# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 9 September 2017

ખેડા જીલ્લા નો ઇતિહાસ

*💥💥જ્ઞાન કી  દુનિયા💥*


*💥💥ખેડા જીલ્લા ની સફરે*💥💥*

*💥ચાલો આજે જાણીએ  ખેડા જીલ્લા વિષે અવનવું💥*

✍ખેડા જીલ્લા માં આવેલુ *ખેડા* શહેર ભૂતકાળના સમય માં *ચક્રવર્તીનગર* તરીકે જાણીતું હતું.

🎅પૌરાણિક કથા અનુસાર ખેડા જીલ્લા માં *રાજા મયુરધ્વજ*
શાસન કરતા હોવાનું મનાય છે.

🤴🏻મહારાજા *શીલાદીત્ય* નો જન્મ ખેડા માં થયો હતો.

🏗ખેડા જીલ્લા ના *ઠાસરા તાલુકા માં થર્મલ* તેનાં *પાવર સ્ટેસન*ના કારણે જાણીતું છે.
તેમજ આજ તાલુકા માં આવેલુ *સેવાલીયા સિઁમેન્ટ ઉધોગ* ને લીધે વિશ્વ પ્રસિદ્ધ છે.

😌દાંડીકૂચ દરમ્યાન ગાંધીજી એ ખેડા  તાલુકા ના *વાસણાબુઝુર્ગ*  ગામે રાત્રિ રોકાણ કર્યું હતુ. *દાંડી હેરિટેજ રૂટ* નં ૨૨૪ જે ખેડા ,માતર અને નડિયાદ તાલુકા માંથી પસાર થાય છે.

🌰ખેડા સત્યાગ્રહ સમયે *મોહનલાલ પંડયા* ને *ડુંગળી ચોર* નું બિરુદ મળ્યું હતું.

📘મોતીભાઈ અમીન પુસ્તકાલય પ્રર્વુતિ ના પ્રણેતા  (પિતા)ગણાય છે ,તો સૌ પ્રથમ *પગરખાં પરબ* પણ તેમણે જ શરૂ કરી હતી.

👳લોખંડી પુરુષ તરીકે જાણિતા અને અખંડ ભારત ના શિલ્પી એવા *સરદાર વલ્લભભાઈ પટેલ* નો જન્મ ખેડા જીલ્લા ના નડિયાદ ખાતે થયો હતો.

*🏩સંતોનું તીર્થ એટલે સંતરામ મંદીર - *નડિયાદ*

*માનવ સેવા એજ પ્રભુ સેવા* ના મંત્ર ને ચરિતાર્થ કરનાર *પ.પૂ. શ્રી સંતરામ મહારાજ* દત્તાત્રેંય અવતાર જે અવધૂત  રૂપે નડિયાદના પાદર માં *પીપલગની* સીમમાં રાયણ ની બખોલમાં રેહવા અને ચમત્કારિક ઘટનાઓનો સાક્ષાત્કાર કરાવી અદ્ભૂત વિભૂતિ તરીકે લોકહ્ર્દયમાં સ્થાન પામ્યા છે.

*સવંત ૫૭૮ મહાસુદ પૂનમ* ના દિવસે જીવતાં સમાધિ લીધી હતી ત્યારે બ્રહ્માંડમાંથી દિવ્ય જ્યોત પ્રગટી હતી અને તેના દિવ્ય પ્રકાશથી દીપ સ્વયં  પ્રગટ્યો.
ત્યારથી *મહાસુંદ પૂર્ણિમા ના દિવસે આરતી અને સાકરવર્ષા થાય છ*ે . આ દિવસે મોટો મેળો ભરાય છે અને મોટુ મહેરામણ ઉમટી પડે છે.
દિવ્ય અખંડ જ્યોત મંદીરમાં ૧૫૦ વર્ષ થી પ્રજ્વલિત રહે છે.

🍸ભારત સરકાર *કોમી અને માનવ સેવા નાં સર્વોત્તમ કાર્ય  માટે  *કબીર એવોર્ડ*એનાયત કરી ખેડા જીલ્લા ની સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.


🏠 *સંતરામ દેરી*  સંતરામ મંદીર થી ૧ કિ.મી. દુર જ્યાં સંતરામ મહારાજે પ્રથમ નિવાસ કર્યો હતો.

*🏠પવિત્ર તિર્થધામ શ્રી રણછોડરાય નું મંદીર- *ડાકોર*

મધ્ય ગુજરાત માં *શેઢીં નદી* ને કિનારે વસેલું પુરતનકાળનું *ડંકપુર એટલે આજનું ડાકોર*
લોકોમાં એવી માન્યતા છે કે ચાર ધામ
*(૧)બદ્રીનાથ (ઉતરાચલ)*
*(૨) રામેશ્વર (તામિલનાડુ)*
*(૩) દ્વારિકા ( ગુજરાત)*
*(૪) જગન્નાથ પુરી (ઓરિસ્સા)*
ની યાત્રા ડાકોર ની યાત્રા કર્યા પછી સાર્થક ગણાય છે.

પવિત્ર ગોમતી મૈયા ડાકોર ની કેન્દ્ર સ્થાને આવેલા છે. ભકત બોડણા ની ભક્તિ થી પ્રસન્ન થઇ રાજા રણછોડરાય (ભગવાન કૃષ્ણ)ડાકોર પધાર્યા  હતા.

અહી પાદુકાજી ,ગંગાબાઇ ની તુલા , *શ્રી લક્ષમીજી નું મંદીર ,લીમડાની એક ડાળ મીઠી ,પવિત્ર ગોમતી નદી* જોવળયાક સ્થળો છે.

  *ગળતેશ્વર મંદીર* ઠાસરા તાલુકા માં *મહીસાગર એને ગળતી નદી* ના સંગમ સ્થાને આવેલુ છે.

*ઉતકંઠેૈશ્વર મહાદેવનું મંદીર*

ત્રણ ત્રણ જીલ્લા ના ત્રિભેટ પર આવેલું ઉટકંઠેૈશ્વર મહાદેવનું મંદીર *વાત્રક નદી* ના કિનારે આવેલું બે હજાર વર્ષ પુરાણું છે. શ્રી *સત્યકામ જાબાલી ઋષિના* આશ્રમ તરીકે પુરાણો માં પ્રસિદ્ધ છે.
સત્યકામ જાબાલી ઋષિએ ઉત્કૃષ્ટ તપોબળથી - ઉત્કંઠા શિવને પ્રસન્ન કર્યા અહી સ્વયંભૂ શિવલિંગ ઉપસી આવ્યું તેથી તેનુ નામ ઉતકંઠેૈશ્વર મહાદેવ પડ્યું.
💥💥
*કીર્તિતોરણ અને કુંડ વાવ -કપડવંજ*

સિદ્ધરાજ જયસિંહ ખેડા જિલ્લા માં આવ્યા ત્યારે કપડવંજમાં રહેવાની માટેની અનુકૂળતા દેખાતાં અહી રોકાયા હતા . તેમણે *સહસત્રલિંગની  કુંડવાવ* અને બાજુંમાં *બત્રીસ કોઠા ની વાવ* બંધાવી હતી. ભાદરવા વદ બારસ ,રેટીયા બારસ ,ગાંઘીજયંતિ નિમિત્તે અહીંના લોકો કુંડ વાવ ના પગથિયે દીપમાળા પ્રગટાવે છે,ત્યારે દિવ્ય અને ભવ્ય દ્રશ્ય જોવા માનવ મહેરામણ ઉંમટી પડે છે.
💥💥
*ભમ્મરિયો  કૂવો -મહેમદાવાદ*

૧૫ મી સદી માં *મહંમદ બેગડા એ* ભમ્મરિયો  કૂવો બંધાવ્યો હતો.
આ કુવા ની વિષેશતા એ છે કે તેની આજુબાજુ ભૂગર્ભ માં બાંધેલા ખંડોવાળુ નિવાસસ્થાન આવેલું છે કુવાનું બાંધકામ ૩૬ ફૂટના વ્યાસવાળું જમીન માં ૩ (ત્રણ) માળ જેટલું છે.ઉપર ના ૨(બે) માળ ખંડો છે.નીચેના માળ માં પગથિયાં સાંકડી જગ્યા મારફતે સીધાંજ કુવામાં દોરી જાય છે.કૂવાનો આકાર *અષ્ટકોણાકાર* છે .ખંડો માં ઉતારવા ૪ (ચાર) સીડીઓ છે અને *૨ બે સીડીઓ ગોળ ફરતી હોવાથી કુવાનું નામ *ભમ્મરીયો કૂવો* પડ્યું હતું.
💥💥💥💥💥
*ચાંદા-સુંરજ ના મહેલ રોજા રોજી -મહેમદાવાદ*

મહેમુદ બેગડા ને બે બેગમ હતી *એક નું નામ ચાંદા અને બીજી નું નામ સૂુરજ હતું.* તેના નામ પરથી મહેલો ના નામ આપવામાં આવ્યાં છે. જે મહેમદાવાદ થી લગભગ પશ્ચિમ દીશામાં *વાત્રક નદીના* કિનારે આ મહેલો નાં ખંડેર મળી આવેલ છે.

*પ્રાકૃતિક સૌંદર્યનું સ્વર્ગ -પરિએજ*

માતર તાલુકા મથક થી તારાપુર - ખંભાત જવાના માર્ગ પર પરિએજ જળ પલ્લવિત સ્થળ આવેલું છે.અહીં બારેમાસ પાણી હોવાથી પક્ષીઓની અવર જવર રહે છે.પક્ષીદર્શન ને માણવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બર થી માર્ચ માસ નો છે.
💥💥💥

*ભાથિજી મહારાજ નું મંદીર ફાગ્વેલ*

શૂરવીર ભાથિજી ગાયો ને બચાવવા ગયેલા  તેં વન એટ્લે *ખાખરિયા  વન*

(સંદર્ભ:-ચરોતર સર્વ સંગ્રહ)

💥*જ્ઞાન કી  દુનિયા*💥

*બધા મારા માટે નવું નવું લાવતા તો મને પણ થયું કૈ હું કેમ પ્રયાસ ના કરૂં મે પણ આજે પહેલો પ્રયાસ કર્યો છે.*

*જય હિંદ*

*જય જય ગરવી ગુજરાત*
👨🏻‍✈ગુજરાત પોલીસ👨🏻‍✈
*માનસિંહ ઠાકોર (ભાભર)*


1 comment: