# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 6 October 2017

અજમલ ગઢ : પારસી ઓ નું હેરિટેજ હિલ

અજમલ ગઢ : પારસી ઓ નું હેરિટેજ હિલ

Posted on-  by Kunj Dodiya



નવસારીથી આશરે ૬૮ કી.મી.ના અંતરે વાંસદા તાલુકાના ધોડમાળ ગામે આવેલા અજમલગઢ વાસ્તવમાં શિવાજી મહારજનો કિલ્લો હતો, શિવાજી મહારજ આ સ્થળ નો ઉપયોગ ગોરીલા પદ્ધતિ થી આજુબાજુ ના ગામમાં લૂંટ કરવામાં ઉપયોગ કરતા હતા. જેને અજમલખાન નામનો સિપેહસાલાહ સંભાળતો હોવાથી અજમલગઢ કહેવાય છે. પારસીઓ સંજાણ ઉતર્યા પછી દબાણ વધતાં અહી ૧૪ વર્ષ રહેલા. એમના આતશનું વાસણ પણ અહી હોવાની માન્યતા છે. વાંસદાના સોલંકી યુગના રાજાઓની એક શાખા પહેલા અહી આવેલી, પછી પંદરમા સૌકામાં વાંસદા( વાસુદેવપુરમ) રાજધાનીની સ્થાપના કરેલી .



આસપાસ વનરાજી તથા લીલાકંજાર વાંસની હારમાળા ફેલાયેલી છે. ટોચ પર મોટો હોઝ છે. રામજી મંદિર તથા શિવ પંદિર પણ છે. કેલિયાડેમનુ સ્રાદર્ય અહીથી જોતાં મનને લોભાવે છે. વનસૃષ્ટ્રિી અને જૈવિક વિવિધતાની દષ્ટિએ ખુબજ મહત્વનો અને સાહ્યદી (પશ્ચિમધાટ) પર્વતમાળા સાથે સંકળાયેલું આ ઉઘાન પણ તેના જવીજ વન્યસૃષ્ટિ ધારવે છે.



અહી શિવરાત્રી પર મેળો ભરાય છે. પ્રવાસન વર્ષ નિમિત્તે અજમલ ગઢને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનુ આયોજન થયુ છે.



જો તમને બેઝિક ફોટોગ્રાફી ની ટેકનીક આવડતી હશે તો સાંજના સમયે સરસ ફોટા પડશે.



મારુ ઘર અજમલ ગઢ થી 4 કિલોમીટર ના અંતરે આવેલું હોવાથી હું વારંવાર મુલાકાત લઉં છુ. હવેતો તે મારુ બીજું ઘર સમાન છે.



કેવી રીતે પહોંચવું?

વાંસદા થી ધરમપુર રોડ પર કાવડેજ ગામ આવશે. ત્યાં રોડ પર જ ગેટ આવશે. ત્યાંથી એન્ટર થઈ ને 3-4 કિલોમીટર આગળ જઈ ને જમણી બાજુ વળી જઈ એ તો સીધા અજમલ ગાઢ પર જવાય છે.



ચોમાસામાં માં લાસ્ટ 1 કિલોમીટર પછી ગાડી ઉપર લઇ ના જઈએ તો હિતાવહ છે. અમારી Alto 800 પણ કોઈ વાર



સ્લીપ મારે છે. હા જો તમારી પાસે XUV 500 કે ફોરચુનર જેવી SUV હોય તો હજી ચાલે.

હોટલ નાહરી :

અજમલ ગઢ થી 6 કિલોમીટર વાંસદા રોડ પર નારી ગૃહ દ્વારા ચલાવવામાં આવતી હોટેલ છે. જ્યાં માત્ર 80 રૂપિયાની ની ડાંગી તથા ગુજરાતી થાળી મળશે. અહીં નાગલી ના રોટલા તથા અડદ ની દાળ પણ મળશે.

જો આપ જાવા હો તબ 
સરકાર એ નીચે થી થોડા પગથિયાં બનાવ્યા છે અને લાસ્ટ માં ઉપર પણ થોડા પગથિયાં બનાવ્યા છે. નીચે થી ઉપર ટ્રેકિંગ કરી શકાય છે.


No comments:

Post a Comment