
15.ગુપ્તયુગમાં કયા મહાન ગણિતશાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ
કરી હતી ?જવાબ: આર્યભટ્ટે
16.ગુપ્તયુગમાં કયા મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયા ? જવાબ: આર્યભટ્ટ
17.નીચેનામાંથી પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા ? જવાબ: વરાહમિહિર
18.વરાહમિહિરે ક્યો ગ્રંથ લખ્યો હતો ? જવાબ: બૃહદ્સંહિતા
19.ગુપ્ત સામ્રાજ્યના વહીવટનું સૌથી નાનું એકમ કયું હતું ? જવાબ: ગ્રામ
20.શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે કયો રાજા ગુપ્ત વંશની ગાદીએ આવ્યો ? જવાબ: ઘટોત્કચ
21.ઘટોત્કચ ગુપ્ત પછી કોણ ગાદીએ આવ્યું ? જવાબ: ચંદ્રગુપ્ત પહેલો
22.ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની ગાદીએ ક્યારે આવ્યો ? જવાબ: ઈ.સ. 330માં
23.ચંદ્રગુપ્ત પહેલાએ કઈ જાતિની રાજકન્યા સાથે લગ્ન કર્યા ? જવાબ: લિચ્છવી
24.ચંદ્રગુપ્ત પહેલાએ મગધની પાસે શું જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો ? જવાબ: પ્રયાગ-સાકેત
25.ચંદ્રગુપ્ત પહેલાએ પોતાની વહીવટી કુશળતાઓના પરિંણામે કયુ બિરુદ ધારણ
કર્યું ?જવાબ: મહારાજાધિરાજ
26.ચંદ્રગુપ્ત પહેલાએ કઈ સંવતની શરૂઆત કરી ? જવાબ: ગુપ્ત સંવત
27.ચંદ્રગુપ્તના રાજ્યારોહણની અને સત્તાપ્રાપ્તિના શુભ પ્રસંગની યાદમાં
શાની શરૂઆત થઈ હતી ?જવાબ: ગુપ્ત સંવત
28.કયા સંવતના આરંભને કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ
અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની ? જવાબ: ગુપ્ત સંવત
29.સૌરાષ્ટ્રના કયા રાજ્યના શાસકોએ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો ? જવાબ: વલભી રાજ્યના
30.ચંદ્રગુપ્ત પહેલાએ પોતાના લગ્નની યાદમાં શું કરાવ્યું હતું ? જવાબ: સોનાના સિક્કા પડાવ્યા
31.સમુદ્રગુપ્તે દક્ષિણના લગભગ કેટલા રાજાઓને હરાવ્યા હતા ? જવાબ: 13
32.ગુપ્તવંશના ક્યા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ? જવાબ: સમુદ્રગુપ્ત
33.સમુદ્રગુપ્ત સિક્કાઓમાં શું વગાડતો દર્શાવવામાં આવ્યો છે ? જવાબ: વીણા
34.સમુદ્રગુપ્તે કેદ કરેલા રાજાઓને ડહાપણપૂર્વક કયા રાજા તરીકે
પુન:સ્થાપિત કર્યા ? જવાબ: ખંડિયા રાજાઓ
35.ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાળતો હતો ? જવાબ: વૈષ્ણવ
36.ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ કોણ હતો ? જવાબ: આમ્રકાર દેવ
37.ચંદ્રગુપ્ત બીજાનો પરરાજ્યમંત્રી કોણ હતો ? જવાબ: વરસેન
38.ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ કયો ધર્મ પાળતો હતો ? જવાબ: બૌદ્ધ
39.ચંદ્રગુપ્ત બીજાનો પરરાજ્યમંત્રી કયો ધર્મ પાળતો હતો ? જવાબ: શૈવ
40.ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કેટલાં રત્નો હતા ? જવાબ: નવ
41.અમરકોષ કોણે બનાવ્યો હતો ? જવાબ: અમરસિંહે
42.ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કોણ રત્ન તરીકે નહોતું ? જવાબ: બીરબલ
43.ચંદ્રગુપ્ત બીજાનું અવસાન કયા અરસામાં થયું ? જવાબ: ઈ.સ. 414માં
44.ગુપ્તયુગમાં પ્રશસ્તિઓ, શિલાલેખો અને તામ્રપત્રો આ બધું કઈ
ભાષામાં લખાતું ?જવાબ: સંસ્કૃત
45.ગુપ્તયુગમાં કઈ ભાષાને રાજ્યાશ્રય મળ્યો હતો ? જવાબ: સંસ્કૃત
46.ગુપ્તયુગમાં વહીવટીતંત્રમાં કોણ કેન્દ્રસ્થાને હતું ? જવાબ: સમ્રાટ
47.ગુપ્તયુગમાં પ્રાંત પછીના એકમને શાના તરીકે ઓળખવામાં આવતું ? જવાબ: વિષય
48.ગુપ્તયુગમાં સૌથી નાનું વહીવટી એકમ કયું છે ? જવાબ: ગ્રામ
49.ગુપ્તયુગમાં ગ્રામનો વહીવટ કોણ કરતું હતું ? જવાબ: વિવિધ વર્ગોના પ્રતિનિધિની ગ્રામ સમિતિ
50.કોણે આયુર્વેદમાં ઘણાં સંશોધનો કર્યા ? જવાબ: વાગ્ભટ્ટે
51.દિલ્હી પાસે કયો સ્તંભ ધાતુવિદ્યામાં અજબ સિદ્ધિ પુરવાર કરે છે ? જવાબ: મેહરાલીનો લોહસ્તંભ
52.દિલ્હી પાસેના સ્તંભને કેટલા વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી કાટ
લાગ્યો નથી ? જવાબ: 1600 વર્ષ
*****
પ્રકરણ - 13 ખંડ પરિચય : અજાયબ
ખંડ એન્ટાર્કટિકા અને ઑસ્ટ્રેલિયા
1.પૃથ્વીના દક્ષિણ ધ્રુવનો વિસ્તાર કયા
નામે ઓળખાય છે ? જવાબ: ઍન્ટાર્કટિકા
2.ઍન્ટાર્કટિકા ખંડ પૃથ્વીની સપાટીનો
કેટલા ટકા બરફ ધરાવે છે ? જવાબ: 90 ટકા
3.દક્ષિણ ધ્રુવના અંતિમ બિંદુએ
ક્ષિતિજની સપાટીથી નીકળતાં સૂર્યકિરણોના પરાવર્તનથી આકાશમાં દેખાતા રંગબેરંગી
પટ્ટાઓને શું કહે છે ? જવાબ: સુમેરુ જ્યોતિ
4.ઍન્ટાર્કટિકા ખંડને બીજા ક્યા નામે
ઓળખવામાં આવે છે ? જવાબ: પૅગ્વિન ભૂમિ
5.ઍન્ટાર્કટિકા ખંડમાં ભારતે આમાંથી
કયું સંશોધન કેન્દ્ર સ્થાપ્યું છે ? જવાબ: ગંગોત્રી સંશોધન કેન્દ્ર
6.ઑસ્ટ્રેલિયા ખંડની વસ્તી ભારતના કયા
રાજ્યની વસ્તી જેટલી છે ? જવાબ: મધ્ય પ્રદેશ
7.ઑસ્ટ્રેલિયાની કુલ વસ્તીના કેટલા ટકા
લોકો મહાનગરોમાં વસે છે ? જવાબ: 90 ટકા
8.ઑસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાંથી ક્યું
વૃત્ત પસાર થાય છે ? જવાબ: મકરવૃત્ત
9.ઑસ્ટ્રેલિયા ખંડ દુનિયાની કુલ ભૂમિના
કેટલા ટકા ભૂમિ ધરાવે છે ? જવાબ: 7 ટકા
10.ઑસ્ટ્રેલિયાના કેટલા ટકા લોકો સમુદ્રી
ખોરાકની નિકાસ સાથે સંકળાયેલા છે ? જવાબ: 31 ટકા
11.આમાંથી ક્યું શહેર ઑસ્ટ્રેલિયાની
રાજધાની છે ? જવાબ: કૅનબરા
12.ન્યૂઝીલૅન્ડની આબોહવા કયા દેશને મળતી
આવે છે ? જવાબ: ઇંગ્લૅન્ડ
13.પૃથ્વી પર કેટલા ખંડ આવેલા છે ? જવાબ: સાત
14.ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કટિકા ખંડના
શોધક કોણ હતા ? જવાબ: કૅપ્ટન જેમ્સ કૂક
15.કયા ખંડમાં છ માસની રાત અને છ માસનો
દિવસ હોય છે ? જવાબ: ઍન્ટાર્કટિકા
16.ક્યો ખંડ 'દરિયાઇ જીવોની સ્વર્ગભૂમિ' તરીકે ઓળખાય છે ? જવાબ: ઍન્ટાર્કટિકા
17.ઑસ્ટ્રેલિયાનું વિશિષ્ટ પ્રાણી કયું
છે ? જવાબ: કાંગારુ
18.ઍન્ટાર્કટિકાનું વિશિષ્ટ પક્ષી કયું
છે ? જવાબ: પૅગ્વિન
19.વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ કઈ છે ? જવાબ: બ્રોકન હિલ
20.આપણે કયા ખંડમાં રહીએ છીએ ? જવાબ: એશિયા
21.પૃથ્વીનો ઉત્તર ધ્રુવનો વિસ્તાર કયા
નામે ઓળખાય છે ? જવાબ: આર્કટિક
22.ઍન્ટાર્કટિકા ખંડનો વિસ્તાર કેટલો છે ? જવાબ: યુરોપ અને અમેરિકા જેટલો
23.ઍન્ટાર્કટિકા ખંડ કયા નામે પણ ઓળખાય
છે ? જવાબ: મહાકાય દરિયાઈ જીવોની સ્વર્ગભૂમિ
24.ઍન્ટાર્કટિકા ખંડ પર હિમવર્ષા, ઝાકળ, કરા, ધુમ્મસ અને બરફવર્ષા તેમજ તેજ બર્ફીલા તોફાની પવનોના લીધે શું અસર
થાય છે ? જવાબ: વનસ્પતિનો વિકાસ થતો નથી
25.ઇ.સ. 1903 થી 1926 દરમિયાન કોણ સૌપ્રથમ દક્ષિણ ધ્રુવ
સુધી પહોંચનાર વ્યક્તિ હતા ?જવાબ: રોનાલ્ડ એમૂન્ડસન
26.ઑસ્ટ્રેલિયા ખંડનું નામ કોણે આપ્યું ? જવાબ: ફિલન્ડર્સે
27.વિશ્વની પ્રાકૃતિક અજાયબી એવા
ઑસ્ટ્રેલિયા ખંડના પરવાળાના ટાપુઓના સમૂહ કયા નામે ઓળખાય છે ?
જવાબ: ગ્રેટ બેરિયર રીફ
28.નીચેનામાંથી ઑસ્ટ્રેલિયા ખંડમાં આવેલી
સોનાની ખાણ કઈ છે ? જવાબ: કાલગુર્લી
*****
THANKS BY --
SARASWATI SCHOOL Junagadh