*3 ઓક્ટોબર ૧૯૮૪ હિમસાગર એક્સપ્રેસની શરૃઆત*
*અત્યારે ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન વિવેક એક્સપ્રેસ છે.* પરંતુ *૧૯૮૪માં કાશ્મીરથી કન્યાકુમારીને જોડતી 'હિમસાગર એક્સપ્રેસ' શરૃ થઈ ત્યારે એ દેશની સૌથી લાંબી ટ્રેન હતી.*
*સૌથી લાંબી ટ્રેન હોવાનો વિક્રમ હિમસાગરે લગભગ ૩ દાયકા સુધી જાળવી રાખ્યો. સપ્તાહમાં એક વાર ઉપડતી આ ગાડી ભારતના ઉત્તર છેડે આવેલા જમ્મુ તાવીથી શરૃ કરીને દક્ષિણ છેડે કન્યાકુમારી ખાતે પ્રવાસ પૂરો કરે છે.*
*કુલ અંતર ૩,૭૧૪ કિલોમીટર છે અને એ પૂરું કરવામાં ૭૦ કલાકનો સમય લાગે છે. ગાડી કુલ ૭૨ સ્ટેશનોએ રોકાતી સરેરાશ ૫૩ કિલોમીટરની ઝડપે સફર કરે છે.*
*હિમસાગર પ્રવાસ શરૃ કરે ત્યારથી એન્જીન શાંત થાય ત્યાં સુધીમાં પૃથ્વી પોતાની ધરી પર ૩ વખત ફરી ચૂકી હોય છે! કોઈ મુસાફર જમ્મુથી કુમારી સુધી બેઠો રહે તો તેને એ દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુ એમ ૧૨ રાજ્યોના પ્રવાસનો લાભ મળે!*
ભારતીય રેલવે
*→ ભારતમાં પ્રથમ પ્રવાસી ટ્રેન ઈ.સ. ૧૮૫૩ના એપ્રિલની ૧૮ તારીખે મુંબઈ અને થાણે વચ્ચે શરૂ થયેલી.*
*→ મુંબઈ અને થાણે વચ્ચે પ્રથમ રેલવે પૂલ બંધાયેલો.*
→ ભારતમાં પ્રથમ અંડરગ્રાઉન્ડ રેલવે કોલકાતામાં શરૂ થયેલી.
→ ભારતની પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેન ઈ.સ. ૧૯૨૫માં ફેબ્રુઆરીમાં શરૂ થયેલી.
→ રેલવે સ્ટેશનોમાં સૌથી લાંબુ નામ તમિલનાડુનું 'વેંકટનરસિંહ રાજુવરિયાપેટા' છે.
→ સૌથી વધુ ૮૪ ટ્રેન ધરાવતું સ્ટેશન લખનૌ છે.
→ ભારતીય રેલવેની સૌથી લાંબા સમયની ટ્રેન
હિમસાગર એક્સપ્રેસ તે ૩૭૫૧ કિલોમીટરનો સતત પ્રવાસ ૭૪ કલાકમાં કરે છે.
→ ગોરખપુરનું પ્લેટફોર્મ વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ છે. તે ૧૩૬૬.૩૩ મીટર લાંબુ છે.
→ દેશમાં કુલ રેલવે લાઈન ૬૨૦૦૦ કિલોમીટર
કરતાં વધુ છે.
*જાણો,આ છે ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેનો*
*1સૌથી લાંબા અંતરની ટ્રોન*
દેશના સૌથી લાંબા અંતરની ટ્રેન ડિબ્રૂગઢ-કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ ઉત્તરપૂર્વને દક્ષિણને જોડે છે. અસમથી કન્યાકુમારી સુધીની 4,263 કિમીનું અંતર પાર કરવા માટે 3 દિવસથી વધુનો સમય લાગે છે. જોકે આ રશિયાની ટ્રાન્સ-સાબેરિયન રૂટની સામે ભારતની આ ટ્રેન અડધું અંતર જ કાપે છે.
જાણો આવી જ કેટલીક ભારત અને દુનિયાની સૌથી લાંબા અંતરની ટ્રોનો અંગેની જાણકારી…
*ડિબ્રૂગઢ-કન્યાકુમારી (વિવેક એક્સપ્રેસ)*
અંતર- 4,263 કિલોમીટર
સમય- 82 કલાક, 45 મિનિટ
કુલ સ્ટેશન- 57
*16318 કટારા-કન્યાકુમારી (હિમસાગર એક્સપ્રેસ)*
અંતર- 3,782 કિલોમીટર
સમય- 71 કલાક, 40 મિનિટ
કુલ સ્ટેશન- 75
*16688 કટરા-મેંગલોર (નવયુગ એક્સપ્રેસ)*
અંતર- 3,674 કિલોમીટર
સમય- 72 કલાક, 50 મિનિટ
કુલ સ્ટેશન- 67
*22502 ન્યૂ તિનસુકિયા-બેંગ્લુરુ સિટી એક્સપ્રેસ*
અંતર- 3,615 કિલોમીટર
સમય- 65 કલાક, 55 મિનિટ
કુલ સ્ટેશન- 39
*ગુવાહાટી- તિરૂવનંતમપુરૂમ એક્સ્પ્રેસ*
અંતર- 3,552 કિલોમીટર
સમય- 64 કલાક, 15 મિનિટ
કુલ સ્ટેશન- 50
*દુનિયાની લાંબા અંતરની ટ્રેનો*
*જ્યારે દુનિયાની સૌથી લાંબા અંતરની ટ્રેનોમાં રશિયાની ટ્રાન્સ-સાઈબેરિયા ટ્રેનનો સમાવેશ થાય છે.
ટ્રાન્સ-સાઈબેરિયા
અંતર- 9,289 કિલોમીટર
કુલ સમય- 148 કલાક (અંદાજીત 6 દિવસ)*
ક્યાંથી ક્યાં જાય છે- મોસ્કો થી વ્લાદિવોસ્ટક
8/10 કેનેડા
કુલ અંતર- 4,466 કિલોમીટર
કુલ સમય- 78 કલાક 42 મિનિટ
ક્યાંથી ક્યાં જાય છે- ટોરંટો થી વૈંકુઅર
*ચીન- ટ્રેન T264*
કુલ અંતર- 4,980 કિલોમીટર
કુલ સમય- 54 કલાક, 30 મિનિટ
ક્યાંથી ક્યાં જાય છે- ગ્વાંગઝૂ થી લ્હાસા
*અમેરિકા*
સાઉથવેસ્ટ ચીફ
કુલ અંતર- 4,390 કિલોમીટર
કુલ સમય- 43 કલાક, 15 મિનિટ
ક્યાંથી ક્યાં જાય છે- લોસ એંજિલિસ થી શિકાગો સુધી
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
No comments:
Post a Comment