# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 15 September 2017

સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૯ : દૂરદર્શનની સ્થાપના



*સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૯ : દૂરદર્શનની સ્થાપના*



હવે યુગ વેબ સિરિઝનો છે, મોબાઈલમાં જ ટીવી જોનારો વર્ગ વધી રહ્યો છે. પણ મનોરંજન યુગની શરૃઆત દૂરદર્શને કરી હતી. શરૃઆતમાં પ્રસારણ મર્યાદિત હતુ, ધીમે ધીમે ટેકનોલોજી સાથે ભારતના વિવિધ ભાગોમાં દૂરદર્શને દેખા દેવાની શરૃઆત કરી. દૂરદર્શન અત્યારે ૨૩ ચેનલો દ્વારા ભારતની ૯૨ ટકા પ્રજા સુધી પહોંચી વળ્યું છે. જગતનું એ સૌથી વધુ વ્યાપ ધરાવતુ ટેલિવિઝન નેટવર્ક છે. ડાયરેક્ટ ટુ હોમ સર્વિસને કારણે પણ દૂરદર્શન જોનારો વર્ગ વધ્યો છે. દીકરો આગળ જતાં પિતા કરતા મોટું નામ કરે એવો દૂરદર્શનનો કિસ્સો છે. કેમ કે શરૃઆતમાં દૂરદર્શન ઓલ ઈન્ડિયા રેડિયોનો ભાગ હતું. આજે રેડિયો કરતાં તેનું કદ ઘણુ મોટુ થઈ ચૂક્યુ છે.


*દૂરદર્શન *



એ ભારતનું જાહેર જનતા માટેનુ ટેલિવિઝન "બ્રોડકસ્ટ" છે. જે "પ્રસારભારતી" નો એક વિભાગ છે, જે ભારત સરકારનીં જાહેર સેવા નો એક ભાગ છે. જે સ્ટુડિઓ અને ટ્રાન્સમિટર ની દ્રષ્ટીએ દુનીયાની સૌથી મોટી પ્રસારણ સંસ્થા છે. હાલમાંજ તેણે ડિઝીટલ ટ્રાંસમેશન ની શરૂઆત પણ કરી છે. સપ્ટેમ્બર ૧૫,૨૦૦૯ નાં દિવસે દુરદર્શને ૫૦ વર્ષ પુરા કર્યા છે.

*દુરદર્શનની શરૂઆત પ્રાયોગીક ધોરણે ઇ. સ. ૧૯૫૯ના વર્ષમાં દિલ્હીના આકાશવાણી ભવનમાં એક અસ્થાઇ સ્ટુડિઓ ખાતેથી કરવામાં આવી હતી, કેમકે તેનું અલાયદું મકાન ન હતું. શરૂઆત થઇ ૫૦૦ વોટની ક્ષમતા વાળા એક નાના ટાવરથી જેની રેંજ ફક્ત ૨૫ કિલોમીટર હતી. જેનું નિયમીત પ્રસારણ આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૯ના દિવસે શરૂ થયું હતું. શરૂઆતનાં વર્ષોમાં તેનું પ્રસારણ અમુક સમય પુરતું જ અને સામાન્ય હતું.*

પ્રથમ પ્રસારણ સેવા શરૂ થયા બાદ ભારત દેશના શક્ય એટલા પ્રદેશને ટેલિવિઝન સાથે જોડવા માટે શક્ય એટલી ઝડપથી લો-ટ્રાંસ્મીટર મુકવાનું ચાલુ થયું, જેનો આંકડો ૧,૪૦૦ સુધી પહોંચ્યો, જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે. ઇ. સ. ૧૯૭૬ સુધી આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે રહ્યા બાદ દૂરદર્શનની અલગ સેવા ચાલુ કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોમાં લગભગ ઇ. સ. ૧૯૭૫ સુધી તે ભારતનાં મુખ્ય સાત શહેરો સુધી પ્રસરી ચુક્યું હતું. શરૂઆતમાં દુરદર્શન વ્યવસાયિક જાહેરાત લેતું ન હતું, કેમ કે ટેલિવિઝનને તેણે માત્ર શિક્ષણનું માધ્યમ ગણ્યું હતું, પરંતુ વખત જતાં તેણે પોલીસી બદલી અને જાન્યુઆરી ૧, ૧૯૭૬ નાં રોજ તેણે ગ્વાલિયર સૂટિંગની પ્રથમ જાહેરાત કરી.

*સમય બદલાયો અને ૧૯૮૨ માં કલર ટેલિવિઝનનું આગમન થતા તેણે એપ્રિલ ૨૫, ૧૯૮૨ના રોજ પહેલું કલર પ્રસારણ સત્યજીત રેની ફિલ્મ "શતરંજ કે ખિલાડી" થી કર્યું. આજ સમયગાળા દરમ્યાન તેણે ઈન્દિરા ગાંધીના સુચન અનુસાર મનોહર શ્યામ જોષી લીખીત "હમ લોગ" સિરિયલ ચાલુ કરી જેનું પ્રસારણ છેક ડિસેમ્બર ૧૭, ૧૯૮૫ સુધી ચાલ્યું હતું. ત્યાર બાદ તેના પર "રામાયણ" અને "મહાભારત" જેવી સિરિયલોનો દોર શરૂ થયો, જેણે દેશ ભરમાં ધુમ મચાવી હતી.*

*ઇ. સ. ૧૯૯૧ માં અખાતી યુધ્ધનાં જીવંત દ્રશ્યો તેણે પ્રથમ વાર પ્રસારિત કર્યા હતાં અને વખતો વખત દુરદર્શન તેનાં પ્રસારણમાં વિવિધતા અનેં આધુનીકતા લાવી રહ્યું છે. આજે દુરદર્શન સેટેલાઇટ દ્વારા વિશ્વનાં કુલ ૧૪૬ દેશોમાં પ્રસારિત થાય છે. અન્ય કોઇ ચેનલ આટલું મોટું નેટવર્ક કે શાખા ધરાવતા નથી.*

*⤵️⤵️દુરદર્શન નાં કાર્યક્રમો⤵️⤵️*
હમલોગ
બુનિયાદ
રામાયણ
મહાભારત
જંગલ બુક
સ્વોડ ઓફ ટિપુ સુલતાનં
ચિત્રહાર
રંગોલી
ભારત એક ખોજ
તેનાલી રામન
વિકમ ઓર બેતાલ
સુરભી
સિગ્મા
કરમચંદ જાસુસ

*⤵️⤵️⤵️દૂરદર્શનની ચેનલો ⤵️⤵️⤵️⤵️*

રાષ્ટ્રીય
DD National
DD News
DD-Rajya Sabha
DD-Lok Sabha
DD Sports
DD Bharti
સ્થાનિક
DD Bangla
DD Chandana
DD Kashmir
DD Urdu
DD Punjabi
DD NorthEast
DD Sahyadri
DD Girnar
DD Malayalam
DD Podhigai
DD Saptagiri
DD Odia
thanks -

©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:

Post a Comment