# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday 13 November 2017

મહર્ષિ દયાનંદ - જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪, અવસાન - ૩૦મી ઓક્ટોબર ૧૮૮૩

મહર્ષિ દયાનંદ

ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.

મહર્ષિ દયાનંદ સરસ્વતી

જન્મ તિથિ12 ફેબ્રુઆરી 1824જન્મ સ્થાનટંકારામોરબીગુજરાતપૂર્વાશ્રમનું નામમુળશંકર તિવારી, મુળશંકર કરશનદાસ તિવારી /શુદ્ધ ચૈતન્ય (બ્રહ્મચારી રૂપે)મૃત્યુ તિથિ30 ઓક્ટોબર 1883 (59ની વયે)મૃત્યુ સ્થાનઅજમેરરાજસ્થાનગુરૂસ્વામી વિરાજાનંદદર્શનTraitvad vedic philosophy based on Samhita of four Vedas and its theory derived on Nighantu and Nirukta with six Darshanas supported by Paniniya Vyakaran.સન્માનમહર્ષિરચેલી કૃતિ(ઓ)સત્યાર્થ પ્રકાશ (૧૮૭૫)ઉક્તિ"Om viswani dev savitar duritani parasuv yad bhadram tanna aasuva."

v t e

ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. ત્યાર બાદ અવધૂત અવસ્થામાં રહ્યા. ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો. ૧૮૭૫માં આર્યસમાજની સ્થાપના કરી હતી.

હરિદ્વારઆગ્રાકાનપુરકાશીકોલકાતાઅલીગઢમથુરાવૃંદાવનઅલ્હાબાદમુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા. કહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત "નન્હિ ભક્તન્" તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો,મુલ્લાઓ અને અન્ગ્રેજો સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ ના રોજ થયું હતું.

આ મહાપુરુષ સૌરાષ્ટ્રમાં મોરબી તાબાના ટંકારા ગામમાં ઈ.સ. ૧૮૨૫માં બ્રાહ્મણને ત્યાં જન્મયો હતો. એમનું પૂર્વાવસ્થાનું નામ મૂળશંકર હતું. આઠમા વર્ષમાં એમનો યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો હતો. તે વખતે એમને ગાયત્રી, સંધ્યા રુદ્રી આદિ કંઠ હતા. ચૌદ વર્ષની ઉમરે એમણે યજુર્વેદ સંહિતા કંઠસ્થ કરી લીધી હતી. વિક્રમ સંવત ૧૮૯૪ મહા વદિ ૧૪ના રોજ શિવરાત્રિનું વ્રત હતું, ત્યારે એમના જીવનમાં મહાન પરિવર્તન થયું. એ વખતે શિવમંદિરમાં પૂજા કરતી વખતે શિવલિંગ ઉપર ઉંદરોને ફરતા જોતાં જે દેવની એ પૂજા કરે છે તે દેવઉંદરને પણ હઠાવી શકતો નથી, એવા વિચારથી મૂર્તિપૂજા પ્રત્યે રોષ ચડયો. અમૃત તરસ્યા મૂળશંકરે ગૃહનો ત્યાગ કરી ૨૧ વર્ષની વયે ભયાનક વનનો રસ્તો લીધો. પોતાના પરિભ્રમણમાં પ્રથમ તેમણે સામલે નામના ગામમાં એક બ્રહ્મચારીની પ્રેરણાથી દીક્ષા લઇને પોતાનું નામ `શુદ્ધચેતન બ્રહ્મચારી` રાખ્યું. છેવટે નર્મદા કિનારે પૂર્ણાનંદ સરસ્વતી નામના વિદ્વાન સાધુ પાસેથી સંન્યાસ લઈને શુદ્ધચેતન `સ્વામી દયાનંદ સરસ્વતી` બની ગયા. આ દરમિયાન તેઓ વિદ્વાનો પાસેથી વ્યાકરણ તથા અન્ય શાસ્ત્રોનું અધ્યયન કરતા રહ્યા હતા. એમને ગુરુએ આદેશ કર્યો કેઃ દેશનો ઉદ્ધાર કરો, સત્શાસ્ત્રોનો ઉદ્ધાર કરો, મતમતાંતરોની અવિદ્યા મટાડો અને વૈદિકધર્મ ફેલાવો. આ ઉપદેશને પરિણામે તેમણે મૂર્તિપૂજાનું ખંડન કરી, વેદધર્મનું રહસ્ય સમજાવી હિંદના ઉદ્ધારનો માર્ગ દર્શાવી, આર્યસમાજની ઠેકઠેકાણે સ્થાપના કરાવી હતી. આ ધર્મસુધારકે દેશધર્મ સમજાવી સમાજમાં જાગૃતિ આણી છે. `સત્યાર્થ પ્રકાશ` એ વેદમંત્રો એમની દૃષ્ટિએ સમજાવતું એમનો મુખ્ય ધર્મગ્રંથ છે. તે ભવ્ય મૂર્તિનો ચિતાર આપવામાં આવે છે કેઃ લાંબો બાંધો, ઘાટીલું શરીર, પહોળી છાતી, સુંદર અને પ્રભાવશાળી ચહેરો, સિંહની આંખને આંજી નાખવાવાળી આંખો, ઊંચું અને વિશાળ લલાટ મહષિ દયાનંદ સરસ્વતીનું સ્મરણ કરાવે છે. તેઓ કેવળ એક લંગોટી જ ધારણ કરતા હતા. પ્રાતઃકાળે બ્રાહ્મમુર્હૂતમાં ઊઠીને નિત્યકર્મથી પરવારી સ્વામીજી સમાધિમાં બિરાજી જતા હતા. ત્યારપછી એકત્ર થયેલી જનતાને વૈદિક ધર્મનો ઉપદેશ આપતા હતા. એમના જેવો પ્રખર સુધારક સૌરાષ્ટ્રને ભાગ્યે જ બીજો સાંડપશે એમ પણ કહેવાય છે; પણ મહાત્મા ગાંધીજીએ એમના અધૂરા રહેલા ઘણાએ સુધારા પરિપૂર્ણ કર્યા છે. જેવાં કે, અંત્યજોદ્ધાર, સ્ત્રીઓની ઉદ્ધારણા, રાષ્ટ્રભાષાપ્રચાર અને આર્યસંસ્કૃતિનો પુનરુદ્ધાર. એમને અંજલિ અર્પતાં ગાંધીજી લખે છે કેઃ મહર્ષિ દયાનંદ હિંદુસ્તાનના આધુનિક ઋષિઓમાં, સુધારાકોમાં અને શ્રેષ્ઠ પુરુષોમાં એક હતા. રવીન્દ્રનાથ ટાગોર લખે છે કેઃ મારા સાદર પ્રણામ હો તે મહાન ગુરુ દયાનંદને, કે જેની દૃષ્ટિએ ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં સત્યને અને એકતાને જોવા અને જેના મને ભારતીય જીવનના બધા અંગોને અજવાળી દીધા. હું આધુનિક ભારતના માર્ગદર્શક જે દયાનંદને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું, કે જેણે પતિતાવસ્થામાં પણ હિંદુઓને પ્રભુની ભક્તિ અને માનવસમાજની સેવાના સાચા તેમ જ સીધા માર્ગનું દિગ્દર્શન કરાવ્યું. અરવિંદ ઘોષ કહે છે કેઃ તે દીવ્યજ્ઞાનનો સાચો સૈનિક, વિશ્વને પ્રભુની શરણમાં લાવવાવાળો યોદ્ધો અને મનુષ્ય તથા સંસ્થાઓનો શિલ્પી તથા પ્રકૃતિ દ્વારા આત્માના માર્ગમાં ઉપસ્થિત થતી મુશ્કેલીઓનો વીર વિજેતા હતો. સુભાષચંદ્ર બોઝ લખે છે કેઃ સ્વામી દયાનંદ સરસ્વતી તે મહાપુરુષોમાંથી એક હતા, કે જેમણે આધુનિક ભારતનું નિર્માણ કર્યું. હિંદુ સમાજનો ઉદ્ધાર કરવામાં આર્ય સમાજનો ઘણો મોટો ફાળો છે. સ્વામી દયાનંદને હું એક ધાર્મિક તથા સામાજિક સુધારક અને કર્મયોગી માનું છું. સંગઠન કાર્યોના સામર્થ્ય અને પ્રચારની દૃષ્ટિએ આર્ય સમાજ એક અનુપમ સંસ્થા છે.

સામાજિક બદીઓને દૂર કરનાર અને આર્યસમાજના સ્થાપક શ્રી સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ મહાવદ દશમ તા. ૧૨મી ફેબ્રુઆરી ૧૮૨૪ ના દિવસે મોરબી પાસે ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેમના પિતાનું નામ  કરસનદાસ લાલજી ત્રવાડી જેઓ કલેકટર હતા. તેથી પ્રારંભિક જીવન સુખ સગવડમાં વીત્યું હતું. અને માતા નું નામ અમરતબેન હતું. તેમનું મૂળ નામ મૂળશંકર હતું. તેમનો પરિવાર કર્મકાંડી અને ભક્તિનું વાતાવરણ અને શૈવપંથી હતો. મૂળશંકરને બાળપણથી જ તેમની કુશાગ્ર બુદ્ધિનો પરિચય આપી દીધો હતો. તેમને  ‘યજુર્વેદસંહિતા’ કંઠસ્ત હતી. ઉપવાસી મૂળશંકર મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ઉંદરડા ફરતા જોઈ અસલી શિવ શોધવાની તમન્ના જાગી. પુખ્ત વયે પહોંચતા જ વ્હાલા કાકા અને નાની બહેન ખોયાં. લગ્ન વયે પહોંચતા જ હૃદયમાં દયાનંદ જાગૃત થઈ ગયો હતો અને ૨૧ વર્ષની વયે ઘર છોડ્યું.

                  ચાણોદમાં દંડી સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસીની દિક્ષા લઈ દયાનંદ નામ ધારણ કર્યું. ગુરુ અને પ્રભુ પ્રાપ્તિ માટે સમગ્ર ઉત્તર ભારતના તીર્થસ્થાનો ફરી વળ્યાં. દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થઇ અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ઈ.સ.૧૮૫૬માં નર્મદાનાં જંગલોમાં ત્રણ વર્ષ અજ્ઞાતવાસ રહ્યા. છેવટે ઈ.સ.૧૮૬૦માં મથુરામાં પ્રજ્ઞાચક્ષુ ગુરુ વિરજાનંદજી પાસે ત્રણ વર્ષ રહી આર્ષગ્રંથોનું જ્ઞાન મેળવ્યું. બસ પછી તો સાંપ્રદાયિક પાખંડીઓ સામે તેમણે માથું ઉચક્યું.

               અવતારવાદ, મંદિરો, મૂર્તીપૂજા, અંધશ્રદ્ધા, પ્રતીક ઉપાસનાઓ, તીર્થયાત્રાઓ, વ્રત ઉપવાસો, પંડા પૂજારીઓ, મહાધીશો, મહંતો,સંપ્રદાયો, નાતજાતના વાડાઓ, અસ્પૃશતા, બાળવિવાહ ઉપર દયાનંદ સરસ્વતીએ પ્રહાર કર્યાં. ૪૬ જેટલા મોટા શસ્ત્રોની રચના કરી.ઋગ્વેદ, યજુર્વેદ,સામવેદ અને અથર્વવેદમાં રહેલ જ્ઞાનનો પ્રચાર કરવા માટે તેમાં રહેલા સીધ્ધાન્તોએ ઘણાં પુસ્તકો લખ્યા.તેમણે ‘ વેદો તરફ પાછા વાળો’ સૂત્ર આપ્યું.  ઈ.સ.૧૮૬૯માં તેમણે ૩૨ જેટલા ગ્રંથોની રચના કરી. ઈ.સ.૧૮૭૫માં ‘સત્યાર્થ પ્રકાશ’ કાશીથી પ્રસિદ્ધ થયું. એક ધર્મ, એક ભાષા, એક રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરતા ઈ.સ.૧૮૭૫માં મુંબઈમાં ‘આર્ય સમાજ’ની સ્થાપના કરી. ૩૦મી ઓક્ટોબર૧૮૮૩ને દિવાળીના દિવસે અજમેરમાં તેમનો આત્મા નશ્વર દેહ ત્યજીને પરમ ધામમાં ચાલ્યો ગયો.
Posted by - યુવરાજસિંહ જાડેજા ગોંડલ  (યુયુત્સુ) 9099409723


Thanks

No comments:

Post a Comment