વિશ્વ આપઘાત નિવારણ દિવસ (10 સપ્ટેમ્બર)
આજે ૧૫મા વિશ્વ આપઘાત નિવારણ દિવસની ઉજવણી થશે
- 'એક મિનિટ લઈ જિંદગી બદલશો'ની થીમ પસંદ : સહાનુભૂતિના વર્તનથી ઉગારી શકાય
વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાન દ્વારા ૨૦૦૩થી દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરના દિવસે વિસ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૫મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ ઉજવવામાં આવનાર છે. જેમાં એક મિનિટ લઈ જિંદગી બદલશોને મુખ્ય થીમ તરીકે પસંદ કરવામાં આવેલ છે.
જેમાં આપઘાતનું જોખમ ધરાવતી વ્યક્તિ સાથે કરવામાં આવતી આવતા ટુંકા, સહાનુભુતી પૂર્વકના તેમજ કોઈપણ નિર્ણય થોપી બેસાડયા વિનાના વાર્તાલાપ તેમજ વ્યક્તિને પોતાની આપવીતી ચર્ચવા પ્રોત્સાહિત કરવાથી આપઘાતનું જોખમ ઘટાડી શકાય છે. દર વર્ષે વિશ્વમાં આશરે ૮ લાખ જેટલા મોત આપઘાતથી નિવડે છે, જે પૈકી ૧.૩૫ લાખ (આશરે ૧૭% મોત) ભારતમાંથી નોંધાય છે અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આથી ૨૫ ગણી વધુ હોવાની. ભારતમાં છેલ્લી તીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે ૩૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે ૧૫થી૨૪ વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાંકે છે.
મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઈચ્છતી નથી હોતી પરંતુ કોઈ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઈચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરૃપ બને તો આપઘાતના ઘણા કિસ્સા નિવારી શકાય તેમ છે. ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવું કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી. કે પોતા પાસે જે તે વ્યક્તિના પ્રશ્નોના જવાબો નહીં હોય તેમ માની પ્રતિભાવો આપવાનું ટાળે છે. પરંતુ આવા સમયે માત્ર તેને સમય આપીને સાંભળવાથી, પોતાના નિર્ણયો તેના પર થોપીના બેસાડવાથી પણ તેને મદદરુપ થઈ શકીયે છીએ.
જ્યારે કોઈ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે આપઘાતના દરેક પ્રયત્નને ગંભીરતાથી લેવો જોઈએ. વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને પ્રતિતિ તવી જોઈએ કે તમને તેની મુશ્કેલીઓ હલ કરવામાં પુરતો રસ છે. વ્યક્તિને એકલાના મુકો, સતત તેની સાથે રહો. તે કઈ રીતે આત્મહત્યાનો પ્રયત્ન કરવાનું વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી. આપઘાતના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતાકે બિમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક પાસે પણ તપાસ કરાવવી જરૃરી છે. આથી સંબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય તેમ જાણીતા મનોચિકિત્સક ડો. આઈ.જે. રત્નાણીએ જણાવ્યું હતું.
- આભાર ગુજરાત સમાચાર
અાભાર - Veerubhai

No comments:
Post a Comment