# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 4 October 2017

ઈતિહાસમાં 4 ઓક્ટોબરનો દિવસ


✅✅✅✅✅
*ઈતિહાસમાં 4 ઓક્ટોબરનો દિવસ*



*વિશ્વનો પહેલો સેટેલાઇટ*

1957ની ચોથી ઓક્ટોબરે રશિયાએ વિશ્વનો પહેલો સેટેલાઇટ સ્પુતનિક-1 અંતરિક્ષમાં તરતો મુક્યો હતો. બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત રશિયા વચ્ચે છેડાયેલા શીતયુદ્ધમાં આ તબક્કે રશિયાએ પહેલો સેટેલાઇટ તરતો મૂકીને મેદાન મારી લીધું હતું.
પૃથ્વીનું વાતાવરણ છોડી અંતરિક્ષમાં પહોંચનાર પહેલો ઓબ્જેક્ટ એટલે કે સેટેલાઇટ વર્ષ ૧૯૫૭માં આજના દિવસે રશિયાએ છોડ્યો હતો. પૃથ્વીથી ૯૦૦ કિલોમીટર દૂર આ સેટેલાઇટ દોઢ કલાકમાં એક ચક્કર પૂરું કરતો હતો.

*UNમાં વાજપેયીની હિન્દી સ્પીચ*

વર્ષ 1977ની ચોથી ઓક્ટોબરે ભારતીય વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયી યુનાઇટેડ નેશન્સમાં હિન્દીમાં સ્પીચ આપી હતી. મોરારજી દેસાઈ સરકાર તરફથી યુએનમાં હાજર રહેલા વાજપેયી હિન્દીમાં સ્પીચ આપનારા પહેલા ભારતીય રાજકારણી બન્યા હતા.

*માઉન્ટ રશમોરનું નિર્માણ*

અમેરિકાના સાઉથ ડાકોટામાં આવેલા માઉન્ટ રશમોર મેમોરિયલનું નિર્માણ વર્ષ 1927ની ચોથી ઓક્ટોબરે શરૂ થયું હતું. અમેરિકાના પ્રમુખો જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, થિયોડોર રૂઝવેલ્ટ અને અબ્રાહમ લિન્કનના ચહેરા પહાડમાં કોતરવામાં આવ્યા હતા.

*વર્લ્ડ એનીમલ ડે*
લુપ્ત થયેલા અને લુપ્ત થવાની અણી પર આવેલા પ્રાણીઓને બચાવવા માટે આ દિવસની ઉજવણી થાય છે. ૧૯૩૧માં ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં મળેલા જગતભરના ઇકોલોજિસ્ટના કન્વેન્શનમાં આ દિવસની ઉજવણીનો ઠરાવ થયો હતો.

*બ્રિટનની હાઇ સ્પીડ ટ્રેન*

બ્રિટને વર્ષ ૧૯૭૬માં આજના દિવસે ૨૦૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન પાટા પર દોડાવી હતી. ડિઝલ એન્જિનનો ઉપયોગ કરી આ ઝડપ મેળવતી આ ટ્રેનનો રેકોર્ડ વિશ્વમાં આજે પણ તૂટ્યા વગરનો અકબંધ છે.

1535 : બાઇબલનો પ્રથમ સંપુર્ણ અનુવાદ સ્વીટઝરલેન્ડમાં છપાયો.

*1792 : ગ્રેગ્રોરિયન કેલેન્ડર અનુસાર દર ચાર વર્ષને લીપ વર્ષ ગણાયું.*

*1824 : મેક્સિકો પ્રજાસત્તાક બન્યુ.*

*1857 : શ્યામજી કૃષ્ણ વર્માનો માંડવી, કચ્છમાં જન્મ થયો.*

1922 : ઓસ્ટ્રીયાને આઝાદી મળી.

1956 : બ્રિટને પરમાણું પરીક્ષણ કર્યું.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:

Post a Comment