દેવ આનંદ (દેવ સાહેબ)
હિન્દી ફિલ્મોના લાંબા ગાળાના રોમાન્ટિક સ્ટાર દેવ આનંદનો જન્મ દિવસ. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ તેમનો પંજાબના ગુરદાસપુર જીલ્લાના શાકરગઢ (હાલના પાકિસ્તાનમાં) ખાતે જન્મ થયો હતો. તેમનું મૂળ નામ ધર્મદેવ આનંદ. આખું જીવન હિન્દી ફિલ્મોને સમર્પિત રહેલાં દેવ સાહેબ ફિલ્મોના નિર્માતા, અભિનેતા, લેખક, નિર્દેશકના મહત્વની કામગીરી કરતા હતા. તેમના મોટા ભાઈ ચેતન આનંદ સાથે મળીને તેમણે ફિલ્મ નિર્માણ માટે ૧૯૪૯માં નવકેતન ફિલ્મ્સની સ્થાપના કરી હતી. દેવ ભારતીય સિનેમામાં સૌથી અસરકારક અભિનેતાઓમાંના એક છે.
ભારત સરકારે તેમને ૨૦૦૧ના વર્ષમાં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. તો ૨૦૦૨માં તેમને દેશના સૌથી ઊંચા સિને સન્માન ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. તેમની કારકિર્દી ૬૫થી વધુ વર્ષો સુધી લંબાઈ હતી, જે દરમિયાન તેમણે ૧૧૪ ફિલ્મોમાં અભિનય કર્યો અને તેમાંની ૯૨ ફિલ્મોમાં તો તેઓ સોલો લીડ હીરો હતા.
તેમના પિતા પીશોરી લાલ આનંદ સફળ વકીલ હતા. દેવ તેમના ચાર ભાઈઓમાં ત્રીજા હતા. તેમના નાના બેન શીલ કાંતા કપૂર એટલે ફિલ્મ નિર્દેશક શેખર કપૂરના માતા. સૌથી મોટા ભાઈ વકીલ બન્યા અને અન્ય બે ભાઈઓ ચેતન આનંદ અને વિજય આનંદ દેવની જેમ ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા. ડેલહાઉઝી અને ધરમશાળામાં ભણી તેઓ વધુ ભણવા લાહોર ગયા હતા.જ્યાંથી એ જમાનામાં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. થયા હતા.
દેવ આનંદે ‘ટેક્સી ડ્રાઈવર’ ફિલ્મના નિર્માણ કાર્ય દરમિયાન ખાનગીમાં અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યા હતા. તેમના બે સંતાનો સુનીલ આનંદ અને દેવીના આનંદ.
ચાલીસીના દાયકાના આરંભમાં ફિલ્મોમાં કામ કરવા માટે દેવ મુંબઈ આવ્યા હતા. તેમણે ચર્ચગેટની સેન્સર્સ ઓફિસમાં કામ કરીને શરૂઆત કરી હતી, ત્યારે તેમણે માસિક રૂ. ૧૬૫નો પગાર મળતો હતો. પછી તેઓ રૂ. ૮૫ના પગારે એકાઉન્ટ ક્લાર્ક રૂપે જોડાયા. નાટ્ય સંસ્થા ઇપ્ટા સાથે જોડાયાં બાદ અશોક કુમારની ‘અછૂત કન્યા’ અને ‘કિસ્મત’ ફિલ્મ જોઈને તેમને ફિલ્મ અભિનેતા બનવાનો શોખ જાગ્યો હતો.
પ્રભાત ફિલ્મ્સની ‘હમ એક હૈ’ (૧૯૪૬) તેમની પહેલી ફિલ્મ, જે હિંદુ-મુસ્લિમ એકતાના વિષયની હતી. એના શૂટિંગ દરમિયાન પૂનામાં ગુરુ દત્ત સાથે દોસ્તી થઇ. તેમણે એવી સમજુતી કરી હતી કે જો ગુરુ દત્તને નિર્દેશક બનવાની તક મળે તો દેવને હીરો રૂપે લેશે અને તેજ રીતે અભિનેતા દેવ નિર્દેશક રૂપે ગુરુને કામ મળે તે જોશે. આનંદની વાત એ છે કે એ બંને દોસ્તોએ તેમની સમજુતી નિભાવી હતી.
પોતાના ભાઈઓ ચેતન અને વિજય દ્વારા બનેલી ફિલ્મોમાં દેવ આનંદ ખુબ સફળ રહ્યાં હતા. ‘પ્રેમ પૂજારી’ થી તેમણે જાતે નિર્દેશન કરવા માંડ્યું અને અસફળ ફિલ્મોની ભરમાર સર્જી. પરંતુ તે પહેલાં રોમાન્ટિક સ્ટાર રૂપે તેમને દર્શકોના ખુબ માન-પ્રેમ મળ્યાં હતા. એક કે બે નહીં પરંતુ પુરી ત્રણ પેઢીના યુવાનો દેવ આનંદની હેર સ્ટાઇલ, ડ્રેસ કોડ અને બોલવાની સ્ટાઇલથી પ્રભાવિત રહ્યા હતા અને એટલા જ લોકપ્રિય પણ રહ્યા હતા.
દેવ સાહેબને શ્રેષ્ઠ અભિનેતાના ફિલ્મફેર એવોર્ડ્સ ‘કાલા પાની’ અને ‘ગાઈડ’ માટે મળ્યાં અને ‘ગાઈડ’નો શ્રેષ્ઠ નિર્માતાનો પણ એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૧માં તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
દેવ આનંદ હંમેશા જે ફિલ્મો દ્વારા યાદ રહેશે તેમાં ઝીદ્દી, અફસર, સઝા, બાઝી, જાલ, પતિતા, ટેક્સી ડ્રાઈવર, મુનીમજી, ઘર નંબર ૪૪, ફંટૂશ, સી.આઈ.ડી., પેઈંગ ગેસ્ટ, નૌ દો ગ્યારાહ, સોલવા સાલ, કાલા પાની, અમર દીપ, લવ મેરેજ, કાલા બઝાર, બમ્બઈ કા બાબૂ, જબ પ્યાર કિસીસે હોતા હૈ, હમ દોનો, બાત એક રાત કી, અસલી નકલી, તેરે ઘર કે સામને, તીન દેવિયાં, ગાઈડ, જ્વેલ થીફ, પ્રેમ પૂજારી, જ્હોની મેરા નામ, ગેમ્બલર, તેરે મેરે સપને, હરે રામ હરે કૃષ્ણ, શરીફ બદમાશ, છુપા રૂસ્તમ, જોશીલા, અમીર ગરીબ કે દેશ પરદેશને યાદ કરી શકાય.
દેવ આનંદના યાદગાર ગીતો: તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે (બાઝી), યે રાત યે ચાંદની (જાલ), યાદ કિયા દિલને (પતિતા), જાયે તો જાયે કહાં (ટેક્સી ડ્રાઈવર), દુઃખી મન મેરે (ફંટૂશ), લે કે પહલા પહલા પ્યાર (સીઆઈડી), જીવન કે સફર મેં રાહી (પેઈંગ ગેસ્ટ), હૈ અપના દિલ તો આવારા (સોલવા સાલ), હમ બેખુદી મેં તુમકો (કાલા પાની), ચલ રી સજની (બમ્બઈ કા બાબૂ), સૌ સાલ પહલે મુઝે તુમસે (જબ પ્યાર કિસીસે હોતા હૈ), મૈ ઝીંદગી કા સાથ (હમ દોનો), દિલ કા ભંવર કરે પુકાર (તેરે ઘર કે સામને), ખ્વાબ હો તુમ યા (તીન દેવિયાં), ગાતા રહે મેરા દિલ (ગાઈડ), દિલ પુકારે આરે (જ્વેલ થીફ), પલ ભર કે લીયે (જ્હોની મેરા નામ) ફૂલો કે રંગ સે (પ્રેમ પૂજારી), દમ મારો દમ (હરે રામ હરે કૃષ્ણ)

No comments:
Post a Comment