# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday, 26 September 2017

ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર(૨૬ સપ્ટેબંર ૧૮૨૦ )

ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર



આજના દિવસે એટલે કે ૨૬ સપ્ટેબંર ૧૮૨૦ ના રોજ દયાસાગર- ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ થયો હતો. તેમની અટક તો બેનરજી હતી પરંતુ અભ્યાસમાં પ્રવીણ હોવાથી કોલેજ દ્વારા “ વિધ્યાસાગર”  નું બીરૂદ મળ્યું હતું.તેઓ છાપખાનું ચલાવતા હતાં પરંતુ આવકમાંથી ખપ પુરતુ રાખી બાકી ગરીબોમાં વહેંચી દેતા તેથી તેઓ દયાસાગર કહેવાતા હતાં. ઇશ્વરચંદ્રનું નામ સમાજસુધારણા  અને વિધવા પુનઃલગ્નો, સ્ત્રીશિક્ષણ સાથે સંકળાયેલું છે. સમાજસુધારક તરીકેતેમણે પોતાના દિકરાના લગ્ન્ન વિધવાસાથે કરાવી સમાજ સુધારાનું જવલંત દ્ર્ષ્ટાંત પૂરૂ પાડયું હતું. તેમનાજ પ્રયત્નોથી ૧૮૭૮ થી છોકરીઓને કોલેજોમાં પ્રવેશ મળતો થયો હતો.ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું ૨૦ જુલાઇ ૧૮૯૧ના રોજ અવસાન થયું હતું. મહાન સમાજસુધારકને સત્ત સત્ત વંદન...

No comments:

Post a Comment