# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday, 6 November 2017

સરદાર વલ્લભભાઈ પટેલ

જીવન પરિચય ———–

વલ્લભભાઈ પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫માં ગુજરાતના બોરસદ તહસીલના કરમસદ નામના ગામમાં થયો હતો. એમનો જન્મ લેઉવા પાટીદાર જાતિના એક સમૃદ્ધ જમીનદાર પરિવારમાં થયો હતો. એમનાં પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. એમનાં માતા-પિતા ખેડૂત હતાં અને ખેતીથી જ પોતાની જીવિકા ચલાવતાં હતાં. વલ્લભભાઈના પિતાએ સન ૧૮૫૭ના બળવામાં ભાગ પણ લીધેલો અને જેલમાં પણ ગયેલાં !!!!
વલ્લભભાઈ નાં ચાર ભાઈ હતાં

[૧] સોમાભાઈ
[૨] નરસિંહભાઈ
[૩] વિઠ્ઠલભાઈ
અને
[૪] કાશીભાઈ
અને એક બહેન હતી ——- ડાહ્યીબેન !!!

વલ્લભભાઈ સિવાય એમના ભાઈ વિઠ્ઠલભાઈ પણ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય હતાં !!!!

વલ્લભભાઈ પટેલ બાળપણથી જ બહુ બહાદુર હતાં
એક વાર એમની બગલમાં ફોલ્લો થઇ ગયો તો વૈદ્યે એમેને ગરમ લોખંડના સળિયા થી એને ફોડી નાખવાનું કહ્યું. એમના પરિવારજનો તો ફોલ્લો ફોડી નાખવાની વાતથી જ ડરી ગયાં હતાં. પરંતુ વલ્લભભાઈ પટેલે પોતે જાતે જ લોખંડના સળિયાને ગરમ કરીને એ ફોલ્લાને ફોડી નાંખ્યો અને તે બિલકુલ ડર્યા જ નહીં !!! આ સિવાય એક વાર પુસ્તકો ખરીદવાં માટે એમનાં એમને પુસ્તકો ખરીદવા માટે બધાં છાત્રોને બાધ્ય કરાવતાં હતા તો વલ્લભભાઈ પટેલે સ્કુલમાં હડતાલ કરાવી દીધી અને પુસ્તકોનો વ્યાપાર બંધ કરાવી દીધો !!!

સરદાર પટેલની પ્રાથમિક શિક્ષા એમનાં જ ગામમાં થઇ હતી
અને મેટ્રીકની પરીક્ષા એમણે ૧૮૯૭માં નડિયાદમાં પૂરી કરી
સરદાર પટેલના પિતાજી એમને ભણાવવામાં રુચિ ખુબજ ધરાવતાં હતાં કારણકે એ એમનાં પુત્રને એટલો કાબિલ બનાવવા માંગતા હતાં કે ભવિષ્યમાં એમને ખેતી ના કરાવી પડે !!! સરદાર પટેલ બાળપણમાં ખેતરમાં કામ કરતા હતાં અને સાથે સાથે ભણતાં પણ હતાં. સરદાર વલ્લભભાઈ પટેલ એકવાર મેટ્રિકની પરીક્ષામાં અનુતીર્ણ પણ થયાં હતાં પરંતુ તેમણે ક્યારેય હાર નહોતી માની અને આગળ વધતાં જ રહ્યાં !!!

પારંપરિક હિંદુ માહૌલમાં ઉછરેલા સરદાર પટેલે કરમસદમાં પ્રાથમિક વિદ્યાલય અને પેટલાદ સ્થિત ઉચ્ચ વિદ્યાલયમાં શિક્ષા પ્રાપ્ત કરી. પરંતુ એમણે અધિકાંશ જ્ઞાન સ્વાધ્યાયથી જ અર્જિત કર્યું …….
૧૬ વર્ષની ઉંમરમાં એમનો વિવાહ થઇ ગયો.
૨ વર્ષની ઉંમરે એમણેમેટ્રીકની પરીક્ષા પાસ કરી અને જીલ્લા અધિવક્તાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં……
જેનાં લીધે એમને વકીલાત કરવાની અનુમતિ મળી !!!!
સન ૧૯૦૦માં એમણે ગોધરામાં સ્વતંત્ર જિલ્લાઅધિકતા કાર્યાલયની સ્થાપન કરી અને ૨ વર્ષ બાદ ખેડા જીલ્લાના બોરસદગામે જતાં રહ્યાં !!!!

મેટ્રિક પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી એમની ઈચ્છા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની હતી પરંતુ તે પરિવાર પર બોજ બનવાં નહોતા માંગતા એટલા માટે એમણે સારા કાર્યકર્તા બનવાની પ્રેક્ટીસ શરુ કરી દીધી હતી !!!! હવે એમની પાસે એટલાં બધાં પૈસા ભેગા થઇ ગયાં કે એ વિદેશ જઈને બેરિસ્ટરનું ભણી શકે
જયારે એમણે વિદેશ જવાની તૈયારી પૂરી કરી લીધી ત્યારે અંતિમ ક્ષણે એમનાં મોટા ભાઈ વિઠ્ઠલભાઈએ પણ વિદેશ જવાની વાત કરી ……

સરદાર પટેલે પોતાનાં ખર્ચા પર પોતાનાં મોટાભાઈ ને વિલાયત મોકલ્યા અને ઇસવીસન ૧૯૦૮માં વિઠ્ઠલભાઈ બેરિસ્ટરનું ભણીને પાછાં ફર્યા. ૧૯૦૯માં સરદાર પટેલ સાથે એક દુખદ ઘટના બની. જયારે એક મુકદ્દમાની શરૂઆતમાં એમને એમની પત્નીના મૃૃત્યુનો તાર મળ્યો. તેમ છતાં પણ તેમણે મુકદ્દમો પૂરો લડીને અને એને જીત્યાં બાદ જ એ પોતાને ઘરે ગયા હતાં. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) એમની પત્ની ઝવેરબાઈ પોતાની પાછળ પાંચ વર્ષની પુત્રી મણીબેન અને ચાર વર્ષનો પુત્ર ડાહ્યાભાઈને છોડીને ગઈ હતી
સરદાર પટેલે બીજું લગ્ન ના કર્યું અને સમગ્ર જીવન પોતાનાં ૨ બાળકોને મોટા કરીને એમને સારું શિક્ષણ આપવમાં જ વિતાવ્યું. એમને વિધુર જીવન જ વિતાવ્યું પણ પત્નીનું મૃત્યુ ભૂલ્યા પછી ૧૯૧૦ માં સરદાર પટેલ સ્વયં બેરિસ્ટરની ડીગ્રી હાંસલ કરવાં માટે વિદેશ ગયાં !!!!

પરિવાર ———–

સરદાર વલ્લભભાઈ પટેલના પિતા ઝવેરભાઈ એક ધર્મપારાયણ વ્યક્તિ હતાં. ગુજરાતમાં સન ૧૮૨૯માં સ્વામી સહજાનંદ દ્વારા સ્થાપિત સ્વામીનારાયણ પંથના એ પરમ ભક્ત હતાં. ૫૫ વર્ષની અવસ્થા ઉપરાંત એમણે પોતાનું જીવન એમાં જ અર્પિત કરી દીધું હતું. વલ્લભભાઈએ સ્વયં કહ્યું હતું કે —— ” હું તો સાધારણ કુટુંબમાંથી આવ્યો હતો
મારા પિતા મંદિરમાં જ જિંદગી વિતાવતાં હતાં અને એમને ત્યાં જ પૂરી કરી ……!!!!” વલ્લભભાઈની માતા લાડબાઈ પોતાના પતિની જેમ જ એક ધર્મપરાયણ મહિલા હતી. એમાં વિઠ્ઠલભાઈ તથા વલ્લભભાઈએ રાષ્ટ્રીય અંદોલનમાં ભાગ લઈને ભારતીય ઈતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ગ્રહન કર્યું
માતા-પિતાના ગુણ સંયમ , સાહસ,સહિષ્ણુતા. દેશપ્રેમનો પ્રભાવ વલ્લભભાઈના ચરિત્ર પર સ્પષ્ટ હતો !!!!!



સરદાર વલ્લભભાઈનું બેરિસ્ટર બનવું ————

સરદાર પટેલની બાળપણથી જ અંગ્રેજી મનોવૃત્તિ હતી કે એ પણ બેરિસ્ટર બનીને આરામથી પોતાનું જીવન વિતાવે !!!!
એસમયે એમનો ઉદ્દેશ કેવળ બેરિસ્ટર બનીને ધન કમાવવાનો હતો અને એ સિવાય એમનાં જીવનનો કોઈ જ સંકલ્પ હતો નહીં !!!! જયારે વિલાયત જવાં રવાના થયાં ત્યારે વિલાયતી પોષક પહેરીને એમનામાં વિદેશી ભાવના જાગૃત થઇ ગઈ !!!
હવે લંડનમાં એ દિવસ-રાત એક કરીને બેરિસ્ટરીનું ભણવામાં જ લાગેલા રહેતા હતા. આનાં ફળસ્વરૂપ પ્રથમ શ્રેણીમાં એમણે બેરિસ્ટરનું ભણતર પૂરું કરી લીધું !!!

જયારે ૧૯૧૩માં સરદાર પટેલ બેરિસ્ટર બનીને પાછાં ભારત આવ્યાં તો એમનાં ગામના લોકો દંગ રહી ગયાં કારણકે એક ખેડૂતના દીકરા એ વિદેશમાં જઈને ડીગ્રી હાંસલ કરી હતી !!!! હવે સરદાર પટેલે અમદાવાદમાં વકીલાત શરુ કરી અને થોડાંક જ મહિનામાં અમદવાદના જાણીતાં બેરિસ્ટરોમાંનાં એક ગણાવા લાગ્યાં. હવે ધીરે ધીરે એમની ખ્યાતિ બીજાં શહેરોમાં પણ ફેલાઈ ગઈ અને તેમને પોતાની ફીસ વધારી દીધી. હવે …… માત્ર એમની જ કમાઈ પર એમનો આખો પરિવાર જીવન ગુજારતો હતો !!!!!

સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદના ફેશનપરસ્ત ગુજરાત ક્લબમાં બ્રીજના ચેમ્પિયન હોવાનાં કારણે પણ એ વિખ્યાત હતાં. ૧૯૧૭સુધી એ ભારતની રાજનીતિક ગતિવિધિઓ પ્રત્યે ઉદાસીન જ રહ્યાં !!! ૧૯૧૪થી ૧૯૨૦ સુધી એમણે પૂર્ણરૂપે પોતાની જાતને કોર્ટમાં જ ઓતપ્રોત કરી દીધા હતાં અને એ એ અમય સુધી રાજનીતિથી દૂર જ રહેતાં હતાં ……..
૧૯૨૧માં જયારે ગાંધીજીએ અસહયોગ આંદોલન શરુ કર્યું તો બધાંજ વકીલો એમાં શામિલ હતાં. આ વકીલોમાં વલ્લભભાઈની સાથે સાથે મોતીલાલ નહેરુ, તેમજ બહાદુર, રાજેન્દ્ર પ્રસાદ અને માવલંકર જેવા ખુબજ મોટાં જાણીતાં વકીલોએ પણ ભાગ લીધો હતો. આની પહેલાં સરદાર પટેલ ક્યારેય પણ ગાંધીજીના આંદોલનમાં ભાગ નહોતા લેતાં અને એ ગાંધીજીના આંદોલનને પાગલપન કહેતાં હતાં !!!

વિદેશથી પાછાં ફર્યા બાદ એમણે જયારે સ્વદેશી આંદોલનમાં વિદેશી કપડાઓનો ત્યાગ કર્યો. ત્યારે એમના મનમાં ગાંધીજી પ્રતિ ભાવના જાગૃત થઇ હતી. ગુજરાત સભામાં ગાંધીજીના ભાષણથી એ સમયે સરદાર પટેલ બહુજ પ્રભાવિત થયાં હતાં. જયારે ૧૯૧૭માં ગુજરાત સભા થઇ તો દેશના બધાં જ નેતાઓને ગાંધીજીએ ગુજરાતી ભાષામાં ભાષણ આપવાનું કહ્યું અને જે લોકો ગુજરાતી નહોતાં બોલી શકતાં એમને માટે અનુવાદક રાખવામાં આવ્યો હતો !!!! આ રીતે દેશમાં પહેલી જ વાર અંગ્રેજી ભાષાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલ એમનાં આ વક્તવ્યથી બહુજ પ્રભાવિત થયાં અને ત્યારથી જ એ એમની સાથે જોડાઈ ગયાં !!!

સરદાર વલ્લભભાઈ પટેલની સામાજિક જાગરૂકતા —–

સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૧૭મા અમદવાદ નગરપાલિકાનો ચુનાવ લડ્યો અને એમાં વિજયી બનીને ચેરમેન બન્યાં. એજ વર્ષે અમદવાદમાં પ્લેગ ફાટી નીકળ્યો અને ઘણા લોકો એમાં મૃત્યુ પામ્યાં. આવી કઠીન પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલે વિવેકથી કામ લેતા
અમદાવાદના નાગરિકોને જંગલમાં જવા માટે નિર્દેશ કર્યો. જેથી કરીને પ્લેગ પર નિયંત્રણ લાવી શકાય જ્યારે પ્લેગ પર નિયંત્રણ લાવી દીધું ત્યારે શહેરમાં ઇન્ફ્લુએંજા ફેલાઈ ગયો
અને ફરીથી વલ્લભભાઈ પટેલે પોતાના શહેરને આ બીમારીઓથી નિજાત આપાવી અને ચિકિત્સા વ્યવસ્થાને સુદ્રઢ બનાવી !!!!

સત્યાગ્રહથી લગાવ ———-

સન ૧૯૧૭માં મોહનદાસ કરમચંદ ગાંધીથી પ્રભાવિત થયા પછી સરદાર પટેલને લાગ્યું કે એમના જીવનની દિશા બદલાઈ ગઈ છે. એ ગાંધીજીના સત્યાગ્રહ (અહિંસાની નીતિ) સાથે ત્યાં સુધી જોડાયેલાં રહ્યાં જ્યાં સુધી અંગ્રેજો વિરુદ્ધ ભારતીયોના સંઘર્ષમાં કારગત અને કામિયાબ ના નીવડયા
પરંતુ એમણે ક્યારેય પણ ગાંધીજીના નૈતિક વિશ્વાસ કે આદર્શો સાથે પોતાની જાતને ના જોડયાં. એમનું એ માનવું હતું કે એમણે સાર્વભૌમિક રૂપે કરવાનીઓ ગાંધીજીનો આગ્રહ ભારતના તત્કાલીન રાજનીતિક ,આર્થિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં અપ્રાસંગિક છે. છતાં પણ ગાંધીજીના અનુસરણ અને સમર્થનનો સંકલ્પ કર્યા બાદ સરદાર પટેલે પોતાની શૈલી અને વેશભૂષામાં પરિવર્તન લાવી દીધું. એમણે ગુજરાત કલબ છોડી દીધી અને ભારતીય કિસાનોના જેવા જ સફેદ વસ્ત્રો પહેરવાં લાગ્યાં તથા ભારતીય ખાનપાનને પૂરી રીતે અપનાવી લીધું !!!!

જયારે સત્યાગ્રહ આંદોલન શરુ થયું ત્યારે વલ્લભભાઈની પહેલી વાર ગાંધીજી સાથે મુલાકાત થઇ હતી. એ સમયે એમને સત્યાગ્રહ અને અહિંસા જેવાં વિષયોમાં રૂચી નહોતી
કારણકે એ સમાજ સેવાને જ પોતાનો ધર્મ સમજતાં હતાં. ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીએ સ્વયંસેવકોની માંગ કરી ત્યારે વલ્લભભાઈએ પોતાનું નામ પણ લખાવ્યું. ત્યારે એમણે ગાંધીજીની સાથે સાથે સત્યાગ્રહની પણ કમાન સંભાળી હતી !!!! ધીરે ધીરે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીને પોતાના ગુરુ માનવાં લાગ્યા હતાં. જયારે એમની આયુમાં માત્ર પાંચ જ વર્ષમો તફાવત હતો !!!!

ગાંધીજીનો એમના જીવન પર એટલો બધો પ્રભાવ પડયો કે એમની રહેણી – કરણી જ બદલાઈ ગઈ. હવે એ ગાંધીજીની જેમ ધોતી-કુર્તા પહેરીને ગાંધીજીના આંદોલનોમાં શામિલ થઇ ગયાં !!!! ૧૯૧૮માં ઓછો વરસાદ થવાને કારણે ગુજરાતના ખેડા જીલ્લામાં ફસલો બરબાદ થઇ ગઈ !!!! હવે કિસાનોએ સરકારને લગાન માફીની માંગ કરી પરંતુ એ સમયે સરકારે સ્પષ્ટ નન્નો ભણી દીધો !!!! હવે કિસાનોના હક્ક માટે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ખેડા પહોંચ્યા અને આખા ગામમાં તે વખતે એ શહેર નહોતું બન્યું એમાં પગપાળા ફરીને અંગ્રેજોનો વિરોધ કરવાનું આહ્વાહન કર્યું !!!!

ખેડા સત્યાગ્રહમાં ગાંધીજી અને સરદાર પટેલ વધારે નજીક આવ્યાં અને એકબીજાને સમજવાં લાગ્યાં. આ રીતે ચંપારણ અને ખેડા ના વિદ્રોહોને કારણે આખા દેશની નજર ગાંધીજીની સાથે સાથે વલ્લભભાઈ પર પડી. અંતમાં કિસાનોની જીત થઇ અને સરકાર ઝુકી અને લગાનમાં છૂટ આપવામાં આવી ગાંધીજીએ આની સફળતાનો શ્રેય સરદાર વલ્લભભાઈને આપ્યો !!!!

બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ ———-

૧૯૨૮ માં અંગ્રેજોએ ગુજરાતના બારડોલી ગામમાં ૩૦ પ્રતિશત લાગન વધારી દીધો હતો અને સરદાર પટેલે સ્થાનીય નેતાઓ અને સરકાર પાસે લગાન ઓછું વસુલ કરવાની માંગ કરી પરંતુ કોઈ જ ફાયદો થયો નહીં !!!! હવે બારડોલીના કિસાનો વલ્લભભાઈ પટેલ પાસે પહોંચ્યા તો તેઓ તરત જ બારડોલી પહોંચ્યા. બારડોલીમાં એમણે કર વસૂલીના વિરોધમાં સત્યાગ્રહની ઘોષણા કરી દીધી અને ધીરે ધીરે પાડોશી ક્ષેત્રમાં પણ ફેલાઈ ગયો !!!! સરકારે વિદ્રોહ દમન કરવાનો ભરચક પ્રયત્ન કર્યો પરંતુ આંદોલન બિલકુલ જ ના થંભ્યું !!!!

બારડોલીના લોકોએ આખા દેશમાં અનશનો કર્યા, ઠેર ઠેર ઠેકાણે સભાઓ ભરી અને ધન સંગ્રહ કર્યો અને પીડિતોને એ ધન વિતરિત કર્યું. સરદાર પટેલે આ લોકોની જાગૃતિને બિલકુલ તુટવા ના દીધી અને અંતત: એકવાર ફરીથી અંગ્રેજ સરકારે ઘૂંટણા ટેકવ્યા. સરદાર વલ્લભભાઈની કોશિશોએ ખેડૂતોને નીલામ કરાયેલી જમીન પછી અપાવી અને સત્યાગર્હી બંદીઓને છોડાવવા માટે સાથે સાથે લગાનમાં પણ કમી કરી આપી !!!! સરદાર વલ્લભભાઈ પટેલની આ જીતને “બારડોલી વિજય દિવસ”ના રૂપમાં મનાવવામાં આવ્યો

બારડોલી સત્યાગ્રહમાં વિજય મળ્યા પછી સરદાર પટેલ ગાંધીજીના મીઠાના સત્યાગ્રહની તૈયારી કરી રહ્યા હતાં. અંગ્રેજ સરકાર પાસે દાંડી કૂચના પાંચ દિવસ પહેલાં જ સરદાર પટેલને ગિરફ્તાર કરવામાં આવ્યાં. એમને ૩ મહિના સુધી નજરબંધ રાખવામાં આવ્યાં અને ૫૦૦ રૂપિયાનો દંડ ભરાવીને એમને છોડી મૂકવમાં આવ્યાં. એના પછી સરદાર પટેલનો જેલ જવાનો સિલસિલો શરુ થઇ ગયો અને દરેક ૬ મહિના માં એ જેલમાં જતાં હતાં. જેલથી છૂટ્યા પછી કોંગ્રેસ સાથે શામિલ થઈને એ અંગ્રેજ સરકારનો વિરોધ કરવાં લાગ્યાં !!!

સન ૧૯૧૭ થી ૧૯૨૪ સુધી સરદાર પટેલે અહમદનગરના પહેલાં હાર્તીય નિગમ આયુકતનાં રૂપમાં સેવા પ્રદાન કરી અને ૧૯૨૪ થી ૧૯૨૮ સુધી એમને નિર્વાચિત નગરપાલિકાનાં અધ્યક્ષ પણ બન્યાં !!! ૧૯૧૮માં એમણે પોતાની પહેલી છાપ છોડી !!! જ્યારે અતિવર્ષાના કારણે ફસલ તબાહ થઇ ગઈ તેમાં છતાં પણ મુંબઈ સરકાર દ્વારા પૂરું વાર્ષિક લગાન વસૂલ કરવાનાં ફેંસલાની વિરુદ્ધ એમણે ગુજરાતનાં ખેડા જીલ્લમાં કિસાનોએ ખેડૂતોના જનઆંદોલનની રૂપરેખા બનાવી
બારડોલી સત્યાગ્રહના કુશળ નેતૃત્વને કારણે એમેને “સરદાર”ની ઉપાધિ મળી. એમણે વ્યવસાયિક, નિર્ણાયક અને એળે સુધી કે કઠોર અંગ્રેજો પણ સરદાર પટેલને ખતરનાક શત્રુ માનતાં હતાં !!!

રાજનીતિક દર્શન ———

સરદાર વલ્લભભાઈ પટેલ ક્રાંતિકારી નહોતાં. ૧૯૨૮થી ૧૯૩૧ વચે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉદ્દેશો પર થઇ રહેલી મહત્વપૂર્ણ બહસમાં સરદારનો વિચાર હતો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું લક્ષ્ય સ્વાધીનતા નહીં પણ બ્રિટીશ રાષ્ટ્રકુલની ભીતર આધીન રાજ્યનો દર્જો પ્રાપ્ત કરવો એ જ હોવો જોઈએ જવાહરલાલ નહેરુની વિપરિત, જે સ્વંત્રતા માટે સંઘર્ષમાં હિંસાને જોયું – નજોયું ના પક્ષમાં હતાં !!!
પટેલ નૈતિક નહીં, વ્યવહારિક આધાર પર સશાત્ર આંદોલનને નકારતાં હતાં. પટેલનું એ પણ માનવું હતું કે એ જો વિફળ રહેશે તો એનું જબરજસ્ત દમન થશે !!!! મહાત્મા ગાંધીની જેમજ પટેલ પણ ભવિષ્યમાં બ્રિટીશ રાષ્ટ્રફૂલમાં સ્વતંત્ર ભારતની ભાગીદારીમાં લાભ જોતાં હતાં. એમની એ શરત હતી કે ભારતને એક બરાબરીનાં સદસ્યના રૂપમાં શામિલ કરવામાં આવે !!!! એ ભારતમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ કાયમ કરવા પર જોર આપતાં હતાં. પરંતુ ગાંધીજીની વિપરીત —- એ હિંદુ-મુસ્લિમ એકતાને સ્વતંત્રતાની પૂર્વ શરત નહોતાં માનતાં!!!

૧૯૨૯માં કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પ્રકાશમાં આવ્યું. પરંતુ ગાંધીજીની પહેલના કારણે જવાહરલાલ નહેરુને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં …….
આની પહેલાં જવાહરલાલ નહેરુ ના પિતા મોતીલાલ નહેરુ કોંગ્રેસનાં અધ્યક્ષ હતાં !!!! ૧૯૪૨માં ગાંધીજીએ “અંગ્રેજો ભારત છોડો ” અને ” કરો યા મરો” નો નારો આપ્યો. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) આ ક્રાંતિમાં બધાં નેતાઓ જેલમાં બંધ થઇ ગયા હતાં અને સરદાર પટેલ પણ ત્રણ વર્ષ સુધી જેલમાં રહ્યાં હતાં. આ સમય દરમિયાન મુસ્લિમ લીગે સાંપ્રદાયિતાના બીજ ભારતમાં રોપી દીધાં. મુસ્લિમ લીગના જિન્હા એક અલગ રાષ્ટ્રની માંગણી કરતાં હતાં !!!!

બળપૂર્વક આર્થીક ને સામાજિક બદલાવ લાવવા આવશ્યકતા માટે સરદાર પટેલ જવાહરલાલ નહેરુ સાથે અસહમત હતાં … પારંપરિક હિંદુ મુલ્યોની ઉપજ રૂઢીવાદી પટેલે ભારતની સામાજિક અને આર્થિક સંરચનામાં સમાજવાદી વિચારોને અપનાવવાની ઉપયોગીતાનો ઉપહાસ કર્યો ………
એ મુક્ત ઉદ્યમમાં માનતાં હતાં …. આ પ્રકારે એમણે રાષ્ટ્રવાદી તત્વોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો તથા એમનાં પ્રાપ્ત અને પર્યાપ્ત ધનથી જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ગતિવિધિઓ સંચલિત રહેતી હતી !!!

જેલયાત્રા ——–

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ૧૯૨૯ના લાહોર અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી પછી અધ્યક્ષ પદના બીજા ઉમેદવાર હતાં. ગાંધીજીએ સ્વાધીનતાના પ્રસ્તાવને સ્વીકૃત થવાં પર રોકવાના પ્રયાસમાં અધ્યક્ષની દાવેદારી છોડી દીધી અને પટેલ પર પણ નામ પાછું લેવાં માટે દબાવ વધ્યો !!!! આનું પ્રમુખ કારણ મુસલમાનો પ્રત્યે પટેલની હઠધર્મિતા હતી. અંતત: જવાહરલાલ નહેરુ અદ્યક્ષ બન્યા. ૧૯૩૦ માં મીઠાના સત્યાગ્રહ દરમિયાન પટેલને ત્રણ મહિનાની સજા થઇ
એમને જેલમાં પૂરી દેવામાં આવ્યાં!!!! માર્ચ ૧૯૩૧માં એમણે ભારતીય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાંચી અધિવેશનની અધ્યક્ષતા કરી. જાન્યુઆરી ૧૯૩૨માં એમને ફરીથી ગિરફ્તાર કરી લેવામાં આવ્યા. જુલાઈ ૧૯૩૪માં એ ત્યાંથી છૂટ્યા
અને ૧૯૩૭નાં ચુનાવોમાં એમણે કોંગ્રેસ પાર્ટીના સંગઠનને વ્યવસ્થિત કર્યું. ૧૯૩૭-૧૯૩૮માં એ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે પ્રમુખ દાવેદાર હતાં !!!! એકવાર ફરીથી ગાંધીજીના દબાવમાં આવી જઈને સરદાર પટેલે પોતાનું નામ પાછું લેવું પડ્યું અને જવાહરલાલ નહેરુ નિર્વાચિત થયા !!! ઓકટોબર ૧૯૪૦માં કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે પટેલ પણ ગિરફ્તાર થયાં અને ૧૯૪૧માં પાછાં છૂટાં થયાં !!!!

ગાંધીજીથી મતભેદ ——-

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જાપાની હુમલાની આશંકા થઇ તો સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીની અહિંસાની નીતિને અવ્યવહારિક બતાવીને ખારિજ કરી દીધી. સત્તાના હસ્તાંતરણના મુદ્દા પર એમને ગાંધીજી સાથે મતભેદ હતો કે ઉપમહાદ્વીપનું હિંદુ ભારત તથા મુસ્લિમ પાકિસ્તાનના રૂપમાં વિભાજન અપરિહર્ય છે. સરદાર પટેલે એ વાતપર જોર કર્યું કે
પાકિસ્તાન આપી દેવું એ ભારતના હિતમાં જ છે. પરંતુ – ૧૯૪૬માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પદે સરદાર પટેલ પ્રમુખ ઉમ્મીદવાર હતાં. પરંતુ મહાત્મા ગાંધીએ એક વાર ફરીથી હસ્તક્ષેપ કરીને જવાહરલાલ નહેરુને અદ્યક્ષ બનાવી દીધાં !!! કોંગ્રેસ અધ્યક્ષ ના રૂપમાં નહેરુ બ્રિટીશ વાઈસરોયના અંતરિમ સરકારના ગઠન માટે આમંત્રિત કર્યા. આ પ્રકારે જો ઘટનાક્રમ જો સામાન્ય રહ્યો તો કદાચ સરદાર પટેલ ભારતના પહેલાં પ્રધાનમંત્રી હોત !!!!

રાજનીતિક જીવન ——–

હવે અંગ્રેજોએ અંતત: ભારત છોડવાનો નિર્ણય કરી જ લીધો હતો અને ૧૯૪૬માં કેબીનેટ મિશન ભારત આવ્યું. એમાં વિભાજનની વાતને સૌથી પહેલાં સરદાર વલ્લભ ભાઈ પટેલે સ્વીકારી. કારણકે એ બન્ને દેશો વચ્ચે દંગા ફસાદ અને કોમી રમખાણોમાં લોકોના મૃત્યુ જોવા નહોતા માંગતા. ૨ જુન ૧૯૪૭ના રોજ ભારત-પાકિસ્તાન વિભાજનનો દિવસ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ઘોષિત કરવામાં આવ્યો. હવે ૧૫મી ઓગષ્ટે ભારત આઝાદ થઇ ગયું અને જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી તથા સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી બન્યાં.

હવેજ સરદારનું મુખ્ય યોગાદન શરુથાય છે એ વિશેની વાત આ લેખમાળાના અંતિમ ભાગમાં આવશે. બીજો લેખ સરદારના પ્રસંગો પરનો છે !!!!

સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ ———–

આઝાદીના થાડાક જ સમય જ બાદ ૧૯૪૮માં નથુરામ ગોડસે એ ગાંધીજીની હત્યા કરી દીધી. સરદાર વલ્લભભાઈ પટેલ બહુજ દુખી થયાં કારણકે ગૃહમંત્રી હોવાનાં નાતે એમની સુરક્ષાની જવાબદારી એમના પર હતી !!!! એમને વિચલિત થઈને જવાહરલાલ નહેરુને ત્યાગપત્ર આપવાની તૈયારી બતાવી હતી. એકવાર તો નહેરુ એ સ્વીકારવા તૈયાર થઇ ગયાં હતાં. પણ લોર્ડ માઉન્ટ બેટનના હસ્તક્ષેપના કારણે નહેરુએ તે ના સ્વીકાર્યું અને સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે —— ” આવી કપરી ક્ષણોમાં તમે આમારો સાથ ના છોડશો !!!” ૧૯૫૦ સુધીમાં તો સરદાર પટેલની હાલત બહુજ નાજુક થઇ ગઈ હતી અને ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ ના રોજ મુંબઈમાં હૃદયાઘાતને કારણે એમનું મૃત્યુ થઈ ગયું. એ વખતે એમની ઉંમર ૭૫ વર્ષની હતી. એમની અંતિમયાત્રામાં ૧૦ લાખથી પણ વધારે લોકો જમા થયાં હતાં અને આ રીતે એક લોહપુરુષ માટીમાં વિલીન થઇ ગયો.

પૂરું નામ સરદાર વલ્લભભાઈ પટેલ
અન્ય નામ સરદાર પટેલ
જન્મ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫
જન્મભૂમિ નડીયાદ , ગુજરાત
મૃત્યુ ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ ——– ઉંમર ૭૫ વર્ષ
મૃત્યુ સ્થાન મુંબઈ, મહારાષ્ટ્ર
મૃત્યુનું કારણ હાર્ટ એટેક ( દિલનો દોરો )
અભિભાવક ઝવેરભાઈ પટેલ , લાડબાઈ
પત્ની ઝવેરબા
સંતાન પુત્ર —— ડાહ્યાભાઈ પટેલ , પુત્રી ——— મણીબેન પટેલ
નાગરિકતા ભારતીય
પ્રસિદ્ધિ ભારતના લોહપુરુષ
પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પદ ઉપ પ્રધાન મંત્રી, ગૃહ મંત્રી , સુચના મંત્રી અને રાજ્ય મંત્રી
કાર્યકાળ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ થી ૧૫ ડિસેમ્બર ૧૯૫૦
શિક્ષા કલકત્તા
ભાષા હિન્દી
જેલ યાત્રા ૧૯૩૦, જાન્યુઆરી ૧૯૩૨, ઓક્ટોબર ૧૯૪૦
પુરસ્કાર ભારત રત્ન
વિશેષ યોગદાન
દેશી રિયાસતોનો વિલય એ સવ્તંત્ર ભારતની પહેલીઉપલબ્ધિ હતી .
અને નિર્વિવાદ રૂપે સરદાર પટેલનું એમાં વિશેષ યોગદાન હતું
નીતિમત્તા, દ્રઢતા માટે ગાંધીજીએ એમને સરદાર અને લોહ્પુરુશની ઉપાધિ આપી હતી
આંદોલન મીઠાનો સત્યાગર્હ , બારડોલી સત્યાગ્રહ
ઉપાધિઓ લોહપુરુષ , ભારતના બિસ્માર્ક
અન્ય જાણકારી વાસ્તવમાં સરદાર પટેલ આધુનિક ભારતના શિલ્પી હતાં
એમના કઠોર વ્યક્તિત્વમાં બિસ્માર્ક જેવી સંગઠન કુશળતા
કૌટિલ્ય જેવી રાજનીતિ
તથા રાષ્ટ્રીય એકતા પ્રતિ અબ્રાહમ લિંકન જેવી અતૂટ નિષ્ઠા હતી !!!

સરદાર વલ્લભભાઈ પટેલ તવારીખ ————–

સરદાર વલ્‍લભભાઇ પટેલ
વર્ષ-જીવન અને કાર્યનાં અગત્‍યનાં બનાવો
૧૮૭પ-પૂર્વજીવન – જન્‍મ : તા. ૩૧ ઓકટો. નાં રોજ ખેડા જીલ્‍લાનાં નડિયાદ ગામે, મોસાળમાં જન્‍મ. વતન : કરમસદ. પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇનાં ચોથા પુત્ર.
અભ્‍યાસ પ્રાથ‍મિક તેમજ અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ કરમસદમાં. અંગ્રેજી ચોથા ધોરણ સુધી પેટલાદમાં.
૧૮૯૩- લગ્‍ન : કરમસદ પાસે ગાના ગામે ૧૮માં વર્ષે ઝવેરબા સાથે લગ્‍ન.
૧૮૯૭- મેટ્રીકની પરીક્ષા : નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે પરીક્ષામાં પાસ.
૧૯૦૦- વકીલની પરીક્ષા : નડિયાદની વકીલની પરીક્ષામાં ઊતીર્ણ થયા અને પંચમહાલનાં ગોધરામાં વકીલાતનો શુભારંભ.
૧૯૦ર- ગોધરા છોડી બોરસદમાં ફોજદારી વકીલ, જવલંત સફળતા અને ખ્‍યાતિ પ્રાપ્‍ત કરી. ૧૯૦૪/પ- સંતાન પ્રાપ્‍તિ : ૧૯૦૪ એ‍પ્રીલમાં પુત્રી મણિબહેન અને ૧૯૦પની ર૮ નવેમ્‍બરનાં રોજ ડાહ્યાભાઇનો જન્‍મ.
૧૯૦૯- પત્‍નીનું અવસાન : ૧૧મી જાન્‍યુઆરીનાં રોજ પત્‍ની ઝવેરબાનું ઓપરેશન દરમ્‍યાન મુંબઇમાં અવસાન થયાના સમાચાર બોરસદમાં કોર્ટમાં ખૂન કેસની અગત્‍યની દલીલો સમયે મલ્‍યા.
૧૯૧૦- બેરિસ્‍ટર : બારએટલોની પરીક્ષા માટે ઈંગ્‍લેન્‍ડ ગયા, મિડલ ટેમ્‍પલ નામની સુપ્રસિધ્‍ધ કોલેજમાં કાનૂની અભ્‍યાસ માટે પ્રવેશ મેળવ્‍યો.
૧૯૧૨- બેરિસ્‍ટરની અંતિમ પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પહેલા વર્ગમાં પહેલા નંબરે ઊતીર્ણ. પચાસ પાઉન્‍ડનું ઈનામ મેળવ્‍યું. વતન પાછા ફર્યા.
૧૯૧૩- કારકીર્દિ આરંભ : સરદારનાં મોટાભાઈશ્રી વિઠ્ઠલભાઈ પટેલ બોમ્‍બે કાઉન્સિલમાં મેમ્‍બર તરીકે ચૂંટાયા. ફેબ્રુ. માં સરદારે બેરિસ્‍ટર તરીકે અમદાવાદમાં કારકી્ર્દિનો પ્રારંભ કર્યો.
૧૯૧૪- પિતાનો સ્‍વર્ગવાસ : માર્ચમાં પિતા ઝવેરભાઈનું ૮૫ વર્ષની વયે કરમસદ ખાતે અવસાન.
૧૯૧૫- જાહેર જીવન : અમદાવાદની ગુજરાત સભાનું સભ્‍યપદ અને જાહેર જીવનમાં પદાર્પણ.
૧૯૧૭- પૂજ્ય મહાત્‍મા ગાંધીજી સાથે પ્રથમ પ્રભાવક સંપર્ક : સ્‍વાતંત્ર્ય માટેની દેશદાઝ દઢીભૂત થઈ, ગુજરાત સભાનાં પ્રતિનિધિ તરીકે લખનૌનાં કોંગ્રેસ અધિવેશનમાં હાજરી, અમદાવાદ મ્‍યુનિસિપાલિટીમાં પ્રથમવાર સભ્‍ય, આરોગ્‍ય સમિતિનાં અધ્‍યક્ષપદે વરણી, ગોધરા ખાતે પ્રથમ ગુજરાત પ્રાંતિક સભાની કારોબારી સમિતિનાં મંત્રીપદે વરણી, વેઠપ્રથા સામે આંદોલનનાં પુરસ્‍કર્તા.
૧૯૧૮- અમદાવાદમાં ઈન્‍ફલુએન્‍ઝાનાં રોગચાળાનાં પ્રતિકાર માટે કામચલાઉ હોસ્પિ‍ટલની સ્‍થાપના, અછતગ્રસ્‍ત ખેડા જિલ્‍લાનાં ખેડૂતો પાસેથી સરકાર દ્વારા વસૂલ કરતાં જમીન મહેસૂલની વિરુધ્‍ધમાં ‘‘નાકર‘‘ લડતનું સફળ સંચાલન કર્યુ.
૧૯૧૯- અમદાવાદમાં મ્‍યુ. નાં મેનેજિંગ કમિટીનાં અધ્‍યક્ષ, સ્‍વાતંત્ર્ય આંદોલનને કચડી નાંખવા સરકારે લાદેલા રોલેટ બિલ સામે ૭મી એપ્રિલે સરદારની આગેવાનીમાં વિશાળ સરઘસ સાથે સત્‍યાગ્રહ શરૂ કર્યો. સરદારે ગાંધીજીના બે પુસ્‍તકો ‘‘ હિન્‍દ સ્‍વરાજ્ય ‘‘ અને ‘‘ સર્વોદય ‘‘નાં મુકેલા પ્રતિબંધનો ભંગ કરી, બંને પુસ્‍તકોનું જાહેરમાં વેંચાણ કર્યુ, બીજુ પગલું ‘‘સત્‍યાગ્રહ‘‘ પત્રિકા સરકારની પૂર્વમંજુરી વિના પ્રસિધ્‍ધ કરી કાયદા ભંગ કર્યો, આ ગેરકાયદે પત્રિકાનાં તંત્રી અને મુદ્રક તરીકે સરદાર પટેલનું નામ હોવા છતાં અંગ્રેજ અધિકારી પ્રાટ વગેરેએ તેમની ધરપકડ કરવાની હિંમત કરી નહીં.
૧૯૨૦- અમદાવાદ મ્‍યુ. ની ચૂંટણીમાં ધૂરંધર શ્રી રમણભાઈ નિલકંઠને પરાજિત કરી, સરદારે કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને વિજયી બનાવ્‍યા, અંગ્રેજી ઢબનાં પોષાકનો ત્‍યાગ કરી ખાદીનાં વસ્‍ત્રો અપનાવ્‍યા, સવિનય કાનૂન ભંગ આંદોલનને ટેકો આપતો ઠરાવ, નાગપુર કોંગ્રેસ અધિવેશનમાંથી તિલક સ્‍વરાજ ફંડ માટેની હાકલનાં જવાબમાં ગુજરાતમાંથી દસ લાખનો ફાળો એકત્ર કર્યો. કોંગ્રેસ પક્ષનાં ૩ લાખ સભ્‍યો બનાવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ.
૧૯૨૧-ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિનાં પ્રથમ અધ્‍યક્ષ બન્‍યા, ડિસે. માં અમદાવાદમાં મળેલા ૩૬માં કોંગ્રેસ અધિવેશનની સ્‍વાગત સમિતિનાં અધ્‍યક્ષ બની સફળતાપૂર્વક સંચાલન કર્યુ.
૧૯૨૩- અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્‍યાગ્રહ, અમદાવાદ શાળાઓનાં પ્રશ્ને મ્‍યુ. સસ્‍પેન્‍ડ થતાં જાહેર ફાળાથી ‘‘પીપલ્‍સ એજ્યુકેશન બોર્ડ‘‘ દ્વારા શાળાઓનું સંચાલન, બોરસદ તાલુકાનાં લોકો પર ડિસે. માં સરકારે નાખેલા અન્‍યાયી ‘‘હૈડિયાવેરા‘‘ વિરુધ્‍ધ સત્‍યાગ્રહના કારણે વેરો રદ કરવા સરકારને ફરજ પાડી, વલ્‍લભભાઈને ‘‘બોરસદનાં સરદાર‘‘નું માનવંતુ બિરુદ મળ્યું.
૧૯૨૪- પુન: જીત્‍યા અમદાવાદ મ્‍યુ. માં પ્રમુખ ચૂંટાયા.

૧૯૨૭- ગુજરાતમાં અભૂતપૂર્વ રેલસંકટ રાહત કાર્યોથી ગર્વનર જનરલ લોર્ડ વેવલને પ્રભાવિત કર્યા અને સરકાર પાસેથી એક કરોડની સહાય મેળવી.
૧૯૨૮- અમદાવાદ મ્‍યુ.માંથી રાજીનામુ, ખેડૂતો પરનાં મહેસૂલ વધારા સામે બારડોલી સત્‍યાગ્રહનો પ્રારંભ, ખેડૂતોનાં નેતા તરીકે ‘‘સરદાર‘‘ નું ગૌરવંતુ બિરુદ મેળવ્યું, કલકત્તાનાં કોંગ્રેસ અધિવેશનમાં સ્‍વાતંત્ર્ય લડતનાં ‘‘સરદાર‘‘ તરીકે બહુમાન કરાયું.
૧૯૨૯- પુનામાં મળેલ મહારાષ્‍ટ્ર રાજકીય પરિષદના પ્રમુખ તથા મોરબી ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પ્રમુખ તરીકે વરણી.
૧૯૩૦- દાંડીના મીઠા સત્‍યાગ્રહમાં ૭મી માર્ચે રાસ ગામે જાહેરસભામાં ધરપકડ અને કેદ, ૩૦મી જૂને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ૧લી ઓગષ્‍ટે પુઃન ધરપડ અને યરવડા જેલમાં કારાવાસ.
૧૯૩૧- ઓગષ્‍ટમાં સીમલા ખાતે ગાંધી-ઇરવીન કરાર થતાં માર્ચમાં મુક્તિ, કરાંચીમાં કોંગ્રેસનાં ૪૬માં અધિવેશનમાં પ્રમુખ ચૂંટાયા.
૧૯૩૨- સરકાર વિરોધી આંદોલનમાં નેતૃત્‍વ લેવા બદલ જાન્‍યુ.માં યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજરકેદ, નવે.માં માતા લાડબાઇનું કરમસદમાં અવસાન.
૧૯૩૩- ૧લી ઓગષ્‍ટે નાસિક જેલમાં બદલી, મોટાભાઇ વિઠ્ઠલભાઇ પટેલનું ૨૨મી ઓક્ટો.માં સ્વિટર્ઝરલેન્‍ડમાં અવસાન.
૧૯૩૮- કેન્‍દ્રીય કોંગ્રેસ પક્ષની શિસ્‍તનું પાલન કરવાની કોંગ્રેસ નેતાગીરી કડક પગલા ભરવાની નીતિને કારણે હિંદના ‘‘તાનાશાહ‘‘નું બિરુદ, કાઠિયાવાડ રાજકીય પરીષદનાં અધ્‍યક્ષસ્‍થાને, બારડોલીનાં હરીપુરા ગામે કોંગ્રેસનું પહેલું ગ્રામ અધિવેશન સુભાષચંદ્ર બોઝનાં અધ્‍યક્ષસ્‍થાને યોજ્યું.
૧૯૩૯- ૧૯૩૯માં ભાવનગર પ્રજા પ‍રીષદનાં યજમાનપ્‍દે કાઠિયાવડ રાજકીય પરીષદમાં સરદારનાં સ્‍વાગત સરઘસ પર ખૂની હુમલામાં બાલબાલ બચી ગયા, પણ નાનાભાઇ ભટ્ટને ઇજા થઇ અને શ્રી બચુભાઇ પટેલ નામના ખેડૂત સામનો કરતાં શહીદ થયા.
૧૯૪૦- ગાંધીજીના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં સરદારે, અગ્રભાગ ભજવ્‍યો. જાહેરસભાઓ, વ્‍યાખ્‍યાનો, સ્‍વરાજ્ય માટે જાગૃતિ, સ્‍વતંત્રતાની ચોક્કસ બાંહેધરી પ્રજાને આપી, નવે. ૧૮નાં સાબરમતી જેલમાં, ત્‍યારબાદ પુનાની યરવડા જેલમાં ખસેડાયા.
૧૯૪૧- ર૮ ફેબ્રુ.માં કમલા નહેરુ હોસ્‍પીટલ માટે રુ.પાંચ લાખનો ફાળો ઉઘરાવી પ્રારંભ કરાવ્‍યો, ર૦ ઓગષ્‍ટનાં નાદુરસ્‍ત તબિયતથી જેલમુક્ત.
૧૯૪૨- ઓગષ્‍ટ ૮નાં મુંબઇમાં અખિલ હિન્‍દ કોંગ્રેસ કારોબારીની બેઠકમાં અંગ્રેજોને ‘હિન્‍દ છોડો‘‘નાં ઠરાવને અનુમોદન, તા. ૯મીએ ધરપકડ, ૧૯૪૪ સુધી અહમદનગરની જેલમાં કેદ. ૪પમાં યરવડા જેલમાં, ૧પમી જૂને મુક્ત થયા.
૧૯૪૬- ડિસે. ૯નાં ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ, કેબીનેટ મિશન સાથે પમી મે એ ત્રણ અંગ્રેજ સભ્‍યો સાથે સીમલામાં વાટઘાટ.

૧૯૪૭- એપ્રીલ ૪નાં વલ્લભવિદ્યાનગરમાં વિઠ્ઠલભાઇ પટેલ મહાવિદ્યાલયનું ઉદઘાટન, જૂલાઇ પનાં સરદારશ્રીનાં અધ્‍યક્ષસ્‍થાને દેશી રાજ્યોની સમસ્‍યાઓનાં ઉકેલ અર્થે કેન્‍દ્રમાં નવા ‍‘‘રિયાસતી‘‘ ખાતાની રચના, ૧પમી ઓગષ્‍ટે સ્‍વતંત્ર સ્‍વાયત સંસ્‍થાન હિંદી સંઘના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી.
૯મી નવે. ના સરદારનાં માર્ગદર્શન અને સહાયથી ભારત સરકારે જુનાગઢનું શાસન સંભાળ્યું અને તેનો વહીવટ ‘‘આરઝી હકૂમત‘‘ નાં સરસેનાપતી અને ‘‘વંદે માતરમ‘‘ પત્રનાં તંત્રીશ્રી શામળદાસ ગાંધીને સોંપ્‍યો. ૧૩મી એ વિશ્વ વિખ્‍યાત સોમનાથનાં મંદિરનાં નવનિર્માણ માટે સમુદ્રજળ હથેળીમાં લઇને પ્રતિજ્ઞા લીધી હતી.
કાશ્મીરમાં ડિસે.માં પાક લશ્‍કરની સહાયથી મુઝાઇદીને હુમલો કર્યો. મહારાજા હરિસિંહજીએ ભારતની મદદ માંગી. ‘‘લોર્ડ માઉન્‍ટબેટનનાં અધ્‍યક્ષપદે વડાપ્રધાન નહેરુ, સરદાર પટેલ, સરદાર બલદેવસિંહ, જનરલ બૂચર, જનરલ રસેલ, આર્મી કમાન્‍ડર બક્ષી ગુલામ મહમદ વગેરે કાશ્‍મીરને કઇ રીતે મદદ કરી શકાય તે અંગે ચર્ચા કરી. પંડિતજીએ અત્‍યંત ચિંતાભર્યુ ખૂબ જ અસહાય વલણ અખત્‍યાર કર્યુ. આ પ્રસંગે કાશ્‍મીરનાં દિવાન મહેરચંદ ખન્નાએ ઉગ્ર સ્‍વરે કહ્યું કે જો તમે કાશ્‍મીરને મદદ કરવાના ન હો, તો અમે ઝીણા સાથે પાકિસ્‍તાનમાં જોડાઇ જઇશું. આથી નહેરુએ ક્રોધિત સ્‍વરે ખન્નાએ ચાલ્‍યા જવાનું. જનરલ બૂચરે પણ સાધન સામગ્રીનાં અભાવે કાશ્‍મીરને લશ્‍કરી સહાય શક્ય નથી તેમ જણાવ્‍યું. ગવર્નર માઉન્‍ટ બેટન તટસ્‍થ રહ્યા.‘‘

સરદાર પટેલે ગુસ્‍સાભર્યા અવાજે નિર્ણયાત્‍મક શબ્‍દોમાં ખન્નાને કહ્યું, ‘‘તમારે પાકિસ્‍તાન જવાનું નથી. તમે કાશ્‍મીર પહોંચી જાવ. તમને બધી મદદ સવાર સુધીમાં મળી જશે.‘‘ અને સરદારે લશ્‍કરનાં સેનાધિપતિઓને સંબોધતા દઢ સ્‍વરે કહ્યું, ‘‘તમારે ગમે તે ભોગે કાશ્‍મીર બચાવવાનું છે. તમારી પાસે સાધન સામગ્રી હોય કે ન હોય તમારે આ કાર્ય પાર પાડવાનું છે. ગમે તે કરો, પણ કરો જ. કાલે સવારથી આ ‘‘ઓપરેશન એર લિફટ‘‘ શરુ કરી દો. કોઇપણ સંજોગોમાં કાશ્‍મીર બચવું જોઇએ.‘‘ અને રાતોરાત વી. પી. મેનને વિમાનમાં મહારાજાની ભારતીય સંઘમાં જોડાવાની સહી લઈ આવ્‍યા ત્‍યારે વહેલી સવારે સરદાર વિમાનગૃહે હાજર હતા. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) તા. ર૭ ઓકટો. નાં રોજ લશ્‍કર શ્રીનગરમાં ઉતારી દીધું. સરદાર જાતે પ્‍લેનમાં લશ્‍કરને માર્ગદર્શન આપવા કાશ્‍મીર પ્‍ણ ગયા હતાં. સરદારની કુનેહથી કાશ્‍મીર બચી ગયું.

૧૮૪૮- ફેબ્રુ. ૧પનાં જામનગરના લાલ બંગલામાં રાજ પ્રમુખશ્રી જામસાહેબ અને મુખ્‍યમંત્રીશ્રી નવલરાય ઢેબરની ઉપસ્થિતિમાં સરદાર પટેલે સંયુક્ત સૌરાષ્‍ટ્ર રાજ્ય સંઘની રચના કરી, ર૦મી જાન્‍યુ. – ૧૯૪૯માં જૂનાગઢનું રાજ્ય સૌરાષ્‍ટ્ર રાજ્યમાં વિલિન થયું, એપ્રીલ ૭ – જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર રાજ્યોએ તેમના રાજ્યોનો બનેલ ‘‘રાજસ્‍થાન સંઘનું ઉઉદઘાટન, એપ્રીલ ૨૨ – ગ્‍વાલિયર, ઈંન્‍દોર, મધ્‍યભારતનાં ર૩ દેશી રાજ્યોએ તેમના રાજ્યોનો સંઘ બનાવવા સંધીપત્ર સહીઓ કરી, ૧૭મી સપ્‍ટેમ્‍બરે હૈદરાબાદમાં લશ્‍કરે ‘‘પોલો જંગ‘‘માં વિજયી બની ૧૮મીએ મેજર જનરલ ચૌધરીએ સરદારનાં માર્ગદર્શન તળે હૈદરાબાદનાં ગર્વનર જનરલનો હોદો સંભાળ્યો.‘‘ નવે. – ૩નાં નાગપુર યુનિવર્સિટી, તા. રપમી એ બનારસ હિંદુ યુનિવર્સિટી અને તા. ૨૭મીએ અલ્‍હાબાદ યુનિવર્સિટીએ સરદાર પટેલની સિધ્ધિઓને ‘‘ ડોકટર ઓફ લોઝ‘‘ની માનાર્હ ઉપાધિઓ એનાયત કરી.
૧૯૪૯- ૨૬મી ફેબ્રુ. – ઉસ્‍માનિયા યુનિવર્સિટીએ ‘‘ડોકટર ઓફ લોઝ‘‘ની માનદ પદવીથી સરદારનું બહુમાન કર્યુ, ઓકટો. – ૭થી નવે.૧૫ સુધી, વડાપ્રધાન નહેરુ અમેરિકા, બ્રિટન, કેનેડા જતાં કાર્યવાહક વડાપ્રધાન તરીકે સરદાર પટેલે સંચાલન કરી તેમની સૂઝબૂઝથી સફળ સંચાલન કર્યુ.
૧૯૫૦- ૨૮ એપ્રિલે અમદાવાદમાં વતનપ્રેમીઓએ રુ. ૧૫ લાખની થેલી સાથે સરદારનું સન્‍માન કર્યુ. સરદારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યુ.

તા.૨૦ થી ૨૨ સપ્‍ટેમ્‍બરનાં રોજ નાસિક કોંગ્રેસ અધિવેશનમાં હાજરી. સાતમી નવેમ્‍બરે સરદારે વડાપ્રધાન નહેરુને તિબેટ અંગે ચીનની દાનત સાફ નથી તે અંગેના ઐતિહાસિક પત્રમાં સરદારની દૂરંદેશી, મુત્‍સદગીરી અને વિશ્વનાં રાજકારણનાં આટાપાટા અંગેની કોઠાસૂઝનો યાદગાર દસ્‍તાવેજ સાબિત થયો.

૯ નવેમ્‍બરે ચીની આક્રમણ અંગે રામલીલા મેદાનની સભામાં ચેતવણી ઉચ્ચારી.

પંદરમી ડિસેમ્‍બર મુંબઈમાં આ મહામાનવનો સ્‍વર્ગવાસ થયો. પુત્રશ્રી ડાહ્યાભાઈના હાથે દેશનેતાઓની હાજરીમાં અગ્નિદાહ અપાયો. આ દુઃખદ પ્રસંગે તત્‍કાલિન વડાપ્રધાન પંડિત નહેરુએ તેમને શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું, ‘‘સ્‍વાતંત્ર્ય સંગ્રામનાં કપ્તાન અને મુશ્‍કેલીઓમાં માર્ગ બતાવનાર રાહબર હતાં.‘‘ આ પ્રસંગે બ્રિટનનાં વિશ્વપ્રસિધ્ધ અખબારે તેમને અંજલિ આપતાં લખ્‍યું હતું. ‘‘પોતાના દેશની બહાર ઓછા જાણીતા સરદારે આંતરરાષ્‍ટ્રીય પ્રસિધ્ધિની ખેવના રાખી નહોતી. તેમણે ગાંધીજી અને નહેરુ જેવી વિશ્વખ્‍યાતિ મેળવી નહોતી પણ તે બંનેની સાથે તેઓ એવી ત્રિમૂ‍ર્તિનાં ભાગ હતાં કે જેણે આજનાં ભારતનો આકાર રચી આપ્‍યો છે. સરદારના કાર્ય, ગાંધી અને નહેરુનાં કાર્ય કરતાં જરા જેટલું ય ઓછું મહત્‍વનું ન હતું.‘‘
૧૯૯૧- આઝાદીનાં એકતાલીશ વર્ષ પછી તેમને મરતોત્તર ‘‘ભારતરત્ન‘‘ ખિતાબ આપવામાં આવ્‍યો.

આવા વિલક્ષણ આને વિચક્ષણ માનવીને તો
સાષ્ટાંગ દંડવત પ્રણામ જ હોય ને !!!

No comments:

Post a Comment