# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday, 6 November 2017

ઔરંગઝેબ જન્મ નવેમ્બર ૩, ૧૬૧૮ દાહોદ મૃત્યુ માર્ચ ૩, ૧૭૦૭ અહમદનગર

🔰✅🔰✅🔰✅🔰✅🔰✅
🔘💠🔘ઔરંગઝેબ💠🔘💠
🔶🔷છઠ્ઠો મુગલ સમ્રાટ🔶🔷
👇👇👇👇👇👇👇👇👇👇


🎯🔰જન્મ નવેમ્બર ૩, ૧૬૧૮
દાહોદ

🎯🔰મૃત્યુ માર્ચ ૩, ૧૭૦૭
અહમદનગર


🎯🔰જીવનસાથી દિલરાસ બાનો બેગમ, Nawab Bai, Aurangabadi Mahal

🔰🎯કુળ Timurid Empire

👆તે આખરી શક્તિશાળી મુઘલ શાસક હતો. તેણે પોતાના રાજ્યશાસનમાં શરિયત (ઇસ્લામી કાનૂન) લાગૂ કર્યો હતો.🙌🏻🙌🏻🙌🏻🙌🏻👍

👆👆એક બિન-મુસ્લિમ જનતા પર આમ કરનાર તે પહેલો મુસલમાન શાસક હતો. તેના શાસનનો અધિકાંશ સમય દક્ષિણ તથા અન્ય સ્થાનો પર વિદ્રોહને કચડવાના કાર્યમાં વીત્યો હતો.

👍👏👍ઔરંગઝેબ એક કઠોર, યુદ્ધમાં ચતુર અને સાહસિક શાસક હતો. ઈસ્લામના નિયમો અનુસાર પવિત્ર જીવન ગુજારનારો મુસલમાન હતો.👍

🎯🔰ઔરંગઝેબના મોટા ભાઈ દારા શિકોહ સંપૂર્ણ માનવતામાં એક જ તત્ત્વના દર્શનના આગ્રહી હતા. ભારત ૧૯૪૭માં સ્વતંત્ર થયું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઔરંગઝેબના નામ પર સડક હતી, પરંતુ ભારતીય દર્શન અને ભારતીયતાના પોષક દ્વારા દારા શિકોહને કોઈ સ્થાન નહોતું મળ્યું. દારાના પિતા શાહજહાં તેમને શાસક બનાવવા માંગતા હતા. તે પોતાના પિતાના મોટા પુત્ર હતા પરંતુ ઔરંગઝેહે અબ્બા શાહજહાંને જેલમાં નાખ્યા અને શિકોહને દગો આપીને મારી નાખ્યા. જિંદગીમાં રાજ અને રાજધાની ન મળી, પરંતુ મર્યાના લગભગ ૩૫૦ વર્ષ બાદ તેમને ફરીથી યાદ કરવામાં આવ્યા. નવી દિલ્હી નગર પાલિકા પરિષદ વધાઇને પાત્ર છે કે ગત ૬ ફેબ્રુઆરીએ બ્રિટિશ શાસનના એક પ્રતીક લોર્ડ ડેલહાઉસીના નામવાળી સડકને દારા શિકોહના નામ પર કરી દેવામાં આવી. શિકોહને ભૂલી ન શકાય. ઔરંગઝેબને પણ નહીં.

💥🎯👉ઔરંગઝેબ સહિત અન્ય મુઘલ સમ્રાટોએ દિવાળી સહિત અન્ય હિન્દુ તહેવારોને ભરપૂર પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઈતિહાસકારોએ જણાવ્યું કે એ વાતના પૂરતા પુરાવા છે કે દિવાળી પર ફટાકડા ફોડવાની પરંપરાની શરૂઆત મુઘલો દ્વારા કરવામાં આવી હતી.

🎯👉“મુઘલોએ દિવાળીને પ્રોત્સાહન આપ્યું હતું. અકબરના સમયમાં દિવાળી એ રાજકીય તહેવાર હતો. દિવાળી માત્ર હિન્દુઓનો જ નહીં, સૌનો તહેવાર બની ગયો હતો”.

*💠👁‍🗨♻દેશની રાજધાની નવી દિલ્હીમાં ઔરંગઝેબ રોડને નવું નામ ડો. એપીજે અબ્દુલ કલામ અપાયું છે *


🕌⛪🕌🔰🎯🔰મુઘલ શાસક ઔરંગઝેબ એમ તો હિન્દુ મંદિરો તોડવવા માટે અને ધાર્મિક કટ્ટરતા માટે કુખ્યાત હતો પણ તેણે ભગવાન શ્રીરામની તપસ્થળી ચિત્રકૂટમાં મંદાકિની નદીના કિનારે સ્થિત બાલાજી મંદિરનું નિર્માણ કરાવી ધાર્મિક સોહાર્દનો દ્રષ્ટાન્ત કાયમ કર્યો હતો.🕌🕌

🕌🕌ઉત્તર પ્રદેશના બુંદેલખંડના પ્રસિદ્ધ તીર્થસ્થળ ચિત્રકૂટમાં ભગવાન શ્રીરામે વનવાસના 12 વર્ષ વિતાવ્યા હતા, આ જ કારણથી આ સ્થળ હિન્દુઓ માટે ખાસ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં કેટલાક મંદિર આવેલા છે તે પૈકી એક છે મંદાકિની નદીના કિનારે ગોપીપુરમનું બાલાજી મંદિર.

🎯👉🔰આ મંદિરનું નિર્માણ મુઘલ શાસક ઔરંગઝેબે 328 વર્ષ પહેલાં વર્ષ 1683માં કરાવ્યુ હતું. એટલું જ નહીં ઠાકુરજીની પૂજા અર્ચનામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે 8 ગામોની 330 વીઘા ખેતીની જમીન દાન કરી હતી સાથે જ ભૂમિ વેરો પણ માફ કર્યો હતો.

🏚🏚મુઘલ શાસક ઔરંગઝેબે પોતાની સેનાને વર્ષ 1669માં બધાં જ હિન્દુ મંદિરોને તોડી પાડવાના આદેશ આપ્યા હતાં. આ દરમિયાન સોમનાથ મંદિર, વારાણસીનું મંદિર, મથુરાનું કેશવરાય મંદિર સહિત કેટલાક પ્રખ્યાત હિન્દુ મંદિરો તોડવામાં આવ્યા હતાં.

વર્ષ 1683માં ઔરંગઝેબ ચિત્રકૂટ આવ્યો હતો તે વાત ઈતિહાસમાં છે પણ કઈ પરિસ્થિતિઓમાં બાલાજીનું ત્રણ માળનું મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું તેનો ઉલ્લેખ નથી મળતો.


મંદિર તોડવા ગયો હતો ઔરંગઝેબ પણ કરાવ્યું તેનું ભવ્ય નિર્માણ, જાણો શું હતું કારણમંદિર તોડવા ગયો હતો ઔરંગઝેબ પણ કરાવ્યું તેનું ભવ્ય નિર્માણ, જાણો શું હતું કારણમંદિર તોડવા ગયો હતો ઔરંગઝેબ પણ કરાવ્યું તેનું ભવ્ય નિર્માણ, જાણો શું હતું કારણ+6
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મુઘલ શાસક ઔરંગઝેબ એમ તો હિન્દુ મંદિરો તોડવવા માટે અને ધાર્મિક કટ્ટરતા માટે કુખ્યાત હતો પણ તેણે ભગવાન શ્રીરામની તપસ્થળી ચિત્રકૂટમાં મંદાકિની નદીના કિનારે સ્થિત બાલાજી મંદિરનું નિર્માણ કરાવી ધાર્મિક સોહાર્દનો દ્રષ્ટાન્ત કાયમ કર્યો હતો. આજે અમે અહીં જણાવી રહ્યા છે તે મંદિર વિશે અને શું કારણ હતુ કે ઔરંગજેબે આ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું.

ચિત્રકૂટ
ઉત્તર પ્રદેશના બુંદેલખંડના પ્રસિદ્ધ તીર્થસ્થળ ચિત્રકૂટમાં ભગવાન શ્રીરામે વનવાસના 12 વર્ષ વિતાવ્યા હતા, આ જ કારણથી આ સ્થળ હિન્દુઓ માટે ખાસ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં કેટલાક મંદિર આવેલા છે તે પૈકી એક છે મંદાકિની નદીના કિનારે ગોપીપુરમનું બાલાજી મંદિર.

આ મંદિરનું નિર્માણ મુઘલ શાસક ઔરંગઝેબે 328 વર્ષ પહેલાં વર્ષ 1683માં કરાવ્યુ હતું. એટલું જ નહીં ઠાકુરજીની પૂજા અર્ચનામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે 8 ગામોની 330 વીઘા ખેતીની જમીન દાન કરી હતી સાથે જ ભૂમિ વેરો પણ માફ કર્યો હતો.

ઈતિહાસકાર રાધાકૃષ્ણ બુંદેલી જણાવે છે કે મુઘલ શાસક ઔરંગઝેબે પોતાની સેનાને વર્ષ 1669માં બધાં જ હિન્દુ મંદિરોને તોડી પાડવાના આદેશ આપ્યા હતાં. આ દરમિયાન સોમનાથ મંદિર, વારાણસીનું મંદિર, મથુરાનું કેશવરાય મંદિર સહિત કેટલાક પ્રખ્યાત હિન્દુ મંદિરો તોડવામાં આવ્યા હતાં.

🔰વર્ષ 1683માં ઔરંગઝેબ ચિત્રકૂટ આવ્યો હતો તે વાત ઈતિહાસમાં છે પણ કઈ પરિસ્થિતિઓમાં બાલાજીનું ત્રણ માળનું મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું તેનો ઉલ્લેખ નથી મળતો.

🔰મંદિરના નિર્માણ અંગે બે કથા પ્રચલિત છે.

એક કથા મુજબ ઔરંગઝેબે ચિત્રકૂટ આવતાંની સાથે સેનાને આદેશ આપ્યા હતાં કે સવાર થતાંની સાથે અહીંના બધાં મંદિર અને મઠ તોડીને મૂર્તિઓ નદીમાં વહેવડાવી દેવી. રાત્રે સેનાના બધાં જવાનોના પેટમાં ભયંકર દુખાવો થયો તમામ સારવાર બાદ પણ જવાનોની હાલત વધુ ખરાબ થવા લાગી અને તે લોકો બેભાન થવા લાગ્યા ત્યારે એક વ્યક્તિએ ઔરંગઝેબને જણાવ્યુ કે સેનાના જવાનોને માત્ર અહીંના સંત બાલકદાસજી સારા કરી શકે છે. ત્યારે ઔરંગઝેબને, સંત બાબા બાલકદાસની શરણમાં જવું પડયુ.

બાબા બાલકદાસે ઔરંગઝેબને કહ્યુ કે અહીંના મંદિરોને તોડવાનો આદેશ પાછો લઈ લો ત્યારબાદ બાબાએ આપેલી ભભૂતથી જવાનોના પેટનો દુખાવો સારો થઈ ગયો. આ ચમત્કારથી પ્રભાવિત થઈને ઔરંગઝેબે ચિત્રકૂટના કોઈ પણ મંદિરને નુકસાન પહોંચાડ્યુ નહીં અને બાલાજીના મંદિરનું ભવ્ય નર્માણ કરાવ્યુ હતું.

🔰🔘બીજી એક કથા છે કે કાલિંજર કિલ્લો જીત્યા બાદ ઔરંગઝેબને સંત બાબા બાલકદાસના ચમત્કારો વિશે ખબર પડી ત્યારે તેણે ચિત્રકૂટના મંદિરો તોડાવાનો વિચાર છોડી દીધો અને બાલાજીના મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું સાથે જ દાન પણ આપ્યુ હતું.

ઔરંગઝેબનો તામ્રપત્રમાં લેખિત આદેશ મંદિરમાં આજે પણ મોજૂદ છે. આદેશ બાદશાહના શાસનના 35 વર્ષ રમજાનની 19મી તારીખે જારી કર્યો હતો. આ આદેશ ફારસી ભાષામાં લખાયો છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે બાદશાહનો શાહી આદેશ છે કે અલ્હાબાદ સૂબાના કાલિંજર પરગનામાં આવતા ચિત્રકૂટ પુરીના નિર્વાણી મહંત બાલક દાસજીને ઠાકુર બાબાજીના સન્માનમાં તેમની પૂજા અને ભોગ માટે વેરા વિના આઠ ગામ દાન રૂપમાં આપવામાં આવે છે સાથે જ 330 વીઘા ખેતીની જમીન વેરા વિના આપવામાં આવે છે સાથે જ રોજનો એક રૂપિયો આપવાનો પણ આદેશ છે. ઔરંગઝેબે સાથે જ આદેશ આપ્યો હતો કે ભવિષ્યમાં જે પણ શાસક આવશે તેને પણ આ આદેશ માનવો પડશે અને ઉપરોક્ત આદેશમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે.

Post by - ✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏
Thanks

No comments:

Post a Comment