# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 17 November 2017

લાલા લાજપત રાય (જન્મ: ૨૮ જાન્યુઆરી ૧૮૬૫; મૃત્યુ: ૧૭ નવેમ્બર ૧૯૨૮) 

લાલા લાજપતરાય



પંજાબ કેસરી લાલા લાજપત રાય (૧૮૬૫-૧૯૨૮) કા ચિત્ર


*ઈતિહાસમાં 17 નવેમ્બરનો દિવસ*


*લાલા લાજપતરાય*


*લાલા લાજપત રાય (જન્મ: ૨૮ જાન્યુઆરી ૧૮૬૫; મૃત્યુ: ૧૭ નવેમ્બર ૧૯૨૮) ભારત દેશના આગળ પડતા સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક હતા. એમને પંજાબ કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરી આવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગરમ દળના પ્રમુખ નેતા હતા. ઈ. સ. ૧૯૨૮ના સમયમાં એમણે સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ આંદોલન દરમ્યાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનું અવસાન થયું હતું.*

*લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ના દિવસે થયો હતો. એમણે કેટલાક સમય સુધી હરિયાણા રાજ્યમાં આવેલાં રોહતક અને હિસાર શહેરોમાં વકીલાત પણ કરી હતી. ત્યારબાદ તેઓ દેશની આઝાદી માટેની ચળવળમાં સામેલ થઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉગ્ર દળના અગ્રિમ હરોળના નેતા બન્યા હતા. બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલની સાથે એમને લાલ-બાલ-પાલના નામ વડે ઓળખાવા લાગ્યા હતા. આ નેતાઓએ સૌથી પહેલાં ભારત દેશની સંપૂર્ણ સ્વાતંત્રતા માટેની માંગ ઉઠાવી હતી. એમણે સ્વામી દયાનન્દ સરસ્વતી સાથે મળીને આર્ય સમાજને પંજાબમાં લોકપ્રિય બનાવ્યો હતો. લાલા હંસરાજ સાથે દયાનન્દ એંગ્લો વૈદિક વિદ્યાલયો (ડીએવી)ના પ્રસાર કાર્યમાં ભાગ લીધો તથા અનેક સ્થાનો પર દુષ્કાળના સમયમાં શિબિર ઉભી કરીને લોકોની સેવા પણ કરી હતી. ત્રીસમી ઓક્ટોબર ૧૯૨૮માં એમણે લાહોરમાં સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો, જે દરમિયાન કરવામાં આવેલા ⚰⚰લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સમયે એમણે કહ્યું, "મારા શરીર પર પડેલ લાઠીનો એક એક ફટકો બ્રિટિશ સરકારના કોફીન પર એક એક ખીલાનું કામ કરશે" અને આમ જ થયું. તેમના મૃત્યુના ૨૦ વરસમાં જ બ્રિટિશ સામ્રાજ્યનો અંત થયો. સત્તરમી નવેમ્બર ૧૯૨૮ના રોજ આ ગંભીર જખમોને કારણે એમનું અવસાન થયું હતું.*

*હિન્દી સાહિત્ય સેવા*

*☄☄લાલાજીએ હિન્દી ભાષામાં શિવાજી, શ્રી કૃષ્ણ અને બીજા કેટલાક મહાપુરુષોનાં જીવનવૃતાંત લખ્યાં. એમણે દેશમાં તેમજ વિશેષતઃ પંજાબ વિસ્તારમાં હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારમાં સહયોગ આપ્યો હતો. દેશમાં હિન્દી ભાષા લાગૂ કરવા માટે એમણે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવ્યું હતું.*
Posted by - યુવરાજસિંહ જાડેજા ગોંડલ  (યુયુત્સુ) 9099409723

Thanks



લાલા લાજપત રાય (પંજાબી: ਲਾਲਾ ਲਾਜਪਤ ਰਾਏ, ઉર્દૂ: لالا لجپت راے; હિંદી: लाला लाजपत राय) (જન્મ: ૨૮ જાન્યુઆરી ૧૮૬૫; મૃત્યુ: ૧૭ નવેમ્બર ૧૯૨૮) ભારત દેશના આગળ પડતા સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક હતા. એમને પંજાબ કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરી આવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગરમ દળના પ્રમુખ નેતા હતા. ઈ. સ. ૧૯૨૮ના સમયમાં એમણે સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ આંદોલન દરમ્યાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનું અવસાન થયું હતું.

જીવન વૃત્તાંત

લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ના દિવસે થયો હતો. એમણે કેટલાક સમય સુધી હરિયાણા રાજ્યમાં આવેલાં રોહતક અને હિસાર શહેરોમાં વકીલાત પણ કરી હતી. ત્યારબાદ તેઓ દેશની આઝાદી માટેની ચળવળમાં સામેલ થઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉગ્ર દળના અગ્રિમ હરોળના નેતા બન્યા હતા. બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલની સાથે એમને લાલ-બાલ-પાલના નામ વડે ઓળખાવા લાગ્યા હતા. આ નેતાઓએ સૌથી પહેલાં ભારત દેશની સંપૂર્ણ સ્વાતંત્રતા માટેની માંગ ઉઠાવી હતી. એમણે સ્વામી દયાનન્દ સરસ્વતી સાથે મળીને આર્ય સમાજને પંજાબમાં લોકપ્રિય બનાવ્યો હતો. લાલા હંસરાજ સાથે દયાનન્દ એંગ્લો વૈદિક વિદ્યાલયો (ડીએવી)ના પ્રસાર કાર્યમાં ભાગ લીધો તથા અનેક સ્થાનો પર દુષ્કાળના સમયમાં શિબિર ઉભી કરીને લોકોની સેવા પણ કરી હતી. ત્રીસમી ઓક્ટોબર૧૯૨૮માં એમણે લાહોરમાં સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો, જે દરમિયાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સમયે એમણે કહ્યું, "મારા શરીર પર પડેલ લાઠીનો એક એક ફટકો બ્રિટિશ સરકારના કોફીન પર એક એક ખીલાનું કામ કરશે" અને આમ જ થયું. તેમના મૃત્યુના ૨૦ વરસમાં જ બ્રિટિશ સામ્રાજ્યનો અંત થયો. સત્તરમી નવેમ્બર ૧૯૨૮ના રોજ આ ગંભીર જખમોને કારણે એમનું અવસાન થયું હતું.

હિન્દી સાહિત્ય સેવા

લાલાજીએ હિન્દી ભાષામાં શિવાજીશ્રી કૃષ્ણ અને બીજા કેટલાક મહાપુરુષોનાં જીવનવૃતાંત લખ્યાં. એમણે દેશમાં તેમજ વિશેષતઃ પંજાબ વિસ્તારમાં હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારમાં સહયોગ આપ્યો હતો. દેશમાં હિન્દી ભાષા લાગૂ કરવા માટે એમણે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવ્યું હતું.

No comments:

Post a Comment