# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 14 October 2017

તક્ષશિલા વિદ્યાપીઠ

👩🏻‍🏫 *તક્ષશિલા વિદ્યાપીઠ* 👨🏻‍🏫



🌿👉🏻 તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ *રાવલપિંડીની* પશ્ચિમે આવેલી હતી. તક્ષશીલા પ્રાચીન *ગાંધાર પ્રદેશની* રાજધાનીનું શહેર હતું.

🌿👉🏻 સાતમા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું.

🌿👉🏻 એક દંતકથા પ્રમાણે *રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના* નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું માનવામાંં આવે છે.

🌿👉🏻તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન. યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે *કુલ 64* વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું

🌿👉🏻 *વારાણાસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન* વગેરે દૂરનાં શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતાં.

🌿👉🏻 ભગવાન બુદ્ધના શિષ્ય *જીવકે* આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. *અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતીજ્ઞ કૌટિલ્યે, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલના રાજા પ્રસેનજિતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.*


🌿👉🏻 તક્ષશિલા વિદ્યાપિઠમાં વિદ્યાર્થીને તેની પસંદગીનાં રસના વિષયમાં આપવામાં આવતું.

🌿👉🏻 પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી *ફાહિયાને* તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

〰〰〰〰〰〰〰〰〰〰
🌿ભરત ગઢિયા🌿




🏝 જય હિન્દ..... 🏝

#GK


No comments:

Post a Comment