ગોદી
Meaning: વહાણ, સ્ટીમરો વગેરે રાખવાનો પાણીમાં કિનારે વાળી લીઘેલો વાડો (જેમાં પાણીની વધઘટ યાંત્રિક સાધનોથી કરી શકાય છે.)
ભૂશિર
Meaning: પૃથ્વીની અણી; દરિયામાં ગયેલી જમીનની લાંબી પટી; પાણીમાં ગયેલી જમીનની અણી; ભૂમિનો સાંકડો થઇને પાણીમાં પેસતો ભાગ; જમીનનો આગળ ઘસી આવેલ ભાગ; ભૂશલાકા.
સામુદ્રધુની
Meaning: પાણીના બે મોટા ભાગને જોડનારો પાણીનો નાનો ભાગ; બે મોટા સમુદ્રને જોડનારી ખાડી.
ટાપુ
Meaning: જેની ચારે બાજુએ પાણી હોય એવો જમીનનો ભાગ; બેટ; દ્વીપ.
ખાડી
Meaning: નદીના મુખ પાસેનો સમુદ્રની ભરતી, ઓટ થાય તેવો ભાગ, 'ક્રીક'. (૨) નાનો અખાત. (૩) સમુદ્રકાંઠાની નજીકનો છીછરા પાણીવાળો ભાગ
દીવાદાંડી
Meaning: જતાં આવતાં વહાણને ચેતવવા માટે સમુદ્રમાં ખડક ઉપર બાંધેલો દીવાવાળો મિનારો. સમુદ્ર કિનારે પાણીની સપાટી નજીક જ્યાં ખડક હોય ત્યાં જતાં આવતાં વહાણ તેને અથડાઈ ભાંગી જાય નહિ તે માટે એવા ખડક આગળ ઊંચો મિનારો ચણી તે ઉપર દીવો રાખવાની ગોઠવણ કરેલી હોય છે. કેટલાક આ શબ્દ દીપ એટલે દીવો ઉપરથી થયો માને છે.
કિનારો
Meaning: નદી, તળાવ, સમુદ્ર વગેરે જલાશયોનો કાંઠો, તટ
મુખ
Meaning: સમુદ્રને મળતો નદીનો છેલ્લો ભાગ; નદી જ્યાં સમુદ્રને જઈ મળે છે તે નદીનું મુખ કહેવાય છે.
વેરો
Meaning: જમીન ખેડનાર પાસેથી જમીન, સાંતી કે કોસના પ્રમાણ ઉપર કે ઉપજની ગણતરીના પ્રમાણ ઉપર લેવામાં આવતી રોકડ રકમ. રોકડ કર સાંતી અથવા વીઘા ઉપર લેવાય છે, તેથી તેને સાંતી વેરો કે વિઘોટી કહે છે. સાંતી વેરો જે દાણાના ભાગ યાને વજે ઉપરાંત લેવાય છે. તે સાંતી દીઠ પાંચથી પાંત્રીસ રૂપિયા સુધી જમીનના પ્રમાણમાં હોય છે.
સરકાર
Meaning: પ્રજાનું શાસન કરનારી સત્તા.
દેશ
Meaning: રાષ્ટ્ર; કોઈ અમુક પ્રજાનું વતન; મુલક (૨) (કોઈ મોટી વસ્તુનો અમુક) વિભાગ (૩) વતન (૪) ક્ષેત્ર; પ્રદેશ; જગા
આબકારી
Meaning: દારૂ, ગાંજો, ભાંગ, અફીણ વગેરે કેફી ચીજોના કર સંબંધી.
આબકારી,
દારૂ ગાળવા અને માદક વસ્તુઓ સાથે સંબંદ ધરાવતું ખાતું.
મહેસૂલવેરો
Meaning: વિઘોટી; જમીન ઉપરનો કર.
દાણચોરી
Meaning: જકાતની ચોરી; જકાતી માલ છાનોછપનો લાવવો કે લઈ જવો તે; દાણ આપ્યા વગર માલ પસાર કરવો કે કરવા દેવો તે; દાણ ભરવાનું ચુકાવવું તે; જકાતી માલ છૂપી રીતે લઈ જવો લાવવો તે.
Meaning:2
વિદેશથી કે અન્ય પ્રાંતમાંથી ગુપ્ત રીતે માલસામાન વગેરે લાવી એની કાયદેસર આપવાની જકાત ન આપવી એ, 'સ્મગલિંગ'
જકાતવેરો
Meaning: આયાત માલ ઉપરનો વેરો, 'ટૅરિફ'
દાણ
Meaning: જકાત; કર; હાંસલ; વેરો; ટોલ; માલ ઉપર સરકારનું લેવાતું લવાજમ.
Meaning:2 રાહદારી કરજ.
દાણ
Meaning:3 (લા.) જકાત, 'ઑક્ટ્રોઇ,' 'ટોલ'
લંગર
ધો-6 પેજ-47 પરનો શબ્દ
Meaning: ( વહાણવટું ) વહાણ અટકાવવાનું સાધન; વહાણની બિલાડી; નાંગર; વહાણ કે હોડી અટકાવવા માટે પાણીમાં નાખવાનું લોઢાનું ઓજાર; વહાણ ઊભું રાખવા માટે દરિયામાં નાખવાની ઘણાં પાંખિયાંવાળી લોઢાની મીંદડી; વહાણ થોભાવી રાખવા જમીનમાં ભરાય તેમ નાખવાનું વાંક અંકોડાવાળું એક સાધન.
page
- HOME
- પાઠયપુસ્તક
- શિક્ષક આવૃતિ
- બાલસૃષ્ટી
- પ્રાર્થનાપોથી
- ધોરણ - ૫ થી ૮ કવિતા
- ભારતીય બંધારણ
- ઈતિહાસ ફોટા
- નાગરીકશાસ્ત્ર ફોટા
- ભૂગોળ ના ફોટા
- ખંડો વિશે
- S.S.CALENDAR
- WORLD ATLAS
- ધોરણ - ૬ થી ૮ ના હેતુઓ
- સામાજિક વિજ્ઞાન નવનીત
- ધોરણ - ૬ થી ૮ એકમ કસોટી બન્ને સત્ર
- ધોરણ - ૮ સત્ર - ૧ PPT
- ધોરણ – ૮ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PPT
- ધોરણ – ૮ સત્ર- ૨ VIDEO
- ધોરણ – ૮ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PHOTA
- ધોરણ – 7 સત્ર- ૨ PPT
- ધોરણ – 7 સત્ર- ૨ VIDEO
- દેશભક્તિ ગીત
- ધોરણ – ૭ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – 7 સત્ર- ૨ PHOTA
- ધોરણ – 6 સત્ર- ૨ PPT
- ધોરણ – 6 સત્ર- ૨ VIDEO
- ધોરણ – 6 સત્ર- ૨ PHOTA
- ધોરણ – ૭ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ભારતના રાષ્ટ્રચિહ્નો
- ગાંધી હેરીટેજ પ્રોટલ
- भारतकोश:कॅलण्डर
# A R Y A #
Friday, 13 July 2018
સામાજિક વિજ્ઞાનને લગતા શબ્દોની સમજ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment