♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
*ગુજરાતનું 'હાલાર' એટલે જામનગર*
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
*ચાલો મિત્રો આજે જામનગરની સફરે...*
*♦️👉જુના નાગના એટલે જુના નાગનેશ ની બાજુ માં રંગમતી અને નાગમતી નદી ના સંગમ સ્થાને ♻️♦️🔰🎯ઈ.સ ૧૫૪૩ માં શ્રાવણ માસ ને સુદ સાતમ ને બુધવારે નવું નગર વસાવ્યું જે પાછળ થી નવાનગર તરીકે જાણીતું થયું. ⭕️👉નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.*
*🔰♦️👉ગુજરાતનાં 33 જિલ્લાઓમાં 'હાલાર' પંથક તરિકે ઓળખાતી પાવમ ભૂમિ હવે બે જિલ્લામાં વહેંચાઈ ગઈ છે. દેવભૂમિ દ્વારકા એટલે જામનગર જિલ્લામાંથી છૂટો પડેલો નવો જિલ્લો.*
*👉૨૬ જાન્યુઆરી, ૨૦૧૪થી જામનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાંથી ઓખામંડળ, ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ આ ચાર તાલુકાઓ અલગ કરી ‘દેવભૂમિ દ્વારકા’ની રચના કરવામાં આવી અને મુખ્યમથક તરીકે ખંભાળિયાની પસંદગી કરવામાં આવી.*
*🎯👉જામનગર જિલ્લામાં જામનગર, ધ્રોલ, લાલપુર, કાલાવડ, જોડિયા અને જામજોધપુર થઈ કુલ છ તાલુકાઓ રહ્ય.*
*⭕️♦️👉સૌરાષ્ટ્ર નું પેરીસ ગણાતું જામનગર શહેર જામ રાવળે ૧૫૪૦ માં વસાવ્યું હતુ.*
*⭕️♦️👉શહેર ની વચ્ચે આવેલા રણમલ તળાવ માં આવેલા લાખોટા મહેલ વીરતા અને પ્રેમ નું પ્રતિક છે.*
*⭕️♦️👉અનેક મંદિર અને સંસ્કૃત પાઠશાળાઓને કારણે જામનગર “છોટીકાશી” તરીકે ઓળખાય છે.*
*⭕️♦️👉ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલ ઝંડુ ફાર્મસી અહી છે*
*⭕️♦️👉અહી ના સમશાન ” માણેકબાઈ મુક્તિધામ ” માં વિવિધ સંતો અને દેવોની પ્રતિમાઓ છે.*
*⭕️♦️👉જામનગર ની બાંધણી, કંકુ અને સુરમો દેશ-વિદેશ માં પ્રખ્યાત છે.*
*⭕️♦️👉જામનગર માં ખંભાળિયા નો દરવાજો, દરબારગઢ, વિભા પેલેસ, પ્રતાપ પેલેસ અને ઘુમલી ના શિલ્પ સ્થાપત્યો અનેરું આકર્ષણ ધરાવે છે.*
*⭕️♦️👉અહી ની આયુર્વેદ યુનિવર્સિટી અને સોલેરીયમ વિશ્વ માં આયુર્વેદ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.*
*⭕️♦️👉રણમલ તળાવ ના કાઠે આવેલું બાલા હનુમાન નું મંદિર ૧ ઓગસ્ટ ૧૯૬૪ થી ચાલતી નિરંતર રામધૂન ના કારણે ” ગીનીસ બૂક ઓફ વર્લ્ડ ” માં નામ ધરાવે છે.*
*⭕️♦️🎯👉જામનગર માં સેના ની ત્રણે પાંખો એટલે કે એરફોર્સ, નેવી અને મીલીટરી કાર્યરત છે.*
*⭕️♦️👉🎯જામનગર માં નૌકા સેના નું તાલીમ કેન્દ્ર વાલસુરા માં આવેલું છે* અને *⭕️♦️👉નજીક માં બાલાચડી માં સૈનિક શાળા આવેલી છ.*
*🎯👉♦️જામનગર ના દરિયા કાઠે પરવાળાના સુંદર રંગબેરંગી ખડકો વાળા પીરોટન અને નરારા ટાપુ આવેલા છે. જે 🐾” દરિયાઈ રાષ્ટીય ઉદ્યાન” તરીકે જાહેર કરમાવા માં આવેલ છે.*
*⭕️♦️👉જામનગર વિદેશી પક્ષીઓ નો મેળાવડો રણમલ તળાવ, રણજીતસાગર, ઢીચડા અને ખીજડીયા માં નયનરમ્ય દર્સ્યો સર્જે છે.*
*🐤🐦🐧ખીજડીયા ને “પક્ષી અભ્યારણ” તરીકે જાહેર કરેલ છે.*
*♦️🎯👉જામનગર માં આવેલ ઓઈલ રિફાયનરીઓ રિલાયન્સ અને એસ્સાર ને કારણે જામનગર ઓઈલ ઉધોગ માં આગવું સ્થાન ધરાવે છે.*
*♦️⭕️👉🎯જામનગર માં પીતળ ઉધોગ ના બહોળા વિકાસ ને કારણે જામનગર વિશ્વમાં “બ્રાસસીટી” ની આગવી ઓળખ ધરાવે છે*
*🏏⚾️🏏⚾️જામનગરે ભારતને ઘણા પ્રતિભાશાળી ક્રિકેટરો પણ આપ્યા છે.* *જેમાં તે સમયના મહાન ક્રિકેટરો જામ રણજીતસિંહ અને તેમના ભત્રીજા જામ દુલીપસિંહ સાથે વિનુ માંકડ, સલીમ દુરાની, ઇન્દ્રજીતસિંહ, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.*
*🏐રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી જે ભારતીય ઘરેલું ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તેનું નામકરણ જામનગરના રાજકુમારની યાદમાં કરવામાં આવેલું છે.*
*⭕️♦️👉જામનગર બોક્સાઇટનું સૌથી વધુ ઉત્પાદન કરે છે.*
*👉રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસ્સાર ઓઇલ, ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કોર્પોરેશન (જી.એસ.એફ.સી.), રાસાયણિક ખાતર અને કેમિકલ્સ રાસાયણિક પ્લાન્ટ જામનગરના મુખ્ય ઉદ્યોગ છે.*
*👉જામનગર પાસે ગુજરાતના ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારા પૈકીનો ૨૧.૩૭% હિસ્સો છે.*
*👉મીઠા ઉદ્યોગ અને જિલ્લામાં બાંધણી ઉદ્યોગ વિકાસ પામ્યો છે.*
*👉જામનગર જિલ્લો રોકડિયા પાકમાં મુખ્ય પ્રભુત્વ ધરાવે છે.*
*👉વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી "ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી" જામનગરમાં આવેલી છે. હકીકતમાં તે સંપૂર્ણપણે આયુર્વેદિક અભ્યાસ અને સંશોધન માટે સમર્પીત છે. જેમાં આયુર્વેદિક દવાઓ, ફાર્માસ્યુટિકલ સાયન્સ, યોગ અને નેચરોપથીના પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા અભ્યાસક્રમો પૂરા પાડવામાં આવે છે.*
*🎯👉♦️જામનગરના આકર્ષણો:*
*(૧) લાખોટા તળાવ અને લાખોટા મ્યુઝીયમ, લાખોટા બ્યુટીફીકેશન*
*(૨) દરબાર ગઢ પેલેસ*
*(૩) પ્રતાપવિલાસ પેલેસ*
*(૪) બાલા હનુમાન મંદિર (૫3 વર્ષથી અખંડ રામધુન "ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” માં સ્થાન)*
*(૫) ખીજડિયા પક્ષી અભ્યારણ*
*(૬) આદર્શ સ્મશાન*
*(૭) બાલાચડી બીચ*
(૮) જામ રણજીતસિંહ પાર્ક (રણજીતસાગર ડેમ)
(૯) ખંભાળિયા ગેઇટ (આર્ટ ગેલેરી)
(૧૦) ભૂજિયો કોઠો
〰〰〰〰〰〰〰〰〰〰
*🐾🐾શ્રી જામ રાવળે ઈ.સ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્ર માં આગમન કર્યું. તેઓએ સૌપ્રથમ વવાણીયા બંદર પાસે નું મોરાણા ગામ જીત્યું.*
*🐾🐾👉આ પ્રદેશ નું શાસન દેદા તમાચી પાસે હતું તેમનું વધ કર્યું અને ત્યાર બાદ આમરણ અને જોડિયા પંથક જીત્યા.*
* 🐾👉ત્યાંથી જામ રાવલે આગેકુચ કરી ખીલોશ પર વિજય મેળવી. ઈ.સ. ૧૫૪૦ માં બેડ ગામે પોતાની વ્યવસ્થીત ગાદી સ્થાપી. ત્યારબાદ ખંભાળિયા નું પરગણું જીતી લઈ બેડ થી ખંભાળિયા ગાદી બદલાવી. ખંભાળિયા અને બેડ વચે કુળદેવી માતા શ્રી આશાપુરા ની સ્થાપના કરી જે હાલ જોગવડ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ થોડા સમય માં તેઓ એ કચ્છના અખાત નો ઘણો ભાગ જીતો લીધો.*
⭕️⭕️👉જામ રાવળે નાગનેશ પરગણા ના રાજા નાગ જેઠવા ને ભોજન માટે નિમંત્રી દગા થી તેમનો વધ કરી તેમનું નાગના એટલે કે નાગનેશ બંદર જીતી લીધું.
🎯🎯👉જામ રાવળે સૌરાષ્ટ્ર માં શાસન ચલાવતા વાઢેર, જેઠવા, ચાવડા અને કાઠી ને પરાજિત કરી સૌરાષ્ટ્ પર સતા સ્થાપી. 🎯👉♦️આ પંથક તેમના વડવા હાલાજી ના નામ પર થી હાલાર તરીકે જાણીતો થયો. હાલાર પર વિજય અપાવવામાં જામ રાવળ ના ભાઈઓ હરઘોળજી, રવોજી અને મોડજી એ મદદ કરી હતી.
👁🗨👉અંતિમ પ્રયત્નો રૂપે જેઠવા, વાળા, કાઠી અને વાઢેર રાજપૂતો એ જામરાવળ પર આક્રમણ કર્યું આ યુદ્ધ ખંભાળિયા ના મીઠોઈ ગામે થયું જેમાં જામ રાવળ નો વિજય થયો. 👉જામ રાવળ ને મધ્યસ્થ રાજધાની ની જરૂર જણાતા તેઓએ જુના નાગના એટલે જુના નાગનેશ ની બાજુ માં રંગમતી અને નાગમતી નદી ના સંગમ સ્થાને ♻️♦️🔰🎯ઈ.સ ૧૫૪૩ માં શ્રાવણ માસ ને સુદ સાતમ ને બુધવારે નવું નગર વસાવ્યું જે પાછળ થી નવાનગર તરીકે જાણીતું થયું. *⭕️👉નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે..*
♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
(ભાગ 2)
*ચાલો મિત્રો આજે જામનગરની સફરે....*
*👉જામનગર એક વિશિષ્ટ શહેર છે. ઐતિહાસિક, અર્વાચીન તેમજ શૈક્ષણિક કેન્દ્ર. જામ રાવળે કચ્છ છોડીને ઈ. સ. ૧૫૪૦માં જામનગર શહેર વસાવેલું. ત્યાર પછી લગભગ ૪૦૦ વર્ષ સુધી આ શહેર સૌરાષ્ટ્રના મોટા ને સમૃદ્ધ રાજ્ય ‘નવાનગર સ્ટેટ‘નું મુખ્ય શહેર બની રહ્યું.*
*👉જામનગર ઐતિહાસિક શહેર છે. એની ચારે બાજુએ કોટ અને દરવાજા હતા. આ શહેરનો ઈતિહાસ રોમાંચક કથાઓ ને યુદ્ધગાથાઓથી ભરપૂર છે.*
*🎯👉અહીંના જાડેજાએ ઘણી પરાક્રમકથાઓ આલેખી છે. શહેર વચ્ચેના તળાવમાં આવેલો ‘લાખોટા‘ મહેલ જો કહી શકે તો વીરતા અને વેરની, પ્રેમ અને પરાક્રમોની, જામ રાજાઓ ને દીવાનોની અનેક રંગીન ને રોમાંચક કથાઓ કહી શકે.*
*🙏👉આજે તો જામ રણજિતસિંહના શાસનકાળ દરમ્યાન ઈ. સ. ૧૯૧૪માં – નગર આયોજન હેઠળ પુનઃરચના પામેલું આ નગર એના કેન્દ્રભાગમાં એના રસ્તાઓ, બજારો અને ચોક તથા મકાનોની બાંધણીમાં સંમિશ્રણના વિચિત્ર ભાવો પેદા કરે છે.*
*👉‘સૌરાષ્ટ્રનું પેરિસ‘ કહેવાતા આ નગરના સીધા વ્યવસ્થિત માર્ગો, આલીશાન ઈમારતો, ઐતિહાસિક નિવાસો એના એક વખતના ગૌરવનું સ્મરણ કરાવે છે. શહેરની અંદરનાં ને આસપાસનાં અનેક મંદિરોને કારણે અહીંની સંસ્કૃત પાઠશાળાઓને કારણે એક વખત જામનગર ‘છોટે કાશી‘ કહેવાતું. આદિત્યરામજી જેવા સંગીતકાર અને આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજી અહીં વસેલા તે તો દંતકથાના પાત્ર જેવા થઈ ગયા છે.*
👉તેમણે સ્થાપેલી રસાયણશાળાઓ પછી તો આજની સુવિખ્યાત ‘ઝંડુ ફાર્મસી‘નું રૂપ ધારણ કર્યું.
🙏👉જામનગર મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર પણ છે. આયુર્વેદિક યુનિવર્સિટી, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, વિનયન વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો, મેડિકલ કૉલેજ, પોલિટેકનિક, આઈ.ટી.આઈ. તેમજ લશ્કરની ત્રણે પાંખોની અહીં તાલીમશાળા છે.
🙏⭕️જામનગરની આસપાસ નવા ઉદ્યોગો તો વિકસે છે જ.
🎯👉🙏ગામ વચ્ચે સરસ તળાવ છે – રણમલ તળાવ. તેની વચ્ચે કિલ્લા જેવો વિશિષ્ટ બાંધણીનો લાખોટા મહેલ છે. તેની રચના જ એવી છે કે કિલ્લામાંના માત્ર હજાર સૈનિકો બહારના મોટા શત્રુ સૈન્યને ખાળી-હંફાવી શકતા.
👉અત્યારે આ મહેલમાં સંગ્રહસ્થાન છે. તેમાં સૌરાષ્ટ્રનાં શિલ્પસ્થાપત્યોના સુંદર નમૂનાઓ છે. આ મહેલમાં એક એવો વિશિષ્ટ રીતે બાંધેલો કૂવો છે જેમાંથી જમીનમાં પાડેલા એક કાણામાંથી ફૂંક મારીને પાણી બહાર લાવી શકાય છે.
👉મહેલની દીવાલો પર કેટલાંક જૂનાં ચિત્રો પણ છે. તળાવને કિનારે ‘કોઠા‘ તરીકે ઓળખાતો શસ્ત્રભંડાર છે, નજીકમાં માછલીઘર છે.
⭕️👉જામનગરનો ખંભાળિયો દરવાજો શિલ્પસ્થાપત્ય-ખચિત અને સુંદર છે. વિભા-વિલાસ અને પ્રતાપવિલાસ મહેલો પણ છે. અનેક મંદિરો-માતાનાં-શિવનાં તેમજ જૈન મંદિરો છે. અહીં કબીર સંપ્રદાયનું ખૂબ જ વિશાળ મંદિર છે.
⭕️👉 ખાસ નોંધપાત્ર છે આયુર્વેદ યુનિવર્સિટી જેનું જામનગર મુખ્ય કેન્દ્ર છે અને તેમાં સંશોધન કેન્દ્ર પણ છે. ઉપરાંત સૌર-ચિકિત્સા માટે વર્ષો પહેલાં જામસાહેબે બંધાવેલું સૂર્યની ગતિ મુજબ ફરતું સોલેરિયમ આ શહેરનું મોટું આકર્ષણ છે. તેમાં સૂર્યના કિરણો દ્વારા દર્દોના ઉપચાર કરવામાં આવે છે.
🎯જામનગરનું દેશભરનું જાણીતું અનોખું સ્થાન છે માણેકબાઈ મુક્તિધામ – શહેરનું સ્મશાન. સ્મશાન પણ કેવું સુંદર અને શાંત તેમજ સાત્વિક ભાવ જગાડે તેવું હોઈ શકે તેનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. આ સ્મશાનભૂમિમાં બગીચો છે, પુસ્તકાલયો છે ને બગીચામાં ઐતિહાસિક મહાપુરુષો-સંતો-દેવ-દેવીઓ વગેરેની લગભગ સો જેટલી પ્રતિમાઓ છે. સ્તંભો પર ઉપદેશો-સ્તોત્રો તથા ભજનો કોતરેલાં છે. વિશ્રામની સવલત છે. સ્મશાન તરીકે મુક્તિધામ અનોખું અને અનન્ય છે. મૃત્યુની ભયાનકતા અહીં ઓસરે છે ને તેનું સાત્વિક મંગલ સ્વરૂપ જ અહીં પ્રગટ થાય છે.
♻️👉♻️જામનગરની એક પાસ રણજીતસાગર છે. ખાસ બંધ બાંધીને કરેલું આ સરોવર સુંદર ઉપરાંત પાણી-પુરવઠા માટે મહત્વનું છે, તો બીજી પાસ બેડીબંદર છે બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું મહત્વનું મથક છે. નજીકના બાલાચડીમાં સૈનિકશાળા છે.
♻️♻️રમતવીરોને વિકસાવનાર આ શહેરે મહત્વનો ફાળો આપ્યો છે. આઝાદી આવતાં જ જે રાજવીઓએ નવભારતના નિર્માણમાં અમૂલ્ય સહકાર આપ્યો તેમાં જામસાહેબ મોખરે હતા.
*♻️👉🎯ભારતનાં દેશી રજવાડાંઓના રાજકારણમાં અને અંતે તેમના વિલીનીકરણમાં જામસાહેબની કામગીરી મહત્વની હતી.*
*♻️🎯સૌરાષ્ટ્ર રાજયની સ્થાપનામાં ને સોમનાથના મંદિરના નવનિર્માણમાં પણ તેમણે ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. આ ઉપરાંત લશ્કરના ક્ષેત્રે જેમણે પોતાનું આગવું વ્યક્તિત્વ દેશને સમર્પિત કર્યું હતું તેવા મેજર જનરલ રાજેન્દ્રસિંહજી જામનગરના જ હતા.*
*♻️🎯જામસાહેબ રણજિતસિંહજી
રમતવીરોને વિકસાવનાર આ શહેરને આજના યુવાનો તો કદાચ યાદ કરે છે વિશ્વવિખ્યાત ક્રિકેટવીર જામસાહેબ રણજિતસિંહના નામથી. તેમના નામે આજેય રણજી ટ્રોફી મેચ રમાય છે – જે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીના પ્રવેશ માટેનું દ્વાર પણ છે. રણજીના નામે ‘રણજી ટ્રોફી પણ આપવામાં આવે છે.‘*
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)[યુયુત્સુ]🙏9099409723*
page
- HOME
- પાઠયપુસ્તક
- શિક્ષક આવૃતિ
- બાલસૃષ્ટી
- પ્રાર્થનાપોથી
- ધોરણ - ૫ થી ૮ કવિતા
- ભારતીય બંધારણ
- ઈતિહાસ ફોટા
- નાગરીકશાસ્ત્ર ફોટા
- ભૂગોળ ના ફોટા
- ખંડો વિશે
- S.S.CALENDAR
- WORLD ATLAS
- ધોરણ - ૬ થી ૮ ના હેતુઓ
- સામાજિક વિજ્ઞાન નવનીત
- ધોરણ - ૬ થી ૮ એકમ કસોટી બન્ને સત્ર
- ધોરણ - ૮ સત્ર - ૧ PPT
- ધોરણ – ૮ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PPT
- ધોરણ – ૮ સત્ર- ૨ VIDEO
- ધોરણ – ૮ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PHOTA
- ધોરણ – 7 સત્ર- ૨ PPT
- ધોરણ – 7 સત્ર- ૨ VIDEO
- દેશભક્તિ ગીત
- ધોરણ – ૭ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – 7 સત્ર- ૨ PHOTA
- ધોરણ – 6 સત્ર- ૨ PPT
- ધોરણ – 6 સત્ર- ૨ VIDEO
- ધોરણ – 6 સત્ર- ૨ PHOTA
- ધોરણ – ૭ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ભારતના રાષ્ટ્રચિહ્નો
- ગાંધી હેરીટેજ પ્રોટલ
- भारतकोश:कॅलण्डर
# A R Y A #
Monday, 11 September 2017
ગુજરાતનું 'હાલાર' એટલે જામનગર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment